શિવાલી ભાગ 20 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

શિવાલી ભાગ 20

ફરી થી શિવ, ગોની અને ઝુકીલા એ પોતાની મુસાફરી ચાલુ કરી દીધી હતી. એ લોકો જંગલની ખૂબ અંદર આવી ગયા હતા.

શિવ, ઉભો રહે.

શુ થયું ઝુકીલા?

શાંત શિવ શાંત. મને સાંભળવા દો. ઝુકીલા શાંત થી કઈ સાંભળવાનો પ્રયત્ન કરે છે. શિવ આ બાજુ ચાલો.

પણ કેમ? શુ થયું ઝુકીલા?

શિવ આ બાજુ બધા પંખીઓ બહુ કોલાહલ કરે છે. મને લાગે છે કે કઈ થયું છે. આપણે એ દિશામાં ચાલીએ. બધા ઝુકીલા ની સાથે ચાલે છે. થોડા આગળ જાય છે ત્યાં તેમને પંખીઓ નો કોલાહલ સંભળાય છે.

અરે આ લોકો કેમ આટલો અવાજ કરે છે? ગોની એ કાન બંધ કરતા પૂછ્યું.

ઝુકીલા શુ થયું છે? આ પંખીઓ કેમ આટલો બધો કોલાહલ કરે છે? શિવે પૂછ્યું.

અત્યાર સુધી પંખીઓ ને સાંભળતી ઝુકીલા બોલી, શિવ જંગલ ની ઉત્તર દિશા માં દાવાનળ ફાટ્યો છે. જેના લીધે બધા પંખીઓ ડરી ગયા છે.

દાવાનળ? અરે એતો બધું બાળી નાંખશે ઝુકીલા, ગોની બોલ્યો.

હા ગોની એટલે જ પંખીઓ કોલાહલ કરી રહ્યા છે.

આપણે કઈ કરી ના શકીએ ઝુકીલા? શિવે પૂછ્યું.

આપણે શુ કરી શકીએ? જંગલ માં જ્યારે દાવાનળ લાગે ત્યારે બચવું મુશ્કેલ બની જાય છે.

ઝુકીલા તું પંખીઓ ની ભાષા જાણે છે. તો તું પૂછ ને કે શુ થઈ શકે?

ઝુકીલા એ ત્યાં ઊડતી ચકલીઓ ને તેમની ભાષામાં ચી ચી કરી પૂછવાનું ચાલુ કર્યું. પછી તે બોલી,

શિવ દાવાનળ લાગવાનું હજુ શરૂ જ થયું છે. હજુ પરિસ્થિતિ બગડી નથી.

તો તું આ ચકલીઓ ને કહે કે આપણ ને તે જગ્યા એ લઈ જાય.

પણ આપણે શુ કરી શકીશું શિવ? ગોની એ પૂછ્યું.

હા શિવ. ઝુકીલા એ ચકલીઓ સાથે કઈ વાત કરી ને પછી એ ચકલીઓ ઉડવા લાગી. ચાલ શિવ જલ્દી કરો.

ગોની હમણાં ચાલ પછી જોઇશું શુ કરવું. ત્રણેય જણ ચકલીઓ ની સાથે દોડવા લાગ્યા.

અરે આતો બરાબર આગ લાગી છે. શિવ આપણે શુ કરીશું. ગોનીએ પૂછ્યું.

ઝુકીલા તું જો આજુબાજુમાં પાણી છે. ગોની તું જે પણ મળે તે લઈ લે ને ધૂળ લઈ આગ પર નાંખવા લાગ. બધા કામે લાગી ગયા.

ઝુકીલા એ પંખીઓ ની મદદ થી નજીકમાં જ પાણી નું તળાવ શોધી લીધું. તે દોડતી પાછી આવી. શિવ નજીકમાં જ પાણી છે હવે શુ કરવું છે?

ગોની આ જંગલમાં હાથી છે?

હા છે તો એનું શુ?

તું એમને બોલાવી શકે?

ના શિવ એ શક્ય ના બને.

જો ગોની તું મહાવત છે. તને હાથી સાથે કામ કરતા અને કરાવતા આવડે છે.

ના શિવ હું મહાવત છું પણ હું એજ હાથી પાસે કામ કરવી શકું જેને મેં તાલીમ આપી હોય. તે મારી ભાષા સમજી શકે.

ત્યાં ઝુકીલા એ બૂમ પાડી, શિવ ગોની જલ્દી અહીં આવો. જલ્દી.

શિવ અને ગોની ત્યાં ગયા તો ત્યાં એક હાથી નું બચ્ચું આગ થી ઘેરાઈ ગયેલું હતું ને બચવા માટે ચીંઘાડતું હતું.

શિવ અને ગોની તે આગ પર ઘૂળ નાંખવા લાગ્યા. ત્યાં ઘોની ની નજર બચ્ચા ની મા પર ગઈ તે આગની અંદર જવા પ્રયત્ન કરી રહી હતી. ગોની તરતજ તેની પાસે ગયો ને તેના પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. પેલી બચ્ચા ની મા આશા ભરી નજરે ગોની ને જોવા લાગી. ગોની તરતજ તેની સુઢ ને પંપાળવા લાગ્યો ને પછી તેના પર પગ મૂકી ચડી ગયો.

ગોની એ બૂમ પાડી શિવ ધૂળ આ તરફ નાંખો હું બચ્ચા ને બચાવી લઈશ.

શિવ અને ઝુકીલા ગોની એ કહ્યું ત્યાં ધૂળ નાંખવા લાગ્યા. જેવો થોડો રસ્તો થયો ગોની એ હાથણી ને પગ માર્યો અને આગ તરફ જવા સૂચવ્યું. હાથણી તરત સમજી ગઈ અને આગ તરફ વધી એટલે ગોની તેના પર ઉભો થઈ ગયો અને આગમાં કૂદી પડ્યો. તે બચ્ચા પાસે પહોંચી ગયો. તેણે બચ્ચા ની સુઢ પકડી ને બહાર બચ્ચાંની મા જાણે બચ્ચા ને ગોની ની વાત માનવા કહેતી હોય તેમ ચિંઘાડવા લાગી. બચ્ચું સમજી ગયું ને ગોની પાછળ ચાલવા લાગ્યું અને ગોની પેલા રસ્તા પર થી બચ્ચા ને બહાર લઈ આવ્યો.

બચ્ચું દોડી ને તેની મા પાસે જતું રહ્યું ને બધા ખુશ થઈ ગયા.

ત્યાં ઝુકીલા બોલી હજુ કામ પત્યું નથી જલ્દી કરો.

ગોની પેલી હાથણી પાસે ગયો ને તેની સુઢ પકડી પાણી તરફ લઈ ગયો. હાથણી સમજી ગઈ તે સુઢમાં પાણી ભરી આગ પર નાંખવા લાગી. બે ત્રણ વાર એવુ કર્યા પછી તે ઉભી રહી ગઈ ને જોર જોર થી ચીંઘાડવા લાગી. થોડીવારમાં ત્યાં પાંચ સાત હાથી ભેગા થઈ ગયા અને બધા આગ પર પાણી નાંખવા લાગ્યા.

ધીરે ધીરે આગ ઓલાવા લાગી. ને પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ.

શિવે હાથીઓ તરફ જોઈ કહ્યું ગોની હું તને આ જ કરવાનું કહેતો હતો.

હા શિવ હું ત્યારેજ સમજી ગયો હતો પણ ત્યારે એ શક્ય નહિ હતું. આ બધું પેલા બચ્ચા ને કારણે થયું. ત્યાં બધા ની નજર પેલા નાના હાથીના બચ્ચા પર પડી. તે બટુક બચ્ચું પોતાના નાના નાના પગે દોડતું દોડતું તળાવ તરફ જતું અને પોતાની નાની નાની સુઢમાં પાણી લાવી હજુ પણ નાંખી રહ્યું હતું. તેની સુઢ માં થોડું જ પાણી આવતું હતું પણ એ આગ ઓલવવા મહેનત કરી રહ્યું હતું. તેને આમ મહેનત કરતું જોઈ બધા તેની માસુમિયત પર હસી પડ્યા.

આગ ઓલવવા માં બધા થાકી ગયા હતા. ત્રણેય જણ પેલા તળાવ પાસે જઈ ને બેઠા.

શુ થયું ઝુકીલા? શુ વિચારે છે? શિવે પૂછ્યું.

એજ કે બધા માણસો અને બધા જાનવરો ખરાબ નથી હોતા. આજે જે પણ થયું તે મેં ક્યારે જોયું નથી કે વિચાર્યું પણ નથી.

હા શિવ મેં પણ નહોતું વિચાર્યું. કેવું અજીબ થઇ ગયું. પેલી હાથણી એ કોઈ પણ પ્રકારની તાલીમ વગર એ બધું જ કર્યું જે એની પાસે કરાવ્યું.

ગોની જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય અથવા તો પોતાના જીવ પર આવે ત્યારે માણસ હોય કે જાનવર પહેલું કામ પોતાનો જીવ બચાવવા નું જ વિચારે છે. ને ત્યારે તે કોઈ ની પર પણ ભરોસો કરી લે છે.

હા પ્રાણીઓ ખૂબ ભોળા હોય છે. એ માણસો જેવી ચાલાકી નથી કરતા, ઝુકીલા બોલી.

ચાલો હવે આપણે આગળ ચાલીએ, ગોની બોલ્યો. એ લોકો એ ચાલવાનું શરૂ કર્યું તો પેલું હાથી નું બચ્ચું તેમની આગળ આવી ઉભું રહ્યું.

ગોની એ તેની પીઢ પર પ્રેમ થી હાથ ફેરવ્યો ને બોલ્યો, હવે અમારે જવાનું છે. હજુ લાંબી મુસાફરી કરવાની છે. તું તારા પરિવાર સાથે હવે શાંતિ થી રહે. પણ બચ્ચું ત્યાં થી હલ્યું નહિ જાણે કે કઈક કહેતું હોય.

એટલામાં પેલી હાથણી એ ઝુકીલા ને સુઢ થી ઊંચકી પોતાની પીઠ પર બેસાડી દીધી.

ગોની એ તારી મદદ કરવા માંગે છે. ચાલો બેસી જાવ. બધા હાથી પર બેસી જાય છે. ગોની જે દિશા માં જવાનું છે એ બાજુ હાથીઓ ને દોરે છે. થોડા સમયમાં એ લોકો પહાડ જેવી જગ્યાએ આવી જાય છે. જ્યાં ચારેતરફ નાના પહાડો છે. બધા હાથી પર થી ઉતરી જાય છે.

શિવ કદાચ આ પહાડોમાં શાઉલ ની ગુફા હોય, ગોની બોલ્યો.

હા ગોની હોય શકે. શિવે પેલા નાના બચ્ચા ના માથે પ્રેમ થી હાથ ફેરવ્યો અને આભાર માન્યો. હાથીઓ ત્યાં થી જતાં રહ્યા.

ચાલો કોઈ તો આશા જાગી. નહીંતો આટલા સમય થી અંધરામાં ચાલતા હતા, ઝુકીલા બોલી.

હા હવે આશા છે કે શાઉલ ની ગુફા મળી જશે, શિવ બોલ્યો. શિવ ના ચહેરા પર આટલા દિવસ પછી ખુશી દેખાતી હતી.

પણ હવે ચાલવાનું થોડું મુશ્કેલ બન્યું હતું કેમકે હવે તેમને પહાડના પથરાળ રસ્તા પર ચાલવાનું હતું. એમણે પોતાની મુસાફરી ચાલુ કરી દીધી.

શિવ આ રસ્તાઓ થોડા ચઢાણવાળા છે તો સંભાળી ને ચાલજે. તને આવા રસ્તા પર ચાલવાની આદત નહિ હોય.

હા ગોની આદત નથી પણ તું ચિંતા ના કર હું ચડી જઈશ.

હા શિવાલી માટે, ઝુકીલા બોલી. પછી બધા હસી પડ્યા.

ઝુકીલા જ્યારે તને કોઈ મળી જશે પછી સમજ પડશે કે પ્રેમમાં કોઈ પણ અડચણ મોટી લાગતી નથી. એના માટે માણસ કઈ પણ કરી શકે છે.

એ તો મને નથી ખબર શિવ પણ હા પોતાના લોકો માટે કંઈપણ અડચણ મોટી નથી લાગતી. એ મને બરાબર ખબર છે.

ઓય આમ ધક્કો કેમ મારે છે? ઝુકીલા ગોની પર ગુસ્સે થઈ બોલી.

ત્યાં સામે જો. હમણાં તારું શુ થતું? ગોની બોલ્યો.

ઝુકીલા અને શિવે ગોની એ કહ્યું ત્યાં જોયું તો એક સાપ લટકતો હતો. જો ગોની ઝુકીલાને ધક્કો ના મારતો તો એ સાપ ઝુકીલા પર પડતો ને કદાચ એને કરડી જતો.

ઝુકીલા કઈ પણ બોલ્યા વગર ઉભી થઈ ગઈ.

જરા સાચવીને ચાલો. જંગલમાં કઈ પણ હોય શકે છે, શિવ બોલ્યો. બધા ચુપચાપ ચાલવા લાગ્યા.

અચાનક બહુ બધી નિલ ગાયો એક સાથે દોડતી દોડતી એમના તરફ આવવા લાગી. ગોની એ બૂમ પાડી,

સંભાળી ને. આ ગાયો નુકશાન કરી શકે છે.

ઝુકીલા સાચવજે જો તને વાગે નહિ. બધા જ ગાયો ના રસ્તામાં થી બાજુ પર ખસી ગયા. ગાયો દોડતી દોડતી આગળ જવા લાગી.

ત્યાં એક ગાય ઝુકીલા તરફ વળી ને તેને મારવા જતી હતી તો શિવે તેનો હાથ ખેંચી લીધો.

પોતાનો શિકાર ઝુંટવાય ગયો એટલે પેલી ગાય ગુસ્સે થઈ શિવ તરફ વળી. શિવે પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો. પણ પેલી ગાય માની જ નહી. એણે એના સીંગડા શિવ તરફ તાણયા. શિવ હવે બરાબર એના શિંગડા ની વચ્ચે હતો.

ગોની એ પ્રયત્ન કર્યો તો ગાય તેની પર ભાંભરી એટલે એ પાછો ખસી ગયો.

હવે શિવે ગાય સાથે બાથ ભીડયા વગર કોઈ જ રસ્તો હતો નહિ. એણે બે હાથ થી ગાયના બે શિંગડા પકડ્યા અને જંગ ચાલુ થઈ ગઈ. ગાય શિવ પર ભારી પડી એને શિંગડા થી શિવ ને ઊંચકી પછાડી દીધો. શિવે ઉભા થઈ તેની સાથે બાથ ભીડી પણ કોઈ ફાયદો ના થયો. ગાય શિવ ને માર્યા કરતી હતી. ગાયે શિવ ને લોહી લુહાણ કરી દીધો. શિવ થાકી ગયો હતો તેની હિંમત સાથ નહોતી આપી રહી. હવે તે મરણીયો થઈ ગયો હતો.

એની હાલત જોઈ ઝુકીલા લાકડી લઈ ગાય ની સામે આવી ગઈ પણ ગાયે તેને પણ નાકામ કરી દીધી. ઝુકીલા ને થોડું વાગ્યું.

હવે ગોની એ કઇ કર્યા વગર છૂટકો નહિ હતો. એ પોતાની ડાંગ સાથે શિવ ની આગળ આવી ગયો ને જેવી ગાય આવી ગોની એ જોરદાર ફટકો તેને માર્યો. ગાય પાછી પડી ગઈ. ગોની એ ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર બીજો ફટકો માર્યો. ગાય હવે પાછી પડવા લાગી ને ગોની ઉપરા ઉપરી તેના પર પ્રહાર કરવા લાગ્યો. ગાય થાકેલી હતી તે ગોની ની ડાંગ ના ઘા ઝીલી ના શકી અને ત્યાં થી જતી રહી.

ઝુકીલા શિવ તરફ દોડી, ગોની જલ્દી કર શિવ ની હાલત બરાબર નથી.

ગોની ડાંગ મૂકી શિવ પાસે આવ્યો. શિવ ના શરીર માં થઈ લોહી વહી રહ્યું હતું અને તે બેભાન થઈ ગયો હતો. ઝુકીલા શુ કરીએ?

જો તું શિવ ને ત્યાં ઉપર પથ્થર નીચે જગ્યા છે ત્યાં લઈ જા અને તેના ઘા સાફ કર હું જળીબુટ્ટી લઈ આવું.

હા જલ્દી જા હું ત્યાં સુધી જોવું છું. ઝુકીલા જળીબુટ્ટી લેવા ગઈ ને ગોની શિવ ને ઉપર લઈ ગયો અને પાણી થી તેના ઘા સાફ કરવા લાગ્યો.

શિવ શિવ આંખો ખોલ. શિવ આંખો ખોલ, ગોની બોલ્યા કરતો હતો પણ શિવ સાંભળતો નહિ હતો. ગોની ને ચિંતા થવા લાગી. શિવ ને કઈ થશે તો નહિ ને? એના ઘા માં થી લોહી વહ્યા કરતું હતું. એ ઝુકીલાની રાહ જોવા લાગ્યો.

જલ્દી જલ્દીથી ઝુકીલા આવી ને જે જળીબુટ્ટી લાવી હતી તે વાટવા લાગી. ગોની લોહી બંધ થયું?

ના ઝુકીલા. શરીર પણ ઠંડુ પડવા લાગ્યું છે. મને ચિંતા થાય છે.

તું ચિંતા ના કર. ગોની શિવ ને સારું થઈ જશે. તું એને પકડ હું આ જળીબુટ્ટીનો લેપ એના ઘા પર લગાવી દઉં. બન્ને મળી ને જળીબુટ્ટીનો લેપ લગાવે છે.

ઝુકીલા તું સંભાળ હું લાકડા લઈ આવું રાત થવા આવી છે.

ગોની લાકડા લઈ આવી તેને સળગાવે છે. તે શિવ ની પાસે જ બેસે છે. ઝુકીલા હજુ સુધી આણે આંખ નથી ખોલી.

હા મને પણ હવે ચિંતા થવા લાગી છે. જો હજુ અમુક ઘા માં થી લોહી નીકળે છે. ગોની તું એ ઘા બાંધી દે.

બન્ને ચિંતામાં છે. બન્ને શિવ ના હાથ અને પગ ઘસવા લાગે છે. ને ભગવાન ને પ્રાર્થના કરે છે કે શિવ ને સારું થઈ જાય. ને એમ જ બન્ને સુઈ જાય છે.


ક્રમશ.................