COINS. books and stories free download online pdf in Gujarati

પરચુરણ..

જય હિંદ ની આજની રવિ પૂર્તિ મા મારી વાર્તા. (28/07/2019)

પરચુરણ... (વાર્તા ) દિનેશ પરમાર “નજર”
______________________________________
વ્રુક્ષો ,પંખી , પગલાં , ફુલો,વાદળ છે હસવાનું છળ.
ત્રીસ જ પૈસાના પરબીડીયે પ્રેમ બની વસવાનું છળ.
એક સમયની શેરી વચ્ચે અતીત જઈને રડતો,
એજ સમય પર હજી અગાસી રોજ કરે હસવાનું છળ.
-ધૂની માંડલિયા
----------------------------------------------------------------

લક્ષ્મીનારાયણ સોસાયટી ના નાકે એક ઘટના બની ........
થયું એવુ કે સોસાયટી ને નાકે રોડની બંન્ને તરફ હારબંધ ઇલેક્ટ્રોનિકસની દુકોનોની વચ્ચે આવેલ "બનારસ પાન હાઉસ" ની બહાર ફુટપાથ પાસે ઉભેલી કચરા-ગાડી માં ,પાનના કચરા ની ડસ્ટબીન ઠાલવવા ગયેલા રામઅવતાર ચોરસિયા ની પાસે ધસી જઇ સોસાયટી ના તેર જ વર્ષના મનિષ નામના છોકરા એ,શર્ટમા છુપાવી રાખેલી છરી કાઢી , તેની કમર માં "ખચાખચ" ઉપરા ઉપરી બે ઘા મારી દીધા.
"ઓ....રામ્....મરગયા... ".ની ચીસ પાડતા જ ફુટપાથ પાસેજ ચોરસિયા ફસડાય પડ્યો.તેનું
ખમિસ કમરના ભાગે લોહી થી લથબથ જોઇ ગભરાઇ ગયેલો મનિષ મુઠ્ઠીઓ વાળી રેલ્વે સ્ટેશન તરફ ભાગી ગયો.
તે સમયે , ત્યાંથી થોડે દુર પાન હાઉસ પાસે , પાન ,સિગારેટ માટે આવી ઉભેલા બે યુવાનો એ આ જોયું ,તેઓ ચોરસિયાને તાત્કાલિક રિક્ષામા નાખી સરકારી હોસ્પિટલ લઇ ગયા.
સ્થાનિક પોલિસ સ્ટેશન માં એફ.આઇ. આર. થઇ. રેલ્વે સ્ટેશન ના યાર્ડમા પડી રહેલી ટ્રેનના ડબ્બામાં બે દિવસ સુધી છુપાતા રહેલા મનિષને રેલ્વે પોલિસે પકડી ,લોકલ પોલિસને સોંપી દેતા જુવેનાઇલ કોર્ટમા રજુ કરી તેને બાળગૃહમાં મોકલી આપવામા આવ્યો.
તેના પિતા ભોગિલાલને દોડાદોડી કરવી પડી.મનિષ સગીર હોઇ ત્થા આઠમા ધોરણમાં ભણતો હોઇ વકીલ રોકી જામીન મેળવી લીધા.

*****************************************

લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રમણિકલાલ ત્રિવેદી ના મકાન માં ભોંયતળિયે દસ બાય દસ ની રુમમાં ભાડે રહેતા હતા. ભોગીલાલ મિસ્ત્રીના કુટુંબમા તેમના બાપા ગણપતદાસ મિસ્ત્રી,પત્ની રમિલા,ચાર છોકરા રમેશ,સુરેશ,પ્રવિણ ત્થા સૌથી નાનો મનિષ ,તેનાથી મોટી છોકરી અંકિતા હતી.
બાપા એક ફર્નિચરની દુકાન મા નોકરી કરતા હતા.પણ ઉંમર ના કારણે કામ થઇ શકતુ ન હોઇ છેલ્લા ત્રણ વર્ષથી ઘરે જ હતા.ભોગીલાલ ને રિક્ષા હતી .સવારે લગભગ નવ વાગે રિક્ષા લઇ કામે જતો તે બપોરે અઢી વાગ્યે પાછો ફરતો,જમીને ,આરામ કરી સાંજે લગભગ છ વાગે પાછો જતો પછી તો રાત્રે દોઢા ભાડાના ગરાક સાચવી ઘરે આવતા એક વાગી જતો.ઘરે આવી નાહીધોઇ ને,પેટપુજા કરી સુતા રોજ બે વાગી જતા.આથી સ્વાભાવિક છે , સવારે સાડાસાતે રમિલા બુમો પાડી ને કામ પર જવા ઉઠાડતી.સવારે ઉઠીને પથારી છોડતા પહેલા બુધાલાલ તમાકુ તેને ફાકવી પડતી ,તેના વગર સવાર ના પડતી.
ઘણી વાર રાત્રે ઘરે આવતા પહેલા બુધાલાલ પતી જતી .ત્યારે સવાર ના પહોર મા નાનકા મનિષ ને ઘાંટો પાડી તમાકુ લેવા મોકલતો.મનિષ તેના બાપા થી ખુબ બીતો.એટલે તરત જ બુધાલાલ લેવા દોડી જતો.
મનિષ ઘરમા સૌથી નાનો હતો.સોસાયટીના તેની ઉંમરના તેની સાથે લખોટી,થપ્પો કે ક્રિકેટ રમતા છોકરા ઓ ત્થા થોડી મોટી ઉંમરના છોકરાઓ પણ તેને ચિડવતા ..."એ મનિષયા ..તારા બાપા ને બીજો કોઇ કામ ધંધો નથી ....એક પછી એક ચિલ્લર પેદા....સાલા..પુંછડિયા...".
મનિષ ગુસ્સે થઇ પથ્થર ફેંકતો .તેને ગુસ્સે થયેલો જોઇ સોસાયટીના છોકરાઓ વધુ ચિડવતા.પછી તો તેને ”એ... પરચુરણ” કહીને જ બોલાવતા. ”પરચુરણ “ શબ્દ સાંભળી તેને સોસાયટીના છોકરા ઓ , ને તેના બાપા પર પણ ગુસ્સો આવતો..પણ તે કશું કરી ના શકતો. "પરચુરણ" શબ્દ સાંભળી તેને કરંટ આવી જતો.પણ મન માં સમસમી ને તે ઘરે ચાલ્યો જતો.

******************************* *************
જ્યારે જયારે સવારે ,બુધાલાલ લેવા તેના બાપા મોકલતા ત્યારે રાત્રે રિક્ષાના વકરામા આવેલી , પચાસની અથવા સો ની નોટ આપતા.સવાર સવાર માં બનારસ પાન હાઉસ નો
માલિક , રામ અવતાર ચોરસિયા તેની પર ચિડાતો,ગુજરાતી હિંદી મિક્સ કરી,
" સવાર ના પ્હોરમા બોની કે ટાઇમ તેરેકો છુટા લઇ ને આવુ જોઇ ને??"
" જા છુટ્ટે લઇને આવ ??" પણ બાપા ના ડર થી તે ત્યાંજ ઉભો રે'તો.થોડી વાર પછીઅગરબત્તી કરી ને ચોરસિયા બુધાલાલઆપી દેતો.
આજે પણ બાપા એ સોની નોટ આપી હતી.જેવી બુધાલાલ માટે તેણે નોટ ધરી કે રોજ ની જેમસવાર સવારમાં બોણી ના ટાઇમે દુકાનમા અગરબત્તી કરી રહેલા રામપ્રસાદચોરસિયાનો ચહેરો ધૂપ ની સુગંધમા પણ બે દિવસની વાસી ચણાની દાળ સુંઘી લીધી હોય તેમ બગડી ગયો.
"ઓ લડકે તને કીતની વાર કે'વાનું??કે છુટ્ટે લઇને આવવાનું??બાર બાર તેરેકો કહીએ છે તો ખબર નથી પડતી?? ચલ જા..પરચુરણ.................લે કે આવ.."
“પરચુરણ” શબ્દ કાને આ રીતે પડતા જ તેને લાગ્યુ કે સોસાયટી ના બધા છોકરા ઓ તેની ફરતે કુંડાળુ વળી તેની પર ખડખડાટ હસી રહ્યા છે...તેના કાન પાસે કોઇ સ્ટેનલેસ સ્ટીલના ડબ્બામા , સિક્કાનુ પરચુરણ ભરી ને જોર જોરથી ખખડાવતું હોય અને , સહન ના થતુ હોય તેવી લાગણીથી બે કાનમા આંગળીઓ ખોસી દીધી.તેના શરીરમા , આજ દિન સુધી નહિ થયેલી એવી અકળ કંપારી થવા લાગી.
બીજી જ પળે , પીઠ ફેરવી ઘર તરફ ફંટાયો ,ચોરી છુપી ઘરમાંથી શાક કાપવાની છરી શર્ટમા છુપાવી બનારસ પાન હાઉસ તરફ સરકયો...અને કચરાપેટીમાં કચરો ઠાલવવા આવેલા ચોરસિયા ની કમરમાં...............

**********************************************
સમય પસાર થતો ગયો..તેનો કેસ ચાલી ગયો પુરાવાના અભાવે ત્થા તેના તે સમયના બાલ માનસ પર ના માનસિક ત્રાસ અને ચોરસિયાને સમયસર મળેલી સારવાર થી
બચી ગયો હતો, આ બધા સંજોગો ને ધ્યાનમા રાખી તેને ગુનામાંથી મુકિત મળી ગઇ હતી.
હવે બારમુ ધોરણ પાસ કરી ને તેણે શહેરની પ્રખ્યાત કોલેજ મા પ્રવેશ મેળવી લીધો હતો. કોલેજના પ્રથમ દિવસે જ………
તેણે નાની ઉંમરમા છરી હુલાવી દીધી હતી.જેલમાં પણ રહી આવ્યો છે.વિગેરે કાનાફુસી થી લોકો તેનાથી ગભરાઇને માન આપતા તેની ફરતે ટોળે વળી ગયા.મનિષને પણ આ પ્રકાર ની લોકો ની વર્તણુંકથી મઝા પડી. પછી તો રોજેરોજ કોલેજ માં ધમાલ મસ્તી ,ટોળાની લીડરશીપ વિગેરેમા મનિષ જ આગળ , આગેવાન તરીકે ઉભરી આવતો.તેના નામની સોસાયટી ,કોલેજમા અને આજુબાજુના વિસ્તારમા બોલબાલા હતી.કોલેજમાં તેની સામે ઉભા રહેવાની કોઇની હિંમત ન હોવાથી ત્રણે વર્ષ તે જી.આર. તરીકે બિનહરિફ ચુંટાઇ આવ્યો. ત્થા યુનિવસિર્ટીની સેનેટમા પણ કો-ઓપ્ સભ્ય તરીકે લેવામા આવતા તેના રાજકીય કદ મા પણ વધારો થતો ગયો.
આ દરમ્યાન સ્થાનિક મહાનગર પાલિકા ની ચુંટણીમાં તેના વોર્ડના કોર્પોરેટર વસંત ઠક્કર દ્વારા રુબરુ બોલાવી ચુંટણી મા તેની વગ નો ઉપયોગ કરી જીતાડવા માટે મંત્રણા કરી તથા ખર્ચ કરવા જરુરી ફંડ પણ આપ્યું .
સારી એવી મનિષે મહેનત કરી અને વસંત ઠક્કર ચુંટાઇ જતા,અન્ય કાર્યકરોની સાથે તેના નામ ની ચર્ચા પક્ષ કાર્યાલય ખાતે થતા .ત્થા તેની કામગીરી અને વોર્ડ પરની પકડને કારણે શહેર પક્ષ પ્રમુખ દ્વારા તેને વોર્ડ પ્રમુખ નો હોદ્દો આપવામાં આવ્યો.આમ તેનું મહત્વ વધતુચાલ્યુ.

***********************

આ વખતની વિધાનસભા ની ચુંટણી ,છ મહિના પહેલા થયેલા કોમી રમખાણને લઇ રસાકસી ભરી બની રહેવાની ભીતી સેવાઇ રહી હતી.બધાજ પક્ષવાળા આ તકને કોઇ પણ સંજોગો મા વટાવવાની વેતરણમા હતા .ઇલેકશન કમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડતા ચુંટણી ની તારીખ નક્કી થઇ ગઇ હતી .જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ દરેક પક્ષની ચિંતા વધતી ગઇ.ચુંટણી યેનકેન રીતે જીતવા દરેક પક્ષે , આગેવાનો , પક્ષ પ્રમુખો,કાર્યકરોની ખાસ બેઠકો પોત પોતાના વિસ્તારમાં યોજી ખાસ સુચનાઓ અપાવા લાગી .

આવીજ એક મિટીંગ પક્ષકાર્યાલય ખાતે રાખવામા આવી.તેમા જેને ટીકીટ આપવામા આવેલી તે ઉમેદવાર,આગેવાનો,કાર્યકર્તાઓ, વોર્ડ પ્રતિનિધિઓ વિગેરે હાજર હતા.
આ વખત ની ચુંટણી ખુબજ રસાકસી વાળી છે.અને જો માઇક્રોલેવલે મહેનત કરવામાં ન આવે તો પરિણામ વિરુધ્ધમાં જવાની પુરેપુરી શકયતાજણાતી હોઇ દરેક ને સધન પ્રયત્નો કરવા દરેક આગેવાને અપીલ કરી.
છેલ્લે...............
જેને આ વખતે ટિકીટ આપવામા આવેલી તે ઉમેદવાર રામઅવતાર ચોરસિયાનો પુત્ર , બિહારી પ્રસાદ ચોરસિયા બોલ્યો," મિત્રો,જેમ મારી પહેલા આપણા પક્ષના માનનિય આગેવાનોઓ કહયું તેમ આ વખત ની ચુંટણી નુ વાતાવરણ જોતા મહેનત કરવીજ પડશે.વધુમાં થોડા સમય પહેલા થયેલા રમખાણો ને કારણે ,ગાડી બંગલા વાળા અને હાઇરાઇઝ ફલેટ્સ વાળા મતદારો મતદાનમાં ચોક્કસ ઉદાસી દાખવશે અને વોટ આપવા ઘર ની બહાર નિકળવાની શક્યતાઓ ઓછી જણાય છે. "
સ્હેજ અટકી પાણી ના બે ઘુંટ મારી અઠંગ રાજકરણીની જેમ આગળ બોલ્યો," આ સંજોગોમાં આપણા મતદાન ના ચાલિસ ટકા જેટલો જે સ્લમ એરિયા,ને ચાલીઓ છે તેની પર ધ્યાન આપવાનુ થાય,ચુંટણી ના દિવસે આ પરચુરણને બુથ પર લઇને આવવું પડે તો જ જીતી શકાય અને પાંચ વરસ રોકડા કરી શકાય તેમ છે."
અચાનક" પરચુરણ "શબ્દ જેરીતે બોલાયો ,અને જે અર્થમા બોલાયો ,મનિષના કાને પડતાજ જાણે..... બિહારી દ્વારા ગિલોલ થી સિક્કો ખેંચી ને તેના કપાળ પર સન..ન..ન..કરતો ના ફટકાર્યો હોય ,તેવી લાગણી સાથે તેનો ચહેરો ફરી ગયો . મિટિંગમા બેઠેલા લોકો કાંઇ સમજે તે પેહલા ઝનુન પૂ્ર્વક ,ખુન્નસથી કતરાઇ , પગ પછાડતો પછાડતો મનિષ કાર્યાલયની બહાર નીકળી ગયો...........
**********************************************
દિનેશ પરમાર "નજર"
(ddp41060@gmail.com)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED