મુહૂર્ત - (પ્રકરણ 25)

મારી આંખો ખુલી ત્યારે હું એક બેડ પર સુતો હતો. મારી પાંસળીઓ સાથે એક વાદળી રંગનું નાનકડું મશીન લાગેલુ હતું. મારો અંદાજ સાચો હતો એ લોખંડના રોડથી મારી પાંસળીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને શ્વાસ ઉરછવાસની ક્રિયામાં મદદ માટે એ મેડીકલ ડીવાઈઝ મારી પાંસળીઓ સાથે લગાવવા આવ્યું હતું. મારા કોલેપ્સડ લગ્સને એ મશીનની મદદ સાથે પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સૌથી સીરીયસ ઈજાઓ મારા માથાના ભાગે થઈ હતી. મારી પીઠમાં પણ ફેકચર થયું હતું એમ મને ડોક્ટર કહે તો મને નવાઈ થાય એમ ન હતી. પણ કદાચ હું લકી હતો કે હું એક નાગ હતો. મારામાં દર્દ સહન કરવાની શક્તિ એક સામાન્ય માનવ કરતા અનેક ગણી હતી એટલે જ કદાચ હું ફરી આંખો ખોલી શક્યો હતો નહિતર એ ઈજાઓ પછી માણસ બીજી દુનિયામાં જ આંખો ખોલે.

મેં આસપાસ નજર ફેરવી. હું પૂછવા માંગતો હતો કે નયના ક્યા છે? વિવેક ક્યા છે? મને એની બહુ ફિકર થઇ પણ હું બોલી શક્યો નહિ. હજુ સુધી મારામાં બોલી શકવાની શક્તિ ન હતી કેમકે મેં નંબર નાઈન સાથે મુકાબલો કર્યો હતો જેનામાં મારા કરતા અનેક ગણી શક્તિ હતી. કોઈ વ્યક્તિનું હૃદય એના એક વારથી જ કામ કરતુ બંધ થઇ જાય તો એ સામાન્ય કહી શકાય એટલી શક્તિ એનામાં હતી. એ જાદુઈ ગોલ્ડન યાર્ન વગર એને કોઈ જાદુગર પણ જીતી શકે તેમ ન હતો.

“રાઈટ નાઉ..” મને ડોકટરનો અવાજ સંભળાયો ત્યારે મને અંદાજ આવ્યો કે હું આઈ. સી. યુ.માં છું એટલે જ મારી આસપાસ નયના કે કોઈ નાગ ન હતા.

શું વિવેક પણ આઈ. સી. યુ.માં હશે?

મારી પાસે એ જાણવાનો કોઈ રસ્તો ન હતો. મેં મો ખોલવાનો પ્રયાસ કર્યો જેથી હું કઈક બોલી શકું પણ એ માત્ર ત્યારે જ ખુલ્યું જયારે મારી બાજુમાં ઉભેલ ડોકટરે મારા મોમાં એક ટ્યુબ દાખલ કરવા માટે એના મોજા પહેરેલ હાથથી ખોલ્યું.

ડોકટરે એ પાઈપ મારા શરીરમાં અનાજ કે લીક્વીડ દાખલ કરવા માટે જ દાખલ કરી હતી. જો મારી તૂટેલી પાંસળી બહાર કાઢવા માટે એ પાઈપ દાખલ કરવામાં આવી હોત તો એ પાઈપ મેટલની હોત અને કમ-સે-કમ મને બેભાન કરવામાં આવ્યો હોત.

“એને આટલા જખમ લાગ્યા છે છતાં એના શરીરમાંથી લોહીનું પ્રમાણ ઓછું કેમ થયું નથી.?” એક ડોકટરનો અવાજ મને સંભળાયો. એ બધા મને બેભાન સમજીને વાત કરતા હશે તેવું મને લાગ્યું.

“મને પણ એ જ નથી સમજાતું કોઈ બીજુ આની જગ્યાએ હોત તો એના માટે અનેક બોટલ લોહી મેળવવા માટે બ્લડ બેંકને ફોન લગાવવા પડ્યા હોત.” મેં એના સહાયક ડોક્ટરનો અવાજ સાંભળ્યો.

થેંક ગોડ! એ લોકો મને લોહી ચડાવવાના ન હતા કેમકે મારા શરીરને માત્ર કોઈ નાગનું જ લોહી કામ આવી શકે એમ હતું.

ડોક્ટર અને એના સહાયક વચ્ચે એ વાતચીત આગળ ચાલી કે કેમ...? એ જાણવા હું ભાનમાં રહી શક્યો નહિ. વિવેકનું શું થયું છે અને નયના ક્યા છે એ જાણ્યા વિના જ ફરી હું બેહોશ થઇ ગયો.

                                       *

બીજી વાર જયારે મારી આંખ ખુલી ત્યારે હું એ નાનકડા રૂમમાં ન હતો. હું એક મોટા હોલમાં હતો જ્યાં મારી આસપાસ અનેક બેડ હતા. ડોકટરે મને આઈ.સી.યુ. માંથી જનરલ વોર્ડમાં સિફટ કર્યો હતો એનો અર્થ એ હતો હું ખતરા બહાર હતો. જોકે હજુ હું ઉભા થઇ શકવાની હાલતમાં ન હતો. હું બોલી શકું છું કે કેમ એ ચકાસવા મેં આંખો ખોલ્યા વગર જ બોલવાનો પ્રયાસ કર્યો. મારા મોમાંથી પહેલો શબ્દ વિવેક નીકળ્યો. હા, મને નયના કરતા પણ વિવેક પહેલા યાદ આવ્યો. પ્રેમ કરતા મિત્રતા હૃદયમાં વધુ ઊંડાણ સુધી ચાલી જતી હશે એમ મને લાગ્યું પણ મારા મોમાંથી નીકળેલ એ શબ્દનો પ્રતિભાવ તો મારા પ્રેમે જ આપ્યો.

“વિવેક અહી જ છે તારા બાજુના બેડ પર એ બિલકુલ સલામત છે.” મને નયનાના શબ્દો સંભળાયા. એ શબ્દો મારા માટે કેટલા હુંફાળા અને રાહત આપનારા હતા એ હું કહી શકું તેમ નથી. કોઈ લેખક મારી એ સમયની લાગણીને લખી કે દર્શાવી શકે એમ નથી. મને પોતાને પણ સમજાયુ નહી મને કઈ વાતથી વધુ ખુશી થઇ હતી નયનાનો અવાજ સાંભળવાથી કે વિવેક સલામત છે એ સમાચારની.?

મેં આંખો ખોલી. હું આંખો ખોલવામાં સફળ રહ્યો. નયના મારા બેડ પર મારી બાજુમાં બેઠી હતી. હું મૃત્યુને નજીકથી જોઇને આવ્યો હતો એટલે એ પ્રશ્નો પૂછવાની મશીન પર્ત્યે અપાર પ્રેમ ઉભરી આવ્યો. હું એને ગળે લગાવવા ઈચ્છતો હતો પણ હું ન કરી શક્યો કેમકે મારી તૂટેલી પાંસળીઓ મને એમ કરવાની પરવાનગી આપે તેમ ન હતી.

મેં બાજુના બેડ પર નજર કરી. વિવેક બેડના માથાના ભાગ તરફ ઓશિકું ભીડાવી સુતો હતો. એ સુતો નહિ અર્ધો બેઠો હોય એમ લાગ્યું. એ મારી તરફ જોઈને હસ્યો. મેં હસવાનો પ્રયાસ કર્યો. હું સફળ થયો. હું હસી શક્યો. હું પાગલ થઈ ગયો હતો. જો હું બોલવામાં સફળ રહ્યો હોઉં તો હસવામાં કેમ સફળ ન રહું પણ એ મને પછી યાદ આવ્યું કે હાસ્ય પહેલા હું બોલ્યો પણ હતો. મારા માથામાં પણ ઈજા થઇ હતી એની એ અસર હતી કે નયના મારી બાજુમાં હતી એની એ અસર હતી હું નક્કી કરી શક્યો નહિ.

“અમે અહી કઈ રીતે પહોચ્યા..?” મેં સવાલ કર્યો. મને પોતાને જ ખબર ન હતી કે મેં એ સવાલ નયનાને કર્યો હતો કે વિવેકને પૂછ્યો હતો.

“સેજલ... એ તમને ભેડા ઘાટ પર એકલા મુકવા તૈયાર ન હતી. એ ભેડા ઘાટ પર પાછી ફરવા જીદ કરતી હતી..” તે બોલી ત્યાજ મારા પાછળના ભાગે ઉભેલી સેજલે વચ્ચે જ કહ્યું, “એ જુઠ્ઠું બોલી રહી છે. હું નિયમ કે પ્લાનને તોડું એમાંની નથી પણ નયના માટે તારા કરતા એ પ્લાન મહત્વનો ન હતો એ કોઈ પણ સંજોગોમાં તને લીધા વિના ટ્રેનમાં બેસવા તૈયાર ન થઈ.”

“હા.. સેજલ સાચી છે લવર બોય જલ્દી ઠીક થઈ જા આપણે જેશલમેર એક ફિલ્મનું શુટિંગ કરવા જવાનું છે. તું, હું અને વિવેક.. નવું મુવી છે મને તારો બોસ બનવા દે...” શ્લોકે હસીને કહ્યું.

એ બધા મારી આસપાસ ટોળે વળ્યા હતા અને મને અંદાજ પણ ન હતો. અલબત મારા ધ્યાનમાં જ ન આવ્યું કે એ હોસ્પીટલના જનરલ રૂમ માત્ર બે જ દર્દીઓ હતા એક હું અને એક વિવેક બાકી તો એ મારી કાળજી લેવા વાળા નાગ અને જાદુગરોથી જ ભરાયેલ હતું.

“આટલા બધા રીલેટીવને અંદર આવવા કોણે દીધા.? તમે અમને કોઈ સસ્તી હોસ્પીટલમાં તો નથી લાવ્યા ને..?” મેં હસીને પૂછ્યું.

“ના, આ સસ્તી હોસ્પિટલ નથી..” વિવેકે કહ્યું.

“તો?” મેં પૂછ્યું.

“મફતની હોસ્પિટલ છે. જાદુગરો માટેની સ્પેસીઅલ વરસોથી બંધ પડી હતી. આપણા માટે ખોલાવી છે. ક્યારેક કોઈ શો દરમિયાન કોઈ જાદુગરને ચોટ વાગી જાય ત્યારે અહી લાવવામાં આવે છે.” વિવેકે કહ્યું.

“ઓહ! નો! હવે જીવનભર આ જાદુગરોની હોટલ અને હોસ્પિટલ પીછો નહિ છોડે.” મેં નયના તરફ જોઈ કહ્યું.

“હા, જલ્દી ઠીક થઇ જા હજુ તો આપણે દિલ્હીમાં વિવેકના એક શોમાં એન્ટ્રી મારવા જવાનું છે.” નયનાએ કહ્યું.

“શું દિલ્હીમાં મારો શો..?” વિવેકે ચોકીને પૂછ્યું, “મારો શો છે અને મને જ ખબર નથી?”

“કેમ તને ભાભીએ નથી કહ્યું..?” નયનાએ પૂછ્યું.

“હવે આ ભાભી કોણ..?” વિવેક માટે એ બીજો શોક હતો.

“વૈશાલી.. બીજું કોણ તારી એ ફેન તારા પાછળ પાગલ થઇ ગઈ છે. મેં એને વચન આપ્યું છે કે તમે ગુજરાતથી પાછા આવો ત્યારે ફરી એકવાર અમારી કોલેજમાં વિવેક શો કરશે અને તારા સામે પ્રેમનો ઇજહાર પણ કરશે..”

“તે શું વચન આપ્યું છે તને ખબર છે..?” વિવેક માટે વળી એ એક શોક હતો.

“કેમ..? તારે પરણવાનું નથી..? મારા અને નયના માટે ભાભી નહિ લાવે?”  એ અવાજ મારા માટે પરિચિત ન હતો.

“રશ્મી...તું ક્યારે આવી..? તને કોણે કહ્યું?”

“તું બે દિવસથી બેભાન હતો ત્યારે રશ્મી રશ્મી બબડતો હતો એટલે મેં બોલાવી..” નયના એ કહ્યું.

“દુઃખમાં હોય ત્યારે જ બહેન યાદ આવે છે?” રશ્મિએ કહ્યું અને મારી સામે જોયું, “તું પણ લવર-બોય ઊંઘમાં તો મમ્મી મમ્મી જ બબડતો હતો.. તારી મમ્મી પણ બહાર વેઈટીગ રૂમમાં છે અને તારા પપ્પા પણ... તું ક્યારે હોશમાં આવે એની રાહ જોઈ રહ્યા છે.. હમણાં જ બોલાવી લાવું એમને.”

હું કાઈ જવાબ આપું એ પહેલા રશ્મી વેઈટીગ રૂમ તરફ ધસી ગઈ.

દુનિયા જે માનતી હોય તે માને પણ અમે કરી બતાવ્યું હતું. મેં અને વિવેકે સાબિત કરી બતાવ્યું હતું કે ભાગ્યની રેખાઓ હથેળીઓમાં નથી હોતી. એ આપણા હાથમાં હોય છે. એને આપણે ચાહીએ તો બદલી શકીએ છીએ. મારા ભાગ્યમાં કોઈ એક વ્યક્તિનો પ્રેમ પણ લખાયેલો ન હતો અને મારી આસપાસ ગણી પણ ન શકાય એટલા મને ચાહવા વાળા ઉભા હતા, મારા મમ્મી પપ્પા, મારો પ્રેમ નયના, મારા મિત્રો વિવેક, શ્લોક, અંશ અને નીકુલ. પ્રિયંકા, સેજલ અને વિવેકની બહેન રશ્મી જેવી મને ચાહનારી બહેનો મારી પાસે દુનિયામાં સૌથી મોટો પરિવાર હતો.

મને લાગ્યું કે મેં અમારા સ્ટારમાં જે ફોલ્ટ હતો તે રિફોર્મ કરી નાખ્યો છે. મેં અમારા જન્મના સિતારાઓની ભૂલ સુધારી નાખી હતી પણ હું એ બાબતે અજાણ હતો કે સિતારામાં કયારેય ભૂલ હોતી જ નથી. ભૂલ તો મારા અને નયનામાં હતી. અમે કોઈ એવી ભૂલ કરી હતી જે માફીને લાયક નહોતી. એ ભૂલ જે અમને નાગલોકના રાજા ઇયાવસુનો શ્રાપ અપાવી ગઈ હતી.

એક ભયાનક શ્રાપ જેના લીધે અમે ન માત્ર આ જન્મે કે આગળના જન્મે જ પણ તેનાથી પહેલાના અનેક જન્મોમાં આ રીતે જ ભટકતા લડતા રહ્યા હતા અને મર્યા હતા. પણ એ વચ્ચેના જન્મોમાં વિવેક જન્મ્યો ન હતો. ઈશ્વર જાણે કેમ પણ વિવેક માત્ર મારી સાથે બે જન્મોમાં જ જન્મ્યો હતો એક આ જન્મે અને એ સિવાય લગભગ ૩૦૦ વર્ષ પહેલા....! જોકે હજુ સુધી મને ખબર ન હતી કે વિવેક કોણ છે ? ૩૦૦ વર્ષ પહેલાનો ઈતિહાસ શું હતો ? અને આ નાગપુર, આ ભેડાઘાટ, આ જંગલ, આ વિવેક, આ વૈશાલી, આ નયના સાથેના મારા સબંધોના મૂળ ક્યાંથી આવ્યા તે હું જાણતો ન હતો. હું સ્વસ્તિક વિશે કઈ જાણતો ન હતો. અલબત્ત મને ત્યારે એ હોસ્પિટલના ખાટલા ઉપર આંખો બીડીને એમ જ લાગ્યું હતું કે હવે અમારા જીવનમાં કશુજ ખરાબ થવાનું નથી... પણ...

***  

નમસ્કાર મિત્રો. અહીં નાગમણી સિરીઝનો બીજો ભાગ મુહૂર્ત પૂરો થાય છે. આવતી કાલથી ભાગ 3 એટલે કે સ્વસ્તિક શરૂ થશે. 

વિકી ત્રિવેદી ( 97 25 35 85 02 ) 

ફેસબુક : Vicky trivedi 

ઇન્સ્ટાગ્રામ : author_vicky 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Pilu Patel 4 અઠવાડિયા પહેલા

Verified icon

Mukesh 1 માસ પહેલા

Verified icon

Anjan 1 માસ પહેલા

Verified icon

Sheetal 1 માસ પહેલા

Verified icon

bhakti thanki 1 માસ પહેલા