પ્રેમકુંજ - (ભાગ-૩૫)


રિયાને વિચાર આવી રહ્યો હતો,કે મુંબઈ જઈ મારે લાલજીની દુકાન પર નથી જાવું પણ પહેલા મારે કુંજને મળવું છે.હું કુંજને ગમે તેમ કરીને મુંબઈમાં શોધીશ.અને તેને બધી જ વાત કરીશ.કે લાલજીને કારણે મારે આ બધું સહન કરવું પડ્યું.હું વેશ્યા બનવા નોહતી માંગતી તો પણ મારે એક વેશ્યા બનવું પડ્યું.

********

કુંજ અને ઇન્સપેક્ટર સાહેબ રાજેશ ખત્રીની હવેલી
શોધી રહ્યા હતા.સામે મળતા લોકોને પૂછી રહ્યા હતા કે તમે કોઈ રાજેશ ખત્રી સાહેબની હવેલી જોઈ છે.
પણ કોઈ જવાબ આપી રહ્યું ન હતું.કોઈને ખબર ન હતી કે રાજેશ ખત્રીની હવેલી ક્યાં છે.

અચાનક કુંજે એક છોકરીને પ્રશ્ન કર્યો તમે રાજેશ ખત્રીની હવેલી જોઈ છે.તે છોકરી થોડીવાર મારી અને   ઇન્સ્પેક્ટર સાહેબ સામે જોઈ રહી.

એ મળવા જેવો માણસ નથી.નાલાયક છે નાલાયક
તમે એમને મળવાનું રેહવા દો.એમની હવેલીમાં કોઈ
જઈ શકતું નથી,એની પરવાનગી વગર અહીં તેનું જ રાજ ચાલે છે.

તમે તેની હવેલી જોઈ છે.હા,મેં એ ખત્રીની હવેલી જોઈ છે.પણ તમે કોઈને વાત ન કરતા નહિ કે આ જગ્યા પર એક છોકરી ઉભી હતી.તેમણે રાજેશ ખત્રીની હવેલી બતાવી.

નહીં અમે કોઈને નહીં કહીએ કે આ વ્યક્તિ એ અમને 
હવેલી બતાવી.તમે અહીંથી આગળ જશો ત્યાં એક ચોક આવશે ત્યાં ભગવાન રામનું મંદિર આવશે.તેની પાછળ એક નાનકડી તમારી ગાડી જાય એટલી કેડી છે.થોડાક આગળ જશો એટલે એક ડેલી આવશે એ ડેલીમાં નહીં જતા.એ ડેલીની બાજુમાં એક રસ્તો પડે છે.ત્યાંથી આગળ નીકળી જજો.બહાર નીકળતા જ તમને એક નદી દેખાશે.એ નદીની બાજુમાં જ જવાનો રસ્તો છે.ત્યાંથી તમારી ગાડીને લઈ લેજો.નદી પાસે તમે ધીમે ધીમે ગાડી ચલાવજો.આગળ જતાં એક ઝુંપડી આવશે.એ ઝૂંપડીમાં કોઈ નહીં હોઈ.એટલે ત્યાં તમે જતા નહીં.ઝૂંપડીથી ડાબી બાજુ તરફ જશો એટલે તરત જ રાજેશ ખત્રીની હવેલી આવશે.

ઓકે થેન્ક્સ આપનો ખુબ ખુબ આભાર..!!!
પણ મારી એક વાત યાદ રાખજો કે તમે કોઈને કહેતા નહિ કે આ જગ્યા પરથી મને એક છોકરીએ રસ્તો બતાવયો.

ઓકે..!!!

કુંજ ખત્રીની હવેલી તો ઘણી અંદર છે.ત્યાં જાવું પણ અઘરું છે.રસ્તો મળશે કે નહીં.સાહેબ મને તો એવું લાગે છે કે આ છોકરી ખોટુ બોલી રહી હતી.નહીં કુંજ એ છોકરી એ જે એડ્રેસ આપ્યું તે બરાબર છે.અને ત્યાં જ ખત્રીની હવેલી હશે એની પર તું શક નહિ કર..

કેમ?

કેમ કે તે પહેલાં આપણને કહી રહી હતી કે તે વ્યક્તિ નાલાયક છે.તે વ્યક્તિને ઓળખતી હોઈ તો જ તે કહે
ને કે આ વ્યક્તી સારો નથી.તેની પાસે તમે જાવ નહિ.

હા,સર એ વાત તમારી સાચી...!!!

આ રહ્યું રામ મંદિર આની પાછળની સાઈડ એક કેડી છે.ત્યાંથી જવાનું એમણે કહ્યું હતું.કુંજ મને અહીં કહી દેખાય નથી રહી.તું નીચે ઉતરીને તપાસ કર જો તો તને કોઈ એવી જગ્યા દેખાય છે,કે ત્યાં આપડી ગાડી જઈ શકે.

હા,સર એક મિનિટ હું તપાસ કરું છું.સર અહીં પાછળ એક નાનકડી કેડી છે,પણ આગળ જતાં તે મોટી હોઈ એવું મને લાગી રહ્યું છે.ઇન્સપેક્ટર સાહેબે ત્યાંથી ગાડી લીધી.અને ધીમે ધીમે જેમ પહેલી છોકરીએ રસ્તો બતાવયો હતો.તે જ રસ્તે આગળ ઝૂંપડી આવી.સર હવે અહીં નજીક જ હોઈ એવું મને લાગી રહ્યું છે.આગળ ડાબી બાજુ જતાં તરત જ એક મોટી હવેલી દેખાણી.

કુંજ આજ રાજેશ ખત્રીની હવેલી હોઈ એવું મને લાગે છે,પણ આ તો બોવ મોટી હવેલી હોઈ એવું લાગે છે.અહીં સાવધાન રેહવું જરૂરું છે.થોડીદુર ગાડીને મૂકી કુંજ ને ઇન્સ્પેક્ટર સાહેબ ખત્રીની હવેલી તરફ ગયા.

આજુ બાજુ જોયું તો કોઈ દેખાય રહ્યું ન હતું.કુંજને થયું.આવી હવેલીમાંથી રિયા કેવી રીતે બહાર નીકળે.
આજુ બાજુ જંગલ શિવાય કઈ નથી.રિયા અહીં ખત્રીની હવેલીમાં જ હશે.

ધીમે ધીમે કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે ખત્રીની હવેલીમાં પ્રવેશ કર્યો.બધે જ નજર ફેરવી ઇન્સ્પેક્ટર સાહેબે તપાસ કરી પણ કોઈ આજુ બાજુમાં દેખાય રહ્યું નહતું.કુંજ અને ઇન્સ્પેક્ટર સાહેબે હવેલીના દરવાજા તરફ ગયા.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Dimpal Kerai 1 દિવસ પહેલા

Deboshree B. Majumdar 1 અઠવાડિયા પહેલા

Kandhal 1 અઠવાડિયા પહેલા

Sandy 1 અઠવાડિયા પહેલા

Vanita Kambodi 1 અઠવાડિયા પહેલા