ધ રીંગ - 7

The ring

( 7 )

અમને આપેલાં વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર આલિયા પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમમની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય. આલિયા ને કવરમાં અપૂર્વ અને અમનનાં સાથે હોય એવાં ફોટો મળે છે.. આ ફોટો લઈને આલિયા પાછી અપૂર્વને મળે છે.. પણ અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે.

આલિયા નો પીછો કરવાનું કામ હનીફ ને સોંપ્યા બાદ અપૂર્વ અગ્નિહોત્રી એક અન્ય વ્યક્તિ સાથે પણ આલિયા નાં વિષયમાં ચર્ચા કરે છે.. આલિયા સાથે થયેલી મુલાકાત અપૂર્વની શાંતિ હણનારી સાબિત થઈ ગઈ હતી.. હનીફ નાં ગયાં નાં ત્રણ કલાક બાદ અપૂર્વ નાં ફોનની રિંગ વાગી.. અપૂર્વ એ જોયું તો કોલ હનીફ નો હતો.

હનીફ એક લોકલ ગુંડો હતો.. જે ખાલી નામ માત્રની કુરિયરની ઓફિસ અપૂર્વ ની ઓફિસ હતી એ બિલ્ડીંગ નાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચલાવતો.. કુરિયર કંપની ની આડમાં હનીફ ડ્રગ્સ, ગાંજો, રિવોલ્વર વગરે વસ્તુઓનો ગોરખધંધો કરતો.. આ સિવાય પૈસા લઈ કોઈનું પણ મર્ડર કરવું, અપહરણ કરવું કે મારઝૂડ કરવી આ બધાં કામ પણ હનીફ અને એનાં સાગરીતો કરતાં.. હનીફ ત્રણ-ચાર વાર જેલ પણ જઈ આવ્યો હતો.

"ભાઈ, આ છોકરી તો મુંબઈ નાં બહાર એક કોટેજ ઉપર રહે છે.. મેં મારાં નેટવર્ક નો ઉપયોગ કરી તપાસ કરાવી તો જાણવાં મળ્યું કે આ યુવતી એકલી રહે છે અને એ એક કોલગર્લ હતી.. "અપૂર્વ દ્વારા કોલ રિસીવ કરતાં ની સાથે હનીફ બોલ્યો.

"કોલગર્લ હતી મતલબ..? "અપૂર્વ એ સવાલ કર્યો.

"હતી મતલબ હતી.. એને થોડાં મહિના પહેલાં એ બધું કામ બંધ કરી દીધું છે.. અને એ હાઈ રેટેડ કોલગર્લ હતી.. તમારાં જેવાં ને પોષાય એવી.. "આટલું કહી હનીફ હસવા લાગ્યો.

થોડું વિચાર્યા બાદ અપૂર્વ એ હનીફ ને કહ્યું.

"હનીફ, તું સતત ત્રણ-ચાર દિવસ એ છોકરી ઉપર નજર રખાવ.. એ ક્યાં જાય છે..? કોને મળે છે..? .. બધી માહિતી એકઠી કર. "

"સારું.. તમારું કામ થઈ જશે. ખાલી નજર જ રાખવાની છે કે બીજું કંઈ પણ.. "હનીફ બોલ્યો.

"એ હું સમય આવે કહીશ.. "આટલું કહી અપૂર્વ એ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

અપૂર્વ અશાંત ચિત્તે સાંજ સુધી પોતાની કેબિનમાં જ ભરાઈ રહ્યો.. એનું આ વર્તન એનાં સ્ટાફ માટે પણ નવાઈ ઉપજાવનારું હતું.. અપૂર્વ ની ઓફિસમાં જેટલી પણ યુવતીઓ કામ કરતી એ બધી સાથે અપૂર્વ ફિઝિકલ રિલેશન બાંધી ચુક્યો હતો.. એ યુવતીઓ જોડે ચાલુ ડ્યુટી એ અડપલાં કરવાં રોજ પહોંચતો અપૂર્વ આજે પોતાની કેબિનમાંથી બહાર ના નીકળતાં એ યુવતીઓને પણ ઘણી નવાઈ લાગી.

સાંજે જ્યારે ઓફિસ છૂટવાનો સમય થયો ત્યારે બે-ત્રણ યુવતીઓ તો અપૂર્વ ની કેબિનમાં આવી બધું સારું તો છે ને..? એવું પૂછતી ગઈ.. એમાંથી એક યુવતીએ તો આજની રાત અપૂર્વ સાથે ગુજારવાની તૈયારી પણ બતાવી.. વાસના નો પૂજારી અપૂર્વ આ ઓફર ને આમ તો ઠુકરાવે જ નહીં.. પણ એ એટલો તણાવમાં હતો કે એને આ બધી વાત ને મનમાં લાવી જ નહીં.

સાંજે અપૂર્વ પોતાનાં ઘરે જવા કારમાં બેઠો પણ એને ઘરે જવાની સહેજ પણ ઈચ્છા નહોતી.. અપૂર્વ એ પોતાની માં ને કોલ કરી જણાવી દીધું કે આજની રાત એ એક કામનાં લીધે પુણે જાય છે એટલે આજે રાતે ઘરે નહીં આવે.. અપૂર્વ એવું ઘણીવાર કરતો હોવાથી એની માં એ અપૂર્વને સાચવીને જવા ની માતૃસહજ સલાહ આપીને ફોન કટ કરી દીધો.

પોતાની માં જોડે વાત કરી લીધાં બાદ અપૂર્વ એ એક બીજો નંબર ડાયલ કર્યો.

"હેલ્લો બેબી, તું ઓફિસથી નીકળ્યો કે નહીં..? "કોલ રિસીવ થતાં જ સામેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો.

"હવે ઓફિસેથી જ નીકળું છું.. અને તારાં ઘરે આવું છું.. આજની રાત મારી જાનેમન ની સાથ.. "અપૂર્વ એ મુસ્કાન સાથે કહ્યું.

"એક કામ કર તો પછી થોડું જમવાનું પેક કરાવીને લાવજે.. જોડે જમીશું.. એન્ડ બીજી વાત કે ઘરની પાછળનાં દરવાજેથી આવજે.. "સામેથી મીઠો અવાજ અપૂર્વ નાં કાને પડ્યો.

"સારું દિકુ.. બોલ શું લેતો આવું જમવામાં..? "અપૂર્વ એ વ્હાલથી પૂછ્યું.

"ચિકન બીરિયાની.. અને બીજું તને યોગ્ય લાગે એ.. "સામેથી જવાબ મળ્યો.

"Ok honey.. "આટલું કહી અપૂર્વ એ કોલ કટ કરી દીધો.

અપૂર્વ એ કોલ કટ કરી પોતાનો મોબાઈલ કાર ની ડેસ્ક પર મુક્યો.. મોબાઈલ ની સ્ક્રીન ઓટોમેટિક ઓફ થાય એ પહેલાં અપૂર્વની સ્ક્રીન પર એક સુંદર નયન-નક્ષ ધરાવતી યુવતીનો ફોટો નજરે ચડ્યો.. શાયદ આ એજ યુવતી હતી જેની સાથે અપૂર્વની હમણાં વાત થઈ હતી.

***

આલિયા સાથે થયેલી બીજી મુલાકાત બાદ અપૂર્વ ને એકંદરે ઘણી રાહત હતી.. આ ત્રણ દિવસમાં બે વાર એ પેલી યુવતીનાં ઘરે રાત પસાર કરી આવ્યો હતો જેનો ફોટો અપૂર્વ નાં મોબાઈલનાં વોલપેપર માં હતો.

પણ કહ્યું છે ને નીરવ શાંતિ ક્યારેય આવનારાં વાવાઝોડાં ની આગાહી પણ હોઈ શકે છે.. આવું જ વાવાઝોડું સાબિત થયું હનીફ નો અપૂર્વ પર આવેલો કોલ.

"અપૂર્વ ભાઈ.. આ છોકરી તો બહુ ડેન્જર આઈટમ નીકળી.. "અપૂર્વ નાં કોલ રિસીવ કરતાં ની સાથે હનીફ પોતાની મુંબઈનાં લોકલ ગુંડાની જેમ બોલવાની લઢણમાં બોલ્યો.

"સીધું બોલ ને શું થયું..? "હનીફ ની વાત સાંભળી અપૂર્વ નાં કપાળ પર ચિંતાની રેખાઓ ફરી વળી.

"તમે મને કહ્યું હતું કે હું એ છોકરીનો પીછો કરું.. પણ એ છોકરી તો તમારો પીછો કરતી હોય એવું લાગે છે.. કાલે તમે જ્યારે ઓફિસથી નીકળ્યાં ત્યારે એ તમારી પાછળ જ કાર લઈને આવી હતી.. ગઈકાલે હું એક સ્પેશિયલ ડિલિવરી માટે ગયો હતો એટલે મારો ફોન સ્વીચ ઓફ હતો.. મારાં માણસે મને આજે જ જણાવ્યું કે આવું થયું હતું.. "હનીફ બોલ્યો.

"આખરે એ મારાથી ઈચ્છે છે શું..? "અપૂર્વ નાં અવાજમાં અકળામણ ભર્યો ગુસ્સો હતો.

"અને હજુ એક બીજી વાત સાંભળો.. એ સાંભળ્યાં બાદ શાયદ તમને વધુ તકલીફ થાય.. "કોયડા ની ભાષામાં હનીફ બોલ્યો.

"સાફ-સાફ બોલ.. બીજી શું વાત છે..? "અપૂર્વ નાં અવાજમાં બેચેની મહેસુસ થઈ રહી હતી.

"કાલે એ યુવતી દાદર પોલીસ સ્ટેશન ગઈ હતી... "મોટો ધડાકો કરતાં હનીફ બોલ્યો.

હનીફ નું આમ બોલવું અપૂર્વ માટે અણુબોમ્બ સાબિત થયું. અપૂર્વને જાણે સાપ સૂંઘી ગયો હોય એવી હાલત એની થઈ ગઈ હતી. એકાદ મિનિટ તો અપૂર્વ કંઈપણ બોલ્યાં વગર ખાલી ફોન હાથમાં લઈને ચૂપચાપ બેસી જ રહ્યો.. થોડી કળ વળતાં એને ફરી સવાલ કર્યો.

"તો ત્યાં એ કોઈને મળી હતી..? "

અપૂર્વ નાં સવાલનો જવાબ આપતાં હનીફ બોલ્યો.

"મારો સાગરીત અસલમ ત્યારે આલિયા ની પાછળ જ હતો જયારે એ પોલીસ સ્ટેશનમાં ગઈ... એનું કહેવું છે કે આલિયા એ ત્યાં જઈ પી. એસ. આઈ ગોપાલ ઠાકરે ને મળવાની માંગણી કરી.. કોન્સ્ટેબલે કહ્યું કે ઠાકરે સાહેબ તો સીધાં સવારે જ આવશે તો આલિયા ત્યાંથી પાછી આવી ગઈ.. હજુ સુધી એ પોલીસ સ્ટેશન પાછી ગઈ નથી.. પણ મને લાગે છે એ ફરીવાર ત્યાં ચોક્કસ જશે.. "

"આ છોકરી તો બહુ મોટી સમસ્યા ઉભી કરી રહી છે.. ખબર નથી પડતી એ છીનાલ છે કોણ અને મારી જોડે એ ઈચ્છે છે શું..? "હનીફ ની વાત સાંભળી અપૂર્વ આલિયા ને મણની ગાળો ભાંડવા લાગ્યો.

"તો ભાઈ હવે જલ્દી બોલો આગળ કરવાનું શું છે એનું..? "હનીફે સવાલ કર્યો.

હનીફ નો આ સવાલ સાંભળી અપૂર્વ ગહન મનોમંથન કરતો રહ્યો.. આખરે અપૂર્વ એક નિર્ણય પર આવ્યો અને હનીફ ને કહ્યું.

"ખતમ કરી નાંખો એ બે કોડીની વૈશ્યાને.. "

"તમારું કામ થઈ જશે.. પણ મારાં કામનાં પૈસા.. "હનીફ પોતાનાં ચહેરા પર ઊગી નીકળેલી દાઢીમાં હાથ ફેરવતાં બોલ્યો.

"કેટલાં થશે..? "અપૂર્વ એ સવાલ કર્યો.

"વિસ લાખ.. "હનીફ બોલ્યો.

"કામ થઈ જાય એટલે મળી જશે.. "અપૂર્વ બોલ્યો.

"સારું.. હવે એ છોકરીને મારાથી ભગવાન પણ નહીં બચાવી શકે.. "આટલું કહી હનીફ કોલ કટ કરવાં જતો હતો ત્યાં અપૂર્વ કંઈક યાદ આવતાં બોલ્યો.

"અને બીજી વાત કે તું એ યુવતી ને ખતમ કરે એ પહેલાં એની જોડેથી મારાં એક વ્યક્તિ જોડેનાં અમુક ફોટો અને આ ઓફિસનું એડ્રેસ ધરાવતું વિઝીટિંગ કાર્ડ છે.. એ બધું જ લઈને સળગાવી દેજે.. "

"કોઈ ફિકર નહીં.. બધું જ થઈ જશે.. "આટલું કહી હનીફે કોલ કટ કરી દીધો.

હનીફ સાથે વાત કર્યાં બાદ અપૂર્વ રીતસર નો બઘવાઈ ગયો હતો.. ના છૂટકે આલિયા નામની એક અજાણી છોકરીનું મર્ડર કરાવવાની નોબત આવીને ઉભી થઈ હતી એ વાત અપૂર્વને પજવી રહી હતી.. છતાં કોઈ એવું તો કારણ હતું જેને અપૂર્વ ને આમ કરવાં મજબુર કરી મુક્યો હતો.

એકતરફ અપૂર્વ આલિયાની હત્યાની સોપારી હનીફ ને આપી ચુક્યો હતો તો બીજી તરફ આ બધી વાતથી અજાણ આલિયા પોલીસ સ્ટેશન ફરીથી જવું કે નહીં એ વિશે મનોમંથન કરી રહી હતી.. અપૂર્વ નો એક દિવસ પીછો કરવાં છતાં એને કંઈ નવું જાણવાં નહોતું મળ્યું એટલે એને હવે આ બધી વાત પોલીસ સ્ટેશનમાં જઈને કરવાનું નક્કી કર્યું હતું.. અને એટલે જ એ દાદર પોલીસ સ્ટેશન ગઈ હતી પોતાની સાથે થયેલ છેતરપિંડી અને પોતાની મમ્મી ની આપેલી રિંગ ની ચોરીની ફરિયાદ કરવાં.

આલિયા ઈચ્છત તો કોઈપણ પોલીસ ઓફિસર ને પોતાની તકલીફ જણાવી શકે એમ હતી પણ એ સીધી ગોપાલ ઠાકરે ન જ મળવાં ગઈ હતી એ પાછળ પણ એક કારણ હતું... એક ભૂતકાળ હતો.. !

★★★

વધુ આવતાં ભાગમાં.

આલિયા બચી જશે કે નહીં. ?. ગોપાલ ઠાકરે અને આલિયા વચ્ચે શું સંબંધ હતી? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Parth Ajudiya 3 કલાક પહેલા

Jigar Shah 4 કલાક પહેલા

Dhrmesh Kanpariya 1 દિવસ પહેલા

Sejal Shah 1 દિવસ પહેલા

Apps Whats Up App 1 દિવસ પહેલા

શેર કરો