ધ રીંગ - 2 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ રીંગ - 2

The ring

(2)

ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને રસ્તામાં એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનાં લીધે એ પણ તણાવમાં હોય છે.. આલિયા ની તરફ ખેંચાણ અનુભવતો અમન આલિયા નાં દબાણ ને વશ થઈ એની પાછળ પાછળ આલિયા નાં કોટેજ માં પ્રવેશે છે.

"આ કોટેજ તો બહુ જ સુંદર છે.. "આજુબાજુ નજર ઘુમાવતાં કોટેજની બનાવટ ને જોઈ અમન બોલ્યો.

"એ તો હોય જ ને.. એની માલકીન જો આટલી સુંદર છે.. "અમન તરફ જોઈ કાતીલ મુસ્કાન વેરતાં આલિયા બોલી.. આલિયા ની આ અદાઓ જોઈ અમનને એ વાત ગળે ઉતરી ગઈ એ સાચેમાં એ એક હાઈ સોસાયટી પ્રોફેશનલ કોલગર્લ જ હતી.

આલિયા નું આમ બોલવું અને એની મારકણી અદાઓ અમન નાં હૃદયની આરપાર નીકળી ગઈ હતી.. અમન નાં મનમાં ચાલી રહેલો તણાવ અને સતત કરવામાં આવેલાં નશા નાં લીધે એ આલિયા ની તરફ જાદુઈ ખેંચાણ અનુભવી રહ્યો હતો.

"ચાલ હવે બહાર જ ઉભો રહીશ કે પછી અંદર પણ આવીશ..? "કોટેજ નો મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશતાં ની સાથે જ આલિયા અમનનો હાથ પકડીને એને અંદર ખેંચતાં બોલી.

"હમમમ.. હા આવું છું" આલિયા ની વાત સાંભળી અમન જાણે એની ખૂબસૂરતી અને સંગેમરમર જેવાં દેહની સુંદરતાની તંદ્રામાંથી બહાર આવતો હોય એમ બોલ્યો.

આલિયા ની પાછળ-પાછળ ચાલતો અમન કોટેજની અંદર આવ્યો એટલે આલિયા એ કોટેજનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પછી અમનને લઈને હોલમાં આવી.

"અમન, તું બેસ હું કંઈક ડ્રિન્ક લેતી આવું..? "આટલું કહી અમનને સોફામાં બેસવાનો ઈશારો કરી આલિયા રસોડામાં ગઈ.

આલિયા નાં જતાં જ અમન હોલની દીવાલો પર લગાવેલી આલિયાની બેહદ રંગીન મિજાજી ધરાવતી અને કામુક તસવીરો ફાટી આંખે જોઈ રહ્યો હતો.. ઘણાં માં આલિયા બિકીનીમાં હતી તો ઘણાં ફોટો તો ટોપલેસ હતાં જેને સુંદર રીતે ફિલ્માવવામાં આવેલાં હતાં.

આલિયા હાથમાં બે ગ્લાસ અને એક રમની બોટલ લઈને આવી ત્યારે એનાં પગરવ નાં અવાજે અમન નું ધ્યાન ભંગ કર્યું.. પોતે આમ તાકીતાકી ને આલિયા ની તસવીરો જોઈ રહ્યો હતો એ શાયદ આલિયા એ નોટિસ કરી લીધું હશે એમ વિચારી અમન થોડોક ક્ષોભિલો પડી ગયો.

"અરે જીવતી જાગતી હું સામે ઉભી છું ને તું તસવીરો જોઈને મન ભરે છે.. એક્ચ્યુઅલી હું પહેલાં ફિલ્મલાઈન માં જવાની કોશિશ કરી રહી હતી ત્યારનાં આ ફોટોગ્રાફ છે. "આલિયા નાં આમ બોલતાં જ અમન થોડો શરમાયો અને પછી હસી પડ્યો.

અમનની સાથે સાથે સોફા ઉપર સ્થાન જમાવતાં આલિયા પણ જોરદાર હસવા લાગી.. આલિયા અને અમન જાણે વર્ષો જુનાં દોસ્ત હોય એમ એકબીજા સાથે ચીપકીને બેઠાં હતાં.. એમની વચ્ચે જે મસ્તી થઈ રહી હતી એ જોઈ કોઈને પણ અંદાજો ના આવે કે એ બંને હમણાં એકાદ કલાક પહેલાં જ મળ્યાં છે.

"લે હવે આ રમની બોટલ ખોલ અને ગમ ને ભગાવ.. "રમ અને ગમ નો પ્રાસ બેસાડતાં આલિયા બોલી.

એનાં પ્રતિભાવમાં અમને રમની બોટલ ખોલી અને બે પેગ તૈયાર કર્યાં.. આ દરમિયાન આલિયા પાણી, આઇસ ક્યુબ અને થોડું નમકીન લઈને આવી ગઈ.. પંદર-વિસ મિનિટનાં ટૂંકા ગાળામાં તો એ બંને ત્રણ-ત્રણ પેગ રમ પુરી કરી ચુક્યાં હતાં.. અને એની અસર હવે એ બંને ની આંખોમાં પણ વર્તાઈ રહી હતી.

"આલિયા હવે તે તારાં ભવિષ્ય વિશે શું વિચાર્યું છે..? "બે હાથ ફેલાવી સોફા પર લંબાવતાં અમને આલિયા ને સવાલ કર્યો.

"શું વિચારવાનું હોય.. થોડો દિવસ આરામ કરીશ.. પછી એક ગોઆ ની ટ્રીપ મારી આવીશ અને પછી મારો પહેલાં નો બિઝનેસ શરૂ કરી દઈશ.. "અમન નાં સવાલ નો જવાબ આપતાં આલિયા બોલી.

"મતલબ તું પાછી કોલગર્લ... ? "આટલું બોલી અમન અટકી ગયો.

"હા તો એમાં ખોટું શું છે.. આખી જીંદગી એક વ્યક્તિ જોડે મફતમાં સુવા કરતાં.. અલગ-અલગ વ્યક્તિઓ સાથે સારી એવી રકમ લઈને સુવામાં વાંધો જ શું છે..? "સામો સવાલ કરતાં આલિયા બોલી.

આલિયા આવું કેમ બોલી રહી હતી એનું કારણ જાણતો અમન આ વિશે કોઈ દલીલમાં ઉતર્યા વગર ફક્ત માથું હલાવતો રહી ગયો.. આમ છતાં અમન પોતાને કંઈક કહેવા માંગતો હતો એવું લાગતાં આલિયાએ એની નજીક જઈ એનાં હાથમાં પોતાનો હાથ પરોવી કહ્યું.

"તું કંઈક કહેવા માંગે છે.. બોલ ને કેમ ચૂપ થઈ ગયો.. "

આલિયા નાં આમ હાથમાં હાથ પરોવતાં ની સાથે અમનને ઝાટકો લાગ્યો.. આમ છતાં એને પોતાની લાગણી પર કાબુ મેળવી આલિયાની તરફ જોયું અને બોલ્યો.

"મને લાગે છે કે હવે તારે કોલગર્લ ની લાઈફ છોડી દેવી જોઈએ.. આલોક નાં જેવાં લોકોની આ દુનિયામાં કમી નથી પણ એ બધાં નાં લીધે કોઈ સારું પાત્ર મળશે જ નહીં એમ કેમ વિચારી લેવાય.. "

અમનની પોતાની તરફની આત્મીયતા આલિયા ને પસંદ આવી રહી હતી.. અનાયાસે જ આલિયાએ પોતાનું માથું અમનનાં ખભે રાખી દીધું અને અશ્રુભરી આંખે બોલી.

"પણ હું કરીશ શું એ જ સમજાતું નથી..? "

આલિયાનાં આ પ્રશ્ન નો શું જવાબ આપવો એ વિશે થોડું ગહન મનોમંથન અમન કરવાં લાગ્યો.

"લે આ મારું વિઝીટિંગ કાર્ડ.. તું જ્યારે પણ મન થાય ત્યારે મારી ઓફિસ આવી જજે.. હું તને સારામાં સારી જોબ અને સેલેરી આપી મારાં સ્ટાફ માં રાખી લઈશ.. પણ હવે તું જે જીંદગી ની તલાશમાં વૈશ્યાવૃત્તિ નાં દલદલમાંથી બહાર નીકળવામાં સફળ થઈ ગઈ છો તો પુનઃ એ દલદલ માં ના પડીશ. "પોતાનું વિઝીટિંગ કાર્ડ આલિયા ને આપતાં અમન બોલ્યો.

અમનનાં શબ્દોમાં રહેલી મીઠાશ અને પોતાની તરફ ની આવી લાગણી જોઈ આલિયા રડવા લાગી.. એનાં મનમાં ચાલી રહેલું દ્વંદ્વયુદ્ધ અને દારૂનાં નશા ની અસર હેઠળ આલિયા જોરજોરથી રડતાં રડતાં અમનનાં ગળે લાગી ગઈ.

આલિયા ને રડતી શાંત કરાવવા માટે અમનનાં બંને હાથ અનાયાસે જ આલિયાની પીઠ ઉપર આવી ગયાં.. અમન પોતાનો હાથ આલિયાની પીઠ ઉપર ફેરવી એને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યો હતો.. આખરે ત્રણ-ચાર મિનિટ બાદ આલિયા નાં આંસુ અટકયાં.. અને ખબર નહીં કેમ પણ આલિયા એ અમનનાં હોઠ ઉપર પોતાનાં હોઠ મૂકી એક તસતસતું ચુંબન કરી દીધું.

આલિયા નાં આમ કરતાં અમન તો આશ્ચર્યમાં મુકાઈ ગયો.. અમને આલિયા ને પોતાનાથી દૂર કરી અને બોલ્યો.

"એય.. તું ઠીક તો છે ને..? "

"હા.. અને એ ફક્ત તારાં લીધે.. હવે હું આ કોલગર્લ ની લાઈફ માં ફરીથી પાછી નહીં ફરું.. thanks.. "અમનની આંખોમાં આંખો પરોવીને જોઈ આલિયા એ કહ્યું.

અમન અને આલિયા બંને અત્યારે એક એવી મઝધારે ઉભાં હતાં જ્યાં એમને એકબીજાનાં સહારા ની જરૂર હતી.. જરૂર હતી એક એવી હૂંફ ની જે એમનાં હૈયે ટાઢક પહોંચાડી શકે.. અને આ જ કારણથી એ બંને ની આંખો કંઈક મેળવવાની ઈચ્છા માં ગરકાવ થઈ ગઈ.. બીજી જ ક્ષણે અમન અને આલિયા નાં ચહેરા એકબીજાની નજીક અનાયાસે જ આવી ગયાં.

એક દીર્ઘ ચુંબન સાથે એમનાં આમ સંજોગોવશાત થયેલાં મેળાપ ને એક અલગ મુકામ સુધી પહોંચાડવાની શરૂઆત થઈ ચૂકી હતી.. દારૂ નાં નશામાં અને લાગણીઓ તથા તણાવ નાં ભાર નીચે આલિયા અને અમન હવે એકબીજામાં ખોવાઈ જવાં ઉતાવળાં બન્યાં હતાં.. વાતાવરણમાં રહેલી ઠંડક પણ હવે એ બંને ને ગરમ કરવામાં મદદ કરી રહી હતી.

ધીરે-ધીરે એક પછી એક કપડાં નાં આવરણ હટતાં ગયાં અને બંને થોડીવારમાં તો અનાવૃત થઈ ગયાં.. અમન અને આલિયા ઘણો સમય સુધી એકબીજાનાં અધરોનું રસપાન કરતાં રહ્યાં. જ્યારે એ બંને થોડો સમય અટકયાં અને અમને આલિયા ની મદહોશ કરી નાંખતી આંખોમાં જોયું ત્યારે આલિયા ની આંખો શરમથી ઝૂકી ગઈ.. એક કોલગર્લ હોવાં છતાં જ્યારે અમન સાથે એ લાગણીથી શારીરિક સંબંધ બાંધી રહી હતી ત્યારે એની સ્ત્રીસહજ શરમ આપમેળે બહાર આવી જ ગઈ.

પોતાનાં ઉન્નત ઉરોજ પ્રદેશને હાથ વડે ઢાંકવાનો વિફળ પ્રયત્ન કરેલી આલિયાની આંખો જાણે અમનને કહી રહી હતી કે હવે એ ના અટકે તો સારું.

આલિયા ની આંખોની ભાષા જાણે સમજાઈ ગઈ હોય એમ અમને આલિયા ને પોતાની બાહોમાં ઊંચકી અને એને બેડરૂમ સુધી લઈ આવ્યો.. આલિયા ને બેડમાં સુવડાવ્યાં બાદ અમન એની ઉપર ઢળી પડ્યો.. જાણે કોઈ વર્ષોથી તરસ્યાં બે લોકો મળીને એકબીજાની તરસ તૃપ્ત કરવાની કોશિશ કરી રહ્યાં હોય એવું એમને જોઈને લાગી રહ્યું હતું.. એકાદ કલાક સુધી એકબીજાને સંતૃપ્ત કરવાની ભરપૂર કોશિશ બાદ આલિયા અને અમન એકબીજાનાં આલિંગનમાં જ નિઃવસ્ત્ર સુઈ ગયાં.

સવારે આલિયા ઉંઘમાંથી બેઠી થઈ ત્યારે એને જોયું તો ઘડિયાળમાં દસ વાગી ચુક્યાં હતાં અને અમન એની બાજુમાં નહોતો.. આલિયા એ બેડશીટ પોતાનાં શરીર પર વીંટાળી અને અમન ક્યાં હતો એની તપાસ કરવાં બેડરૂમમાંથી બહાર નીકળી.

"અમન.. અમન... "અમન ક્યાંય નજરે ના પડતાં આલિયા એને અવાજ આપી રહી હતી.

આલિયા ની નજર સોફા પર પડેલાં પોતાનાં કપડાં પર પડી પણ ત્યાં અમનનાં કપડાં નહોતાં.. આ જોઈ આલિયા દોડીને કોટેજ નાં દરવાજા જોડે આવી અને બહાર નજર કરી જ્યાં અમને કાર પાર્ક કરી હતી.. દરવાજો ખુલ્લો હતો અને કાર પણ ત્યાં નહોતી એ જોઈ આલિયા સમજી ચુકી હતી કે અમન નીકળી ચુક્યો હતો.

અમન સાથે પસાર કરેલી હસીન રાત અને રાતે પીધેલાં દારૂની અસર નાં લીધે આલિયા નું માથું ભારે-ભારે થઈ ચૂક્યું હતું.. આલિયા એ કોટેજ નો દરવાજો બંધ કર્યો અને પોતાનાં અહીં તહીં પડેલાં કપડાં સરખાં કરી વોશિંગ મશીનમાં નાંખ્યા બાદ એ સોફામાં બેઠી.

આલિયા ની આંખો હજુ ઘેરાઈ રહી હતી.. અને એમાં પણ અમન એને કંઈપણ કહ્યાં વગર જે રીતે નીકળી ગયો હતો એ વાતે પણ આલિયા ને વિચારતી કરી મૂકી હતી. એક અજાણ્યો વ્યક્તિ પોતાનાં મનમાં આવેલાં કોલગર્લ બનવાનાં વિચારનો આમ સરળતાથી અંત કરી ગયો હતો એ બાબત વિશે વિચારી આલિયા મનોમન અમનનો આભાર માની રહી હતી.

પમ અમન કેમ અચાનક પોતાને કંઈપણ કહ્યાં વગર નીકળી ગયો હશે એવાં પોતાનાં મનમાં ઉમટી પડેલાં વિચારોને અટકાવવા આલિયાએ પોતાનાં પર્સમાંથી એક સિગરેટ કાઢી અને પોતાનાં હોઠ વચ્ચે રાખી.. અને લાઈટર શોધવા આમ-તેમ ડાફેરા મારવાં લાગી.

સોફા જોડે ત્રિપાઈ પર પડેલું લાઈટર ઉઠાવી આલિયા જેવી સિગરેટ સળગાવવા ગઈ એવી એની નજર પોતાનાં જમણાં હાથની તર્જની ઉપર મોજુદ વીંટી પહેરવાનાં નિશાન પર પડતાં જ એ ચમકી ઉઠી અને સિગરેટ ને ફેંકતા બોલી પડી.

"ક્યાં ગઈ મમ્મી એ મને આપેલી એ રિંગ..?

★★

વધુ આવતાં ભાગમાં.

આલિયા ની રિંગ ક્યાં હતી..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***