પરમ સેતુ - ૫ raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Start up Requirement by IMTB

    ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની STEP-BY-STEP સંપૂર્ણ માર્ગદર્શિ...

  • એકાંત - 107

    રાતનાં સમયે રવિ હેતલ અને વત્સલ સાથે હોટલમાં જમીને ઘરે પરત આવ...

  • લાગણીનો દોર - 12

    રમણલાલ ને હોટલ માં જમવા જવું ન હતું માટે ભાવનાબેન પણ ન ગયા.સ...

  • પ્રેમ

        .આજે "વેલેન્ટાઈ ડે" .પ્રેમ નો દિવસ કહેવાય છે.પણ આપણે ત્ય...

  • લાઈબ્રેરી

    ધડામ....એને જોરથી બુક પછાડી અને આખી લાઇબ્રેરીની શાંતિ ભંગ થઈ...

શ્રેણી
શેયર કરો

પરમ સેતુ - ૫

બકુલા માસી એક સારા પડોશી સાબીત થયા છો આજ તમે- સેતુ એ કહ્યુ , જો પરમ કોઈ વ્યક્તિ કમઁ ના આધાર પર આગળ વધે છે, કોઈ પણ વિકલ્પ નથી એટલે તારે કામ પર જવુ હોય તો જઈ શકે પણ જો હુ સાજી થઈશ એ ભેગુ તુ કામ બંધ કરી દઈશ ,

. લો હવે આ તારો હાથ ભાગ્યો એટલે વળી મંજુરી આપી ,બહુ ડાહી તુ કહે એમ ચાલ અને હુ મારૂ ભણવાનુ ચાલુ રાખીશ . પરમ એ વાત પુરી કરતા કહ્યુ.

આગળ ના અંક થી શરૂ તને ખબર છે સેતુ જાણે મારૂ સપનુ પુરૂ થયું હોય , હુ આજે બહુ જ ખુશ છું . કે હુ મારા પૈસા કમાઈશ હવે અને હવે મારી જવાબદારી તુ છો અને તારી જવાબદારી હું , ચાલ હવે તૈયાર થા જટ તારે મોડુ થશે નોકરી નો પહેલો દિવસ છે અને પછી સ્કુલ પણ જવાનુ છે ઉતાવળ કર સેતુ એ ટોકતા કહ્યુ ,

પરમ નો રસ્તો આજે બહુ બધા સ્વપન લઈ આગળ વધી રહ્યો હતો. આજે એનો રસ્તો લાંબો બની રહ્યો હતો ,એ શેઠ ને ત્યાં પહોચ્યો અને સંજોગે શેઠ ની દિકરી પણ ત્યાં જ ઉભી હતી

મને ખબર છે તમે લોકો પૈસા માટે કંઈપણ કરી શકો છો , તમારા માટે પૈસા જ બધુ છે ,ખબર નહી પૈસા માટે અત્યાર સુધીમાં કેટલા કાવતરા કર્યા હશે , કેટલુય કરી લો પણ તમારા લોકો ને સુધારવા અસંભવ છે આ તો પપ્પા ને ભ્રમ હતો તારી ઈમાનદારી નો. મોઢુ મચકોડી અને એ આગળ વધી ,ત્યાં જ શેઠ આવી પહોચ્યાં

શેઠ એ પરમ ને જોઈ ને જ કહ્યુ કે મારા ઘર મા ચોર ની જગ્યા નથી , અને તુ તો ઘર છોડી ચાલ્યો ગયો હતો ને હવે શુ કામ છે તારે , નીકળી જા અહીંયા થી તારૂ કંઈ કામ નથી મારે .

અરે સાહેબ કેવી વાત કરો છો મારી ભુલ તો જણાવો , મે શું કર્યુ છે એ તો કહો મારે તારી કોઈ વાત નથી સાંભળવી ચાલ્યો જા અહીં થી નહીં તો હું પોલીસ ને બોલાવીશ , પરમ કંઈ પણ બોલે તે પહેલા જ બે સીક્યુરીટી વાળા તેને ત્યાં થી લઈ ગયા , અને શેઠ ઘર માં જતા રહ્યા ,

પરમ અડગ રહ્યો અને ત્રણ કલાક સુધી પરમ પાછો ન ફરતા સેતુ શેઠ ના બંગલા આગળ આવી ગઈ અને ત્યાં પરમ દરવાજા આગળ જ બેઠો હતો, પરમ દ્વારા આખી વાત જાણીને તે હેબતાઈ ગઈ. પોતાના ભાઈ ની આ સ્થિતી જોઈ ને તેણે નક્કી કર્યુ કે તે શેઠ ને મળીને જ રહેશે , અને સાચી વાત જાણી ને જ રહેશે.

તે દિવસે પરમ ને લઈ શેઠ ના ઘરે ગઈ, અને ત્યાં જતા જ સીક્યુરીટી ના મજબુત બાવડા વાળા બે ખડતલ યુવાનો એ તે બંને ને રોકી લીધા .

અરે તને ના પાડી હતી કે અંદર નથી આવવાનુ તારે તો કેમ ચાલ્યા આવો.છો , અને આમેય શેઠ ને ચોર માણસો પસંદ જ નથી , તને પણ શરમ નથી આવતી છોકરા આટલો મોટો થયો તો પણ ચોરી કરે છે , તારા મા -બાપ એ કંઈ શીખવાડ્યુ નથી તને .

આટલુ બોલતા જ પરમ ની આંખો ગુસ્સા મા લાલચોળ થઈ ગઈ અને એણે વળતો જવાબ આપતા કહ્યું કે જ્યાં સુધી વાત ની પુરી ખબર ન હોય ત્યાં સુધી તમારે મુંગા જ રહેવુ , આમેય તમે તમારૂ કામ કરો છો હું કંઈ જ નહીં કહુ , ત્યાં જ શેઠ અને તેમના પત્ની માળાબેન સાથે બહાર નીકળી રહ્યાં હતા ,

ત્યાં પરમ એ સીક્યુરીટી વાળા ને ધક્કો મારી શેઠ તરફ દોટ મુંકી

શુ શેઠ પરમ અને સેતુ સાંભળશે ,અને પરમ ને આ નોકરી મળી શકશે કે નહીં આ માટે વાંચતા રહો પરમ સેતુ ..........