RAJ BHOG books and stories free download online pdf in Gujarati

રાજભોગ...




રાજભોગ..................................દિનેશ પરમાર “નજર”
___________________________________________
હે મનસા માલણી હો જી......
ગોરખ., જાગતા નર સેવીએ જેને મલે નિરંજન દેવ....
પથ્થર પુજે હરી મિલે તો મેં ભી પુજુ પહાડ
વોહી પહાડ કી ચક્કિ બનત હૈ પિસ પિસ જગ ખાત....
***************************************************************************

ચંદ્રકાંત વોરા જેવા ઘરમાં દાખલ થયા તરત જ તેમની પત્ની બોલી ,”આજે શાકભાજી લેવા ગઈ ત્યારે બંગલા નંબર દસમા રહેતા સુરેશભાઈને પત્ની રેખાબેન મળેલા” ડાઇનિંગ ટેબલ પર ભરીનેમુકેલો પાણીનો ગ્લાસ તેમની તરફ ધરતા આગળ બોલ્યા,
“તે પૂછતા”તા કે તમે મનોરથ પૂરો કરી આવ્યા?”
મેં કહ્યું કે,” ના બાકી છે.”
“તો એ ઠપકા ભરી નજરે મારી સામે જોયું અને બોલેલા , અલી છોકરો આવ્યે પણ વર્ષ થવા આવ્યું, હજુ સુધી બાધા નથી પતાવી?”
ધંધા ઉપરથી કંટાળીને આવેલા ચંદ્રકાંતભાઈ,પાણીનોગ્લાસ ગટગટાવી , ગ્લાસ પત્ની રમીલાબેનને આપતા, કપડા બદલવા બેડરૂમમાં જતા જતા બોલ્યા ,”આવતા અઠવાડિયે સમય કાઢી જઇ આવીશું”

****************************
અમદાવાદ ખાતે રિલીફ રોડ પર ઘીકાંટાપાસે આવેલ નગરશેઠનાવંઢાની બાજુમા જથ્થાબંધ કાગળ સપ્લાયનો વેપાર કરતા શ્રી ચંદ્રકાંત વિષ્ણુપ્રસાદ વોરા, સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ફ્લાયઓવર







બ્રિજ ના છેવાડે આવેલી અન્નપૂર્ણા કો-ઓપરેટિવ સોસાયટીના બંગલા નંબર સાતમા કહેતા હતા.મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની તેમના પિતાવિષ્ણુપ્રસાદ વોરા અમદાવાદમાં એક શેઠની ઓફિસમાં નામુ લખતા અને શેરબજારનું કામ કરતા હતા. તેમને સંતાનમાં એક દીકરો હતો ચંદ્રકાંત.તેણે જેવી કોલેજ પુરીકરી, વિષ્ણુપ્રસાદ ભાઈએ તેને, તેમના મિત્ર રસિકલાલ પાસે નોકરીએ રખાવ્યો. ચંદ્રકાંત ને રસિકલાલ ના કાગળના બિઝનેસમાં રસ પડ્યો અને આગળ જતાં ચંદ્રકાંતે પોતે નાના પાયે કાગળ સપ્લાયનુ કામ શરૂ કરી આગળ જતા નગરશેઠનાવંઢા પા સેઓફિસ કમ ગોડાઉન કરી મોટા પાયે કામકાજ શરૂ કર્યું હતું.
ચંદ્રકાંતને આ ધંધામાંસારી કમાણી થતા બાપુનગર ખાતે નો જુનો ફ્લેટ છોડી અને શિવરંજની વિસ્તારમાં ઉપર જણાવ્યા મુજબ અન્નપૂર્ણા કો-ઓપરેટિવ સોસાયટીમા સ્વતંત્ર બંગલો લીધો હતો. બે વર્ષ અગાઉ તેમના પિતા શ્રીવિષ્ણુપ્રસાદગુજરી ગયા હતા. ચંદ્રકાંત ને લગ્નના પાંચ વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં તે બાળકના પિતા બની શક્યા નહોતા તેથી તેમના પિતા વારસદાર જોવા રહ્યા નહતા .
એકવાર રમીલાબેન શાકભાજી લેવા માર્કેટમાં ગયા ત્યારે તેમની સોસાયટીમાં રહેતાસુરેશભાઈ ના પત્ની રેખાબેન મળી ગયા હતા. વાતવાતમાં તેમણે રમીલાબેન ને જણાવ્યું કે,” રાજસ્થાનમાં ઉદેપુર થી ચિત્તોડગઢ તરફ જવાના રસ્તા પર આશરે સિત્તેર કિલોમિટર જતા ડાબેહાથે , રાજગઢ નામનું પરુ આવે છે ત્યાં ખૂબ પ્રખ્યાત રાજરાજેશ્વર નિજાનંદ પ્રભુનુ મંદિર આવેલ છે આ મંદિરની ખૂબ બોલબાલા છે અને તેની માનતા રાખે તો પુત્ર પ્રાપ્તિ થાય છે.”
આગળ બોલ્યા,”મારા નણંદ ને પણ પ્રોબ્લેમ હતો.જેમને રાજરાજેશ્વર નિજાનંદ પ્રભુની કૃપાથી પુત્ર પ્રાપ્તિ થયેલ છે.”
ગત અઠવાડિયે જ ગાયનેક ડો. ચંદ્રકાંત સોની ને બતાવેલ તેઓએ કરાવેલ રિપોર્ટના અંતે જણાવેલ કે બાળકની શક્યતા સો ટકા છે.થોડીધીરજ રાખો અને તેઓએ બેમહિનાનો વિટામીનની દવાનો કોર્સ લખી આપેલ હતો. આમ છતાં જ્યારે પોતાને બાળક આવે તો દર્શન કરી રાજરાજેશ્વર નિજાનંદ પ્રભુ ને રાજભોગ ના મનોરથની બાધા રાખવાની વાત કરીતો પોતાની પત્ની ની લાગણી ને માન આપી ચંદ્રકાંતે હા પાડી હતી.
*************************

ગુરુવારસવારે ઘરની ગાડીમાં,કાયમ તેમની ગાડી ચલાવતા પસાકાકાને લઇને રાજગઢ જવા નીકળી ગયા. ચિલોડાચોકડીથઇ , વાયા હિંમતનગર-શામળાજીરોડ પરથઇ આગળજતા રાજસ્થાન બોર્ડર ક્રોસકરી રતનપુરથી આગળ વધ્યા ત્યારે લગભગ સવારના દસ થવા આવ્યા હતા.
બિછીવારાથી આગળજતા સારી હોટલ પરચાનાસ્તો કરવા રોકાયા. આગળજતા ઉદેપુર બાયપાસથી જમણી તરફ ચિતોડગઢનુ બોર્ડ જોતા ગાડીતે તરફ વાળી.. લગભગ દોઢેક કલાક પછી રાજગઢ નું બોર્ડ જોતા હવે રાજગઢ પાંચકિલોમીટર દુરહતું .ઘડિયાળમા બારવાગ્યા હતા. આગળ જતા જોયુંતો, સામેના જમણી તરફના રોડની ધોરોધાર ખુલ્લા ખેતરોના શેઢાની વચ્ચે અંદરની તરફજતા કાચા ગાડામાર્ગના ખુણાપરના ઝાડપાસે એકમાણસ નાનકડું ટેબલ ગોઠવી બેઠો હતો. બાજુમાં કાપડનું બેનર હતુ. તેમાં ફક્ત ”મદદ” શબ્દવંચાતો’તો. ચંદ્રકાન્તની નજરપડી નપડીને ગાડી આગળ વધી ગઇ રાજગઢથી અડધો કિલોમીટરપહેલા ડાબાહાથે “રાજરાજેશ્વર નિજાનંદ પ્રભુકે મંદિરકીઓર જાનેકા રસ્તા”એવું બોર્ડ દેખાયું.ગાડી વાળીને લગભગ પ00મીટ રઅંદર જતાજ ભવ્યશિખરપરહવામા ફરફરાટ લહેરાતી ધજા દેખાઇ. સિક્યુરિટીવાળાએ હાથ બતાવી પાર્કિંગ તરફ ઇશારો કર્યો.
આજે પુનમ હોવાથી પુષ્કળ ભીડ હતી.જેવા તેઓ પરિસરમાં આવ્યા, ભક્તોની ભીડમાં, ભગવુ ઉપરણ અને સફેદધોતીપહેરેલ ત્થા કપાળેચંદનનુંત્રિપુંડ કરેલ અને દર્શન માટે વ્યાકુળભક્તોને શોધવા ફરતા મહારાજો પૈકી એક મહારાજ દોડતો આવ્યો. બનાવટી હાસ્યકરતા બોલ્યો, ”જય નિજાનંદકી. બોલિયે સાહબ..આજ ભક્તોકીભીડ પુનમ હોનેકી વજહસે જ્યાદા હૈ.અભી દસમિનટકે બાદ મંદિરકા દ્વાર ખુલેગા .આપકો અચ્છી તરહ પ્રભુજીકા દર્શન કરના હે કયા???”
ચંદ્રકાંત તેની સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોઇ રહ્યો….
મહારાજ તેને અનુમતિ સમજી આગળ વધ્યો, “દેખિયેસાબ,ઐસે તોયેભીડકી વજહસે થોડી દિક્કત હૈ. લેકિન મેં સબ ઇન્તજામ કરદુંગા.” સ્હેજઅટકી આગળબોલ્યો, “વેસેતોબીચવાલે રાસ્તેસે દર્શન કરનેકા પ00 હોતા હૈ,આગેકા દરવાજાકા એકહજારએક હોતાહૈ , ઓરમનોરથ મેં રાજભોગ કેલિયે પ્રભુ કે ચરન કે નિકટ રપ00 હોગા.”ચંદ્રકાન્ત તેની સામે જોઇ રહ્યો.
મહારાજ બોલ્યો, “બોલિયે ??”
“ઓર બિના પેસે દર્શન કરના હો તો??”
“યે ભીડ દેખતે હો…ઉસલાઇનમેં ખડે હો જાવ..” આટલુ બોલતા મોઢું બગાડી ડાફોળિયા મારતો બીજા ગરાકની શોધમાં આગળ વધી ગયો. મનોમન કંઇક નિર્ણયકરી ચંદ્રકાન્ત ત્યાંથી દર્શન કર્યાવગર પરિસરની બહાર નિકળી ગયો.
*******************
મંદિરવાળા આંતરિકરોડથી મુખ્યહાઇવે પર ચઢ્યાપછી અમદાવાદ પરત ફરતા સમયે થોડેક આગળ વધતા તેમની તરફ ફરી પાછુ પેલા“મદદ”ના બોર્ડ તરફ ચંદ્રકાન્તનું ધ્યાન જતા ગાડી સાઇડ પર કરાવી. બોર્ડપર લખ્યું હતું ”જરુરત મંદકો મદદ કિજીએ.” તે નજીક ગયા નેતે જોતા પેલા ટેબલ-ખુરશી નાંખી બેઠેલાભાઈ ઉભા થઇ ગયા.“આઇયે”
“યે કિસ ચિઝ કા બોર્ડ હૈ?”ચંદ્રકાંત બોલ્યા.
“સાબજી, એક કામ કરો તમે પહેલા મારીસાથે ચાલો,આ ગાડા-મારગથી અંદર બે ખેતર પછી જે પરિસ્થિતિ છે તે રુબરુ જુઓ પછી વાત કરીએ.”
“અરે તમેતો સરસ ગુજરાતી બોલો છો?,સારુ ચાલો.”
પેલો માણસ હસ્યો,”અહીંયા ગુજરાતી લોકો આવે છે.મદદ કરે છે.તેમના સંપર્કમા રહીને ગુજરાતી આવડી ગયુ છે.”
ગાડી અંદરજાય તેમ હતી.તેઓ ગાડીસાથે જગ્યાપર પહોંચ્યા .કાંટાળી વાયર ફેન્સીંગવાળી જગ્યાઆગળ લોખંડનો ઝાંપો હતો.અંદરજતા ડાબેહાથે ઓફિસહતી. વચ્ચે વિશાળ જગ્યામા મોટોઓટલો હતો .પછી સામેની તરફવાડને અડીને હારબંધસળંગ લગભગ ત્રીસેકપાકીઓરડીઓ હતી. તેના આગળના ભાગેપતરાં સાથેના ઓટલાવાળા મોભ થાંભલીઓ સાથેના સળંગ ઓટલાહતા.
ત્યા લોકો કંઇ કામકરતા હોય તેવું લાગતું હતું.પેલોભાઇ ઓફિસમા લઇ ગયો.બેસાડીને પાણી આપ્યું.
પછી બોલવાની શરુઆત કરી, ”સાહેબ આજગ્યા,આગામના ખેડુતે વાપરવા આપી છે. અહીં સામેની ઓરડીઓમાં ત્રીસકુટુંબનો વસવાટછે.જેમાના મોટાભાગના અપંગછે. અને વિધવાબહેનો છે. તેમના બાળકોછે , જે ગામની સરકારીશાળામા ભણે છે.”
“આ એવાલોકો છે જેઓ રાજસ્થાન-પાક. બોર્ડરના ગામમા રહેતાહતા તે પોતે કે તેમનાકુટુંબના કોઇનેકોઇ લશ્કરમાં હતા .જે પૈકી જીવ ગુમાવનારની વિધવા છે, તો ઘાયલ થયેલ સૈનિક છે. તો અસહાય વૃધ્ધમાબાપ છે.”
“બોમ્બ પડતા બોર્ડર પરના તેમાના મકાનો ધ્વંશથતા ,તેઓ બધાને આગામના ખેડુતે આજગ્યા આપી વસાવ્યાછે.તેથી અહીં રહે છે .”
“પણ તેઓ ખુદ્દારછે. તેઓ અપંગતાને કારણે અન્ય કામકરી શકે તેમ નહોઇ અગરબત્તી બનાવી ગુજરાન ચલાવે છે.”
“આ મોંઘવારીના જમાનામાં ખાવું,પિવું,છોકરાઓને સારીરીતેભણાવવા-ગણાવવા કપડા લતા વિગેરેજોતા આર્થિક રીતે થોડીઘણી તકલીફ પડે છે.”
વાતો કરતાકરતા જમવાનો સમયથયો એટલે ઘંટ વગાડતા સામેના વિશાળ ઓટલાપર આવી બધા જમવા હારબંધ બેસીગયા. ત્યાં સેવા આપતા છસાત સેવકો સામેની ઓરડીઓની બાજુના રસોડામાંથી થાળી, વાટકા ગ્લાસ,રસોઈના તપેલા લઇ આવી ગયા.
પેલા ભાઇ બોલ્યા,”ચાલો જમવા”
ચંદ્રકાન્તભાઇએ આનાકાની કરતા પેલાભાઇ બોલ્યા, “સાહેબ ,તમારા માટે સ્પેશિયલ બનાવ્યુંનથી. અહીંયા દશેકમાણસનુ રોજવધારેબનાવિયે છે. ચાલો હવે જમવાનો સમય થઇગયો છે જ આપણે પણ તેઓની સાથે જમવા થી તેઓને સારુ લાગશે.”તેમના આગ્રહને વશથઇ સાથે જમવા બેઠા.
જમવામાં પણ બે શાક,ભાખરી,દાળભાત,પાપડ,મરચા વિગેરે..હતા. જમતા પહેલા તે લોકોએ આંખબંધકરી હાથજોડી સમુહમા પ્રાર્થનાકરી.”હે ઈશ્રવર તુ કેટલો દયાળુ છે? તારા અવિરત આશિર્વાદ થી હજુ શ્ર્વાસચાલે છે ..મન પ્રફુલ્લિત છે. તને યાદકરી આનંદનો અનુભવ કરીયે છીએ. તારા આશિર્વાદ સ્વરુપ પ્રાપ્ત થયેલ આ અદભુત ભોજન એ તારી પ્રસાદી સ્વરૂપ“રાજભોગ”છે. ઓમશાંતિ…........”
પછી ભોજનની શરુઆત કરી.દરેકના ચહેરાપર ઇશ્વરીય પ્રસાદરુપ રાજભોગ ગ્રહણ કરવાનો આનંદ નજર આવતોહતો.જમીને બધા ફરીપાછા પોતાના કામે લાગી ગયા.
આ જગ્યાએથી વિદાય લેતાસમયે ઓફિસમા આવી ચંદ્રકાન્તે ગજવામાંથી દસ હજાર જેવી રકમ કાઢી પેલાભાઇને આપી. પેલાભાઇએ તરતજ ટેબલના ખાનામાંથી રસીદબુક કાઢી. ચંદ્રકાન્ત તરફ જોતાબોલ્યો ,”કોના નામે પ્હોંચ બનાવું?” ચંદ્રકાંતે પહેલા પત્ની પછી પોતાના પુત્ર તરફ જોઇબોલ્યા,”રાજ રાજેશ્ર્વર ભરોસે રાજભોગ પેટે........”
તેઓ જ્યારે પરત ફરી રહ્યાહતા ત્‍યારે ખરાઅર્થમા તેમનો મનોરથ પુરોથયાની લાગણી, મંદિરના શિખરપર ફરફરતી ધજાની જેમ તેમના ચેહરા પર લહેરાતી હતી.


*************************************************





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED