Shivali - 10 books and stories free download online pdf in Gujarati

શિવાલી ભાગ 10

પંડિતજી હાર તૈયાર છે તમે શિવજી ને ચડાવી દો.

હા, લાવો દીકરા. ને આ ફૂલ તારા માટે જન્મદિવસ ની શુભકામનાઓ. ભગવાન ભોળાનાથ તને ખૂબ સુખી રાખે.

ધન્યવાદ પંડિતજી.

બધા શિવરાત્રી ની ઉજવણી ખૂબ ધૂમધામ થી કરી રહ્યા છે. ધર્મશાળામાં બધાજ ભક્તો માટે જમવાનું ચાલે છે. દૂર દૂર થી લોકો ભગવાન ભોળાનાથ ના દર્શને આવ્યા છે. ચારેતરફ બમ બમ ભોલે નો ગર્જનાદ છે.

ત્યાં એક અજીબ ઘટના ઘટી. શિવાલી ભગવાન ભોળાનાથ ને ચડાવવા થાળ લઈ ને જતી હતી એ થાળ પર અચાનક એક ઘાયલ કબૂતર આકાશમાં થી થાળ માં પડ્યું. ને એના લોહી નીતરતા શરીર ના લોહી થી થાળ ખરડાઈ ગયો. ને અચાનક બનેલી ઘટના થી શિવાલી ના હાથ માં થી થાળ છટકી ગયો. ને શિવાલી મંડપ માટે બાંધેલા બામ્બુ સાથે અથડાઈ ને નીચે પડવા જતી હતી ત્યાં રમાબેને તેને પકડી લીધી. ને એક મોટી દુર્ઘટના ટળી ગઈ જો શિવાલી નીચે પડી હોત તો નીચે પડેલા પથ્થર એને વાગી જતા. પ્રસાદ નો થાળ નીચે પડી ગયો ને અપશુકન થઈ ગયા.

પણ પંડિતજી એ બધું સંભાળી લીધું. આ ઘટના થી પંડિતજી અને રાઘવભાઈ બન્ને અસમંજસ માં પડી ગયા. પણ ઉત્સવ માં લાગી ગયા.

રાઘવભાઈ બધું પતી ગયા પછી પંડિતજી પાસે જાય છે.

પંડિતજી ૐ નમઃ શિવાય.

ૐ નમઃ શિવાય રાઘવભાઈ. ઉત્સવ ખૂબ સારી રીતે પતી ગયો નહિ.

હા પંડિતજી ખૂબ જ સારી રીતે.

પંડિતજી આજે શિવાલી સોળ વર્ષ ની થઈ ગઈ. એની કુંડળી પ્રમાણે આ વર્ષે એના જીવનમાં સમસ્યાઓ આવશે. ને આજે જે થયું તે કદાચ......

રાઘવભાઈ તમે ચિંતા ના કરો સૌ સારું થશે. ભોળાનાથ છે ને પછી શુ ચિંતા.

એ સાચું પણ.......

રાઘવભાઈ વિધિના લેખ કોઈ બદલી શક્યું નથી. જે નસીબમાં લખાયેલું હોય તે થાય જ છે. પણ ભક્તિ અને સારા કર્મો માણસને એમાં થી નીકળવા નો માર્ગ સુજાડી દે છે. તમે નિરાંતે ઘરે જાવ.

જી પંડિતજી ૐ નમઃ શિવાય.

ૐ નમઃ શિવાય. રાઘવભાઈ તો ચાલવા લાગે છે પણ પંડિતજી તો હજુ પણ ત્યાં જ છે વિચારો ના વમળમાં. કેમકે એમને તો શિવાલી નું ભૂત અને ભવિષ્ય બન્ને ખબર છે.

થોડા દિવસ પછી રાઘવભાઈ ઉતાવળે ઉતાવળે ગૌરીબા પાસે આવે છે.

બા દેવગઢ થી સમાચાર આવ્યા છે ચારુમાસી ના દીકરા ની વહુ ભાનુભાભી હવે નથી રહ્યા.

અરે શુ વાત કરે છે રાઘવ શુ થયું ભાનુંવહુ ને આમ અચાનક?

બા એતો કઈ ખબર નથી પણ ચારુમાસી એકલા થઈ ગયા.

રાઘવ તું જલ્દી મારી જવાની વ્યવસ્થા કર હું અને પુની હમણાં જ દેવગઢ માટે નીકળી એ છીએ.

હા બા તમે તૈયારી કરો હું વ્યવસ્થા કરું છું.

શિવાલી એ જયારે આ જાણ્યું તો એ પણ દેવગઢ જવા તૈયાર થઈ ગઈ.

જુઓ રમાવહુ તમે અહીં બધું જોઈ લેજો. હું થોડા દિવસ ચારુ સાથે રોકાય જઈશ.

બા તમે અહીંની બિલકુલ ચિંતા ના કરતા. ચારુમાસી ને સાચવજો. ને રમણભાઈ અને શિવ ને પણ જોજો.

હા રમાવહુ તમે ચિંતા ના કરતા.

કહેવાય છે કે ભાગ્ય માણસ ને ત્યાં લઈ જ જાય છે જ્યાં તેનું મોત, મુશ્કેલીઓ અને ખુશીઓ તેની રાહ જોતી હોય છે. ને આ એ સમય છે જ્યાં શિવાલી નું ભાગ્ય તેના ભવિષ્યના નિર્માણ માટે તેને લઈ જઇ રહ્યું છે. આ એજ દેવગઢ છે જ્યાં શિવાલી નો પાછલો જન્મ તેની રાહ જોઈ રહ્યો છે. તેની જીંદગી નો એ સમય હવે ચાલુ થઈ રહ્યો છે જેમાં એનું અસ્તિત્વ તેની પાસે પોતાના પાછલા જન્મ ની અધૂરપ પુરી કરાવશે.

ચારુ શુ થઈ ગયું આ?

ગૌરી જો ભાનુવહુ મને છોડી ને ચાલ્યા ગયા. અમારો વિચાર પણ ના કર્યો.

ચારુ તું શાંત થઈ જા જેવી ભોળાનાથ ની ઇચ્છા. તું આમ ઢીલી થઈ જઈશ તો રમણ અને શિવ ને કોણ સંભાળશે. હવે તારે જ એ લોકો ને સંભાળવાના છે.

ગૌરીમાસી કેમ છો? રમણભાઈ એ આશીર્વાદ લેતા પૂછ્યું.

સારું છે દીકરા. તું કેમ છે? ને શિવ ક્યાં છે?

સારું છે માસી. શિવ બહાર ગયો છે.

સારું સારું જો જે થવાનું હતું તે થઈ ગયું. પણ હવે તારે શિવ ને સાચવવા નો છે સમજ્યો?

હા માસી. તમે બેસો હું આવું. રમણભાઈ ત્યાં થી ચાલ્યા જાય છે. ગૌરીબા ચારુબેન પાસે બેસે છે અને નોકર શિવાલી અને પુનીબેન ને બીજા રૂમમાં લઈ જાય છે.

પુનીમાસી ચારુબા ખૂબ દુઃખી લાગે છે નહીં?

હા દીકરા હવે આ બધું એમને જોવાનું. હજુ શિવના લગ્ન પણ બાકી છે. ભાનુવહુ શિવ ને પરણાવવા રોકાય જતા તો સારું.

કઈ નહિ પુનીમાસી ભોળાનાથ બધું સારું કરી દેશે. ને આપણે ચારુબા ને અને બીજા લોકો ને સંભાળી લઈશું.

હા દીકરા દુઃખમાં સગા તો સહારો હોય છે. ચાલ તું સામાન સરખો કરી દે હું બા ની પાસે જાવ.

હા જાવ તમે. શિવાલી પોતાના રૂમને ચોતરફથી જોવા લાગી. રૂમ ખૂબ સુંદર હતો અને એક ઝરોખો પણ હતો. જ્યાં થી ખુલ્લું આકાશ અને દેવગઢ ના સુંદર પહાડો દેખાતા હતા. બહાર નું વાતાવરણ ખૂબ રમણીય હતું.

એક અત્યંત સોહામણો અને ઘાટીલો ઉંચો યુવાન ઘરમાં પ્રવેશે છે.

અરે શિવ તું આવી ગયો? આ જો ગૌરીબા આવ્યા છે.

શિવ ગૌરીબા નો આશીર્વાદ લે છે. ખૂબ મોટો થઈ ગયો.

બા હું બાપુ પાસે જઇ ને આવું. શિવ રમણભાઈ ને મળવા જાય છે.

ચારુ શિવ મોટો થઈ ગયો. ભાનુવહુ એને પરણવા પણ ના રોકાયા?

જો ને ગૌરી એક તો દીકરો હતો એનો. એનો સંસાર જોવા પણ ના રોકાય.

માસી ચાલો જમી લો, રમણભાઈ બોલ્યા. બા તમે પણ ચાલો.

ચાલો, રમણ તું શિવ ને બોલાવી લે અને પુની તું શિવાલી ને બોલાવી લે. એ બન્ને તો હજુ મળ્યા પણ નહિ હોય.

હા ચારુમાસી બોલાવી લઉં. પણ એટલામાં શિવાલી રસોઈ મા થી નીકળી. ચાલો બધા ખાવાનું તૈયાર છે.

અરે શિવાલી તું રસોઈમાં શુ કરતી હતી?

ચારુદાદી હું તો મહારાજ ને મદદ કરતી હતી.

બહુ ડાહી મારી દીકરી. એટલા માં શિવ આવ્યો. એતો શિવાલી ને જોઇ ને અટકી ગયો.

ગૌરીબા એ જોયું એટલે એ બોલ્યા શિવ આ શિવાલી છે. રાઘવ અને રમા ની દીકરી. તારે એનું ધ્યાન રાખવાનું છે.

ને શિવાલી આ શિવ છે.

બન્ને ની નજરો એકબીજા ને મળી અને ઝૂકી ગઈ.

બધાએ સાથે બેસી ભોજન કર્યું. પણ શિવ ની નજર વારે વારે શિવાલી ને અપલક જોઈ લેતી હતી.

ભાનુબેન ની મરણોત્તર ક્રિયાઓ બધી પતી ગઈ પછી ઘરમાં અવરજવર ઓછી થઈ ગઈ. ગૌરીબા એ ચારુબેન ને સારી રીતે સંભાળી લીધા. ને શિવાલી એ ઘરના કામો બરાબર સંભાળી લીધા.

શિવ તું શિવાલી ને આપણું દેવગઢ બતાવી લાવજે. એ ઘરમાં મુંઝાતી હશે, રમણભાઈ એ શિવ ને કહ્યું.

હા બાપુ હું એને બતાવી લાવીશ. આટલા દિવસ થી શિવ શિવાલી ને જ્યારે મોકો મળે ત્યારે જોઈ લેતો. શિવાલી તેના મનમાં વસી ગઈ હતી. રાત્રે પણ તે એના જ વિચારો માં ખોવાયેલો રહેતો. તે કોઈ ને કોઈ રીતે તેની પાસે જવા નો પ્રયત્ન કરતો ને આજે સામે થી મોકો મળી ગયો. તે આ મોકો ખોવા નહોતો માંગતો. એ તરત જ શિવાલી પાસે ગયો.

શિવાલી બાપુ એ તમને દેવગઢ બતાવવા નું કહ્યું છે. તો ક્યારે જવું છે?

જ્યારે તમે લઈ જાવ.

તો કાલે જઈએ?

હા પણ મારે દાદી ને પૂછવું પડશે. ત્યાં પાછળ થી ગૌરીબા બોલ્યા, શિવાલી તું આવી ત્યારની કામમાં લાગી ગઈ છે. થોડું બહાર ફરી આવ. ને શિવ તું એને કાલે લઈ જજે.

જી બા હું લઈ જઈશ. એટલું બોલી શિવ જતો રહ્યો.

દાદી હું બહાર જઈશ તો.......

કેમ ઘરમાં કામ નહિ થાય? ચારુબેન બોલ્યા.

ના દાદી પણ ફરવાનું તો ક્યારે પણ થઈ શકે.

ને કામ પણ થતું રહે. આવી છે તો અમારું દેવગઢ જોઈ લે. ઘણું બધું જોવાનું છે દેવગઢમાં. રાજાઓ નો ઇતિહાસ છે દેવગઢમાં.

સારું દાદી હું કાલે જોઈ આવીશ. પણ સૌ થી પહેલા મારે શિવ મંદિર જવું છે.

સારું હું શિવ ને કહી દઈશ કે તને પહેલા શિવ મંદિર લઈ જાય, ચારુબેન બોલ્યા.

ક્રમશ..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED