ધ રીંગ - 9

The ring

( 9 )

અપૂર્વ દ્વારા અમનને ના ઓળખવાની વાત કહેતાં આલિયા ત્યાંથી નીકળી જાય છે.. અપૂર્વ ચિંતા માં આવી હનીફ ને આલિયાનો પીછો કરવાનો હુકમ કરે છે. હનીફ અપૂર્વને આલિયા એનો પીછો કરતી હોવાની અને પોલીસ સ્ટેશન ગઈ હોવાની માહિતી આપે છે જે સાંભળી અપૂર્વ હનીફ ને આલિયા ની હત્યાની સુપારી આપી દે છે.. ગોપાલ સાથેનાં પોતાનાં ભૂતકાળમાં કરેલાં વ્યવહારનાં લીધે આલિયા ગોપાલની મદદ લેવાનો વિચાર પડતો મૂકે છે.. એક વ્યક્તિ હાથમાં ખંજર લઈને આલિયાની તરફ આગળ વધી રહ્યું હોય છે.

આલિયા ભરઊંઘમાં હતી ત્યાં એક વ્યક્તિ હાથમાં મોટું ધારદાર ચાકુ લઈને આલિયાની તરફ આગળ વધ્યો.. મોત પોતાની તરફ આગળ વધી રહ્યું છે એ વાતથી અજાણ આલિયા અત્યારે ચેનની નીંદર માણી રહી હતી. હાથમાં ખંજર લઈને આલિયા તરફ આગળ વધતાં વ્યક્તિએ પોતાનો ચહેરો નકાબથી ઢાંકી રાખ્યો હતો.. નકાબમાં ખાલી શ્વાસ લેવાં અને જોવાં માટેનાં છિદ્રો હતાં.. આ છિદ્રોમાંથી એ કાતિલની આંખો બિલાડીની માફક ચમકી રહી હતી.

એ નકાબપોશ બીજું કોઈ નહીં પણ હનીફ જ હતો.. હનીફ અપૂર્વનાં કહેવાથી ત્યાં આલિયાનું કામ તમામ કરવાં આવ્યો હતો.. મર્ડર જેવી બાબતમાં જેટલાં સાગરીતો વધુ એટલું પકડાવવાનું જોખમ વધુ હોય એમ માનતો હનીફ આલિયા ની હત્યા કરવાં એકલો જ આવ્યો હતો.

હનીફે આલિયા નાં કોટેજથી થોડું દૂર પોતાનું બાઇક પાર્ક કર્યું અને પછી આલિયાનાં કોટેજ તરફ ચાલતી પકડી.. કોટેજનાં વરંડો માંડ બે-અઢી ફૂટ ઊંચો હતો જેને ઓળંગીને હનીફ સરળતાથી કોટેજ નાં મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો.. પણ આમ કરતાં સમયે કૂતરાંઓનો ભસવાનો અવાજ થતાં હનીફ કોટેજની પાછળની તરફ જઈ પહોંચ્યો.

આલિયા જ્યારે હોલની લાઈટ બંધ કરી પોતાનાં બેડરૂમમાં ગઈ એટલે હનીફે પોતાની જોડે રહેલાં ધારદાર કટર વડે કોટેજ નાં રસોડાની બારીની સ્ટોપર તોડીને અંદર આવી ગયો.. રસોડામાંથી દબાતાં પગલે હનીફ આલિયા નાં બેડરૂમની અંદર જઈ પહોંચ્યો.. હનીફને અપૂર્વએ આલિયાનું ખૂન કરવાની સુપારી આપી હતી અને સાથે-સાથે એની જોડેથી અમુક ફોટો તથા વિઝીટિંગ કાર્ડ લઈ લેવાની વાત પણ અપૂર્વએ કરી હતી.

હનીફ પૈસાની લાલચમાં આલિયાનાં રૂમમાં છેક એની પથારી જોડે જઈ પહોંચ્યો.. હવે બે ઘડી માં આલિયા નું મૃત્યુ થઈ જવાનું હતું એ વાત પાકી હતી.. પણ આ વખતે એક પુરુષ સહજ કામવાસના એ આલિયા નો જીવ બચાવી લીધો. બન્યું એવું કે હનીફે દુનિયાદારી નું ભાન ભૂલી બેડ ઉપર સુતેલી આલિયા ને જોઈ એ સાથે જ એની મતીભ્રમ થઈ ગઈ.

ઘરે એકલી જ હોવાથી આલિયાએ એક સ્લીવલેસ ખુલ્લાં ગળાની ટીશર્ટ અને કોટન ની શોર્ટ પહેરી હતી.. આલિયા નાં સફેદ મખમલ જેવાં ખુલ્લાં પગ અને ખુલ્લાં ગળાની ટીશર્ટ હોવાનાં લીધે અપલક દેખાતો ઉન્નત ઉરોજ પ્રદેશ જોતાં જ હનીફની અંદર સૂતેલો વાસના નો કીડો સળવળ્યો.

"જો આને મારવાની જ છે તો પછી એ પહેલાં થોડી મજા કરવામાં શું વાંધો..? .. બાકી હનીફ આટલી મસ્ત છોકરી તારાં નસીબમાં નહીં આવે હવે પછી.. અને પાછી કોલગર્લ હતી એટલે ડબલ મજા આપશે એ તો નક્કી છે.. "પોતાની સાથે વાત કરતાં હનીફ મનોમન બોલ્યો.

હનીફ નાં મનમાં આ શૈતાની વિચાર આવતાં એને આલિયા ની હત્યા કરવાનો વિચાર થોડો સમય મુલતવી રાખી એની સાથે ડરાવી ધમકાવી શારીરિક સંબંધ બાંધશે એવું નક્કી કર્યું.. આ સાથે જ હનીફ આલિયા સૂતી હતી એ પલંગમાં બેસી ગયો અને ધીરે ધીરે પોતાનો હાથ આલિયાનાં સુંવાળા પગ ઉપર ફેરવવા લાગ્યો.. થોડી મિનિટ સુધી તો આલિયા સૂતી જ રહી અને હનીફ પોતાની હવસભરી પ્રવૃતિઓને આગળ વધારવામાં મશગુલ થઈ ગયો.

આલિયા ની ટીશર્ટ સહેજ ઊંચી થઈ ગઈ હોવાથી એની નાભિ અને ઉદર પ્રદેશ હનીફની નજરે ચડ્યો.. હનીફે પોતાનાં હાથ ની આંગળીઓને ધીરેથી આલિયાની નાભિ પર ફેરવવાનું શરૂ કરું દીધું. આમ થતાં જ આલિયા ચમકીને જાગી ગઈ.

"શું કરી રહ્યો છે તું..? "આલિયા ઊંચા અવાજે ચિલ્લાઈને બોલી.. પણ પછી હનીફનાં હાથમાં ચમકતી ધારદાર છરી ને જોઈ આલિયા નાં શબ્દો એનાં ગળામાં જ રૂંધાઇ ગયાં.

આલિયા નાં આમ સફાળા બેઠાં થઈ જતાં હનીફે એની તરફ જોયું અને પોતાનાં મોં પર આંગળી મૂકી આલિયા ને ચૂપ થઈ જવાં સંકેત કર્યો.. આમ પણ પોતે જ્યાં રહેતી હતી ત્યાં આજુબાજુ કોઈ રહેતું નહોતું એટલે એની મદદ માટે તો કોઈ આવવાનું હતું જ નહીં એમ વિચારી આલિયાએ સમયને માન આપી ચૂપ થઈ જવું ઉચિત સમજ્યું.

આલિયા પોતાનું કહ્યું માનીને મૂંગા મોંઢે પોતાનું કહ્યું કરશે એ સમજી ચુકેલો હનીફ ક્રૂર સ્મિત વેરતો આલિયા નાં પગ ને હાથ વડે સતત સ્પર્શી રહ્યો હતો.. આ વ્યક્તિ કોણ હતો અને કેમ અહીં આવ્યો હતો એ જાણવું જરૂરી હતું.. એ જાણી લીધાં બાદ પોતે એની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરશે એવાં નિશ્ચય સાથે આલિયા એ થૂંક ગળે ઉતારી ડર ઉપર કાબુ મેળવી હનીફ ને સવાલ કર્યો.

"તારે જોઈએ છે શું.. જો મારી જોડે હાલ કેશ પડી નથી અને બધાં ઘરેણાં પણ બેંકનાં લોકરમાં મૂકી આવી છું.. છતાં હું જે કંઈપણ પડ્યું હોય એ તને આપી દઉં.. "

આલિયા નાં આમ બોલતાં જ હનીફ થોડો આક્રમક થયો અને જોરથી એનાં વાળ ખેંચી પોતાનો ચહેરો આલિયાની નજીક લાવી કકર્ષ અવાજમાં બોલ્યો.

"મારે તારું કંઈ નથી જોઈતું.. બસ તારું આ ખુબસુરત બદન જોઈએ છે.. "

આલિયા ભલે એક કોલગર્લ રહી ચુકી હતી પણ કોઈ પોતાની જબરજસ્તી કરીને પોતાનું શિયળ લૂંટે એ વાત એને હરગીઝ મંજુર નહોતી.. એટલે હનીફ ની વાત સાંભળી એ સમસમી ગઈ.. જોડે-જોડે આલિયા નાં દિમાગમાં એક ઝબકારો પણ થયો કે જરૂર આ વ્યક્તિ નાં અહીં આવવાં પાછળ અપૂર્વ કે અમન નો હાથ છે.. હવે પોતે જે રિંગ શોધી રહી હતી એનાં લીધે પોતાની ઈજ્જત અને શક્યવત જાન ઉપર બની આવી હતી એ વાત સમજતાં આલિયા ને વાર ના થઈ.. છતાં આ વાતની ખરાઈ કરવાં આલિયા એ હનીફનાં નકાબથી ઢાંકેલા ચહેરા તરફ જોઈને કહ્યું.

"મને ખબર છે કે તને કોને મોકલ્યો છે..? "

આલિયા નાં આમ કહેતાં જ હનીફ આલિયા નાં શરીર સાથે જે ચેડાં કરી રહ્યો હતો એ ચેડાં કરતો અટકી ગયો.. આશ્ચર્યનાં ભાવ સાથે હનીફે સીધો સવાલ આલિયા ની તરફ જોઈને કરતાં કહ્યું.

"તને ખબર છે કે હું અહીં કેમ અને કોનાં કહેવાથી આવ્યો છું..? "

'હા, હું જાણું છું કે તને અપૂર્વ અગ્નિહોત્રી એ મોકલ્યો છે.. અને કેમ મોકલ્યો છે એની પણ ખબર પડી ગઈ છે.. તું એનાં ફોટો લઈ જવાં આવ્યો છે.. અને ક્યાંક એવું પણ બને કે તું મારો રેપ કરી મારી હત્યા પણ કરી દે.. "આલિયા એ કહ્યું.

આલિયા ને તો બધી વાતની ખબર હતી એ સાંભળી હનીફ થોડો ચિંતામગ્ન બની ગયો.. હવે આલિયા ની હત્યા કરવામાં એકરીતે જોખમ હતું.. જો આ છોકરીએ બીજાં કોઈને પણ પોતાનાં જીવ ઉપર ટોળાતા ભયની વાત કરી હશે તો ગમે ત્યારે પોલીસ અપૂર્વ સુધી અને પછી મારી સુધી પહોંચી શકે છે એ વિચાર આવતાં જ હનીફ થોડી ક્ષણો માટે ગભરાઈ ગયો.

"તું મારી સાથે ઈચ્છે એ કરી શકે છે પણ યાદ રાખજે તું પણ ગમે ત્યારે પોલીસ નાં હાથે ચડી જ જઈશ.. અને તારી જાણ ખાતર કહી દઉં કે ગોપાલ ઠાકરે મારો કોલેજ સમયનો ખાસ મિત્ર છે.. "હનીફ ની આંખોમાં છવાઈ ગયેલો ડર જોઈ આલિયા બોલી.

ગોપાલ ઠાકરે ની ફરજનિષ્ઠા અને પાવર વિશે હનીફ બરાબરનો વાકેફ હતો.. એટલે ગોપાલ નું નામ સાંભળતાં જ હનીફ નાં શરીરમાં કંપારી છૂટી ગઈ.. આ સાથે જ આલિયા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો વિચાર પડતો મૂકીને હનીફે પોતે જે કામ માટે આવ્યો હતો એને જલ્દી પૂરું કરવાનું નક્કી કર્યું.. આ સાથે આ હનીફ પોતાનાં હાથમાં રહેલી છરી ને આલિયા ની ગરદન ઉપર મૂકી રુક્ષ સ્વરે બોલ્યો.

"તું મને અપૂર્વ નાં ફોટો અને તારી જોડે પડ્યું છે એ વિઝીટિંગ કાર્ડ આપી દે.. એટલે હું અહીંથી ચૂપચાપ નીકળી જઈશ.. પણ પછી તારે અપૂર્વ વિશે ભૂલી જવાનું.. નહીંતો અંજામ બહુ ખરાબ આવશે.. "

હનીફ ની વાત સાંભળી આલિયા એ હકારમાં પોતાની ગરદન હલાવી અને હનીફ ને પોતાની પાછળ પાછળ આવવાનું કહી બેડમાંથી ઉતરી, બેડરૂમની બહાર નીકળી હોલની તરફ ચાલતી થઈ.. હનીફ હાથમાં છરી લઈ આલિયા ની દરેક હરકત પર બારીકાઈથી નજર રાખતો એને અનુસરી રહ્યો હતો.

આલિયા કોટેજનાં મુખ્ય હોલમાં આવી.. જ્યાં સોફા પર પડેલું પર્સ પોતાનાં હાથમાં લઈ આલિયા એ એની અંદરથી અમન નામનાં વ્યક્તિ એ આપેલું વિઝીટિંગ કાર્ડ અને કવરમાં મળેલાં ફોટોગ્રાફ નીકાળી હનીફ નાં હાથમાં મૂક્યાં.. હનીફ જ્યારે એ ફોટો અને વિઝીટિંગ કાર્ડ સાચાં હતાં કે નહીં એની ખરાઈ કરી રહ્યો હતો ત્યારે આલિયા એ સમયસૂચકતા વાપરી પર્સમાંથી ચીલી પેપર સ્પ્રે નીકાળી હનીફ નાં ચહેરા પર છાંટી દીધો.. હનીફ નો ચહેરો તો નકાબથી ઢાંકેલો હતો પણ એની ખુલ્લી આંખો અને નાકની અંદર પેપર સ્પ્રે ની અસર જતાં હનીફ દર્દથી છટપટાવા લાગ્યો.

આ ફોટો અને વિઝીટિંગ કાર્ડ મળી ગયાં બાદ ક્યાંક હનીફ પોતાની હત્યા કરી દેશે એવી ભીતિમાં આલિયા એ હવે ત્યાંથી ભાગી જવું ઉચિત સમજ્યું અને પછી એ હનીફ ને એનાં હાલ પર પડતો મૂકી દરવાજા ની તરફ દોડી.. દરવાજો ખોલી આલિયા કોટેજની બહાર નીકળી અને દોડીને વરંડા નો દરવાજો ખોલી મુખ્ય રોડની તરફ દોડવા લાગી.

હજુ આલિયા કોટેજથી સો મીટર દૂર પહોંચી હતી ત્યાં હનીફ નો અવાજ એનાં કાને પડઘાયો.

"ઉભી રે.. હું તને જીવતી નહીં છોડું સાલી હરામની ઔલાદ.. "

હનીફ પોતાની પાછળ આવી રહ્યો હતો એમ વિચારી આલિયા મુઠ્ઠીઓ બંધ કરી જીવ બચાવવા રોડ ઉપર દોડી રહી હતી.. હનીફ પણ હાથમાં છરી સાથે આલિયા ની પાછળ પાછળ દોડી રહ્યો હતો.. આલિયા ની આ હરકતથી છંછેડાયેલો હનીફ હવે કોઈકાળે જીવતી મુકવાનાં મૂડમાં નહોતો.

આલિયા દોડતાં દોડતાં જેવી મુખ્ય રોડ ઉપર આવી જમણી તરફ વળી એ સાથે જ એની ટક્કર પુરપાટ આવી રહેલાં કોઈ વાહન સાથે થઈ અને એ હવામાં પાંચેક ફૂટ ઊંચે જઈને જોરથી જમીન પર પછડાઈ.. !!

★★★

વધુ આવતાં ભાગમાં.

આલિયા બચી જશે કે નહીં. ? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jayshree Patel 2 દિવસ પહેલા

Patel Sandip 3 દિવસ પહેલા

Paresh Makwana 3 દિવસ પહેલા

Rx Prijesh Chhabhadiya 4 દિવસ પહેલા

Suresh Prajapat 5 દિવસ પહેલા

શેર કરો