Shivali - 19 books and stories free download online pdf in Gujarati

શિવાલી ભાગ 19

ચાલતા ચાલતા એ લોકો જંગલ માં ઘણા અંદર આવી ગયા હતા. એ થાકી ગયા હતા. ભૂખ પણ લાગી હતી. એક ઝાડ નીચે બેસી ને પોતાની પાસે જે ખાવાનું છે તે ખાય છે ને થોડો આરામ કરે છે. થાકના કારણે બન્ને ની આંખ મળી જાય છે.

ત્યાં અચાનક કોઈ જોર જોર થી બુમો પાડતું હોય એવા અવાજો સંભળાય છે. શિવ ની આંખ તરત જ ખુલી જાય છે તે આજુબાજુ જોવા લાગે છે. અવાજ સતત આવ્યા કરે છે. હવે ગોની પણ જાગી જાય છે.

શુ થયું? આ કેવો અવાજ છે? ગોની એ પૂછ્યું.

ખબર નહિ પણ કોઈ તકલીફમાં લાગે છે. ચાલ જોઈએ. બન્ને અવાજ ની દિશા માં દોડે છે.

તો ત્યાં એક અઢાર ઓગણીસ વર્ષ ની યુવતી એક ઝાડ પર ચડી ગઈ છે અને નીચે એક વાઘ તેની રાહ જોતા ઉભા છે. ને તે યુવતી તેના થી બચવા માટે બુમો પાડે છે.

ગોની તરત જ પોતાની ડાંગ લઈ ને આગળ વધે છે. તે શિવને ઝાડીમાં સંતાવા કહે છે. ગોની ડાંગ ગોળ ફેરવતો બુમો પાડતો આગળ વધે છે. તે વારે વારે ડાંગ જમીન પર પછાળે છે. જેને જોઈ ને પેલો વાઘ ત્યાં થી ચાલ્યો જાય છે. પેલી યુવતી ઝાડ પર થી નીચે ઉતરે છે અને શિવ પણ ત્યાં આવી જાય છે.

તમે બરાબર તો છોને? શિવે પૂછ્યું.

પેલી યુવતી શિવ અને ગોની ને જોઈ રહે છે. તેને આ પહેલા આવા લોકો ને અહીં જોયા નથી હોતા.

ત્યાં શિવ ફરી પૂછે છે, તમે સલામત તો છો ને?

તો પેલી યુવતી હકારમાં માથું હલાવે છે અને ત્યાં થી ચાલી જાય છે.

હજુ કોઈ કઈ પૂછે તે પહેલા એ યુવતી ઝાડીઓ માં ખોવાય જાય છે. બન્ને એકબીજા ને જુવે છે. પછી બન્ને પોતાની મુસાફરી પાછી ચાલુ કરી દે છે. બન્નેના મનમાં એ યુવતી કોણ હતી? ક્યાં ગઈ એ પ્રશ્નો હતા પણ કોઈ એ કોઈ ને કઈ પૂછ્યું નહિ. ચાલતા ચાલતા તેઓ જંગલ ની વચ્ચે નદી પાસે આવી જાય છે.

શિવ આજ ની મુસાફરી અહીં પુરી કરીએ. આપણે આજ ની રાત અહીં જ રોકાઈ જઈએ.

સારું ગોની. નદી છે તો સ્નાન પણ થઈ જશે. સવારે વહેલા આગળ વધીશુ. બન્ને ત્યાં સ્નાન કરી લે છે. જંગલ ખૂબ બિહામણું લાગે છે. ચારેકોર અંધકાર છવાયેલો છે. જંગલી પ્રાણીઓ થી બચવા ગોની આગ સળગાવી દે છે. પછી બન્ને આરામ કરવા લંબાવે છે.

શિવ ને ઉંઘ આવતી નથી. તે આમ તેમ ફર્યા કરે છે. ત્યાં અચાનક કોઈ સળવળાટ થાય છે. શિવ ચોંકી જાય છે. તે એક સળગતું લાકડું લઈ અવાજ ની દિશામાં જુવે છે તો તેને બે આંખો તગ તગતી દેખાય છે. તે ડરી જાય છે ને ગોની ને ઉઠાડે છે. ગોની ને શિવ કઈ સમજે તે પહેલા પેલો વાઘ તેમની સામે આવી જાય છે.

ગોની હવે મોત નક્કી છે.

શિવ ચિંતા ના કરીશ. મરીશુ તો લડતા લડત મરીશું ડરી ને નહિ. તું એ સળગતું લાકડું પકડી રાખ હું ડાંગ લઈ લઉં. ગોની પોતાની ડાંગ લેવા આગળ વધે છે ત્યાં પેલો વાઘ તેની પર હુમલો કરી દે છે. ગોની પોતાને બચાવવા કૂદકો મારે છે પણ વાઘ તેના હાથ ને પંજો મારી ને ઘાયલ કરી દે છે.

શિવ ગોની ને બચાવવા સળગતું લાકડું વાઘ સામે ફેરવે છે. પણ વાઘ તેને ટકી ટકી ને જોઈ રહ્યો છે. શિવ લાકડું ફેરવતો ગોની પાસે પહોંચી જાય છે.

હવે બન્ને વાઘ સામે આવી જાય છે. ખરાખરી નો જંગ જામે છે. બન્ને તરફ જીવ બચાવવા ની લડાઈ છે. "બેઉ બળીયા બાથે પડીયા" જેવી હાલત છે. ત્રણેય ઘાયલ છે પણ જીવ બચાવવા લડી રહ્યા છે. ત્યાં ગોની ડાંગ નો એક ઘા વાઘ ના માથા પર કરે છે જે એના માટે જીવલેણ સાબિત થાય છે. વાઘ ત્યાં જ ફસડાઈ પડે છે. ત્યાં દૂર થી સળગતી મશાલો દેખાય છે. ને શિવ અને ગોની પણ બેભાન થઈ જાય છે.

જ્યારે આંખ ખુલે છે ત્યારે એક ઝૂંપડીમાં પોતાને સૂતેલા જુવે છે બન્ને. એકદમ બન્ને ઉભા થઈ જાય છે. તેમની આજુબાજુ વિચિત્ર વેશભૂષા વાળા લોકો ઉભેલા હોય છે. જે તેમને આંખો ફાડી ફાડી ને જોઈ રહ્યા હોય છે.

ત્યાં એક વ્યક્તિ પેલી યુવતી સાથે અંદર આવે છે. શિવ અને ગોની પેલી યુવતી ને ઓળખી જાય છે.

મારુ નામ ઝુકીલા છે ને આ મારા દાદા છે, પેલી યુવતીએ પોતાનો પરિચય આપ્યો.

શિવ અને ગોની એ પણ પોતાનો પરિચય આપ્યો.

અમે બધા આ જંગલના રખેવાળ છીએ. હું અહીં નો પૂજારી છું ખુશન. તમે મારી દીકરી નો જીવ બચાવ્યો ધન્યવાદ.

અમે અહીં કેવી રીતે આવ્યા? શિવે પૂછ્યું.

ઝુકીલા એ અમને આવી ને વાત કરી કે કેવી રીતે તમે એને વાઘ થી બચાવી. એણે પહેલા તમને જોયા નહિ હતા એટલે એ ડરી ગઈ અને કબીલામાં આવી ગઈ. એણે અમને કહ્યું કે વાઘ કઈ પણ કર્યા વગર જતો રહ્યો. એટલે અમે તરત તમને શોધવા ત્યાં ગયા પણ તમે લોકો ના મળ્યા. હું જાણતો હતો કે વાઘ ફરી તમારી પર હુમલો કરશે કેમકે તમે એનો શિકાર ઝૂંટવી લીધો હતો. અમે આજુબાજુ જોયું પણ તમે ના મળ્યા. પછી કબીલાના એક માણસે તમને સાંજે નદીએ જોયા. એટલે અમે ત્યાં તમને લેવા આવ્યા પણ ત્યાં સુધી વાઘે તમારી પર હુમલો કરી દીધો હતો. ને તમે ઘાયલ હતા એટલે અમે તમને અહીં લઈ આવ્યા. પણ તમે આ જંગલમાં શુ કરો છો? આ પહેલા અમે તમને જોયા નથી.

હું અહીં શાઉલ નામના એક તપસ્વી ની આત્મા ને શોધવા આવ્યો છું. મને તેમની મદદ ની જરૂર છે.

આત્મા, ખુશન ને નવાઈ લાગે છે. પણ આત્મા ને શોધવી કેવી રીતે શક્ય બને? ને આત્મા છે એ તમને ખબર છે?

મને ખબર છે કે તે સાંભળવામાં થોડું અજુગતું છે પણ આજ સત્ય છે. હું આત્મા ને શોધવા માટે અહીં આવ્યો છું. પછી શિવે માંડી ને બધી વાત એમને કરી.

ભાઈ વર્ષો પહેલા અહીં આવો કોઈ તપસ્વી રહેતો હતો તે સાચું છે. પણ તેના મૃત્યુ પછી એની આત્મા અહીં છે તે ખબર નથી. આ જંગલ ખૂબ ઊંડું છે અને મોટું છે. અમે પણ આને પૂરેપૂરું જોયું નથી. એ તપસ્વી ક્યાં રહેતો હતો તે કોઈ ને ખબર નથી.

હા દાદા પણ મારે એ આત્મા ને શોધવી પડશે. તમે મારી કોઈ મદદ કરી શકો?

બસ આ ઝુકીલા ને તારી સાથે મોકલી શકું. એ આ જંગલ ને અને તેના રસ્તાઓ ને સારી રીતે જાણે છે.

ના દાદા એની કોઈ જરૂર નથી. અમે રસ્તો શોધી લઈશું, શિવે કહ્યું.

તું આ ઝુકીલા ને નબળી ના સમજતો. એ આ જંગલ ની રાણી છે. અહીંના ઝાડ પાન, પશુ પક્ષી બધાજ એને ઓળખે છે. એ જંગલ ની હવા થી તેની તકલીફ જાણી લે છે. એને પશુ પક્ષીઓ ની બોલી સમજમાં આવે છે. એ તારી ખૂબ મદદ કરશે. કશું નહીં તો જંગલમાં આવતી તકલીફો થી તને બચાવશે.

પણ દાદા એ અમારી સાથે..... એને કઈ થઈ ગયું તો?

બેટા એને કઈ નહિ થાય. એને જડીબુટીઓ ની પણ સમજ છે. તું લઈ જા એને. ને જો તારું કામ થઈ જાય એટલે અહીં મુકતો જજે.

શિવે ગોની સામે જોયું. ગોની એ હકારમાં માથું હલાવ્યું.

સારું દાદા અમે ઝુકીલા ને લઈ જઈશું. પણ તમે એને તો પૂછો કે એ અમારી સાથે આવશે?

હા દાદા હું જઈશ એમની સાથે.

તો દાદા હવે અમે નીકળીએ. રસ્તો બહુ લાંબો છે અને સમય ઓછો.

હા, પણ થોડો સમય રોકાય જાવ. થોડી જરૂરિયાત ની વસ્તુઓ હું તમને આપું. જે તમને કામ લાગશે. ને તમે થોડું ખાઈ લો તમને શક્તિ આવશે. કોને ખબર તમને તમારું ઠેકાણું ક્યારે મળે?

સારું દાદા. પછી શિવ અને ગોની ત્યાં ના લોકો ની સાથે વાત કરે છે. આ જંગલના આદિવાસીઓ છે જેના થી બહારના લોકો ડરે છે. તેઓ અહીં પોતાના કબીલામાં રહે છે અને જંગલની વસ્તુઓ પર નિર્ભર છે.

શિવ, ગોની અને ઝુકીલા ત્રણેય હવે આગળ ની મુસાફરી માટે નીકળી જાય છે. ઝુકીલા ને લીધે હવે રસ્તો થોડો સરળ થઈ જાય છે.

ચાલતા ચાલતા તેઓ એક મેદાન જેવી ખુલ્લી જગ્યામાં આવી જાય છે. તેમને નવાઈ લાગે છે કે આટલા ગીચ જંગલમાં આવી ખુલી જગ્યા કેવી રીતે છે? ત્યાં અચાનક બહુ બધા ગીધ તેમની ઉપર મંડરાવા લાગે છે. જે ધીરે ધીરે નીચે આવવા લાગે છે. બધા ડરી જાય છે.

ગોની પોતાની ડાંગ થી તેમને મારવા લાગે છે. ત્યાં ઝુકીલા તેને રોકી લે છે.

આ માણસખાવ ગીધ છે. એ માણસને જીવતા ખાઈ જાય છે. મને ખબર છે આમના થી કેવી રીતે બચવું.

ત્યાં શિવે પૂછ્યું, માણસખાવ ગીધ? મેં આવું ક્યારેય નથી સાંભળ્યું.

ત્યાં ગોની એ બૂમ પાડી શિવ સંભાળ. ને શિવ નીચે નમી ગયો. એક ગીધ તેના વાળ ખેંચી ને ઉડી ગયું.

હા તમે સાચવો હું જોવું છું. ઝુકીલા એ તેના થેલામાં થી એક પાવડર કાઢ્યો અને તે પેલા ગીધો પર ફેંક્યો. આવું તેણે બે ત્રણવાર કર્યું. એટલે પેલા ગીધો ત્યાં થી ઉડી ગયા.

ગોની એ ગીધો ના ગયા પછી પૂછ્યું આ શુ હતું? એ કેવી રીતે ભાગી ગયા?

આ મારા દાદા એ બનાવેલ દવા છે. આ ગીધો
ઘણીવાર ખાવાનું શોધતા અમારા કબીલમાં આવી જાય છે. ત્યારે અમે આ પાવડર નાંખી તેમને ભગાડી દઈએ છીએ.

શિવ સારું થયું આને લઈ આવ્યા. નહીંતો આજે આપણે મરેલા જ હતા.

હા ગોની બચી ગયા. ધન્યવાદ ઝુકીલા તે બચાવી લીધા. તું તો કામની વ્યક્તિ છે.

કઈ નહિ તમે પણ મને બચાવી હતી ને. એ લોકો આગળ ચાલવાનું ચાલુ રાખે છે.

ઝુકીલા જંગલ ની બહાર ના લોકો તમને બહુ ક્રૂર માને છે. સાંભળ્યું છે કે જે કોઈ માણસ જંગલની અંદર આવે છે તે ક્યારેય જીવતો પાછો બહાર આવતો નથી.

હા અમે લોકો તેને ખાઈ જઈએ છીએ, પછી તે જોર જોર થી હસવા લાગે છે.

ગોની અને શિવ તેને જોવા લાગે છે.

શિવ અમે માણસ ખાવ નથી. તમે જેમ ગીધ જોયા તેમ બીજું પણ ગણું અજુકતું આ જંગલમાં છે. બહારની દુનિયાના લોકો અહીં શોધખોળ કરવા આવે છે. ને પછી આવી રીતે કોઈ નો શિકાર બની જાય છે. અમુક લોકો ભૂખ અને તરસ થી મરી જાય છે. ઘણીવાર અમને કોઈ કોઈ માણસ જીવતો મળી જાય તો અમે તેને અમારા કબીલામાં લઈ જઈને એની મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એ અમને એવી હાલતમાં મળ્યો હોય કે તે બચી શકતો નથી. મારા દાદા પૂજારી તો છે જ પણ એક સારા ઔષધકાર પણ છે.

તો પછી તમે લોકો ક્યારેય કેમ આ જંગલની બહાર જતા નથી? શિવે પૂછ્યું.

દાદા કહે છે કે બહારના લોકો બહુ લાલચી છે. એ લોકો દુનિયાદારી માં ખૂબ ચાલક છે. ને અમે લોકો હજુ ખૂબ ભોળા છીએ. અમે તેમને સમજી ના શકીએ. ને જો આ લોકો જંગલમાં આવી જાય તો જંગલની સંપત્તિનો નાશ કરી દેશે. એટલે અમે લોકો જંગલની બહાર જતાં નથી.

ખૂબ સરસ. જે લોકો ને તમે ઓળખતા નથી તેને તમે લાલચી કહો છો, ગોની બોલ્યો.

હા કેમકે તમે લોકો પણ અમને ઓળખતા નથી છતાં પણ અમને ક્રૂર કહો છો.

એ એટલા માટે કે તમે જે લોકો જંગલમાં આવે તેને જીવતા બહાર આવવા દેતા નથી, ગોની બોલ્યો.

હા કેમકે અમે તેમને ખાઈ જઈએ છીએ. અમારી પાસે ખાવા નથી ને એટલે સમજ્યો, ઝુકીલા બોલી.

ઝુકીલા અને ગોની ચડસા ચડસી માં આવી ગયા.

શાંત શાંત ભેરુઓ શાંત. આ લડવા નો સમય નથી, શિવે બન્ને ને શાંત પાડતાં કહ્યું.

એવું તું આ ને કહે, ઝુકીલા બોલી. પણ ગોની એ કોઈ જવાબ ના આપ્યો.

રાત થવા લાગી હતી. અંધારું જામવા લાગ્યું હતું. એ લોકો એક ઘટાદાર વૃક્ષ ની નીચે રોકાઈ ગયા.

ઝુકીલા એ આજુબાજુમાં થી થોડા લાકડા ભેગા કરી સળગાવ્યા. ને ગોનીએ ઝાડની મોટી ડાળીઓ ભેગી કરી રાખી જેથી પુરી રાત આગ જલાવી શકાય.

એ લોકો પોતાની પાસે નું ભાતું ખોલી ને ખાધું. ને પછી આરામ કરવા લાગ્યા. શિવ ને વિચારોમાં ખોવાયેલો જોઈ,

શિવ તે શિવાલી ને કહ્યું કે તું એને પ્રેમ કરે છે? ઝુકીલા એ પૂછ્યું.

ના મેં એને એવું કહ્યું નથી. ને એણે પણ મને કઈ કહ્યું નથી.

ને જો તું સમરસેન નહિ હોય તો? તને તારો પાછલો જન્મ યાદ ના આવ્યો તો?

તો શુ ઝુકીલા કઈ નહિ હું તો શિવાલી ને પ્રેમ કરતો રહીશ. ત્યાં અચાનક બહુ બધા ચામાચીડિયા એક સાથે ઉડતા ઉડતા એમની તરફ આવવા લાગ્યા. શિવ એકદમ ઉભો થઈ ગયો. ઝુકીલા અને ગોની ઝાડ ની ડાળીઓ લઈ ને તેમને ભગાડવા લાગ્યા. પણ તેઓ જતાં નહોતા.

ગોની આના થી બચવું મુશ્કેલ છે. તું એક કામ કર આગ ને વધુ પ્રજ્વલિત કર. આગ ના પ્રકાશ થી તે જતાં રહેશે. ને શિવે પછી ઝાડ ની ડાળી ગોની પાસે થી લઈ પોતે ચામાચીડિયા ને ઉડાડવા લાગે છે.

ગોની ડાળીઓ ભેગી કરી આગ ને વધુ તેજ કરે છે પણ આ ચમાચીડિયા જતાં નથી.

ત્યાં શિવે બૂમ પાડી, ઝુકીલા, ગોની આ જશે એવું લાગતું નથી. તમે બન્ને અહીં મારી પાસે આવો. ને પછી શિવે અઘોરી એ આપેલું ઓઢણ કાઢ્યું. ને ત્રણેય જણ એ ઓઢણ નીચે સંતાય ગયા.

થોડીવારમાં ચમાચીડિયાઓ નો અવાજ ઓછો થવા લાગ્યો અને પછી ધીરે ધીરે બંધ થઈ ગયો.

મને લાગે છે કે એ ગયા. હું બહાર જઇ જોવું છું એટલું કહી શિવ ઓઢણ માં થી બહાર આવ્યો અને ચારેબાજુ જોવા લાગ્યો. હવે ચામાચીડિયા ત્યાં થી જતા રહ્યા હતાં.

શિવે જ્યાં બધા ઓઢણ ઓઢી બેઠા હતા તે તરફ જોયું. પણ ત્યાં એને કોઈ દેખાયું નહિ. તે ગભરાય ગયો. ચારેબાજુ જોવા લાગ્યો. ને પછી ગોની, ઝુકીલા એમ બુમો પાડવા લાગ્યો. તો ગોની ઓઢણ માં થી બહાર આવ્યો.

શુ થયું? કેમ બુમો પાડે છે?

તમે લોકો ક્યાં ગયા હતા?

અરે, અહીં તો હતા કહેતા ગોની એ ઓઢણ તરફ હાથ કર્યો પણ ત્યાં કોઈ હતું નહિ. તે ગભરાય ગયો ઝુકીલા ક્યાં છે? ઝુકીલા.

ત્યાં ઝુકીલા ઓઢણ હટાવી બહાર આવી. શુ થયું?

શિવ અને ગોની તેને જોઈ રહ્યા. પછી શિવે પેલું ઓઢણ લીધું અને ફરી ઝુકીલા પર નાખ્યું તો ઝુકીલા દેખાતી બંધ થઈ ગઈ અને ઓઢણ પણ.

શિવે કહ્યું ઝુકીલા બહાર આવ એટલે તે ઓઢણ કાઢી બહાર આવી. શિવ અને ગોની બન્ને આશ્ચર્યજનક રીતે એકબીજા ને જોવા લાગ્યા. પણ હજુ ઝુકીલા અસમંજસમાં હતી. શુ થયું? કેમ આમ આંખો ફાડી ને જોયા કરો છો?

ત્યાં ગોની એ ઓઢણ શિવ પર નાખ્યું તો શિવ દેખાતો બંધ થઈ ગયો. ઝુકીલા ડરી ગઈ. પછી શિવ ઓઢણ હટાવી બહાર આવ્યો.

શિવ અને ગોની ખુશ થઈ ને હસવા લાગ્યા. એટલે ઝુકીલા એ પૂછ્યું પણ શુ થયું? કેમ આમ ગાંડા ની જેમ કરો છો?

ત્યાં ગોની બોલ્યો ઓ પાગલ આ ઓઢણ જાદુઈ છે. જે તેને ઓઢે છે તે દેખાતું બંધ થઈ જાય છે. ને એણે ફરી ઓઢણ શિવ પર નાખ્યું અને કાઢ્યું. ઝુકીલા તો આશ્ચર્ય થી જોઈ જ રહી.

એટલે અઘોરીબાબા એ મને કહ્યું હતું કે શિવ જરૂર પડે તો જ ઉપયોગ કરજે. હવે મને એમની વાત સમજાઈ.

ત્રણેય જણ ખુશ થતાં સુઈ ગયા.

આ બાજુ સવારમાં પુની દોડતી દોડતી રમાબેનના રૂમમાં આવી, ભાભી ગુરુમાં અને તમારા મોટાભાઈ આવી ગયા.

શુ વાત કરે છે પુની એટલું બોલતા રમાબેન તેમને મળવા દોડ્યા. મોટાભાઈ ને જોતાજ રમાબેન તેમને પકડી રડવા લાગ્યા.

શાંત થઈ જા રમા. સૌ સારાવાના થઈ જશે. જો ગુરુમાં આવી ગયા છે, મોટાભાઈ બોલ્યા.

રમાબેન શાંત થયા અને ગુરુમાં ને પગે લાગ્યા. ગુરુમાં જુઓ ને આ બધું શુ થઈ ગયું? મારી શિવાલી? ત્યાં ફરી રમાબેન રડવા લાગ્યા.

શાંત રમા. શિવાલી ને કઈ નહિ થાય. તમને ભગવાન પર ભરોસો છે ને? ગુરુમાં એ પૂછ્યું.

હા મા, એટલે તો હજુ આશા છે. માં તમે મારી શિવાલીને બચાવી લો.

રમા એ કામ સહેલું નથી. પણ હું તને કહું છું ને કે શિવાલી ને કઈ નહિ થાય. તે સહીસલામત પાછી આવી જશે.

રમાવહુ ધીરજ રાખો. જુઓ ગુરુમાં દૂર થી આવ્યા છે એમને થોડો આરામ કરવા દો, ગૌરીબા એ કહ્યું.

જી બા. આવો ગુરુમાં. પછી પુની અને રમાબેન ગુરુમાં ને એમના રૂમમાં લઈ ગયા.

બધા ને હવે એક નવી આશા બધાંય હતી શિવાલી ના પાછા આવવાની.


ક્રમશ...................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED