ધ રીંગ - 15 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

ધ રીંગ - 15

The ring

( 15 )

ભવિષ્યમાં આલિયા પોતાનાં માટે જોખમી પુરવાર થઈ શકે છે એવું વિચારી અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે મળીને આલિયા ને ઠેકાણે પાડવાનું જે આયોજન કરે છે એ ગોપાલનાં લીધે અસફળ થાય છે.. ગોપાલ ને યાદ આવે છે કે આલિયા દ્વારા જે નામ બોલવામાં આવ્યું એ નામ અમન એને ક્યાં વાંચ્યું હતું.. અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે.

એકદિવસ અમનની ગેરહાજરીમાં અમનનાં ઘરે આવેલો અપૂર્વ રીનાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી રીના ની રેશમી ઝુલ્ફો સાથે રમતાં રમતાં બોલ્યો.

"રીના, ક્યાં સુધી આમ જ છુપાઈ છુપાઈને મળતાં રહીશું..? "

"જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી.. "અપૂર્વનાં પ્રેમમાં આંધળી બની ચુકેલી રીના એ બેજીજક જવાબ આપતાં કહ્યું.

"પણ રીના તે આ વિશે વિચાર્યું છે કે જ્યારે આપણાં આ રિલેશન વિશે અમનને ખબર પડી ગઈ ત્યારે..? "અપૂર્વ એ રીના ની તરફ જોઈ ગંભીર મુખમુદ્રા સાથે સવાલ કર્યો.

"શુભ-શુભ બોલ.. એવું કંઈ નહીં થાય.. "અપૂર્વની આ વાત સાંભળી રીના બોલી.

"પણ હવે મેં કહ્યું એ થયું તો શું કરીશું..? અપૂર્વ હજુપણ એ વાતનું પુનરાવર્તન કરી રહ્યો હતો.

અપૂર્વનો આ સવાલ સાંભળી રીના ઘડીભર તો પોતાનાં અને અપૂર્વનાં સંબંધની અમનને ખબર પડે તો શું થાય એ વિશેનાં કલ્પના ચિત્રો મનમાં રચી રહી હતી.. આ કલ્પના ચિત્રો એનાં હૃદયનાં ધબકારા બમણાં કરી રહ્યાં હતાં એ વાત સાફ હતી.. થોડો સમય ચૂપ રહ્યાં બાદ રીના જોરજોરથી રડવા લાગી અને અપૂર્વને ગળે વળગીને બોલી.

"હું હવે તને નથી ખોવા માંગતી.. તારે જે કરવું હોય એ કર પણ મારાં થી તારો વિયોગ સહન કરવો હવે અશક્ય છે. "

થોડીવાર સુધી અપૂર્વ રીના ની પીઠ પર હળવેકથી હાથ ફેરવી એને સાંત્વનાં આપવાની કોશિશ કરતો રહ્યો.. જેવાં રીના નાં હીબકાં ઘીમાં થયાં એ સાથે જ અપૂર્વ બોલ્યો.

"જો રીના તું મારો સાથ આપવાં તૈયાર હોય તો એક કામ થઈ શકે છે.. પણ એ માટે તારે બીજી લાગણીઓને પડતી મુકી ફક્ત તારાં અને મારાં વિશે વિચારવું પડશે.. "તારાં અને મારાં બોલતી વખતે અપૂર્વએ એ બંને શબ્દો પર ભાર મુક્યો.

અપૂર્વ ની વાત સાંભળી એક ક્ષણ પણ વિચાર કર્યા વગર રીના એ કહ્યું..

"તું બોલ ખાલી આપણે કરવાનું શું છે... ? "

રીના નાં આમ બોલતાં જ અપૂર્વનાં ચહેરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું.. રીના હવે પોતાની મેલી મુરાદમાં પોતાનો સાથ આપવાં તૈયાર હતી એ જાણ્યાં પછી પોતાનાં મનમાં આવેલો શૈતાની વિચારને બેજીજકપણે બહાર લાવતાં અપૂર્વ બોલ્યો.

"તારી અને મારી વચ્ચે અત્યારે અમન નામની એક દીવાલ ઉભી છે.. એ દીવાલ ને આપણે દૂર કરવી પડશે.. "બેડરૂમમાં લગાવેલાં અમન અને રીના નાં ફોટોગ્રાફ ને જોતાં અપૂર્વ બોલ્યો.

"મતલબ? .. , મતલબ તું કહેવા શું માંગે છે..? "અપૂર્વ ની વાત સાંભળી રીના બોલી.

"મતલબ કે આપણે અમનને આ દુનિયામાંથી વિદાય આપવી પડશે.. "અપૂર્વ મૂળ મુદ્દાની વાત ઉપર આવતાં બોલ્યો.

"તું આ શું હાથ પગ વગરની વાતો કરી રહ્યો છે..? આ શક્ય નથી..? "અપૂર્વની વાત સાંભળી રોષપૂર્વક રીના બોલી.

"તો પછી તું મને ભૂલી જા.. "બેડ ઉપર પડેલી પોતાની ટીશર્ટ પહેરી બેડમાંથી ઉતરી અપૂર્વ બોલ્યો.

અપૂર્વ નું આમ બોલવું રીના માટે અસમંજસ ભરી સ્થિતિનું નિર્માણ કરી રહ્યું હતું... એક તરફ અમન હતો જે ખરાં દિલની પોતાનો પતીધર્મ નિભાવી રહ્યો હતો.. અને બીજી તરફ અપૂર્વ હતો જેને પોતે ખરાં હૃદયથી ચાહતી હતી.

"અપૂર્વ બીજો કોઈ રસ્તો શક્ય નથી.. આમ અમનની હત્યા કરાવવી યોગ્ય નથી લાગતી મને.. "બેડમાંથી ઉતરી અપૂર્વને પાછળથી ભેટતાં રીના બોલી.

"બીજો રસ્તો છે.. એક કામ કર તું અમન જોડેથી ડાયવોર્સ લઈ લે.. પછી તું તારાં પિયર જતી રહે.. થોડો સમય વીત્યાં બાદ હું તારાં ઘરે આવીને તારાં માતા-પિતા જોડે તારો હાથ માંગીશ.. એક ડાયવોર્સ થયેલી દીકરીને જલ્દી પરણાવી દેવાની ઉતાવળમાં એ આપણાં લગ્ન માટે તૈયાર થઈ જ જશે.. "અપૂર્વ મનોમન કંઈક વિચારી નવી યોજનાં જણાવતાં બોલ્યો કેમકે રીના ની વાતો પરથી તો એ સમજી ચુક્યો હતો કે રીના કોઈકાળે અમનની હત્યા કરવામાં આવે એવું નહીં જ ઈચ્છે.

"આ ખૂબ સરસ આઈડિયા છે.. પણ અમન જોડે ડાયવોર્સ લેવાનું કોઈ યોગ્ય બહાનું તો જોઈએ ને..? "રીના અપૂર્વની સામે આવીને એની છાતી પર પોતાની ગરદન ઝુકાવીને બોલી.

"મારી જોડે એક મસ્ત આયોજન છે.. પણ એમાં તારે મારો સાથ આપવો પડશે.. "આટલું કહી અપૂર્વ પોતાની જોડે રીના કઈ રીતે અમન જોડે ડાયવોર્સ લે એનો જે પ્લાન હતો એ કહેવાનો શરૂ કરે છે.

***

એક તરફ જ્યાં રીના અને અપૂર્વ એમનાં ભૂતકાળને યાદ કરી રહ્યાં હતાં તો બીજી તરફ સીટી કેર હોસ્પિટલમાં સાંજે ચાર વાગ્યાંથી પહોંચી ગયેલો ગોપાલ આલિયાનાં બેડ ની જોડે જ એનાં ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો હતો.. ભલે આલિયા અને પોતાનાં ભૂતકાળમાં જે કંઈપણ થઈ ગયું હતું છતાં આજેપણ ગોપાલનાં હૃદયમાં આલિયા માટે એ જ કુણી લાગણી હતી જે કોલેજનાં દિવસોમાં હતી.

સાંજનાં લગભગ સાતેક વાગ્યાં હશે તો આલિયા નાં દેહમાં થોડી હલનચલન થઈ અને એને ધીરેથી આંખો ખોલી. પોતે અત્યારે હોસ્પિટલમાં છે એ તો આલિયા ને સમજાઈ ગયું હતું પણ અહીં પોતે કઈ રીતે આવી એ થોડું મગજ ઉપર જોર આપ્યાં બાદ આલિયાને યાદ આવી ગયું.. હનીફથી બચવા પોતે કોટેજમાંથી મેઈન રોડ તરફ દોડી રહી હતી ત્યારે એની ટક્કર કોઈ ગતિમાં આવતાં વાહન જોડે થઈ અને એ ઈજાગ્રસ્ત થઈ બેહોશી ની હાલતમાં નીચે પડી.

આલિયા એ આ સાથે જ પોતાની નજીક ખુરશી પર બેસી ચહેરા પર મુસ્કાન સાથે પોતાની તરફ જોતાં ગોપાલ ને જોયો એટલે એને સઘળો ઘટનાક્રમ સમજાઈ ગયો.. ગોપાલ નાં જ વાહન સાથે પોતાની ટક્કર થઈ અને ગોપાલ જ પોતાને લઈ અહીં હોસ્પિટલમાં આવ્યો હોવો જોઈએ એનું અનુમાન આલિયા એ લગાવ્યું.

"ગોપાલ, તું અહીં શું કરે છે.. અને કેમ છે તને..? "પથારીમાં બેઠાં થવાની કોશિશ કરતાં આલિયા બોલી.

"હું અહીં કેમ છું અને શું કરું છું એ બધું પછી કહીશ.. પણ તું શાંતિથી બેડ ઉપર જ આરામ ફરમાવ.. તારે ઉભાં થવાની જરૂર નથી.. "આલિયા ને ફરીથી પથારીમાં સુવાનો આગ્રહ કરતાં ગોપાલ બોલ્યો.

"મારું એક્સિડન્ટ થયું હતું.. અને મેં બેહોશ થયાં પહેલાં તને જોયો હતો.. પછી તું જ મને અહીં લઈને આવ્યો લાગે છે... ? "ગોપાલ ની તરફ જોઈ આલિયા એ પૂછ્યું.

"હા હું જ તને અહીં લાવ્યો હતો.. અને બે દિવસથી સતત તારાં બેડની જોડે જ તારાં ભાનમાં આવવાની રાહ જોઇને બેઠો છું.. ઘણી બધી વાતો છે જે અંગે તારે મને જણાવવું પડશે. કેમકે તારાં અહીં આવવાંથી લઈને અત્યાર સુધી જે કંઈપણ ઘટિત થયું છે એનાં લીધે મારાં મનમાં સેંકડો સવાલો છે જેનાં જવાબ ફક્ત તું આપી શકે એમ છે.. "આલિયા ની તરફ જોઈને મૃદુ સ્વરે ગોપાલ બોલ્યો.. ક્યાં મોટાં મોટાં ગુનેગારો ને કડકાઈથી સવાલ જવાબ કરતો પી. એસ. આઈ ગોપાલ ઠાકરે અને ક્યાં પોતાની પ્રાણથી અધિક પ્રિયતમા ને સવાલ કરતો ગોપાલ. ગોપાલ ને જોઈ એવું લાગતું કે આ વૃંદાવન નો એ કૃષ્ણ છે જે ગોપીઓ સાથે રાસ પણ રમી જાણે અને જરૂર આવે તો મસમોટાં દાનવોને ચપટીમાં ખતમ કરી પણ જાણે.

ગોપાલની વાત સાંભળી આલિયા પહેલાં તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ.. ગોપાલ પોતાનાં અહીં આવ્યાં પછી સતત બે દિવસથી અહીં ખડેપગે હાજર હતો એ વાત આલિયા ને ખુશી આપનારી સાબિત થઈ.. ગોપાલ નું આ વર્તન એ વાતની સાક્ષી પુરી રહ્યું હતું કે ગોપાલનાં હૃદયમાં પોતાની તરફ લાગણી કાયમ છે.. પણ સાથે-સાથે ગોપાલ કઈ ઘટનાઓની વાત કરી રહ્યો હતો એ વિશે વિચારતાં વિચારતાં આલિયાનું મગજ સુન્ન મારી ગયું.

આલિયાનાં ચહેરા પર ઉભરી આવેલાં સવાલસુચક ભાવ જોઈ ગોપાલે કહ્યું.

"શું થયું.. કયા ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ..? "

"ગોપાલ, એ તો એમ વિચારતી હતી કે મારાં અહીં આવ્યાં પછી એવું તે શું બન્યું જેનાં લીધે તું આટલો બધો ચિંતિત દેખાય છે..? "આલિયા જે રીતે ગોપાલની સાથે વાતચીત કરી રહી હતી એનાં પરથી તો એવું લાગી રહ્યું હતું કે ગોપાલ અને એની વચ્ચે ભૂતકાળમાં કંઈ ખોટું થયું જ નહોતું.

જે પ્રકારે પોતાની અને આલિયાની વચ્ચે જે કંઈપણ થયું હતું એ પછી આલિયા સહજ બની પોતાની સાથે વાત નહીં કરી શકે એવું માનતો ગોપાલ જે રીતે આલિયા બધું ભૂલી પોતાની સાથે વાત કરી રહી હતી એ જોઈ સુખદ અહેસાસ અનુભવી રહ્યો હતો.

ગોપાલે પ્રેમભરી નજરે આલિયા નો ચહેરો જોયો અને પોતાની ખુરશીને આલિયા જ્યાં સૂતી હતી એ બેડની એકદમ નજીક લઈ જઈને આલિયાનાં પુછાયેલાં સવાલનાં જવાબમાં રીના દ્વારા આલિયા ની હત્યાના પ્રયાસ અને ભાનમાં આવતાં જ આલિયા નું રિંગ અને અમન વિશે ચિલ્લાવવું બધું જ વિગતે જણાવી દીધું.

આ બધું સાંભળ્યાં પછી તો આલિયા ગહન વિચારોમાં ડૂબી ગઈ.. થોડાં સમય ની ચુપ્પી બાદ આલિયા ભયમિશ્રિત સ્વરમાં બોલી.

"એ લોકો મને જીવતી નહીં મુકે.. મને મારી નાંખશે.. "

આટલું બોલતાં તો આલિયા ની આંખોમાં આંસુઓ ઉભરાઈ આવ્યાં. અનાયાસે જ ગોપાલે આલિયા ની આંખોમાં આવેલાં આંસુ લૂછયાં અને એની હથેળી પર પોતાનો હાથ મૂકી આલિયા ની આંખોમાં જોઈને દ્રઢતા સાથે કહ્યું.

"આમ રડીશ નહીં પાગલ, હું તને કંઈ નહીં થવા દઉં.. પણ એ પહેલાં તારે મને તારી સાથે જોડાયેલું દરેક સત્ય કહેવું પડશે.. હું બધું જ સત્ય સાંભળવા ઈચ્છું છું.. "

ગોપાલની આ વાતે આલિયા માટે અસમંજસ ભરી સ્થિતિ પેદા કરી હતી.. ગોપાલ કહી રહ્યો હતો એ મુજબ બધું સત્ય એને જણાવી તો દેવું જોઈએ.. પણ આ સત્ય સાથે પોતાની કોલગર્લ વાળી જીંદગીનું કાળું સત્ય પણ જોડાયેલું હતું.. જે જાણ્યાં પછી પોતાની તરફ કુણી લાગણી ધરાવતો ગોપાલ આવીને આવી જ લાગણી સાથે પોતાની મદદ કરશે એની શંકા આલિયા ને પજવી રહી હતી.. !

***

વધુ આવતાં ભાગમાં.

શું આલિયા બધું જ સત્ય ગોપાલને જણાવી દેશે. ? અપૂર્વ અને રીના એ અમન સાથે શું કર્યું... ? અમન અત્યારે ક્યાં હતો..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***