પ્રેમકુંજ - (ભાગ-૩૦) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકુંજ - (ભાગ-૩૦)


મગના તું એક કામ કરને હું તારાને મારા બધા જ રૂપિયા આપી દવ પણ તું રિયાને અહીં લઈ આવ નહિ તો આ કુંજ જીવવા નહિ દે.મોસીન નહિ માને હું તેને જાણું છું શેઠ.....!!!

*********

આજ રવિવારની રાત્રી હતી.હું અને ખત્રી આજ આખો દિવસ એક સાથે જ હતા.હું ખત્રીને
ઓળખવા માંગતી હતી.તે શું કરે છે?તેનો બિઝનેસ શું છે.પણ તે શક્ય ન હતું.હું તે વાત કરતી તો ખત્રી મને બીજો જ સવાલ કરતો.કોણ જાણે શું હશે પણ રાજેશ ખત્રી મારાથી કંઈક સુપાવતો હતો.

રવિવારની રાત્રે હું મારા બેડ પર સૂતી હતી.અચાનક ધીમેથી દરવાજો ખૂલીયો.મેં નજર કરી દરવાજા પર તો મારી સામે રાજેશ ખત્રી ઉભો હતો.હું તરત જ ઉભી થઇ ગઇ.

મારાથી ડર નહીં રિયા હું તને કહી નહિ કરું.તે જ કહીયું હતું ને કે પહેલા પ્રેમ પછી જ બીજી વાત.
હું તારી નજીક નહીં આવું તો મારા પ્રયતે તને પ્રેમ કેવી
રીતે થશે.તું મને તો ઘણા સવાલ કરે છો.પણ મેં તને ક્યારેય સવાલ કરીયો નથી.શું હું તને એક સવાલ પૂછી શકું?

હા,કેમ નહીં ?

શું તને પહેલા કોઈ વ્યક્તિ જોડે પ્રેમ થયો છે?

રિયા મનમાં જ બોલી આ ખત્રી મને આવો સવાલ કેમ કરે છે.મારે તેની સામે મારો ભુતકાળ વાગોળવો ન હતો.

નહીં કેમ?બસ એમ જ હું પૂછી રહીયો છું.મને તારા વિશે થોડુ જાણવાની ઈચ્છા થઈ.તે થોડો મારી નજીક આવીયો તેના મો માંથી દારૂની વાશ આવી રહી હતી.રિયાને થયું નક્કી આજ આ ખત્રી મારી સાથે કંઈક કરશે જ.

નહીં જે પેહલા થઈ ગયું તે થઈ ગયું.ત્યાં હું મજબૂર હતી.તે વખતે મારી પાસે બીજી કોઇ દિશા નોહતી.
પણ આજ હું મારાથી ખત્રીને દૂર કરી શકું તેમ છું.
હું જાણી જોઈને કુંજને દગો દેવા નથી માંગતી.મારુ દિલ કહે છે કે,કુંજ હજુ પણ મને શોધી રહીયો છે.મને પામવા માટે તે ગમે તે કરી શકે છે,તો હું પણ તેની વફાદાર રવ.

ખત્રી મારી નજીક આવી મને કિસ કરવા માંગતો હતો.
પણ હું તેનાથી થોડીદુર ગઈ.તે દારૂના નશામાં હતો.
તે ભાન ભૂલી ગયો હતો કે તે શું કરી રહીયો છે.

તું જાણે છે,તને અહીં લાવવા માટે મેં રિપોટરને કેટલા રૂપિયા આપીયા છે,પુરા દસ લાખ..!!!તો પણ તું મને તારા ગાલનો સ્પર્શ પણ કરવા દેતી નથી વાહ...!!
શું છોકરીને ગોતી છે રિપોટરે.તારી જેવી ઘણી બધી
આ હવેલીનો પ્રવાસ કરી ચુકી છે.તું અહીં પહેલી નથી.આ હવેલી જ મારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે બનાવી છે.ખત્રીએ એટલો દારુ પીધો હતો કે તે મારી પાસે આવી તે બેડ પર જ ઢળી પડ્યો.


રિયાને થયું શું રીપોટરે મને પૈસા માટે જ ફસાવી નહિ હોઈને?મને લાગી રહીયું છે કે આજ જે ખત્રી બોલી રહીયો છે,તે સાચું બોલી રહીયો છે.મારે ગમે તેમ કરીને અહીંથી નીકળવું પડશે.અને આ સમય યોગ્ય છે,કેમેકે ખત્રી અત્યારે ભાનમાં નથી.

રિયા જલ્દી કમરાની બહાર નીકળી હવેલીના નીચેના હોલમાં આવી પાછળ ફરી જોયું તો ગાંધીજી ફોટા માંથી મારી સામે જોય રહિયા હતા.મેં અંદરથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી.બહાર જંગલ હતું.મને ખબર નોહતી હું ક્યાં છું.પણ,હું આ ખત્રીની હવેલી માંથી આજ મુક્ત થવા માંગતી હતી.

મેં હવેલી બહાર પગ મુકિયો બહાર એકદમ શાંત વાતાવરણ હતું.કોઈની અવરઝવર પણ દેખાતી ન હતી.મને થોડો ડર લાગી રહીયો હતો.થોડી ચાલી ત્યાં જ મને એક નાનકડી ઝુંપડી દેખાણી મારા પગમાં થોડું બળ આવ્યુ.હું જલ્દી જલ્દી તે ઝુંપડી પાસે પોહસી
મેં ઝુંપડીની અંદર જોયું તો તેમાં કોઈ ન હતું. રાત્રીના સમયે અંધારું એટલું હતું કે મને કંઈ રસ્તો મળતો ન હતું.આગળ કઈ દેખાય રહીયું ન હતું.

તે દિવસની રાત મે ઝુંપડીમાં જ પ્રસાર કરી.સવાર પડતા જ હું ત્યાંથી ફરી ચાલવા લાગી.હું કઈ દિશામાં જઈ રહી છું,તે મને પણ ખબર ન હતી.હું થોડીદુર ચાલી તો સામે એક ડુંગર જેવું હતું.તેને ઉપર જઈ જોયું તો થોડેદૂર એક ગામ દેખાતું હતું.મને કડકડતી ભૂખ લાગી હતી.

હું ફરી એ ગામની દિશામાં ચાલવા લાગી.થોડીવારમાં જ તે ગામમાં પોહચી ગઈ.નાનકડું એવું ગામ હતું.મને લોકો તાકી તાકીને જોઈ રહિયા હતા.હું એક બેનની નજીક ગઈ મેં તેને સવાલ કરીયો.

આ કયું ગામ છે?

થૈયત જેસલમેરનું...!!!!
રિયા બોલી તો શું હું અત્યારે રાજસ્થાનના જેસલમેરના થૈયત ગામમાં છું.

"હા" તમે ક્યાંથી આવો છો?

રિયાને મનમાં જ બોલી હું ક્યાં હતી ને ક્યાં આવી ગઈ.મેં સપને પણ વિચારુ નોહતું કે હું જેસલમેરમાં પગ મુકીશ.

હું અહીથી મુંબઈ જવા માંગુ છું.તમે મને મુંબઇનો રસ્તો બતાવશો.હું મારો રસ્તો ભૂલી ગઈ છું.

બેટા મુંબઈ તો અહીંથી ઘણું દૂર થાય.અહીંથી જતા ઘણા દિવસ લાગી જાય.જો કોઈ ગામમાંથી જતું હોઈ તો તેમની સાથે હું તારી જેસલમેર જવાની વ્યવસ્થા કંઈક કરું છું.ત્યાંથી મુંબઈ જવા માટે કંઈક મળી જશે.તમે અત્યારે અહીં મારા ઘરે આરામ કરો.
હું હમણાં જ ગામમાં તપાસ કરી આવું છું.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)