નહીં બેટા અહીં કોઈ છોકરી રાત્રીના સમયે એકલા જતી નથી.કોઈને કોઈ તેને પકડી લે છે.અને તેને લઈ
જાય છે.અને આમ પણ રાત્રે આ ગામમાંથી કોઈ વાહન જતું નથી.માટે એક દિવસ તો અહીં રોકવું જ પડશે.આ તારું જ ગામ અને તારું જ ઘર છે,એમ સમજીને તું અહીં રોકાય જા.
***********
આજ રિયાને નિંદર નોહતી આવી રહી અહીંથી ગમે તમે કરીને જલ્દી નીકળવું હતું.તે જલ્દી કુંજને મળવા માંગતી હતી.કુંજને મન ભરીને પ્રેમ કરવા માંગતી હતી.પણ રિયાને ડર હતો કે શું આવી જગ્યા
પરથી હું આવી છું,તો શું મને કુંજ અપનાવશે?
શું કુંજ મને ફરી પ્રેમ કરશે?શું કુંજ મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે.કુંજને આજ ઘણા સવાલ થઇ રહ્યા
હતા.જો કુંજને હજુ પણ મારા પ્રયતે પ્રેમ લાગણી હશે તો તે મને અપનાવી લેશે.
ક્ષણે ક્ષણે આઈ લવ યુ કહે તે પ્રેમ નથી,પણ ક્ષણે ક્ષણે વાણી-વર્તનથી આઇ લવ યુ તમને કહેવાનું મન થાય તે પ્રેમ છે.સુખ-દુ:ખમાં સતત હૂંફાળો સાથ મળતો રહે તે પ્રેમ છે.પ્રેમ એ કહેવાનો નહીં,પણ કરી બતાવવાનો હોય છે.પ્રેમ એ સમજ છે,પ્રેમ એ ક્ષમા છે.પ્રેમ એ હકારાત્મકતા છે.પ્રેમ એ વિશ્ર્વાસ અને વફાદારીના પંખ સાથેનો મુક્ત વિહાર છે.એકબીજામાં ઓગળી જવાનું મન થાય તે પ્રેમ છે.એકબીજાને ખુશ રાખવા સતત પ્રયત્ન કરીએ તે પ્રેમ છે.
ક્યારેક મસ્તી,ક્યારેક મર્યાદા, ક્યારેક આકર્ષણ તો ક્યારેક વ્હાલ. ‘પ્રેમ’ એ શબ્દ નથી, પણ એક હૃદયથી બીજા હૃદય તરફ વ્હાલપભરી લાગણીને વહેવાની ક્રિયા છે.પ્રેમ હકારાત્મક છે.દુનિયામાં જે કાંઇ હકારાત્મક છે તે પ્રેમની જ સાધના છે.સમસ્યા એટલે જ પ્રેમનો અભાવ.જ્યાં પ્રેમ છે ત્યાં સમાધાન પણ છે.
પ્રેમ એટલે વિશ્ર્વાસ,સભાન અને સ્વમાન.પ્રેમ ફક્ત આકર્ષણનો ભાગ નથી,પણ પ્રેમ એ સંપૂર્ણ જીવન છે. પ્રેમ એ જીવનનો ઉત્તમ આયામ છે.જે ફક્ત એક દિવસને આધીન નથી,પરંતુ આજીવન ચાલતી નિરંતર ક્રિયા છે.
સૂર્ય ઉગતા જ રિયા જેસલમેર જવા માટે તૈયાર થઈ ગઈ.આ મારા ખાસ મિત્ર છે,એ તારી સાથે જેસલમેર સુધી આવશે.અને તારું ધ્યાન રાખશે.
રિયા એ બે હાથ જોડી બધાનો આભાર માન્યો.લગ્ન થઈને કોઈ દીકરી વિદાય થઈ હોઈ તેમ અડધું ગામ
આજ રિયાને વળાવવા આવ્યું હતું.કોઈ ગાડું લઈને તો કોઈ સ્ત્રી હાથમાં વેવણ લઈ ને,નાના નાના છોકરા હાથમાં રમકડાં લઈને રિયાને અલવિદા કહી રહિયા હતા.
રિયા વિચારી રહી હતી.એક નાનકડું એવું ગામ અને કોઈ અજાણી વ્યક્તિને આટલો બધો પ્રેમ લોકો કેવી રીતે કરી શકે.માત્ર એક દિવસમાં હું આ ગામના જ કોઈ ઘરની દીકરી હોઈ એવું મને લાગી રહ્યું હતું.
તમારું નામ?
રિયા..!!
તમે જેમના ઘરે રાત્રી રિયા હતા,અમે બંને નાનપણના મિત્રો છીએ.ઘણા સમયથી અમે આજ ગામમાં રહીએ છીએ.પણ,તમે અચાનક અમારા ગામ તરફ કેવી રીતે આવી ગયા.
રિયાને વિતીગયેલા સમયનું તેની સાથે પૂર્ણાવર્તન કરવું ન હતું.હું મારી ગાડી લઈને જઈ રહી હતી અને અચાનક મારી ગાડીમાં કંઈક થઈ ગયું.હું ચાલતી ચાલતી આગળ વધી તો પહેલું ગામ તમારું આવ્યું.
તમારી ગાડી?
એ નથી નીકળે તેમ રસ્તામાં જ ફસાઈ ગઈ છે.અને શરૂ પણ થતી નથી.એટલે હું તે ગાડીને ત્યાં જ મૂકીને આવતી રહી.અહીંથી હવે જેસલમેર કેટલું દૂર છે.
બસ,અહીં નજીક છે.હમણાં જ આવી જશે.
થોડીજવારમાં જેસલમેર આવી ગયું.અહીંથી તમને બસ મળી જશે મુંબઈ જવા માટે.અને આ પૈસા મારા મિત્ર એ તમને આપવાનું કહ્યું છે,રસ્તામાં વાત કરતા કરતા હું ભૂલી ગયો.મારે થોડું કામ છે,હું જાવ છું.કોઈ બસનો મળે તો હું બપોરે બે વાગે અહીંથી જ બેસીશ.તમે ફરી મારી સાથે આવતા રેહેજો.અહીં
જેસલમેરમાં એકલા તમે ક્યાં રહેશો.
હા,આપનો ખુબ ખુબ આભાર...!!!!રિયાને ત્યાંથી થોડીજવારમાં બસ મળી ગઈ.તે મુંબઈ જવા રવાના થઈ.આ બાજુ કુંજ જેસલમેર આવી રહયો હતો અને
રિયા જેસલમેરથી મુંબઈ જઈ રહી હતી.
રિયાને વિચાર આવી રહ્યો હતો,કે મુંબઈ જઈ મારે લાલજીની દુકાન પર નથી જાવું પણ પહેલા મારે કુંજને મળવું છે.હું કુંજને ગમે તેમ કરીને મુંબઈમાં શોધીશ.અને તેને બધી જ વાત કરીશ.કે લાલજીને કારણે મારે આ બધું સહન કરવું પડ્યું.હું વેશ્યા બનવા નોહતી માંગતી તો પણ મારે એક વેશ્યા બનવું પડ્યું.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)