ધ રીંગ - 14 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

ધ રીંગ - 14

The ring

( 14 )

ભવિષ્યમાં આલિયા પોતાનાં માટે જોખમી પુરવાર થઈ શકે છે એવું વિચારી અપૂર્વ પોતાની પ્રેમિકા સાથે મળીને આલિયા ને ઠેકાણે પાડવાનું આયોજન કરે છે.. અપૂર્વ ની પ્રેમિકા આલિયા નાં શરીરમાં સાયનાઈડ ઈન્જેકટ કરવાની હોય છે ત્યાં ગોપાલ રૂમમાં આવી ચડે છે. અપૂર્વ અને એની પ્રેમિકા ગોપાલ ને ઘાયલ કરીને ભાગવામાં સફળ થાય છે.. આલિયા ભાનમાં આવીને અમનનું નામ બોલે છે.. આ નામ પોતે ક્યાંક લખેલું જોયું હતું એ ગોપાલને યાદ આવી ચૂક્યું હોય છે.

"અમન"આ નામ પોતે ક્યાં જોયું હતું એ સ્મરણ આવતાં જ ગોપાલનાં ચહેરા પર આવેલી ચમક થોડી જ ક્ષણોમાં આશ્ચર્યમાં ફેરવાઈ જાય છે.

ગોપાલને યાદ આવે છે કે ગઈકાલે રાતે આલિયા ઉપર જે યુવતી હુમલો કરવાં આવી હતી એને જ્યારે પોતે ચહેરા પરથી માસ્ક દૂર કરવાનો આદેશ આપતાં એ યુવતીએ પોતાનાં હાથને જ્યારે માસ્ક દૂર કરવાં ઊંચા કર્યા ત્યારે એનાં નર્સિંગ યુનિફોર્મ નાં કોટ ની બાંય સરકીને કોણી તરફ ચાલી ગઈ હતી.. અને આ જ સમયે એ યુવતીનાં જમણાં હાથ ઉપર પોતે હિન્દીમાં 'अमन' લખેલું વાંચ્યું હતું.. અમનનાં નામની નીચે એક ગુલાબ હોવાનું પણ ગોપાલને યાદ આવ્યું.

આલિયા જે અમનનો ઉલ્લેખ કરી રહી હતી એને આલિયા ઉપર હુમલો કરવાં આવનાર યુવતી જોડે ઘનિષ્ઠ સંબંધ હોવાનું ગોપાલ ને લાગી રહ્યું હતું.. હવે આ અમન કોણ છે..? આલિયા પર હુમલો કરનાર યુવતી કોણ હતી..? અને આલિયા કઈ રીંગની વાત કરી રહી હતી એ પ્રશ્નોનાં ઉત્તર ગોપાલ ને ત્યારે જ મળી શકે એમ હતાં જ્યારે આલિયા ભાનમાં આવે.

નાહી ધોઈ પોતાનાં ઘા પર મલમપટ્ટી કરી પોલીસ યુનિફોર્મમાં સજ્જ ગોપાલ પોલીસ સ્ટેશન જવાં રવાનાં થઈ ગયો.. ગોપાલ જોડે આજનો દિવસ કરવાં માટે ઘણું કામ હતું.. જે પૂર્ણ કરી હોસ્પિટલ પહોંચતાં ગોપાલને ચાર વાગી ગયાં.. આલિયા ની ચિંતા ગોપાલને એટલી સતાવી રહી હતી કે એને જમવાનું પણ મુલતવી રાખ્યું અને ફક્ત ચા અને બિસ્કિટ ખાઈને ચલાવ્યું.

હોસ્પિટલમાં પહોંચી ગોપાલે રઘુ અને બંને લેડીઝ કોન્સ્ટેબલ ને ત્યાંથી જવાની રજા આપી અને આલિયા નાં રૂમમાં એની બેડ જોડે જઈને ગોઠવાઈ ગયો.. પોતે જ્યારથી આવ્યો ત્યારથી રઘુનાં ચહેરા પર ઘણાં પ્રશ્નો હતાં જે ગોપાલથી છુપા ના રહી શક્યાં.. એટલે જ એને હોસ્પિટલમાંથી રવાના કર્યાં પહેલાં આ વિશે રઘુને પૂછી લીધું.. જવાબમાં રઘુ એ ગોપાલને અમુક એવી વાતો કરી જે સાંભળી બે ઘડી તો ગોપાલનું મગજ સુન્ન મારી ગયું.

ગોપાલ નાં મગજમાં વિચારોનું વાવાઝોડું પેદા કરીને કોન્સ્ટેબલ રઘુ તો નીકળી ગયો પણ આ વિચારો ને શાંત કઈ રીતે કરવાં એની કોશિશમાં લાગેલો ગોપાલ આલિયાનાં બેડની જોડે જ આલિયા નો ચહેરો તકતો બેસી રહ્યો.

***

આલિયા ની હત્યા ની નાકામ કોશિશ પછી ભયનાં ઓથાર નીચે જીવતો અપૂર્વ રાતભર સુઈ ના શક્યો.. અપૂર્વ જાણતો હતો કે ગોપાલ ઠાકરે ગમે ત્યારે પોતાનાં સુધી પહોંચી શકે છે.. આ માટે પોતે હવે પૂર્વતૈયારી કરવી જરૂરી હતી અને એ વિશે વિચારવામાં જ અપૂર્વની સવાર પડી ગઈ.

સવારે ઉઠતાં ની સાથે જ અપૂર્વ થોડો પણ સમય બગાડયાં વગર સીધો પોતાની પ્રેમિકા નાં ઘરે પહોંચી ગયો.. સવાર સવારમાં અપૂર્વને ત્યાં આવી પહોંચેલો જોઈ એની પ્રેમિકા આશ્ચર્ય પામી ગઈ.. એને અપૂર્વ ને ઘરમાં આવવાનું કહી ત્યાં આમ આવી ચડવાનું કારણ પૂછ્યું.

જવાબમાં અપૂર્વ એ એ યુવતીનો ચહેરો પોતાનાં બંને હાથની હથેળીમાં લઈને એની આંખમાં આંખ પરોવતાં કહ્યું.

"રીના, હવે તને હું ખોવા નથી માંગતો.. કોઈકાળે આપણને કોઈ અલગ નહીં કરી શકે.. "

અપૂર્વ ની પ્રેમિકા બીજું કોઈ નહીં પણ અમનની પત્ની રીના હતી, જેને અમનને કઢંગી હાલતમાં એક યુવતી સાથે જોઈને અમનને ડાયવોર્સ આપવાનું નક્કી કર્યું હતું.. અને એટલે જ એનાં હાથ પર અમનનાં નામનું ટેટુ હજુપણ મોજુદ હતું.. જે અમન સાથે લગ્ન પછી એને પોતાનાં હનીમુન ઉપર ગોઆ માં બનાવ્યું હતું.

"તું કેમ આવું બોલે છે..? આપણી વચ્ચે જે કંઈપણ દીવાલ હતી એને તો આપણે દૂર કરી દીધી.. હવે નજીકમાં આપણે મેરેજ કરી લઈશું પછી સદાયનાં માટે એક થઈ જઈશું. "અપૂર્વનાં ખભે પોતાનું માથું મૂકી રીના લાગણીસભર અવાજે બોલી.

"એ બધું ત્યારે થશે જ્યારે આપણે ઈન્સ્પેકટર ગોપાલની શક્યવત થનારી પૂછપરછમાંથી આબાદ બચી જઈશું.. "રીના નાં માથે હાથ ફેરવતાં અપૂર્વ બોલ્યો.

"તો તું શું કરવાં માટે અહીં આવ્યો છે..? "અપૂર્વ નાં ખભેથી પોતાનું માથું ઊંચકતા રીના બોલી.

"જો રીના આપણી યોજના મુજબ આપણે અમનને મોત ને ઘાટ ઉતારી દીધો.. એની હત્યાને આપણે અકસ્માતમાં ફેરવવામાં તો સફળ થઈ ગયાં પણ હજુ સુધી આપણી વિરુદ્ધ કોઈ સબુત રહી ગયો હોય તો એનો ખાત્મો કરવો જરૂરી છે.. "રીના ની તરફ જોતાં આટલું બોલતાં જ અપૂર્વ ભૂતકાળમાં સરી પડ્યો.

આજથી ત્રણ વર્ષ પહેલાં રીના અપૂર્વની ઓફિસમાં જોબ ઈન્ટરવ્યુ આપવાં આવી હતી.. સુંદર યુવતીઓનો દિવાનો અપૂર્વ રીના ને જોતાં જ એનો દિવાનો બની ગયો. રીના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી યુવતી હોવાનું અપૂર્વ ને માલુમ પડી ગયું.. રીના ને પોતાની મોહજાળમાં ફસાવવામાં અપૂર્વ પૂર્ણપણે સફળ રહ્યો અને પોતાની વાકછટા નાં જોરે રીના એની પ્રેમજાળમાં સપડાઈ ગઈ.

રીના એ જ્યાં સુધી અપૂર્વની ઓફિસમાં દોઢેક વર્ષ સુધી જોબ કરી ત્યાં સુધી તો અપૂર્વ મનભરીને રીના નાં શરીરને નિચોડી ચુક્યો હતો.. શરુવાતમાં ફક્ત શારીરિક સુખ માટે રીના સાથે પ્રેમનું નાટક કરતો અપૂર્વ ધીરે-ધીરે રીનાનાં રૂપ અને પ્રેમનાં લીધે એને સાચેમાં પ્રેમ કરવાં લાગ્યો.

અપૂર્વ અને રીના લગ્ન કરવાં ઈચ્છતાં હતાં પણ રીનાનાં રૂઢિચુસ્ત વિચારો ધરાવતાં માં-બાપે રીના માટે એમની જ જ્ઞાતિ નો સંસ્કારી અને તવંગર પરિવારનો યુવક શોધી કાઢ્યો.. અને એ યુવક બીજું કોઈ નહીં પણ અમન હતો.. રીનામાં પરિવારથી વિરુદ્ધ જઈને લગ્ન કરવાની હિંમત નહીં હોવાથી એને અપૂર્વ સાથેનાં સંબંધ પર ત્યાં જ પૂર્ણવિરામ મૂકી દીધું.

રીના નાં અમનની સાથે ધામ-ધૂમથી લગ્ન થઈ ગયાં. બે વર્ષ પહેલાં અમનની માં નું દેહાંત થયાં બાદ એ એકલો જ રહેતો હતો.. હવે રીના નાં આગમન સાથે અમનની જીંદગીનું અધૂરું પ્રકરણ પૂર્ણ થઈ ચૂક્યું હતું.. અમન પણ પોતાની રીતે રીના ને શક્ય એટલી રીતે ખુશ રાખવાની કોશિશ કરતો.. શરૂઆતમાં તો રીના અપૂર્વ ને ભૂલવામાં અસમર્થ રહી પણ ધીરે-ધીરે અમન નો પ્રેમ એને અત્યારે જે છે એ સ્વીકારવા મનાવી લેવામાં સફળ થયો.

રીનાનાં અપૂર્વથી અલગ થયાંનાં આઠેક મહિના વીતી ચુક્યાં હતાં અને અમન ની સાથે લગ્ન લગ્નને પણ છ મહિના જેટલો સમય વીતી ચુક્યો હતો.. લગ્ન પછી અમન ની કંપની પણ સારો એવો પ્રોફિટ કરી રહી હતી જેનો શ્રેય અમન પોતાની પત્ની રીના ને આપતો.. અમન જેટલો સારો વ્યક્તિ પોતાને નહીં મળે એ જાણતી હોવાં છતાં પણ રીના નાં હૃદયમાં સંધરી રાખેલી અપૂર્વની યાદો એને ક્યારેક એકાંતમાં રડાવવા આવી પહોંચતી.

આજથી નવ મહિના પહેલાં અમનને કંપનીનાં એક કામનાં લીધે દુબઈ જવાનું થયું.. અમન તો ચાલ્યો ગયો પણ અહીં રીના એકલી ઘરે કંટાળો અનુભવી રહી હતી.. અમન ગયો એનાં બીજાં દિવસે ઘરની ડોરબેલ વાગી એટલે રીના એ દરવાજો ખોલ્યો.. ઘરનાં બારણે અપૂર્વ ઉભો હતો એ જોઈ રીના નાં ચહેરા પર ડર અને આશ્ચર્ય નાં બેવડાં ભાવ ઉભરાઈ આવ્યાં.

"અંદર આવવાનું નહીં કે..? "રીના નો દિશાશુન્ય અવસ્થામાં પહોંચેલો ચહેરો વાંચતાં અપૂર્વ બોલ્યો.

"આવ.. "અપૂર્વ ને અંદર આવવાનું કહેતાં રીના બોલી.

"પણ અપૂર્વ તું અહીં અચાનક કેમ આવ્યો..? "અપૂર્વનાં આગમનથી રીના ખુશ તો હતી છતાં પોતાનાં મનની ખુશી ચહેરા પર ના આવવાં દેવાની નાકામ કોશિશ કરતાં બોલી.

"રીના, તું તો મને ભૂલીને બીજે પરણી ગઈ પણ હું.. હું તો તને આજેપણ ભૂલી નથી શક્યો.. તારાં વગરની મારી બધી રાતો વેરણ બની ચુકી છે.. "આટલું બોલતાં તો અપૂર્વની આંખો ભરાઈ આવી.

"અપૂર્વ હું પણ તને નથી ભૂલી.. પણ હવે હું જે જીંદગી જીવું છું એ જ મારાં નસીબમાં લખેલી છે.. અને બીજી વાત અમન બહુ સારો માણસ છે.. મને એની સાથે ફાવી ગયું છે.. "રીના પોતાની આંખોમાં કિનારે આવેલાં આંસુને પાછાં વાળતાં બોલી.

"તો તું મારી સામે જોઈને બોલ કે તું તારી જીંદગીમાં ખુશ છે.. બસ એકવાર આટલું કહી દે હું ક્યારેય તારાં અને તારાં પતિ વચ્ચે નહીં આવું.. "રીના નો ચહેરો પોતાની તરફ ફેરવતાં અપૂર્વ બોલ્યો.

અપૂર્વનાં આટલું બોલતાં જ રીનાએ રોકેલો આંસુઓનો બંધ તૂટી ગયો અને એ અપૂર્વને વળગીને રડવા લાગી.. આ સાથે જ બંને પ્રેમી-પંખીડા નું પુનઃ મિલન થઈ ગયું.. એક પરણિત સ્ત્રી હોવાં છતાં એ રીના એ પોતાનું યૌવન અપૂર્વનાં હવાલે કરી દીધું.. જ્યાં સુધી અમન દુબઈ થી પાછો ના આવ્યો ત્યાં સુધી સતત છ દિવસ અપૂર્વએ રીના ની સાથે જ એજ શૈયા પર શારીરિક સંબંધ બનાવ્યો જ્યાં રીના અને અમનની સુહાગરાત થઈ હતી.

આ પછી તો અપૂર્વ અને રીના અમનની ગેરહાજરીમાં વારંવાર મળતાં રહ્યાં.. અમનને એક ખરાબ આદત હતી એ હતી દારૂ પીવાની જે આદત પણ રીના નાં કહેવાથી અમન છોડી ચુક્યો હતો.. અમન રીના ને દુનિયાભરની ખુશીઓ આપવાની કોશિશ કરતો છતાં અપૂર્વ નાં રંગે રંગાયેલી રીના ને અમનનો એ પ્રેમ હવે દેખાતો બંધ જ થઈ ગયો હતો.

રીના હવે તો જાણીજોઈને અમનની સાથે કોઈને કોઈ કારણોસર ઝઘડા કરતી રહેતી.. અમન જોડે શારીરિક સંબંધ પણ હવે રીના માંડ દસેક દિવસે બાંધતી.. અમન એવું સમજતો કે રીના થોડાં તણાવમાં હોવાથી પોતાની સાથે એવું વર્તન કરી રહી હતી. આ દરમિયાન અપૂર્વ એ એની કંપનીની એક ડિલ જાણીજોઈને અમનની કંપની જોડે કરી જેથી અમનની સાથે મિત્રતા કેળવી શકાય.. આમ કરવાથી અમનનાં ઘરે આવતાં-જતાં કોઈ જોઈ જાય તો કોઈ તકલીફ ના રહે એવું અપૂર્વ નું માનવું હતું.. અને થયું પણ એવું જ. અપૂર્વ અને અમન બંને બિઝનેસ ફ્રેન્ડ બની ગયાં અને ત્રણ-ચાર વાર અમનની સાથે અપૂર્વ એનાં ઘરે પણ આવી ચુક્યો હતો.

અમનથી છુપાઈને એની પીઠ પાછળ રીના અને અપૂર્વની કામલીલા ચરમ પર હતી.. કોઈ રોકટોક વગર એ બંને અમનની જાણ બહાર ગમે ત્યારે ફિઝિકલ રિલેશન બાંધતા. પણ કહ્યું છે ને લગ્નેતર સંબંધો છેવટે કોઈ મોટાં ગુનાને જન્મ આપે છે.. અને આ ગુના નો પાયો નાંખનારો બન્યો અપૂર્વ અગ્નિહોત્રી.. !!

***

વધુ આવતાં ભાગમાં.

અપૂર્વ અને રીના એ અમન સાથે શું કર્યું... ? અમન અત્યારે ક્યાં હતો..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***