શિવાલી ભાગ 9 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવાલી ભાગ 9

ઘંટળી ના મધુર રણકાર જેવો અવાજ પાછળ થી આવ્યો, તમે લોકો એને હેરાન ના કરો. એને વાગ્યું છે એટલે એ ઉદ્યમ મચાવે છે.

રાજકુમાર સમરસેને અવાજ ની દિશા માં જોયું તો એક અતિ સુંદર નાજુક નમણી નવ્યોવના ઘોડા પર સ્ફૂર્તિ થી આવી રહી હતી. 

તમે લોકો એને હેરાન ના કરો. એ તકલીફ માં છે. તમે છોડો એને, બોલતા બોલતા એ યૌવના ઘોડા ની નજીક આવી ગઈ.

સમરસેને ઘોડા તરફ જોયું તો ઘોડાના પગ માં થી લોહી નીકળતું હતું.

બધા સૈનિકો ચારે બાજુ થી ઘોડાને ઘેરી વળ્યાં હતા. તે યૌવના ઘોડા પર થી ઉતરી ને પેલા ઘાયલ ઘોડા તરફ ગઈ. તેણે પોતાનો હાથ ઘોડાની પીઠ પર ફેરવ્યો અને તેને પુચકારવા લાગી. ઘોડો શાંત થવા લાગ્યો અને નીચે બેસી ગયો. એ યૌવનાએ ઘોડાના પગ ને ઉંચો કરી તેમાં થી ખીલ કાઢી દીધી. ઘોડો એકદમ શાંત થઈ ગયો. તેણે એના ઘા પર પાંદડા નો લેપ લગાવી દીધો. 

એ યૌવના એટલે સેનાપતિ ભારમલ ની દીકરી કનકસુંદરી.

રાજકુમાર તો તેને જોતો જ રહી ગયો. એટલામાં કનકસુંદરી તેની નજીક આવી ને બોલી,

રાજકુમાર લાગો છો? ઘોડા ને ચલાવતા આવડે છે તો તેની તકલીફ ને સમજતા શીખો. કોઈ પણ જાનવર તકલીફમાં હોય તો ઉદ્યમ જ મચાવે. એટલું બોલી તે ચાલી ગઈ. પણ એ સમરસેનનું ચેન પણ લેતી ગઈ.

આ સમયે રાજકુમારી ચન્દ્રપ્રભા પણ ત્યાં જ હતી. એણે રાજકુમાર સમરસેન ને જોયો. ને તે એને ગમી ગયો. તેણે તેની સાથે લગ્ન કરવાનું વિચારી લીધું.

રાજકુમાર સમરસેને કનકસુંદરી ની બધી માહિતી મેળવી લીધી. ને પોતાના પ્રેમનો પ્રસ્તાવ મોકલી આપ્યો. 

કનકસુંદરી એ વાત થી બિલકુલ અજાણ હતી કે આ પ્રેમ પ્રસ્તાવ તેના જીવનનો અંત બનશે.

વાર્ષિક ઉત્સવ પછી સમરસેન પોતાના રાજ્યમાં પાછો જતો રહ્યો. પણ એનો અને કનકસુંદરી નો પ્રેમસંબંધ બંધાય ગયો. તે કનકસુંદરી ને મળવા આવ્યા કરતો હતો.

જ્યારે આ વાત ની જાણ રાજકુમારી ચન્દ્રપ્રભાને થઈ તો તેનો ગુસ્સો ભડકી ઉઠ્યો. તે ગુસ્સા ની મારી ધ્રુજવા લાગી. તેણે કનકસુંદરી ને બંધી બનાવી લીધી. ને તેને યાતનાઓ આપવા લાગી. તે સમયે રાજા ઉંદયસિંહ રાજ્ય ની બહાર હતા. ને સેનાપતિ ભારમલ પણ તેમની સાથે ગયા હતા.

જ્યારે સમરસેન ને કનકસુંદરી ને બંધી બનાવી છે તે ખબર પડી એટલે તે એને છોડવા માટે આવી ગયો. પણ ચન્દ્રપ્રભાના પહેરાને તોડી કનકસુંદરીને છોડાવી ખૂબ મુશ્કેલ હતું. તે ચન્દ્રપ્રભાના વિશે બધું જાણતો હતો. તેણે શાઉલ ને શોધવાનું ચાલુ કર્યું કેમકે તે જાણતો હતો કે શાઉલ રાજકુમારી ને કાબુમાં કરી શકે તેમ હતો.

કહે છે ને કે સાચા મન થી કરેલા કોઈપણ કામમાં ભગવાન પણ મદદ કરે છે. હવે રાજકુમારીના પાપ નો ઘડો ભરાય ગયો હતો. રાજકુમારે સોનગઢના જંગલોમાં થી શાઉલને શોધી કાઢ્યો. એણે પોતાની વ્યથા શાઉલ ને જણાવી તેની મદદ માંગી. 

શાઉલ રાજકુમારી ચન્દ્રપ્રભાને પ્રેમ કરતો હતો ને તેનો પ્રેમ સાચો હતો. તે રાજકુમારી ને પાપથી મુક્ત કરવા માંગતો હતો. તે ઇચ્છતો હતો કે રાજકુમારી પાપ છોડી ને એક સારી જીંદગી જીવે. તે સમરસેન ને મદદ કરવા તૈયાર થઈ ગયો. આટલા સમયમાં શાઉલે પોતાની શક્તિઓ વધારી દીધી હતી. 

શાઉલ અને સમરસેન દેવગઢ આવી ગયા. જયારે રાજકુમારી ચન્દ્રપ્રભા ને આ વાત ની જાણ થઈ તો એ ડરી ગઈ. તે જાણતી હતી કે શાઉલ ની શક્તિઓ તેની શક્તિ પર હાવી થઈ શકે છે. તેણે સમાધાન કરવાની ચાલ ચલી તેણે સમરસેન અને શાઉલ ને રાજમહેલ બોલાવ્યા. 

પણ શાઉલ ચન્દ્રપ્રભા ને જાણતો હતો. તેને આ સમાધાન પાછળ કોઈ ચાલ હોય શકે તેવુ લાગતું હતું. ને એટલે તે પુરી તૈયારી સાથે રાજમહેલમાં આવ્યો હતો. 

રાજકુમારી ચન્દ્રપ્રભા એ કનકસુંદરીને છોડી મુકવાનું નાટક કર્યું અને પછી જ્યારે એ લોકો મહેલની બહાર નીકળતા હતા ત્યારે રાજકુમારી ચન્દ્રપ્રભા એ ત્રણેય ને પોતાની મંત્ર શક્તિ થી બાંધી દીધાં. એલોકો એ ખૂબ કોશિષ કરી પણ એ મહેલમાં થી બહાર નીકળી શક્યા નહિ. 

જ્યારે રાજકુમારી ચન્દ્રપ્રભા સમરસેન અને કનકસુંદરી ને મારવા આવી ત્યારે શાઉલે પોતાની શક્તિ થી રાજકુમારી ની શક્તિ ને નષ્ટ કરી દીધી. રાજકુમારી અને શાઉલ વચ્ચે શક્તિઓ ને લઈ ને ધ્વંદ્ધ યુદ્ધ થયું. પણ રાજકુમારી સમરસેન અને કનકસુંદરીને મારવામાં સફળ થઈ ગઈ. એ જોઈને શાઉલ ક્રોધિત થઈ ગયો અને એણે પોતાની સર્વે શક્તિ અને તપના બળે રાજકુમારીને એક રૂમમાં કેદ કરી દીધી. ને પોતાની મંત્ર શક્તિ થી એ રૂમ બંધ કરી દીધો. ને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યાં રાજકુમારી મૃત્યુ પામી.

જ્યારે બધાને આ વાત જાણ થઈ તો બધા ખુશ થઈ ગયા. રાજકુમારીના અંત થી પ્રજા આનંદિત થઈ ગઈ. રાજા ઉંદયસિંહ પોતાની દીકરીના અંત થી દુઃખી હતા. પણ એ ખુશ હતા કે હવે તેમનું રાજ્ય મુશ્કેલીઓ માં થી મુક્ત થઈ ગયું.

કનકસુંદરી અને સમરસેન સામાન્ય માણસો હતા. એમની પાસે કોઈ શક્તિઓ નહિ હતી પણ એમનો પ્રેમ સાચો હતો. તેઓ ખરા હૃદય થી એકબીજા ને સમર્પિત હતા. પણ તેઓ એક બીજાને પામી ના શક્યા. તેમનો પ્રેમ અધુરો રહી ગયો. 

શાઉલ રાજકુમારીના મોત થી આઘાત પામ્યો હતો તે વધારે ના જીવી શક્યો. 

જ્યારે અઘોરી ભૃગુ ને આ વાત ની જાણ થઈ ત્યારે તેઓ ચન્દ્રપ્રભા ના આત્મા ની શાંતિ માટે મહેલ આવ્યા. તેઓ જ્યાં રાજકુમારી ચન્દ્રપ્રભા ને કેદ કરી હતી તે રૂમ ને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ તેને ખોલી ના શક્યા. જ્યારે તેમણે ધ્યાન લગાવ્યું ત્યારે ખબર પડી કે જે શક્તિનો ઉપયોગ શાઉલે રાજકુમારી માટે કર્યો હતો તેનો કોઈ ઉપાય તેમની પાસે નહોતો. ને રાજકુમારી મૃત્યુ જરૂર પામી હતી પણ એનો આત્મા મોક્ષ પામ્યો નહોતો. જ્યાં સુધી સમરસેન અને કનકસુંદરી નું મિલન નહિ થાય ત્યાં સુધી રાજકુમારી ચન્દ્રપ્રભા ની મુક્તિ શક્ય નહોતી. અઘોરી ભૃગુ આ વાત થી વિચલિત થઈ ગયા કે જેને જન્મ આપવાનું એ નિમિત્ત બન્યા હતા તે આટલી ક્રૂર અને પાપી હતી. એમણે એજ સમયે પોતાના અઘોરી સમાજની શક્તિઓ ને મંત્ર શક્તિ થી બાંધી દીધી. ને જ્યાં સુધી સમરસેન અને કનકસુંદરી ફરી જન્મ લઈને આ પૃથ્વી પર આવશે ત્યારે અઘોરીઓ ની શક્તિ જાગૃત થઈ શકશે અને તેમના મિલન થી અઘોરીઓ એ શક્તિનો ઉપયોગ કરી શકશે.

ત્યાં પંડિતજી એ પૂછ્યું તમને આ બધું કેવી રીતે ખબર?

અઘોરી એ જવાબ. આપ્યો હું એ અઘોરી ભૃગુનો શિષ્ય છું. અમારો સમાજ વર્ષો થી સમરસેન અને કનકસુંદરીના પુનર્જન્મ ની રાહ જોઈ રહ્યો છે. અમારી શક્તિઓ પાછી મેળવવા માટે.

તો તમે શિવાલી ના અડવા થી ડગી કેમ ગયા?

કેમકે શિવાલી એ કનકસુંદરી નો પુનર્જન્મ છે. શિવાલીના જન્મ થી જે સમીકરણો ત્યારે રોકાય ગયા હતા તે હવે જાગૃત થઈ જશે. 

એટલે કે કનકસુંદરી નો જન્મ થયો છે તો સમરસેન નો જન્મ પણ ક્યાંક થયો હશે એમજ ને?

હા પંડિતજી એનો પણ પુનર્જન્મ થયો હશે.

તો હવે આગળ શુ થશે?

તમે કહ્યું તેમ શિવાલી સોળ વર્ષ ની થશે ત્યારે સંકટ આવશે.

તો ત્યાં સુધી?

જેમ ભોળાનાથ રાખે તેમ, પણ જો બની શકે તો શિવાલી ને બમ ભોળા ની સાચી સાધના કરતા શીખવજો. એને એક સાચી ભક્ત બનાવજો જેથી તે આવનાર સંકટ નો સામનો કરી શકે. આટલું કહી અઘોરી ચાલવા લાગ્યો. પંડિતજી ને હવે શિવાલી નું ભવિષ્ય સ્પષ્ટ દેખાતું હતું. એ પણ ત્યાં થી નીકળી મંદિર તરફ આવવા નીકળ્યા.

બધું સારી રીતે પતી ગયું પછી ચારુબેન પણ પોતાના ઘરે ચાલ્યા ગયા. જનકભાઈ પોતાના પરિવાર સાથે શહેરમાં ધંધા માટે ચાલ્યા ગયા. ભરતભાઇ પોતાના પરિવાર સાથે બીજા શહેરમાં રહેવા ગયા. હવેલીમાં રાઘવભાઈ નો પરિવાર ગૌરીબા સાથે રહેતો હતો. પુની હંમેશ ના માટે રમાબેન સાથે રહી ગઈ. એ હવે શિવાલી ને મોટી કરવામાં રમાબેન ને મદદ કરતી હતી. રાઘવભાઈ પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા. ને સમય પોતાની ચાલે ચાલવા લાગ્યો. શિવાલી મોટી થવા લાગી. તે ખૂબ હોશિયાર અને ચપળ હતી. તે ભગવાન શિવ ની ભક્ત હતી. તે પૂજા પાઠ ને ધાર્મિક વિધિઓ ને ખૂબ મન લગાવી કરતી. તે મંદિરમાં પંડિતજી પાસે બેસી ભગવાન શિવ ની વાતો સાંભળતી. પંડિતજી તેને ધર્મ નું જ્ઞાન આપતા હતા. તેઓ તેને ભવિષ્યમાં આવનાર સમસ્યા માટે તૈયાર કરવા લાગ્યા. એમણે અઘોરી વાળી વાત કોઈને કરી નહોતી.

શુ થયું રાઘવ કેમ આજે ઉદાસ છે? કોઈ તકલીફ છે?

ના બા કોઈ તકલીફ નથી. બધું બરાબર છે.

તો પછી આમ ઉદાસ કેમ લાગે છે? શિવાલી વિશે વિચારે છે?

હા બા કાલે શિવાલી સોળ વર્ષ ની થઈ જશે.

હા તો? બેટા દીકરી છે દિવસે નહિ વધે એટલી રાત્રે વધશે. નાની થોડી રહેવાની છે?

હા બા મોટી તો થવાની જ છે. પણ સમય કેટલો જલ્દી વીતી ગયો. ને જુઓ બા કાલે શિવરાત્રી છે અને તેની જન્મ ની તારીખ પણ.
  
હા, દીકરા શિવાલી ના જન્મની તારીખ અને શિવરાત્રી એક સાથે છે. નસીબદાર છે મારી દીકરી.

અરે તમે લોકો અહીં શુ કરો છો? કાલ ની તૈયારી નથી કરવી, રમાબેન બોલ્યા.

હા રમાવહુ કાલે તો મારી લાડલી અને મારા ભોળાનાથ નો દિવસ છે. કોઈ કમી ના રહેવી જોઈએ.

બા તમે ચિંતા ના કરો. કોઈ કમી નહિ રહે.

પણ રમાવહુ મારી લાડલી છે ક્યાં?

બીજે ક્યાં હોય બા? મંદિરમાં પંડિતજી સાથે શિવરાત્રીની તૈયારી કરી રહી છે.

રાઘવ આ છોકરી સાધ્વી ના થઈ જાય. મને તો એના લક્ષણ આજ ની છોકરીઓ જેવા નથી લાગતા.

બા શુ તમે પણ હજુ એ નાની છે. 

હા રમાવહુ નાની છે પણ એટલી નાની નહીં કે ....

બા દીકરી છે. કાલે એના ઘરે જતી રહેશે. પછી તો .... રમાબેન ની આંખમાં આંસુ આવી ગયા.

રમાવહુ આંસુ સાચવો એની જરૂર પડશે. 

શુ રમા તું આ બધું લઈ ને બેસી ગઈ. ચાલ હવે કઈ કામ કરીએ.

રાઘવભાઈ અને રમાબેન ચાલવા લાગ્યા ને ગૌરીબા એમને જતાં જોઈ રહ્યા.

અરે અરે જરા સંભાળો હમણાં પડી જતાં.

અરે દીકરા તું છે પછી કેવી રીતે પડી જતી. 

શુ પુનીમાસી તમે તો ધ્યાન જ નથી રાખતા.

શિવાલી તારી પુનીમાસી ની હવે ઉંમર થઈ ગઈ છે એમને થોડો આરામ આપ.

પંડિતજી હું ક્યાં એમને હેરાન કરું છું એજ નથી માનતા.

હા પંડિતજી શિવાલી તો મને ના જ પાડે છે, પણ હું એની વાત નથી સાંભળતી.

પુનીબેન શિવાલી છે જ એટલી સરળ કે તેની સાથે રહેવાનું મન થાય. ભગવાન ભોળાનાથ ની લાડલી છે.

હા પંડિતજી. શિવાલી દીકરા હવે ઘરે જઈએ? ખૂબ મોડું થઈ ગયું છે. ને સવારે વહેલા આવવું પડશે ને?

હા માસી ચાલો. પંડિતજી હું સવારે વહેલી આવી જઈશ અને શિવજી ના હાર હું જ બનાવીશ.

હા શિવાલી તું જ બનાવજે પણ હમણાં તું ઘરે જા.

જી પંડિતજી ૐ નમઃ શિવાય.

ૐ નમઃ શિવાય.

મા મા ક્યાં છો તમે? મને ભૂખ લાગી છે?

તો આવી ગયા તમે? તને ત્યાં તારા શિવજી એ જમવાનું ના આપ્યું?

મા આપ્યું તું પણ મેં ના ખાધું. મને થયું કે હું ત્યાં ખાઈ લઈશ તો પછી અહીં કોણ ખાશે? 

ખૂબ સરસ વાતો કરવાનું તો તારી પાસે જ શીખવાનું.

હા તો શીખી લો હું તમને સરસ સરસ વાતો શીખવીશ.

અને મને પણ થોડી શીખવી દેજે તો આ ઘડપણ માં થોડું મીઠું મીઠું બોલું.

અરે દાદી તમે તો એમ પણ મીઠા છો વધુ મીઠું બોલશો તો મધુપ્રમેહ થઈ જશે.

જો જો રાઘવ આ તારી લાડલી સાંભળ્યું શુ બોલી?

હા બા સાંભળ્યું. ને તું શિવાલી કેમ આવું બોલે છે?

બાપુ દાદી મીઠી તો છે હવે વધુ મીઠા થવાની એમને શુ જરૂર છે?

હા હવે ચાલો જમીલો બધા, રમાબેને ટકોર કરી એટલે બધા જમવા બેસી ગયા.

બાપુ કાલે મંદિરમાં શિવજી ના હાર હું બનાવાની છું.

સરસ દીકરા પણ કાલે તારો જન્મદિવસ છે એ તને યાદ છે કે નહિ?

યાદ છે બાપુ. આટલા વર્ષોમાં પહેલીવાર મારો અને શિવજી નો દિવસ એક સાથે આવ્યો છે. હું તો ખૂબ ખુશ છું.

મા કાલે આપણે ધર્મશાળામાં બધાને જમાળીશું ને?

હા શિવાલી એની બધી તૈયારી થઈ ગઈ છે.

દાદી કાલે વહેલા મંદિર જવાનું છે તમે આવશો?

ના હું તો રમા અને રાઘવ સાથે આવીશ. તું તારે જજે પુની સાથે.

સારું દાદી. 

આ બધી ચર્ચા માં રાઘવભાઈ શરીર થી હાજર હતા પણ એમનું મન ક્યાંક બીજે જ હતું. એતો પંડિતજી ની ભવિષ્યવાણી વિશે વિચારતા હતા. હે ભોળાનાથ મારી દીકરી ની રક્ષા કરજે. 


ક્રમશ.................