ગૌરીબા તાવીજ લઈ ને પોતાના રૂમમાં આવી જાય છે. એ ફકીર શુ કહી ગયો? એને કેવી રીતે ખબર પડી કે કોઈ નથી ઇચ્છતું કે બાળક જન્મ લે? મને ખબર છે કે બાળકનું દુશ્મન કોણ છે? પણ આ ફકીર ની વાત કઈ અલગ છે.
રાઘવભાઈ સવારમાં સવારમાં મંદિરમાં પંડિતજી પાસે પહોંચી જાય છે.
ૐ નમઃ શિવાય પંડિતજી.
ૐ નમઃ શિવાય રાઘવભાઈ. કેમ છો?
પંડિતજી કઈ સારું નથી મને તમારી મદદ ની જરૂર છે.
રાઘવભાઈ પંડિતજી ને રાતની આખી ઘટના કહી સંભળાવે છે. પંડિતજી એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ અને જ્ઞાની પુરુષ છે. એમના વડવાઓ જ્યાર થી આ મંદિર ની સ્થાપના થઈ ત્યાર થી તેની સેવાપૂજા કરતા હતા. તેમના કુટુંબ પર ભગવાન ભોળાનાથ નો આશીર્વાદ છે.
પંડિતજી તરતજ રાઘવભાઈ ને પોતાના કક્ષમાં લઈ ગયા. ત્યાં એમને એક બે ચોપડીઓ ખોલી ને એમાં કઈ વાંચ્યું. ને પછી એમણે રમાબેન નું જન્મસ્થળ અને સમય પૂછ્યા. પછી એમણે કઈ કાગળ પર બનાવ્યું. ને પછી જે માહીતી મળી તે જોઈ ને એ અચંબિત થઈ ગયા. તેમના ચહેરા પર ના ભાવ બદલાવા લાગ્યા.
પંડિતજી શુ થયું? તમે આમ ચિંતામાં કેમ આવી ગયા?
રાઘવભાઈ, તમારા ઘર પર ભગવાન ભોળાનાથ ની કૃપા થઈ છે. આવનાર બાળક તેમનો પ્રસાદ છે. તે એક પવિત્ર બાળક હશે. તે પાપો નો નાશ કરશે, દુષ કર્મો અને દુષ્ટો નો નાશ કરનાર હશે.
પંડિતજી તમે આ શુ કહો છો?
હા રાઘવભાઈ તમે જે સાંભળો છો તેજ હું બોલું છું. તમારું આવનાર બાળક આ ધરા પરના પાપો નો નાશકર્તા બનશે. પણ....
પણ... પંડિતજી. પણ એટલે શુ?
રાઘવભાઈ તમારા બાળક પર સંકટ ના વાદળો ઘેરાયેલા છે. કોઈ છે જે તમારા બાળક ને આ દુનિયામાં આવવા દેવા નથી માગતું. એ નથી ઇચ્છતું કે આ બાળક જન્મ લે.
પણ પંડિતજી એવું કોણ છે જેને અજન્મા બાળક સાથે દુશ્મની છે? ને શુ દુશ્મની છે?
રાઘવભાઈ એ તો મને પણ ના સમજાયું. પણ કઈક અમંગળ થવાના એંધાણ છે. તમારે રમાબેન ને બરાબર સાચવવા પડશે. જ્યાં સુધી બાળકનો જન્મ ના થાય ત્યાં સુધી કઈ જ સ્પષ્ટ નથી. બાળકનો જન્મ અને તેના નક્ષત્રો જ તેનું ભવિષ્ય બતાવશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.
પણ પંડિતજી જેની પર ભગવાન ભોળાનાથ નો હાથ હોય તેને ડરવાની શુ જરૂર?
હા રાઘવભાઈ ડરવાની જરૂર નથી પણ સંભાળ રાખવાની જરૂર છે, સતેજ રહેવાની જરૂર છે.
સારું પંડિતજી હું ધ્યાન રાખીશ.
ને હા આ વાત તમે ગૌરીબા ને જણાવી દેજો. એ જરૂર થી રમાબેન ની સંભાળ રાખશે. પણ બીજા કોઈ ને જણાવતા નહીં.
સારું પંડિતજી ૐ નમઃ શિવાય.
ૐ નમઃ શિવાય. રાઘવભાઈ ના ગયા પછી પંડિતજી પોતાના કક્ષમાં જઈને પોતાની પાસે જે માહિતી હતી તેને ચોક્કસ કરવા બેસી ગયા.
રાઘવભાઈ ગાડીમાં બેસી ઘર તરફ નીકળી ગયા. પણ એમના મગજમાં પંડિતજી ની વાતો રમ્યા કરતી હતી. એમને એ નહોતું સમજાતું કે કોણ દુશ્મન છે જે એમના બાળક ને મારવા માંગે છે. મેં તો ક્યારેય કોઈ ને દુભવ્યા નથી કે કોઈ નું કઈ ઝૂંટવી લીધું નથી. મેં હંમેશા ભોળાનાથ ને માથે રાખી સારા કામો કર્યા છે તો પછી......
શેઠજી ઘરે આવી ગયા, ડ્રાયવર બોલ્યો ત્યારે રાઘવભાઈ ને ખબર પડી.
વિચારોમો ક્યારે હવેલી આવી ગઈ તે ખબર જ ના પડી. રાઘવભાઈ સીધા પોતાના રૂમમાં ગયા. ત્યાં ડોક્ટર રમાબેન ને તપાસી રહ્યા હતા. શારદાબેન અને રેવતીબેન ત્યાં જ હતા. તેમણે તરત જ પોતાના વિચારો ને કાબુમાં કરી પુરી સ્વસ્થતા સાથે પૂછ્યું, શુ થયું ડોક્ટર બધું બરાબર છે? કોઈ તકલીફ તો નથી ને?
ના ના રાઘવભાઈ બધું બરાબર છે. આ તો થયું કે રાતે ભાભી ડરી ગયા હતા તો જોતો જાવ કે અત્યારે કેમ છે? બાકી બધું એકદમ બરાબર છે.
જો ભાઈ તું છે તો મારે કોઈ ચિંતા નથી. રમા ની બધી જવાબદારી તારી છે.
તું ચિંતા ના કર હું મારી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવીશ. તને ફરિયાદ કરવાની તક નહિ આપું. એટલું બોલી ડૉક્ટર બહાર નીકળ્યા. એમણે પુની ને રમાબેન ના ખાવા પીવા પર ધ્યાન આપવા કહ્યું.
રાઘવ ભાભી નું ધ્યાન રાખજે. ચિંતા એમના માટે સારી બાબત નથી. એમની તંદુરસ્તી પર અત્યારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. ને તું પણ થોડો સમય ભાભી ને આપ.
હા ડોકટર હું ધ્યાન આપીશ. રાઘવભાઈ ડૉક્ટર ના ગયા પછી ગૌરીબા ના રૂમમાં ગયાં.
ગૌરીબા જાણે કોઈ ગંભીર વિચારોમાં ખોવાયા હોય તેમ લાગતું હતું.
બા શુ વિચારો છો? કેમ આટલા ગંભીર થઈ ગયા છો?
અરે આવ દીકરા. કઈ નહિ બસ એમ જ કાલ રાતની વાત યાદ કરી વિચારતી હતી. રમાવહુ કેમ છે હવે?
સારું છે બા, હાલજ ડોકટર તપાસી ને ગયા. કઈ ચિંતા કરવા જેવું નથી.
સારું થયું પસો આવી ગયો તો. તું કેમ આમ નંખાય ગયો છે? તું ચિંતા ના કર. રમાવહુ સારા થઈ જશે. આ સુવાવડ માં આવું બધું થયા કરે. ને આટલા વર્ષો પછી રમાવહુ મા બનવાના છે એટલે થોડું વધારે ધ્યાન આપવું પડે બાકી મને ચિંતા જેવું કઈ લાગતું નથી.
હા બા હું જાણું છું. પણ બા મારે તમને કઈ કહેવું છે.
હા બોલ શુ કહેવું છે?
રાઘવભાઈ એ રૂમનો દરવાજો બંધ કર્યો. ગૌરીબા ને થયું કેમ રાઘવે આજે આમ દરવાજો બંધ કર્યો? શુ ગડમથલ ચાલતી હશે એના મનમાં? એને કઈ ખબર તો નહીં પડી હોય ને? હે ભોળાનાથ મદદ કરજે.
બા, હું સવારે શિવજી ના મંદિરે પંડિતજી ને મળવા ગયો હતો. કાલ રાત ની ઘટના થી મારુ મન વિચલિત થઈ ગયું હતું. મેં બધી વાત પંડિતજી ને કરી. ને એમણે મને જે કહ્યું એ મને સમજ ના આવ્યું.
શુ કહ્યું પંડિતજી એ રાઘવ?
બા, પંડિતજી એ કહ્યું કે, મારુ આવનાર બાળક ભગવાન શિવનો પ્રસાદ છે. તે ધરા પર પાપ નો નાશ કરશે. તે દુષ કર્મોનો અને દુષ કર્મો કરનાર નો કાળ બનશે. પણ બાળક પર સંકટના વાદળો ઘેરાયેલા છે. કોઈ એને મારી નાખવા માંગે છે.
શુ વાત કરે છે રાઘવ? પંડિતજી ને કેવી રીતે ખબર પડી?
બા મને નથી ખબર પણ એમણે રમા ને સાચવવા નું કહ્યું છે. ને સતત એનું ધ્યાન રાખવાનું કહ્યું છે.
ગૌરીબા ચિંતામાં આવી ગયા. એમને પેલા ફકીર ના શબ્દો યાદ આવી ગયા, બચ્ચેકો સભાલો ઉસકી જાન કો ખતરા હૈ.
એમણે તરતજ શિવજી પાસે મૂકેલું તાવીજ હાથ માં લઇ લીધું. ને રાઘવભાઈ ને આપ્યું.
બા આ શુ છે? ને તમે ક્યાં થી લાવ્યા?
રાઘવ, હવે મને પેલા ફકીર ની વાત સમજાય છે.
કયો ફકીર બા? તમે શુ બોલો છો?
રાઘવ સવારે એક ફકીર આવ્યો તો. તેણે પણ પંડિતજી ની જેવી જ વાત કરી. એણે કહ્યું, બચ્ચેકો સભાલો ઉસકી જાન કો ખતરા હૈ. ને તેણે આ તાવીજ આપ્યું છે રમાને પહેરાવવા. તેણે કહ્યું છે કે આ તાવીજ તેની રક્ષા કરશે. રાઘવ કોઈ તો છે જે બાળક ને મારવા માંગે છે. આપણ ને બે જણે સંકેત આપ્યા છે. આપણે હવે રમાવહુ નું ખૂબ ધ્યાન રાખવું પડશે.
હા બા, હું શારદાવહુ અને રેવતીવહુ ને કહું છું કે રમા ને જરીવાર પણ એકલી ના મૂકે. તેનું બરાબર ધ્યાન રાખે.
આ સાંભળી ગૌરીબા તરતજ બોલી ઉઠ્યા, ના એની કોઈ જરૂર નથી. નાહક બધા પરેશાન થશે. તું ચિંતા ના કર હું અને પુની બધું સંભાળી લઈશું.
પણ બા એમાં શુ થઈ ગયું એ પણ ધ્યાન રાખી શકે?
જો રાઘવ તું કામમાં ધ્યાન રાખ હું રમાવહુ ને સંભાળી લઈશ. તું ચિંતા ના કરીશ.
જેવી તમારી મરજી. હું જાવ બા?
હા હા તું જા. ગૌરીબા શુ બોલે બિચારા. એ તો જાણતા હતા શારદા અને રેવતી ના ઈરાદા. ઉંટ ના હાથમાં થોડી શેરડી ની રખેવાળી અપાય? હવે એ વધારે ચિંતામાં આવી ગયા. પહેલા તો એમના છોકરાઓ જ રાઘવ ના બાળક ના દુશ્મન હતા. હવે આ કોઈ નવો દુશ્મન બાળકનો આવી ગયો હતો. એમણે મનોમન નક્કી કરી લીધું કઈ પણ થાય તો પણ એ હાર નહિ માને. પોતાના દીકરા ની ખુશી કોઈપણ ભોગે કોઈ ને ઝુટવવા નહિ દે.
એ તાવીજ લઈને રમાવહુ ના રૂમમાં ગયા. હજુ શારદાવહુ, રેવતીવહુ અને પુની ત્યાંજ હતા.
રમાવહુ હવે કેમ લાગે છે? ગૌરીબા એ પૂછ્યું.
બા સારું લાગે છે.
પુની રમાવહુ એ દવાઓ આપી?
હા બા આપી દીધી. બા તમે બેસો હું રમાબેન માટે કઈ નાસ્તો બનાવી લાઉ.
હા હા જા બનાવી લાવ. હું અહીં જ બેસું છું. શારદાવહુ તમે અને રેવતીવહુ પણ જાવ કામ કરો. હું છું અહીં.
હા બા એટલું બોલી શારદાબેન અને રેવતીબેન રૂમની બહાર નીકળ્યા.
એમના ગયા પછી ગૌરીબા એ તાવીજ રમાબેન આપ્યું. રમાવહુ આ પહેરી લો.
કેમ બા આ શુ છે?
આ તાવીજ તારી અને તારા બાળકની રક્ષા કરશે. તને બિહામણા સપના આવે છે ને? આ પહેરીશ પછી એવું કઈ નહિ થાય.
રમાબેન ગૌરીબા નો હાથ પોતાના હાથ માં લઈ બોલ્યા, બા હું સાચું કહું છું એ સપનું નહોતું. કોઈ સાચે જ મારુ ગળું દબાવતું હતું. મને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
હા રમાવહુ કઈ વાંધો નહિ. તમે આ તાવીજ પહેરી લો અને ધ્યાન રાખજો કોઈપણ પરિસ્થિતિમાં એને કાઢતા નહિ. મને પૂછ્યા વગર તો નહિ જ, સમજ્યા.
હા બા સમજી ગઈ. તમે ચિંતા ના કરો હું તાવીજ નહિ ઉતારું.
સારું તમે આરામ કરો હું જાવ. હવે તમારો ખોળો ભરવાની વિધિ કરવાની છે. એની બહુ બધી તૈયારીઓ કરવાની છે. તમારા પિયર થી કોને કોને બોલવાના તે કહી દેજો. હું આમંત્રણ મોકલી દઈશ.
જી બા હું એમની સાથે વાત કરી તમને કહીશ.
સારું સારું આરામ કરો કહેતા કહેતા ગૌરીબા રમાબેન ના રૂમમાં થી નીકળી ગયા. એ વિચારતા હતા કે આ તાવીજ રમાવહુ ની રક્ષા કરશે? એ ફકીર પર કેટલો ભરોશો રખાય? પણ હાલમાં બીજો કોઈ ઉપાય છે જ નહિ. ભોળાનાથ બધાનું ભલું કરે એમ વિચારતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
ક્રમશ............