ધ રીંગ - 1

The ring

ક્યારેય જાણતાં અજાણતાં તમારી મુલાકાત કોઈ એવાં વ્યક્તિ સાથે થઈ જાય છે જે તમારી જીંદગી સમૂળગી બદલી નાંખે છે.. તમને ક્યારેક જીવવાનું કારણ આવી જ કોઈ વ્યક્તિ આપી જતી હોય છે.. પણ શું એ નિયતી દ્વારા પહેલાંથી જ તમારાં માટે નક્કી કરાયું હોય છે. ?

મર્ડર એટ રિવરફ્રન્ટ અને પ્રેમ અગનની જ્વલંત સફળતા બાદ થોડો સમય લેખન પરથી બ્રેક લેવાનું વિચાર્યું હતું.. છતાં લેખન થી પોતાની જાતને અલગ નહીં કરી શકવાનાં કારણે આ સુંદર નોવેલ આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.. આ નોવેલમાં એક એવાં પ્રેમ સંબંધ ની વાત છે જે સંજોગોવશાત નિર્માણ પામે છે.

આ નવલકથામાં એ બધું જ છે જે મારી આગળની દરેક નોવેલમાં હતું.. ડર, રોમાંચ, સસ્પેન્સ, થ્રિલ, પ્રેમ, નફરત બધું જ. અમુક ભાષાવિદ લોકો સતત મને અને મારાં લેખનની ક્ષતિઓ કાઢવાનો પ્રયત્ન કરી રહયાં છે પણ તમારાં વાંચકોનો પ્રેમ એ લોકોનાં મોંઢા બંધ કરવાં કાફી છે.

તો મારી આગળની નોવેલોની માફક આ નોવેલ ને પણ તમારો પ્રેમ અને પ્રસંશા મળે એ હેતુ સાથે રજૂ કરું છું નવી સસ્પેન્સ થ્રિલર નોવેલ the ring. બેન વિજયા નો અંતઃકરણ થી આભાર કે જે મારી નોવેલની ક્ષતિઓ દૂર કરવામાં મને મદદ કરે છે.

-જતીન. આર. પટેલ (શિવાય)

ભાગ - 1

"ज़िंदगी का सफ़र है ये कैसा सफ़र

कोई समझा नहीं कोई जाना नहीं

है ये कैसी डगर चलते हैं सब मगर

कोई समझा नहीं कोई जाना नहीं

ज़िंदगी को बहुत प्यार हमने किया

मौत से भी मुहब्बत निभायेंगे हम

रोते रोते ज़माने में आये मगर

हँसते हँसते ज़माने से जायेँगे हम

जायेँगे पर किधर है किसे ये खबर

कोई समझा नहीं कोई जाना नहीं"

મ્યુઝિક પ્લેયરમાં વાગતાં સુપરસ્ટાર રાજેશ ખન્ના નાં સફર મુવીનાં ખૂબ જ પ્રસિદ્ધ એવાં આ ગીત ની સાથે નાગપુર થી મુંબઈ ની સડકો ને ચીરતી એક કોફી કલરની હોન્ડા સીટી કાર 100 કિમિ પ્રતિ કલાકની ઝડપે ભાગી રહી હતી.

બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો એક ત્રીસેક વર્ષનો વ્યક્તિ એ કારનાં એક્સીલેટર પર પગ રાખી એને હવાની સાથે વાતો કરાવતો હોય એમ દોડાવી રહ્યો હતો. ક્લીન શેવ ચહેરો અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતો એ વ્યક્તિ મનમોહક લાગી રહ્યો હતો.

આટલી ઝડપે કાર ચલાવવા ની સાથે એ વ્યક્તિ થોડાં થોડાં સમયે કાર ની બે સીટ ની વચ્ચે રાખેલી જિમ બીમ કંપનીની સ્ટીલની બોટલમાંથી વહીસ્કી ની ઘૂંટ ભરી રહ્યો હતો.. ભાવમાં અન્ય વહીસ્કી કરતાં મોંઘી આ જિમ બીમ કંપનીની વહીસ્કી નો નશો એ વ્યક્તિની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ ઉપરાંત એ વ્યક્તિ ની આંખો પણ લાલ થઈ ગઈ હતી.. જેનું કારણ દારૂનો નશો અને ઉજાગરો હોવાનું સમજી શકાય એમ હતું. શિયાળા ની ખુબજ ઠંડી રાત અને ઘડિયાળમાં થયેલો ત્રણ વાગ્યાં નો સમય ખરેખર અસહ્ય ઠંડી પેદા કરી રહ્યો હતો. પંદર મિનિટથી કાર ડ્રાઈવ કરી રહેલાં એ વ્યક્તિને જોઈ એવું મહેસુસ થતું હતું કે નક્કી એ વ્યક્તિ કોઈ મોટી માનસિક ચિંતામાં હતો.

વહીસ્કી ની ઘૂંટની સાથે એ વ્યક્તિને પોતાનાં ભૂતકાળની અમુક વાતો યાદ આવી ગઈ.. અને આ કારણથી એ વધુ વ્યાકુળ બની ગયો.

"રીના, આ બધું કઈ રીતે થયું મને એની કંઈપણ ખબર નથી.. "પોતાનાં બેડરૂમમાં એક યુવતી સાથે નગ્ન હાલતમાં મોજુદ એ વ્યક્તિ પોતાની ઘરે અચાનક આવી ચડેલી પત્ની રીના ને કરગરતાં કહી રહ્યો હતો.

"અરે હજુ કેટલું ખોટું બોલીશ તું અમન.. આ બાજુમાં હાજર આ હરામી યુવતી જોડે આવી હાલતમાં રંગેહાથ પકડાયાં છતાં તું આ બધું કઈ રીતે થયું એ સ્વીકારવા તૈયાર જ નથી.. વાહ.. "એ વ્યક્તિ નું નામ અમન હતું.. અમન ની બાજુમાં નગ્ન હાલતમાં મોજુદ યુવતી રીના ને ત્યાં આવી ચડેલી જોઈ પોતાનાં કપડાં પહેરવા લાગી.

"અરે સાચેમાં.. તારી કસમ. મને આ યુવતી અહીં કઈ રીતે આવી એની કંઈપણ ખબર નથી.. "હજુપણ અમન પોતાની વાત પર અડગ હતો.

"હવે તું મારી જૂઠી કસમ જ ખાઈશ ને.. આટલી સુંદર ગર્લફ્રેન્ડ જો મળી ગઈ છે.. તને એમ કે પાર આવે મારાથી.. "રીના નો અવાજ હવે મોટો થતો હતો.

"રીના થોડું ધીમે બોલ.. કોઈક આડોશી-પાડોશી સાંભળી જશે તો કેવું લાગશે..? "રીના નાં આમ ઊંચા અવાજે બોલતાં અમન ઈજ્જત ની પરવાહ કરી ગભરાઈ ગયો હતો.

"સાંભળવા દે બધાં ને.. બધાં ને ખબર તો પડે કે દુનિયા આગળ શરીફ બનતો આ માણસ કેટલો વ્યભિચારી છે.. "રીના આ બોલતી હતી ત્યાં પેલી યુવતી પોતાનાં કપડાં પહેરી કંઈપણ બોલ્યાં વગર ત્યાંથી ચૂપચાપ પલાયન થઈ ગઈ.

"રીના.. તું થોડી શાંતિ રાખ અને મારી વાત સાંભળ.. i sware મને ખબર નથી કે એ યુવતી અહીં કઈ રીતે પહોંચી.. મને તો એનું નામ પણ નથી આવડતું.. "અમન પોતાનાં શરીર નાં નીચેનાં ભાગમાં ટુવાલ વીંટી ઉભો થયો અને રીના ને હાથ પકડી પોતાની જોડે બેસાડવાનો પ્રયાસ કરતાં બોલ્યો.

અમન નાં આમ કરતાં રીના વધારે ઉશ્કેરાઈ ગઈ અને આવેશમાં આવી બોલી.

"નામ પણ નથી ખબર અને તું એ યુવતી સાથે આમ રંગરેલીયા મનાવે છે.. ધન્ય છે તને તો.. "

હવે રીના ને સમજાવવી અશક્ય થઈ ગયું હોવાનું લાગતાં અમને આખરે સત્ય કહી દેવું ઉચિત સમજ્યું.. થોડું વિચારી અમન બોલ્યો.

"રીના.. મેં તારાંથી એક વાત છુપાવી એ મારો ગુનો છે.. એ વાત એમ છે કે હું તારાં ના કહેવા છતાં ગઈકાલે રાતે તારી ગેરહાજરીમાં નાઈટબાર માં ગયો.. બહુ દિવસથી મેં દારૂ નહોતો પીધો એટલે કાલે મારાથી રહેવાયું નહીં અને થોડાં દિવસથી આપણી વચ્ચે થઈ રહેલાં કલેશને લીધે મનની શાંતિ માટે મેં ત્યાં જઈને દારૂ પીધો.. આ યુવતી મને ત્યાં કલબમાં મળી હતી અને અમે થોડી ડ્રિન્ક જોડે પણ લીધી.. પણ ત્યારબાદ હું ક્યારે અને કઈ રીતે ઘર સુધી પહોંચ્યો એ મને ખબર જ નથી.. "

અમનની વાત સાંભળી રીના એનાં મોં પર થૂંકતા બોલી.

"જે વ્યક્તિ મારાં આટઆટલું સમજાવવા છતાં દારૂ ના છોડી શકતો હોય તો પછી પારકી યુવતીઓ સાથે કામલીલા રચાવતો ના હોય એવું કઈ રીતે માની જ શકું.. "

"રીના, મને માફ કરી દે.. પ્લીઝ યાર.. હું તારાં વગર નહીં જીવી શકું.. "રીના ની આગળ હાથ જોડી દયા ની ભીખ માંગતો હોય એમ અમન બોલ્યો.

"તને અને માફ.. ના હવે એ કોઈકાળે શક્ય નથી.. તું હવે તારી આ વાસનાભરી દુનિયામાં ખુશ રહે.. હું મારાં પિયર જાઉં છું અને ત્યાંથી જ તને ડાયવોર્સ નોટિસ મોકલાવી દઈશ.. "અમન ની તરફ આંગળી કરી રીના ધમકી આપતાં બોલી અને પછી ત્યાંથી ચાલી નીકળી.

રીના ને જતી રોકવાની ઘણી કોશિશ કર્યાં છતાં નકામયાબ રહેલો અમન માથે હાથ રાખીને બેસી ગયો.. આ ઘટના એ અમનની આખી જીંદગી ને ધરમૂળમાંથી પલટી નાંખી હતી.. પોતાની દારૂ પીવાની લત નાં લીધે એની પ્રાણથી પણ અધિક પ્યારી પત્ની રીના એનો સાથ છોડીને જતી રહી હતી.. અને જતાં-જતાં ડાયવોર્સ આપવાની ધમકી પણ ઉચ્ચારતી ગઈ હતી.

જે દારૂનાં લીધે પોતાનું ઘર તૂટવાની અણી પર આવી પહોંચ્યું હતું એજ દારૂ નાં લીધે અત્યારે અમનને પુનઃ એનો દિલ ને કષ્ટ પહોંચાડતો ભુતકાળ યાદ આવી ગયો.. હજુપણ અમન ની કાર એટલી જ ગતિમાં દોડી રહી હતી.. ઘણી કોશિશો કર્યાં બાદ પણ રીના નો ચહેરો એની નજરો સામેથી નહોતો દૂર થઈ રહ્યો.

શાંત અને ઠંડા વાતાવરણમાં પોતાની 100 કિમિ પ્રતિ કલાકથી વધુ ઝડપે કાર ને હંકાવી રહેલાં અમન નું ધ્યાન અનાયાસે જ કાર નાં સાઈડ મીરરમાં પડ્યું.. જેમાં અમને રસ્તા ઉપર ઉભેલી એક યુવતી ને જોઈ.. આ યુવતી હાથ હલાવી પોતાને લિફ્ટ આપવાનો સંકેત કરી રહી હતી.. પોતાનાં આગળ વધી જતાં એ યુવતી નો હતાશા માં ગરકાવ ચહેરો જોઈને અમનનો પગ સીધો જ કાર ની બ્રેક ઉપર આવી ગયો.

અચાનક મારેલી શોર્ટ બ્રેક નાં લીધે રોડ પર ટાયર ઘસાવાનો અવાજ શાંત વાતાવરણમાં સ્પષ્ટ સંભળાયો.. અમને સાઈડ મિરર માં જોતાં-જોતાં કારને રિવર્સ ગેરમાં નાંખી અને રિવર્સમાં જ એ યુવતી જ્યાં ઉભી હતી એ તરફ હંકારી મુકી.

એ યુવતીની નજીક પહોંચી અમને કાર નો કાચ ખોલ્યો અને વિવેકસભર અવાજે બોલ્યો.

"May i help you..? "

જવાબમાં એ યુવતી એ ચહેરાની તંગ રેખાઓને છુપાવતાં એક ખોટી મુસ્કાન વેરતાં કહ્યું.

"Yes.. only you can help me.. "

એ યુવતીનો ચાસણીમાં ડૂબેલો મધુર અવાજ સાંભળતાં જ અમન તંદ્રામાંથી બહાર આવ્યો અને અચકાતાં અચકાતાં બોલ્યો.

"બોલો.. હું તમારી મદદ.. શું મદદ કરી શકું..? "

અમન નાં પ્રશ્નનો જવાબ આપવાનાં બદલે એ યુવતી અમનની કાર નો આગળની તરફ નો ડાબી બાજુનો દરવાજો ખોલી કારમાં બેસી ગઈ.. એ યુવતીનો આવો વિચિત્ર વ્યવહાર અજુગતો લાગતાં અમનનાં ચહેરા પર ઉપસી આવેલું વિસ્મય છૂપું ના રહી શક્યું.

"ક્યાં જવું છે તમારે..? "એ યુવતીનાં કારમાં બેસતાં ની સાથે જ અમને સીધો સવાલ પૂછી લીધો.

"જ્યાં મંજીલ લઈ જાય.. "એ યુવતી એ પોતાનાં પર્સમાંથી એક સિગરેટ નીકાળી અને એને હોઠ વચ્ચે ભરાવી બેફિકરાઈથી બોલી.

"પણ મંજીલ તો દરેક ની અલગ-અલગ હોય છે.. "એ બિન્દાસ્ત યુવતીને જોઈ અમન બોલ્યો.

"લાઈટર..? " અમનની વાત નો પ્રતિભાવ આપવાનાં બદલે એ યુવતીએ અમન જોડે લાઈટર માંગ્યું.

અમને પોતાનાં ખિસ્સામાંથી લાઈટર કાઢ્યું અને એ યુવતીની સિગરેટ સળગાવી આપી. કાર નો કાચ ખોલી એ યુવતીએ સિગરેટ નાં બે-ચાર કશ ખેંચ્યા પછી અમનની તરફ જોતાં કહ્યું.

"જેની મંજીલ જ નક્કી ના હોય એને તો કોઈપણ મંજીલ પોતાની મંજીલ જેવી જ લાગે.. "એ યુવતીનો અવાજ એ જણાવવા કાફી હતો કે અત્યારે એની માનસિક સ્થિતિ સારી નથી.

"એમ છતાં પણ.. તમે એ તો જણાવો કે તમારે જવું ક્યાં છે..? "અમન ને હવે એ યુવતી ની વાતો રહસ્યમય લાગી રહી હતી.

"તમે કાર ને જે દિશામાં લઈ જતાં હતાં એ તરફ જ લઈ ચાલો.. મને યોગ્ય લાગશે ત્યારે હું ઉતરી જઈશ.. "બેફિકરાઈ સાથે જવાબ આપતાં એ યુવતી બોલી.

એની આ વાત સાંભળી અમને પોતાનાં કાર નાં એક્સીલેટર પર પગ રાખ્યો અને કાર ને મુંબઈ તરફ જતી સડક પર હંકારી મૂકી.. થોડી ક્ષણો સુધી કાર માં સન્નાટો જ મોજુદ રહ્યો.. પણ જેવી એ યુવતીએ સિગરેટ ખતમ કરી એ સાથે જ એ અમનની તરફ જોતાં બોલી પડી.

"તમારું નામ શું છે..? "

"અમન.. અમન વર્મા.. "

"અમન, મારુ નામ છે આલિયા બાસુ.. "પોતાનો પરિચય વગર પૂછે જ આપી દેતાં આલિયા નામની એ યુવતી બોલી.

અમન નો વાત કરવામાં જરા પણ મૂડ ન હોવાનું એની ખામોશી પરથી લાગી રહ્યું હતું.. આલિયા દેખાવે એકદમ ઝરીન ખાન જેવી લાગતી હતી.. સુંદર ચહેરો, નશીલી આંખો, ભરાવદાર શરીર.. અને એ સાથે લાલ રંગની લિપસ્ટિક.. સિલ્વર કલરનાં વન પીસ સ્કર્ટમાં આલિયા ખરેખર જન્નતની કોઈ હૂર ની માફક લાગી રહી હતી.

આટઆટલી સુંદર યુવતી જોડે બેસી હોવાં છતાં અમન જાણીજોઈને એની તરફ ધ્યાન જ નહોતો આપી રહ્યો.. શાયદ રીના નો પ્રેમ એને આમ કરવાં પ્રેરી રહ્યો હતો... અથવા તો રીના જોડે કરેલી બેવફાઈ નો પશ્ચાતાપ.. ગાડી ચલાવતાં ચલાવતાં અમને ફરીથી વહીસ્કી ની એક ઘૂંટ ભરી.. અમનને આમ ડ્રીંક કરતો જોઈ આલિયા ખુશ થતાં બોલી.

"શું હું પણ એક પેગ મારી શકું..? "

આલિયા નાં આ સવાલનો હા કે ના શું જવાબ આપવો એ અમનને નહોતું સૂઝી રહ્યું.. પણ જો આટલાં પ્રેમથી જો કોઈ એક પેગ માંગતું હોય તો ના પણ કઈ રીતે પાડી શકાય..? અને એટલે જ જાણે અજાણે અમનનું ડોકું હકારમાં હલી ગયું.

આમ થતાં જ આલિયા એ વહીસ્કી ની બોટલમાંથી એક પેગ માર્યો અને પછી હાથ વડે જ પોતાનું મોં લૂછતાં બોલી.

"Thanks so much.. જો આજે આ એક પેગ ના મળ્યો હોત તો કોણ જાણે ક્યારે મારાં મનને શાંતિ થાત.. "એક જ પેગમાં આલિયા નાં શબ્દો લડખડાવા લાગ્યાં હતાં.

"શું થયું છે એવું તમારાં જોડે કે આટલો બધો સ્ટ્રેસ અનુભવી રહ્યાં છો..? "અમને આલિયા ભણી જોતાં પૂછ્યું.

અમન નાં પુછાયેલાં સવાલનો પોતાની જ રીતે જવાબ આપતાં આલિયા બોલી.

"હમેં તો અપનો ને લુટા ગૈરો મેં કહાં દમ થા..

હમારી કશ્તી થી ડૂબી જહાં પાની કમ થા.. "

"મતલબ.. તું શું કહેવા માંગે છે..? "અમન એ આલિયા નાં આમ ફિલ્મી સ્ટાઇલમાં બોલાયેલાં ડાયલોગ ને સાંભળી પૂછ્યું.. હવે અમન આલિયા ને તું કહેવા લાગ્યો હતો.

"એ સુવર ની ઔલાદ.. સાલો હરામી.. મને એમ કહે છે હવે કે હું કોલગર્લ છું તો એ મારી જોડે મેરેજ નહીં કરે.. મારાં જોડે મેરેજ કરવાથી એનાં બાપની ઈજ્જત ઓછી થશે.. તો જ્યારે એ મારી જોડે ઊંઘતો હતો ત્યારે એનાં બાપની ઈજ્જત ક્યાં ગઈ હતી..? "ગંદી ગાળો સાથે આલિયા એ પોતાની વાત રાખી.

"કોલગર્લ..? .. અને કોની વાત કરે છે તું..? " આલિયા ની વાત સાંભળી વિસ્મયપૂર્વક અમને ઉપરાઉપરી સવાલ કરી લીધાં.

"હા હું એક હાઈ પ્રોફાઈલ કોલગર્લ છું.. અને છેલ્લાં ત્રણ વર્ષથી હું આ જ લાઈનમાં સક્રિય છું.. મારી સાથે એક રાત પસાર કરવાનાં લોકો વીસ થી પચ્ચીસ હજાર રૂપિયા આમ જ ફેંકી દે છે.. આ જ ધંધા માં મારી મુલાકાત મારાં એક કસ્ટમર આલોક સાથે થઈ.. "

"મારી સાથે એક રાત પસાર કર્યાં બાદ તો આલોક મારો દિવાનો જ બની ગયો.. વારંવાર એ મને મળવાં આવતો, મારી સાથે હસીન રાતો પસાર કરવાં આવતો.. એક દિવસે આલોકે મને પ્રપોઝ કરી દીધો.. હું કોલગર્લ છું છતાં આલોકે મારી આગળ પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો એ પછી તો મારી જોડે એને ના પાડવાનો સવાલ જ નહોતો વધ્યો. "

"આલોક નાં લીધે જ મેં મારી એ પ્રોફેશન છોડી દીધી અને આલોકની સાથે સુખી લગ્નજીવન પસાર કરવાનાં સપનાં જોવાં લાગી.. પણ કહ્યું છે ને કે જે સપનું પૂરું કરવાની જેટલી ઈચ્છા વધુ એટલાં જ એ સપનાં નાં તૂટવાના ચાન્સ વધુ.. મારી સાથે પણ એવું જ થયું.. જેવું મેં આલોક સાથે લગ્ન માટેની વાત નું દબાણ કરવાનું શરૂ કર્યું એ સાથે જ આલોક નો મારી તરફનો વ્યવહાર બદલાઈ ગયો.. "

"અત્યારે અમે બંને નાગપુરથી પાછાં બોમ્બે જઈ રહ્યાં હતાં ત્યારે આ બાબતે જ અમારી વચ્ચે ઝઘડો થયો અને હું ગુસ્સામાં એની કારમાંથી અડધે રસ્તે જ ઉતરી ગઈ.. આલોક મને પ્રેમ નહોતો કરતો પણ એનું મારી તરફ જે પ્રેમનું નાટક હતું. એ બધું જે કંઈપણ હતું એ મારાં શરીર પ્રત્યે એનાં આકર્ષણ નાં લીધે હતું. "

"મારી મમ્મી નાં અવસાન પછી આ દુનિયામાં મારુ કોઈ નહોતું.. મને લાગ્યું કે આલોક મારો જીવનસાથી બની મારી જીંદગીમાં પડેલી અધુરપ પૂર્ણ કરશે પણ એ પણ મને આમ અડધે રસ્તે નોંધારી મૂકીને હાલી ગયો.. i miss u mummy. "

પોતાનાં જમણાં હાથની બીજી આંગળી પર પહેરેલી એક ડાયમંડ રિંગ ને ચુમીને આટલું કહેતાં જ આલિયા ની આંખો ભરાઈ આવી.. અમનને આલિયા જોડે જે કંઈપણ થયું એ સાંભળ્યાં બાદ થોડી સહાનુભૂતિ જરૂર બંધાઈ ગઈ હતી.. અમને પોતાનો હાથરૂમાલ આલિયા ની તરફ લંબાવ્યો અને એને શાંત રહેવાં કહ્યું.

આલિયા એ હાથરૂમાલ વડે પોતાનાં આંસુ લૂછયાં અને હાથરૂમાલ અમનને પાછો આપતાં thanks કહ્યું.

"મારાં જોડે તો ડ્રિન્ક કરવાનું કારણ હતું.. પણ તમે કેમ ડ્રિન્ક કરો છો..? "અમનની તરફ જોઈ આલિયા એ સવાલ કર્યો.

આલિયા નાં પુછાયેલાં આ સવાલનો જવાબ આપવો કે નહીં એનું મનોમંથન થોડો સમય સુધી અમન કરતો રહ્યો.. આખરે આલિયા જોડે જો દિલની વાત કરી દઈશ તો મારાં હૃદયનો ભાર હળવો થઈ જશે એમ વિચારી અમને પોતાની વિતકકથા આલિયા ને કહી સંભળાવી.. પણ આ દરમિયાન અમને પોતાની પત્નીનાં નામ નો ઉલ્લેખ કર્યો નહોતો.. શાયદ એ અમનને જરૂરી પણ નહોતું લાગ્યું.

અમનની વાત સાંભળ્યાં બાદ આલિયા એ અમનને ઉદ્દેશીને કહ્યું.

"બહુ ખોટું થયું તમારી જોડે તો.. તમારી પત્ની એ તમારી પુરી વાત સાંભળ્યાં વગર આ પગલું નહોતું ભરવું જોઈતું.. "

"પણ શું થાય.. પરિસ્થિતિ જ એવી હતી એની નજર સામે કે એ તો શું આ દુનિયાની કોઈપણ સ્ત્રી હોય ના જ માને.. "અમન બોલ્યો.

"બીજી સ્ત્રી ની તો ખબર નથી.. પણ હું ચોક્કસ માનું છું કે એ દિવસે જે કંઈપણ થયું એમાં તારો હાથ નહોતો.. "અમન તરફ જોઈ લાગણીસભર સુરમાં આલિયા બોલી.. એ પણ અમનને હવે તું કહીને બોલાવવા લાગી હતી.

"ઓહ.. એવું તો શું છે કે તું મારી ઉપર આટલો આંધળો વિશ્વાસ મૂકે છે..? " આલિયાની વાત સાંભળી અમને સવાલ કર્યો.

"આટલી સુંદર અને સેક્સી છોકરી બાજુમાં બેઠી હોવાં છતાં જે વ્યક્તિ એને સંપૂર્ણ નજરે જોવે પણ નહીં.. અને કારનો ગેર બદલવાનાં બદલે એનાં શરીર ને સ્પર્શ કરવાની કોશિશ પણ ના કરે એ વ્યક્તિ પોતાની પત્ની પ્રત્યે વફાદાર તો હોય જ એમાં મીનમેખ નથી.. "આલિયા બોલી.

"Thanks.. "પોતાનાં વખાણ સાંભળી આભારવશ અમન બોલ્યો.

અમન અને આલિયા હવે એકબીજા સાથે થોડાં ખૂલીને વાતો કરવાં લાગ્યાં હતાં.. આલિયા ની અદાઓ અને રૂપ હવે અમનને એની તરફ આકર્ષી રહ્યું હતું.. કોણ જાણે કેમેય કરીને અમન ઈચ્છવા છતાંય પોતાનો આલિયા તરફનો આ ઝુકાવ ઓછો નહોતો કરી શકતો.

"અમન.. અહીં થોડે દુર મારુ કોટેજ છે ત્યાં મને ડ્રોપ કરી દઈશ તો સારું રહેશે.. "મુંબઈ ની હદમાં પ્રવેશતાં જ આલિયા એ કહ્યું.

"Sure.. "અમને સસ્મિત આલિયા તરફ જોઈને કહ્યું.

પાંચેક મિનિટમાં તો એ લોકો લગભગ સવા ચાર વાગ્યાં નાં સુમારે આલિયા નાં કોટેજ ઉપર આવી પહોંચ્યાં હતાં.. આજુબાજુ ફક્ત ખુલ્લાં મેદાન વચ્ચે આવેલ આ કોટેજ ની બનાવટ ખૂબ જ સુંદર હતી.

"સારું તો હવે હું નીકળું.. "આલિયા નાં કારમાંથી ઉતરતાં જ અમન બોલ્યો.

"અરે એવું કેવું નીકળવાનું.. અંદર તો આવ મારી સાથે.. "અમનની તરફનો કાર નો દરવાજો ખોલતાં આલિયા બોલી.

"પણ યાર.. "અમન નીચે ઉતરી અચકાતાં બોલ્યો.

"અરે હું કોઈ ભૂત નથી કે તને ખાઈ જઈશ.. ચાલ મારી સાથે.. થોડો ટાઈમ રિલેક્સ કર પછી નિકળજે.. "અમન નો હાથ પકડી એને કારમાંથી ઉતારતાં આલિયા બોલી.

આલિયા દ્વારા આમ દબાણ કરવામાં આવતાં અમન એને ના કહી શક્યો નહીં.. અને લયબદ્ધ રીતે ઊંચી એડીનાં સેન્ડલ પહેરીને ચાલતી આલિયાની પાછળ પાછળ ચાલી નીકળ્યો. !

★★★

વધુ આવતાં ભાગમાં.

આલિયા અને અમન વચ્ચે કેવાં પ્રકારનો સંબંધ આગળ વધશે..? અમન અને રીના ની જીંદગી પાછી પાટે ચડશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Raviraj sodha 1 માસ પહેલા

Vipul 2 દિવસ પહેલા

Jayshree Patel 5 દિવસ પહેલા

Hina 5 દિવસ પહેલા

Paresh Makwana 6 દિવસ પહેલા

શેર કરો