જાણે-અજાણે (17) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (17)

ગામનાં સરપંચ અને કહેવામા મોટું માથું એવા વ્યક્તિ રઘુવીર. પાક્કી દિવાલો વાળું ઘર . સ્વભાવે તે કડક અને સીધી મુદ્દાની વાત કરવા વાળા માણસ. પણ નાના છોકરાઓ અને જુવાનીયાઓ સાથે તેમનાં ઉંમર હીસાબે વર્તે. એટલે લોકપ્રિય ઘણાં. દૂરનું વિચારીને નિર્ણય કરતાં એટલે કશું કહી ના શકાય તેમનાં કોઈપણ નિર્ણય વિશે.
અનંત, માંજી અને બાકી બધાં રઘુવીર કાકા જોડે પહોચ્યા. "રઘુવીર.... ઓ રઘુવીર...." માંજીએ બુમ પાડી. ઘરમાંથી એક પ્રભાવશાળી પુરુષ જાણે બહાર નીકળતા હોય તેમ જણાય રહ્યું હતું.
શું થયું?.. તમે બધા એકસાથે અહીં? " રઘુવીરે આતુરતાથી પુછ્યું. અનંતે બધી વાત સારી રીતે સમજાવી. અને હવે તે શું નિર્ણય કરે છે તે પુછ્યું. ઘણું વિચાર્યા પછી તેમણે કાલે સભામાં પોતાની વાત કહેવાનું કહ્યું અને પંચની સામે અને સહમતીથી નિર્ણય થશે તેમ જણાયુ. બધા નિયતિ પાસે ફરી ગયાં. તે પોતાનાં ખાટલામાં બેઠી હતી અને હજું પોતાનું નામ યાદ કરવાની કોશિશ જ કરતી હતી. પણ અસફળતાને લીધે ચિડાતી અને પોતાની પર જ ગુસ્સો કરતી. ઓરડીમાં દાખલ થઈને માંજી બોલ્યાં " શું થયું બેટા! આમ ગુસ્સો કરવાથી શું મતલબ! " નિયતિ રડતી રડતી બોલી "શું કરું દાદી! મને મારું નામ, મારી પોતાની ઓળખાણ યાદ નથી! ... કોઈ પોતાનું અસ્તિત્વ કેવી રીતે ભૂલી શકે? કોઈ પોતાનાં માં બાપને કેવી રીતે ભૂલી શકે!.." નિયતિ પોતાનું માથું પકડી જોરથી વાળ ખેંચવા લાગી એટલે અનંત બોલ્યો " અરે આમ ના કર છોકરી... ભૂલી શકાય પોતાનું અસ્તિત્વ પણ અને પોતાનું નામ પણ. તારી આ હાલત ટેમ્પરરી છે. માથાંના પાછલાં ભાગ પર વાગવાને કારણે અથવા કોઈ અસહ્ય દુઃખના સમન્વયથી આવી સ્થિતિ સર્જાય છે. સમયની સાથે તારી બધી યાદો પાછી આવી જશે. "
અનંતની આશા ભરેલી વાતો સાંભળી નિયતિ થોડી શાંત પડી.

બીજે દિવસે સભા બેઠી. ઘણી ચર્ચા વિચારણા અને મથામણ પછી નિર્ણય કરવામાં આવ્યો કે આ છોકરીને એટલે નિયતિને જ્યાં સુધી પોતાનું વિતેલું જીવન અને માં-બાપ યાદ ના આવે ત્યાં સુધી તે અહીં જ રહેશે. અને તેનો રહેવા ખાવાં પીવાનું બધું ખર્ચ પંચ તરફથી હશે. નિયતિ પણ ત્યાં જ ઉભી હતી. પોતાનાં પર આટલી દયા થતાં જોઈ તેનો ગુસ્સાનો પાર ના રહ્યો. તેને લાગ્યું તેની આવી હાલતને લીધે બધાં તેને બિચારી ગણે છે અને ઉપકાર કરે છે. પોતાનું આત્મસન્માન ઘટતું તેને જણાય રહ્યું. એટલે તે ગુસ્સામાં દોડી ને પોતાની ઓરડીમાં ચાલી ગઈ. સભાનું અપમાન થયું હતું એટલે દરેક ગામવાસીઓ આશ્ચર્યથી નિયતિને જોઈ અઅંદરોઅંદર વાતો કરવા લાગ્યા. છતાં રઘુવીર કાકાએ શાંત રહી અનંત અને તેમના બાકીનાં ટોળકીને ( કૌશલ, રચના, પ્રકૃતિ, વંદિતા અને અનંત પોતે) કહ્યું " આ છોકરી નુ તમે લોકો ધ્યાન રાખજો તેની તબિયત ખરેખર નાજુક છે. ગમે તે થાય પણ તેને આ ગામડું છોડી જવા ના દેતાં. મને તમારી પર સૌથી વધારે ભરોસો છે. નાના હતાં ત્યારથી સાથે રમતા કૂદતાં અને હવે દરેક કામ તમારાં માટે શક્ય છે જો તમે સાથે મળીને કામ કરો તો..." દરેક માણસ રઘુવીર કાકાની ઈજ્જત કરતાં હતાં એટલે બધાએ હા મા હા પરોવી. નિયતિનું નામ કોઈ જાણતું નહતું એટલે તેને એક નામ આપવાનું હતું જેથી સરળતા રહે. તે નર્મદાના તટ પરથી મળી હતી એટલે તેનું નામ રેવા રાખાયુ. અને છેવટે નિયતિ માંથી રેવાનો જન્મ થયો.

જેની સામે એક નવી નક્કોર જીંદગી પડી હતી અને નવી તકલીફો પણ...ટોળાંના દરેક લોકો જલદીથી નિયતિ એટલે કે રેવા પાસે પહોચ્યા. ઘરની બહારથી જ વંદિતાએ બૂમ પાડી.. રેવાદીદી. ..ઓ રેવાદીદી... આ સાંભળી કૌશલ બોલ્યો " ઓહ ચાપલી... શું રેવાદીદી..?.. એને થોડી ખબર છે શું નામ રાખ્યું છે એનું!... અને આ દીદી કેમનું થઈ ગયું એકદમ?.. કાલે તો તું ને રચનાદીદી મારી પર જ ગુસ્સે થતાં'તા.. અને હવે તેની જોડે સંબંધ પણ બાંધી લીધો? "

વંદિતા: એવું નથી કૌશલ ભાઈ. હું તમારાં બધાથી નાની છું એટલે હું તમને માન આપું છું. અને આ રેવાને જોઈને લાગે છે કે એ તમારી ઉંમરની જ હશે એટલે તેને પણ માન આપવું પડે ને..

પ્રકૃતિ: અરે... તમે લોકો એકબીજાને ચોખવટ કરવાની બંધ કરો અને અંદર ચાલો. અંદરથી રડવાનાં અવાજ આવે છે.

રચના(કટાક્ષમાં): હા..હા.. ચાલો. હવે એમ પણ બધા કામ છોડીને આની સેવા ચાકરી કરો.

બધા રચના સામે જોતાં રહ્યાં અને પછી એક ઉંડો શ્વાસ ભરી અંદર ગયાં.
બધાને જોઈ નિયતિ એટલે રેવા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ અને બધો ગુસ્સો એકવારમા જ તેમની પર ફૂટી પડ્યો " શું છે તમારે?.. શું કામ અહીંયા આવ્યા છો?.. હજું મારી લાચારી બતાવવાની બાકી રહી છે!.. ચાલ્યા જાઓ... મને કોઈની જરુર નથી. ના તમારી.. ના ગામની કે ના કોઈની સેવાની... " બધાં આટલી તોછડાઈ ભરી વાતો સાંભળી ગુસ્સે ભરાયા . હજું કોઈ કશું બોલે તે પહેલાં રેવાએ ઉમેર્યું " કહી દેજો તમારાં સરપંચને કે નથી રેહવાની હું આ ગામમાં. " પોતાની અને સરપંચની આટલી બેઇજ્જતી થયાં પછી કોઈ પણ ત્યાં રોકાયું નહી અને રેવાને છોડીને બધા ચાલી નિકળ્યા. પણ સામે રઘુવીર કાકા મળ્યા અને તેમને બધી વાતની ખબર પડતાં તે સમજાવતાં બોલ્યા " તમારે આમ પોતાનું ધારણ નહતું ગુમાવવું જોઈતું. તે છોકરી બિમાર છે. કમજોર છે. તેની સાથે શું ઘટના ઘટી છે તેનુ આપણને ભાન નથી. હોઈ શકે છે તેનું ભૂતકાળ તેનાં ગુસ્સા રૂપે બહાર આવે છે. આપણી ફરજ માત્ર તેને બચાવવી નથી પણ તેને પોતાનાં ઘેર સલામતી થી પહોચાડવી છે. આપણાં ગામની કોઈ છોકરી જોડે આવું બન્યું હોત તો?.. શું આપણે આશા ના રાખતાં કે કોઈ તેને સલામત રીતે ઘેર પોહચાડે?.. અનંત, કૌશલ.. જરાં વિચારો રચના, પ્રકૃતિ કે વંદિતા જોડે આવી ઘટના બની હોત તો?..."
દરેક તેમની વાતોથી પ્રભાવિત થતાં દેખાય રહ્યાં હતાં એટલે વધારેમાં ઉમેર્યું " હું તમને નહીં બાંધ. તમારે તેને મદદ કરવી હોય તો જ કરજો.. નહીં તો.... રામ ભરોસે..." અને રઘુવીર ત્યાંથી ચાલ્યા ગયાં.

દરેક વ્યક્તિને પોતાનક ભૂલનો પરિચય થયો અને પાછા રેવાના ઘર તરફ ગયાં. ઘણી બુમો પાડી પણ તે બહાર ના આવી એટવે અંદર જઈને જોયું તો રેવા ઘરમાં નહતી. ઘરની આસપાસ દરેક જગ્યાએ તેને શોધી પણ તે કોઈને મળી નહીં. દરેક જણ અલગ અલગ થઈને તેને શોધવા લાગ્યા. એક એક ગામજનો ને પુછ્યું. પણ કોઈ રસ્તો જડ્યો નહીં. અનંત શોધતો શોધતો નદીના એ તટ પર પોહચ્યો કે જ્યાંથી રેવા મળી હતી. બૂમો પાડતાં પાડતાં તેની નજર એક ખૂણામાં એક જૂની નાવડીની પાછળ પડી. જોયું તો ત્યાં રેવા(નિયતિ) છુપાયી ને બેઠી હતી. હાલત થોડી નાજુક હતી. આંખોમાં આંસુ છતાં ચહેરાં પર કોઈ ભાવ નહીં. જાણે દુનિયાની નજરોથી છુપાવવા બેઠી હોય તેમ લાગ્યું. અનંતને રેવાને જોઈ હાશકારો થયો. અને તેની પાસે ધીમેથી ગયો.

ધીમેથી તેનું નામ દઈ પોકાર કર્યો "રેવા... ઓ રેવા..." રેવાનુ ધ્યાન ઉંડા વિચારો માંથી તૂટ્યું અને અનંત તરફ ખેંચાયું. અનંત પોતાનો હાથ લંબાવી ઉભો હતો. તેની તરફ શાંત નજરે જોતો હતો. રેવાનો હાથ પકડવા અને તેને બહાર કાઢવા તેણે પોતાનો હથેળી આગળ કરી અને બોલ્યો " રેવા.. ગભરાઇશ નહીં. હું તને નુકશાન નહીં કરું. કે તારી પર ગુસ્સે પણ નહીં થઉં. તું મારો હાથ પકડ અને બહાર આવ. માત્ર તારી જોડે વાત કરવી છે. " અનંતમા ભરાયેલી સમજશક્તિ અને સહજતા તેની વાતો માં સંભળાય રહી હતી. નિયતિ એટલે કે રેવાએ તેનો હાથ ફંગોળી દીધો અને જાતે ઉભી થઈ બોલી" મને કોઈની જરુર નથી. કહ્યું ને એક વાર. અને કોઈ છોકરાંની તો બિલકુલ નહી. તમે પોતાની જાતને સમજો શું છો?.. કોઈ છોકરી તમારી જોડે વાત કરી લે એટલે તે તમારું રમકડું છે?.. જ્યારે મરજીથી રમો અને ફેંકી દો!... હું મારી મદદ જાતે કરી શકું છું. તમારી મદદની તો કોઈ જ જરૂર નથી. " રેવાની વાતોમાં નિયતિનાં પડછાયા દેખાતાં હતાં. ખરાબ રીતે વાત કરવાં છતાં અનંતને ગુસ્સો ના આવ્યો અને તેણે નિયતિને સમજાવવાની કોશિશ કરી." હા ભલે.. તને મારી મદદ ના જોઇતી હોય તો વાંધો નહિ. અને તારે આ ગામમાં ના રહેવું હોય તો પણ વાંધો નહિ. પણ બે મિનિટ મારી સાથે વાત તો કરી શકે છે ને!... પછી તારે જ્યાં જવું હોય." રેવાને ના કહેવા જેવું લાગ્યું નહીં એટલે તે અનંત સાથે નદી કિનારે બેઠી. અને અનંતની વાત સાંભળવા લાગી. " જો રેવા.. ના અમે તને જાણીએ છીએ કે ના તું અમને. આપણાં તાર તો કિસ્મતે જોડાયેલાં છે. મારાં મિત્રને તું તણાતી મળી હતી એટલે તારી મદદ માટે, તને જીવડાવવા માટે ઘેર લાવ્યા હતાં. અને હું એક વૈદ્ય છું. ખરેખર તારી અવસ્થા ખરાબ હતી. છતાં તું મરી નહીં. કદાચ તારે હજું ખુબ જ જરૂરી કામ કરવાનું બાકી છે. પણ કમનસીબી એ હતી કે તારી મેમરી માથાનાં ઘા ને કારણે ગુમ થઈ ગઈ. અને ચિંતાની વાત નથી થોડાં સમયમાં તે પાછી પણ આવી જશે. અને એટલે જ અમારાં ગ્રામજનો એ નિર્ણય લીધો હતો કે તું અમારી સાથે રહે. તને લાચારી બતાવવા નહીં પણ તારી સંભાળ કરવા. " રેવા બધી વાત ધીમે ધીમે સમજી રહી હતી. અનંતની વાતો રમણીય હતી. કોઈપણ તેમાં વિશ્વાસ કરી લે.

રેવાની તરફ જોઈ અનંત ફરી બોલ્યો " તો શું વિચાર્યું તેં? રેવા બનીને ઘરે પાછી આવીશ કે અનામ સાથે મોટી દુનિયામાં ભટકતી રહીશ? " અનંત ના એકેએક શબ્દો રેવાને ગામ અને ગામલોકો તરફ આકર્ષિત કરી રહ્યા હતાં. અને તે બોલી " પણ... મેં હમણાં જે કર્યું તેનાં પછી કોઈ મારી સાથે વાત નહીં કરે ને... બધાં ગુસ્સો કરશે. અને ગામમાં પણ નહીં રહેવા દે..." એટલામાં પાછળથી પ્રકૃતિ એ બુમ પાડી " એવું કશું નઈ થાય . જો તું રેવા બનીને અમને અપનાવીશ. " પાછળ જોતાં પ્રકૃતિ હાથ લંબાવી તેને ભેટવા માટે ઉભી હતી. રેવા ખુશ થઈ દોડીને તેને ભેટી પડી. આ જોઈ વંદિતાથી રહેવાયું નહીં અને બોલી " રેવાદીદી હું પણ... હું સૌથી નાની છું મને પણ અપનાવો. " અને એકદમ બાઝી પડી. રચના અને કૌશલ થોડાં ગરમ મિજાજનાં હતાં એટલે તે કશું બોલ્યા નહીં..

રેવા પાછળ ઉભેલાં અનંત સામે જોઈને એક પલકારો કરી Thank you બોલી. અને અનંત પણ જાણે તેની વાત તરત સમજી ગયો . આ બંનેની સમજણ જાણે નિયતિએ જ જોડાયેલી હતી...

શું અહીંયા બધી મુશ્કેલીઓ પુુરી થઈ ગઈ કે હજુ ....?...



ક્રમશઃ