મુહૂર્ત (પ્રકરણ 7) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુહૂર્ત (પ્રકરણ 7)

હોટલ મેજિક સર્કલ જાદુગરોના રહેવા માટેની જ જગ્યા હોય એવું તેના નામ પરથી દેખાઈ આવતું હતું. તે બે માળની હોટલ મુંબઈ શહેરના હૃદય જેવા મલાડ વિસ્તારમાં હતી. તેનાથી ત્રણેક બ્લોક દુર બીજી એવી જ હોટલ હતી જેનું નામ પણ મેજીકથી શરુ થતું હતું. આસપાસ ઘણી હોટલો હતી પણ વિવેકના પપ્પાએ અમારા માટે મેજિક સર્કલમાં રૂમ બૂક કરાવ્યો હતો. અમારે એ હોટલમાં રોકાવાનું હતું એટલે અમે બીજી હોટલો તરફ ખાસ ધ્યાન ન આપ્યું.

બહારથી એ હોટલ સામાન્ય અને ટુ સ્ટાર દેખાતી હતી. વિવેકે કાર હોટલના પાર્કિંગ લોટમાં પુલ ઓફ કરી. અમે અમેઝ્માંથી બહાર આવ્યા. મેં હોટલની સામે તરફ લગાવેલ હોર્ડીન્ગ્સ તરફ નજર કરી એના પર કોઈ હિન્દી ફિલ્મની જાહેરાત લાગેલ હતી એ કોઈ નાગ નાગિનની પ્રેમ કહાની રજુ કરતુ ફિલ્મ હતું. એના નીચે નાના અક્ષરોમાં નાગલોક લખેલ હતું. કેટલું અજીબ હતું લોકો નાગની પ્રેમ કહાની જોવા અને સાંભળવાનું એટલું પસંદ કરે છે તો બીજી તરફ કેટલાક લોકો નાગ નાગિનના જાની દુશ્મન બની તેમને એકબીજાથી દુર કરવાનું પસંદ કરે છે. માનવ કઈ રીતનું પ્રાણી છે એ મને ક્યારેય ન સમજાયું. તેના એક પાસાને જોઈ કોઈ પૂર્વધારણા બાંધીએ ત્યાં એનું બીજુ પાસુ જોવા મળે જે તેના પહેલા પાસા કરતા એકદમ વિરોધી કે અલગ હોય છે.

તત્વજ્ઞાનની ભાષામાં કહું તો માનવ એક સત્યતા ફલન લક્ષી વિધાન જેવો છે જેનું સત્યતા મુલ્ય એના આધાર વિધાનોની સત્યતાને આધારે નક્કી કરી શકાય છે છતાં મોટાભાગે એ વિધાનની રૂપ પરાયત કે તાદેવાર્થકને બદલે સ્વવ્યાઘાતી મળતું હોય છે.

અમે હોટલમાં દાખલ થયા અને લોબીમાં પ્રવેશતા એ સામાન્ય હોટલ હતી એવી મારી ગલાતફેમી દુર થઇ ગઈ. એ સામાન્ય હોટલ નહોતી. એની દીવાલો પર ઇટાલિયન માર્બલ લાગેલા હતા અને ફર્શ મોઘી ટાઈલ્સોથી સજાવેલી હતી.

લોબીમાંના ચાઇનીઝ ડેસ્ક પર હિન્દીભાષી વ્યક્તિ બેઠો હતો. એના હાથમાં હિન્દી દૈનિકના આધારે મેં અંદાજ લગાવ્યો કે એ વ્યક્તિ હિન્દી ભાષી હશે બાકી હોટલમાં તમને મરાઠી વ્યક્તિ ડેસ્ક પાછળ જોવા મળે એવું ખાસ બને.

“વુડ યુ લાઈક અ રૂમ ફોર ટુનાઈટ?” એ હિન્દી ભાષી લાગતા કલાર્કે અમને સીધુ અંગ્રેજીમાં પૂછ્યું. કદાચ જાદુગરો અંગ્રેજી ભાષા વધુ વાપરતા હશે. મને થયું.

“વી હેવ ઓલરેડી બૂકડ...” વિવેકે એને એક સ્મિત આપી કહ્યું.

“એઝ...?”

“વિવેક...”

“રૂમ ફોર મિસ્ટર વિવેક... સીધા જ હોલ તરફ ચાલ્યા જાવ. ડાબી તરફનો ત્રીજો રૂમ... શું તમારી પાસે લગેઝ છે?” એણે પૂછ્યું.

“લગેઝ હવે આવશે.. એક ફ્રેન્ડ એ લઈને આવી રહ્યો છે.”

હું હજુ શું જવાબ આપવો એ વિચારી રહ્યો હતો એટલામાં વિવેકે જવાબ પણ આપી દીધો હતો. વિવેક એકદમ હાજર જવાબી હતો.

“કોઈ ચીજની જરૂર હોય તો મને કહેજો.” કલાર્કે ફોર્માલીટી બતાવી.

“ઓહ! થેન્ક્સ.” વિવેકે ટૂંકો જવાબ આપ્યો.

“હું અહી ડેસ્ક પર ન હોઉં તો જસ્ટ આસ્ક ફોર માયા. એ તમારી ચેમ્બર મેઈડ છે.” અમે ડેસ્ક તરફ પીઠ ફેરવી એ પહેલા કલાર્કે કહ્યું.

“ઓકે. વી વિલ કીપ ઈટ ઇન માઈન્ડ. થેન્ક્સ અગેઈન.”

વિવેક જ એને જવાબ આપ્યે જતો હતો. કદાચ એ હોટલમાં પહેલા પણ રોકાયો હતો અને બધા નિયમો જાણતો હતો કે પછી એ કોઈ કોડ ભાષામાં એની સાથે વાત કરતો હતો મને સમજાયુ નહી.

અમે હોલ-વે તરફ ગયા.

“હોટલ અંદરથી તો સારી છે તો એમણે આઉટ લુક કેમ સુધર્યો નથી..?” નયનાએ વિવેકને પૂછ્યું.

“તારે એમને થેન્ક્સ કહેવું જોઈએ કે એમણે હજુ આઉટલુક સુધાર્યો નથી.” વિવેકે રૂમની ચાવી ગોળ ફેરવતા કહ્યું. એ ચાવીને પણ કોઈ બાળક સ્પિનર ફેરવે તેમ ફેરવતો હતો. એના મગજમાં હમેશા જાદુ જ રહેતું હતું.

“કેમ..?” નયનાએ ટૂંકો પ્રશ્ન કર્યો.

“હોટલ બહારથી સુંદર નથી એટલે જ એ આપણને એક સલામત છત પૂરી પાડી શકે છે.” વિવેકે હસીને કહ્યું.

અમે રૂમ નંબર ત્રણ પહોચ્યા. વિવેકે દરવાજો અનલોક કર્યો અને અમે અંદર દાખલ થયા.

“ત્રણ જાણ વચ્ચે એક જ રૂમ!” નયનાએ અંદર દાખલ થતા જ ઉદગાર વાક્ય ઉચ્ચાર્યું.

“રૂમ નહિ હોલ.” વિવેકે એટીકમાં છુપાયેલ ખુફિયા દરવાજો સ્લાઈડ કરી ખસેડ્યો. એ દરવાજાની પાછળ એક મોટો હોલ હતો જેમાં ચાર જેટલા ફોર બાય ફોરની સાઈઝના બેડ હતા અને બે ત્રણ સોફા-ચેર પણ ગોઠવેલ હતી.

“ખુફિયા ચેમ્બર તો સાંભળ્યું હતું પણ ખુફિયા હોલ?” નયનાએ પોતાની નવાઈ વ્યક્ત કરી.

“આ સ્થળ જાદુગરો માટેનું છે અહી બધું અલગ જ હોય છે. અને એટલે જ આપણા માટે આ એક સલામત છત છે.” વિવેકે સમજાવ્યું.

“આર યુ સ્યોર ધીસ પ્લેસ ઈઝ અ ગુડ આઈડિયા?” નયનાએ પૂછ્યું. કદાચ હજુ એને મારી સલામતીની ચિંતા હતી.

હું અને નયના રમ્પ્લડ બેડકવરવાળા બે ટ્વીન બેડ પર ગોઠવાયા. વિવેક સામેના ભાગે ચેર પર ગોઠવાયો. તેની બાજુમાં સ્કેટરડ ડેસ્ક આરામ કરી રહ્યું હતું. વિવેકે પોતાના જીન્સ પોકેટમાંથી કેટલીક ચીજો કાઢીને એ ડેસ્કના ડ્રોઅરમાં રેસ્ટ કરવા સરકાવી.

“પડદા કેટલા ડસ્ટી છે?” નયના ઉભી થઇ પડદા પરની ધૂળ ખંખેરવા લાગી. એ આવતાની સાથે જ કામે લાગી ગઈ.

“આપણે અહી એક રાત જ રહેવાનું છે નયના.” મેં કહ્યું.

“હા, પણ માયા મેઈડ અહી સાફ સફાઈ નહિ રાખતી હોય?” નયનાએ પૂછ્યું.

“માયા નામની કોઈ મેઈડ અહી છે જ નહી...” અમારી વાત વચ્ચે જ વિવેકે ચોકાવનારી વાત કહી.

“તો?” મેં અને નયનાએ એકસાથે પૂછ્યું.

“માયા એ સામેની કોફી શોપની ઓનરનું નામ છે અને માયા આપણી કેબીન મેઈડન છે એમ કલાર્કે કહ્યું એનો અર્થ એ હતો કે સવારે ત્યાની કોફી શોપમાં જ ચા કોફી માટે જવું કેમકે તે સૌથી સલામત સ્થળ છે.” વિવેકે કહ્યું.

“અહી આવનાર દરેક જાદુગર આવી સાવધાની રાખે છે કે આપણું જીવન જોખમમાં છે માટે આપણે જ આ બધી સાવધાની રાખીએ છીએ.” નયનાએ પૂછ્યું.

“જાદુગરનું જીવન હમેશા જોખમમાં જ હોય છે. તેના હરીફ જાદુગરોમાંથી કોણ ક્યારે તેને મારી નાખવાનો પ્રયાસ કરે તે નક્કી નથી હોતું. મોટાભાગના જાદુગરોને ઝેર આપીને મારી નાખવામાં આવે છે એટલે ચા અને કોફી પણ તેમને યોગ્ય અને સલામત સ્થળે પીવી પડે છે. જાદુગરનું જીવન હમેશા એક સામાન્ય માણસથી અલગ હોય છે.” કહી તે ઉભો થયો, “હવે હું એક કોલ કરી લઉં દિલ્હીમાં આપણું સ્વાગત કરવા માટે કોઈ તો હોવું જ જોઈએ ને.”

“હા, કેમ નહિ.” નયનાએ કહ્યું, “પણ ધ્યાન રાખજે એ સ્વાગત કરનાર ફ્રેન્ડ કિંજલ જેવી ન નીકળે.”

“સી ઈઝ જેન્યુઇન... આમ પણ મારા માટે મરતી છોકરી મને મારી તો ન જ શકે.” વિવેકે કહ્યું.

“મીન્સ આર યુ ઇન લવ વિથ ઈચ અધર?” નયના ખુશીથી ઉછળી પડી.

“ના, મારી કેટલીય ફેન છે જે મને ચાહે છે એનો અર્થ એ નથી કે એ બધાને લવ કરું.” વિવેકે કહ્યું.

“કેમ તારા માટે કોઈ ખાસ આવવની છે? કેમ તું પ્રેમ ન કરી શકે?” નયના જરા ચિડાઈ.

“કોઈ એવું દેખાવું તો જોઈએ જેને જોઇને હૃદયમાં બિન વાગવા લાગે અને મન એ બીનના તાલ સાથે નાચવા લાગે.” વિવેક ખૂણામાં ટેબલ તરફ ગયો, “હવે કોલ કરી લઉં પછી આરામથી તારા પ્રશ્નોના જવાબ આપીશ.”

નયના નાગલોકની કોઈ રાજકુમારી હોય અને વિવેક તેનો અંગરક્ષક હોય તેમ તેના દરેક પ્રશ્નનો જવાબ શાંતિપૂર્વક આપતો હતો. સાચે જ વિવેક અમારો અંગરક્ષક હતો.

વિવેકે ટેલીફોન હાથમાં લઇ ખિસ્સામાંથી એક કાર્ડ બહાર નીકાળ્યું. કાર્ડમાં જોઈ કોઈ નબર ડાયલ કર્યો.

“વૈશાલી... વૈશાલી મેહરા.”

વિવેકે સામે જેના સાથે વાત કરવી હતી એ જ વ્યક્તિ હતું એ જાણી રાહતનો શ્વાસ લીધો, “હાય! વૈશાલી.. આઈ એમ વિવેક... આઈ એમ સોરી ટુ બોધર યુ, બટ માય ફ્રેન્ડ એન્ડ આઈ નીડ યોર હેલ્પ. ટુમોરો વી વિલ બી એટ યોર સીટી એન્ડ નો વન ધેર ટુ રીસીવ અસ ફ્રોમ એરપોર્ટ.”

“આઈ એમ વેરી ગ્લેડ યુ કોલ્ડ મી વિવેક. મને ખુશી છે કે તે મને કોલ કર્યો. યુ કેન રિલેક્ષ. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું તમને રીસીવ કરવા એરપોર્ટ પહોચી જઈશ.” સામે છેડેથી વૈશાલીએ કહ્યું.

“થેન્ક્સ.”

“કમ ઓન નો સોરી નો થેન્ક્સ ઇન ફ્રેન્ડશીપ.. જસ્ટ ટેલમી વિચ એરપોર્ટ..” વૈશાલીનો અવાજ ટેલીફોનમાં સંભળાતો હતો એ પરથી લાગ્યું એ છોકરીનો અવાજ ઉંચો હશે, કદાચ છોકરી પણ. ત્યારે અમને કોઈને ખબર નહોતી કે આ વૈશાલી પણ જન્મો જન્મથી જોડાયેલી છે.

“દિલ્હી ઇન્ટરનેશનલ.”

“ઓ.કે. આઈ વીલ બી ધેર વિથ ઓલ ઓફ યોર ફેન.” વૈશાલીએ કહ્યું અને કનેકશન કપાઈ ગયું.

વિવેકે રીસીવરને ફરી તેના સ્થાન પર ગોઠવ્યું અને પોતે પણ એ જ વિયરી ચેર પર આવી ગોઠવાયો.

“હવે ઊંઘવું છે કે આખી રાત આમ જ બેસી રહેવું છે?” મેં વિવેકને ફરી સોફા ચેર પર બેસતા જોઈ પૂછ્યું.

“કેમ તમારે જમવું નથી? કોઈને ભૂખ જ નથી લાગતી કે શું? વિવેકે કહ્યું.

“અમે કયાં તારી જેમ જાદુગર છીએ કે એકવાર ખાધા પછી થોડાક સમયમાં ફરી ખાઈ શકીએ.. હજુ હમણા જ તો હોટલ પુષ્પાંજલિમાં જમ્યા હતા.”

“હા, પણ એ વાતને સાત કલાક થઇ ગયા છે અને જયારે આપણે રન પર હોઈએ ત્યારે સૌથી મહત્વની બાબત છે એનર્જી. વી આર ઓન ધ રન એન્ડ આઈ થીંક યુ બોથ રન વે લવર નીડ એનર્જી.” વિવેકે નયનાના પ્રશ્નના જવાબ વારાફરતી અમારા બેય તરફ જોઈ આપ્યા.

“રીયલી? વી આર રન-વે લવર?” નયના કોઈ ખુશીની વાત હોય એમ ઉછળી પડી, “હું અને કપિલ રન-વે લવર છીએ.. યુ નો વિવેક મારા ફેવરીટ બુકમાં હીરો હિરોઈન રન-વે લવર હતા.”

“હા, પણ એ પુસ્તક હતું.” મેં કહ્યું, “એ રીયલ સ્ટોરી નહોતી.”

“પુસ્તક હોય તો શું થઇ ગયું.. એમાય બધી સ્ટોરીઓ હકીકત જેવી જ હોય છે.” નયના એ દલીલ કરી, “અને ખબર છે એના પર શું લખ્યું હતું?”

“ના.”

“ધીસ ઈઝ નોટ રીયલ સ્ટોરી બીકોઝ ધીસ ઈઝ લવસ્ટોરી.” નયના હસી, “લવ સ્ટોરી કદી હકીકત જેવી ન લાગે. એમાં બધું કલ્પના જેવું હોય પણ એ તોય હકીકત હોય છે.”

“હકીકત.. પણ એ એમના મમ્મી પપ્પાથી ભાગીને રન-વે લવર બન્યા હશે એમની પાછળ આપણી જેમ શિકારી જાદુગરોની ટીમ નહિ હોય.” મને નવાઈ લાગી કોઈ વ્યક્તિ પોતે રન-વે લવર છે એ બાબતે ખુશ કઈ રીતે હોઈ શકે?

“હા, પણ...” નયના કઈક બોલવા જતી હતી પણ વિવેકે વચ્ચે જ એને અટકાવી નાખી.

“મેં તમને ઝઘડવા માટે યાદ નથી આપવ્યું કે તમે રન-વે લવર છો.. હું ડીનર મંગાવી રહ્યો છું.”

વિવેકે ફરી ટેલીફોન ટેબલ પાસે જઇ રીસીવર હાથમાં લીધું અને રૂમ સર્વિસ માટે ઇન્ટરકોમ ડાયલ કર્યો.

“રૂમ સર્વિસ...” સામે છેડેથી અવાજ સંભળાયો.

“માયાને રૂમ નબર દશમાં મોકલશો. અમારા રૂમમાં ટુવાલ નથી.. અમારે ટુવાલની જરૂર છે. અમને બધાને ઊંઘતા પહેલા નહાવાની આદત છે.” વિવેકે કહ્યું અને સામે છેડેથી કોઈ જવાબ મળે એની રાહ જોયા વિના જ રીસીવર રિપ્લેસ કરી નાખ્યું.

“તમે જાદુગરો આ બધું યાદ કઈ રીતે રાખો છો?” મેં વિવેક ફરી ચેર પર ગોઠવાયો એ સાથે જ પૂછ્યું.

“શું?”

“કઈ હોટલમાં કઈ ચીજ માટે કયો કોડ વાપરવો..” મેં પૂછ્યું.

“તમે પણ રન પર હશો તો થોડાક દિવસમાં બધું આવડી જશે.. બધાને આદત પડી જાય છે. હું પણ પપ્પા સાથે પહેલી વાર આ હોટલમાં આવ્યો ત્યારે મને કઈ જ સમજ પડી નહોતી પણ જુઓ આજે હું બધું એકલો મેનેજ કરી રહ્યો છું.”

મને લાગ્યું વિવેક સાચો છે. જરૂરિયાત શોધખોળની જનની છે. નેસેસીટી ઈઝ મધર ઓફ ઇન્વેનશન. માણસને જે ચીજની જરૂર પડે એ ચીજ માણસ શીખી લે છે. હું તો નાગ હતો મારા માટે કોઈ નવી ચીજ શીખવી ક્યારેય મુશ્કેલ ન હતી. મારામાં એક સામાન્ય માણસ કરતા હજાર ગણો આઈ-કયુ હતો. હું કેમ કોઈ ચીજ ન શીખી શકું?

થોડાક સમયમાં ડીનર ખુફિયા હોલમાં પહોચ્યુ. ડીનર આપવા આવેલ યુવતીનું નામ માયા હતું અને એ વિવેકની પરિચિત હતી. જોકે તે અમારી રૂમ મેઈડ ન હતી. તે સામેની કોફી શોપની માલિક હતી. એનો દેખાવ કોફીશોપની માલકિન કરતા એક જાદુગર યુવતી જેવો વધુ હતો. એની આંખો અને મેકઅપ એની અસલિયત છુપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. એ સો ટકા જાદુગર જ હતી.

અમે ભોજન લઈ પોતાના બેડ પર આડા પડ્યા. હું ફરી એ જ પૂર્વજન્મની યાદો વાગોળવા લાગ્યો કેમકે ભવિષ્યમાં શું થશે એ વિચારવાનો કોઈ અર્થ ન હતો.. મને ખબર હતી ભવિષ્ય કોઈ જાણી શકતું નથી. ન માનવ ન દેવતા ભગવાન પણ જયારે માનવ સ્વરૂપે જન્મ્યા હતા એમને પણ ખબર નહોતી કે એમની સાથે શું થવાનું છે.

હું તો માત્ર એક નાગ હતો હું કઈ રીતે જાણી શકું કે અમારા ભાગ્યમાં શું લખ્યું હતું..? હું પૂર્વજન્મના સંસ્મરણમાં ખોવાઈ ગયો.. એક બાદ એક ચિત્રો મારી આંખ સામે ખડા થવા લાગ્યા.

એ સામાન્ય સવાર હતી. હું મારા મનમાં અનન્યાના વિચારો સાથે જાગ્યો. ભલે દુનિયા માટે એ સામાન્ય સવાર હતી પણ મારા માટે નહી. મારા મનમાં જ્યાં અનન્યા પોતાના પરિવાર સાથે રહેતી હતી એ શિવમંદિર જવાના વિચારો દોડતા હતા.

હું ઉતાવળે તૈયાર થયો. નાહીને મેં આછું ગુલાબી શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું. ઉપર કાળી બટનવાળી સ્લીવલેશ કોટી પહેરી. ત્યારે એ જમાનામાં એવા કપડાની ફેશન હતી. અને મારા ઉપર તે વધુ ઓપતા. હા એ જન્મમાં પણ મારો ચહેરો આ જ હતો. સોનેરી જેવી ભૂરી આંખો. રેશમી થોડા લાંબા વાળ મારા ચહેરા ઉપર ફેલાયેલા રહેતા. આછી મૂછો અને દાઢી. લંબગોળ ચહેરો અને પાતળી હડપચી. અને છ ફૂટનું મજબુત શરીર. હું ગયા જન્મે પણ તદ્દન આ જ શરીર અને આ જ ચહેરા સાથે જન્મ્યો હતો.

એ દિવસે સ્ટોર પર પપ્પા જવાના હતા એટલે એ બાબતની કોઈ ફિકર નહોતી. તૈયાર થઈને હું મંદિર તરફ ગયો. જંગલના કિનારાના એ મંદિરમાં લોકોની એટલી અવરજવર રહેતી હતી કે પેઢીઓથી જંગલના રસ્તે ત્યાં ચાલીને જતા લોકીના ચાલવાને લીધે પગદંડી થઇ ગઈ હતી. કોઈ અજાણ્યા માણસને પણ મંદિર સુધી પહોચવામાં કોઈ મુશ્કેલી પડે તેમ નહોતી.

એ પગદંડી પર હું આનંદથી મંદિર તરફ જવા લાગ્યો. એ દિવસે જંગલ રોજ કરતા પણ વધુ સુંદર દેખાતું હતું. લગભગ અડધા કલાકમાં હું મંદિર પહોચ્યો. મંદિર જરાક ઉંચાઈ પર બનાવવામાં આવ્યુ હતું. ત્યાં સુધી પહોચવા માટે બે ડઝન જેટલા પથ્થરના પગથીયા હતા. પગથીયા એટલા વિશાળ હતા કે દસ બાર લોકો એના પર ચાલીને એકસાથે મંદિરના ગર્ભગૃહ સુધી જઇ શકે તેમ હતા.

મંદિરની બહારના ભાગે મોટું બીલીપત્ર અને એક પીપળાનું ઝાડ હતું. એમની કેનોપી એટલી ઘટાદાર હતી કે ત્રણ ચાર ઘોડે સવાર તેમના ઘોડાઓ સાથે એની નીચે આરામ કરી શકે તેમ હતા. એ મંદિર વરસો જુનું હતું. કહેવાતું કે ઉનાળામાં પણ એ વ્રુક્ષો નીચે ઠંડક રહેતી. એ વ્રુક્ષો મંદિર જેટલા જ જુના હતા.

હું મંદિર પહોચ્યો અને એ સાથે જ ત્યાની કુદરતી દ્રશ્યાવલી જોઇને પ્રભાવીત થઇ ગયો. ઉચ્ચ પર્વતો, ઘેરા લીલા ઝાડ અને એ ઝાડમાં ચહેકતા પક્ષીઓ.. એ મનોહર દ્રશ્ય મેં એ દિવસ પહેલા માણ્યું કેમ નહિ એનો મને અફસોસ થયો.

શિવ મંદિર બહાર કોઈના ગાવાનો આવાજ સંભળાયો. એ શબ્દો હું જાણતો હતો. એ શિવ મહિમ્ન સ્તોત્રના શબ્દો હતા. એ મધુર સ્વર આસપાસના વ્રુક્ષોની ઘટાઓમાં ચહેકતા પક્ષીઓના ગીત કરતા પણ મીઠો હતો. હું એ મીઠા અવાજની દિશામાં જવા લાગ્યો.

મંદિરની નજીકના ખડકાળ ભાગ પરથી એક નાનકડું ઝરણું વહેતુ હતું. એના છીછરા પાણી આરપાર એ ખડક પરની રેખાઓ શુદ્ધા દેખાતી હતી એટલું એ જળ નિર્મળ હતું. સમગ્ર વર્ષ દરમિયાન એ નાનકડું ઝરણું જળથી ઉભરાતું રહેતું. અનન્યા ઝરણાના કિનારે ઉભી એક તાંબાના કળશમાં સૂર્યદેવને જળ અર્પિત કરતી હતી. એના સફેદ વસ્ત્રો. એના હાથમાં રહેલ કળશમાંથી ઝરણામાં ભળી રહેલ એ સુગંધિત જળ બધુ જ અદભુત દેખાતું હતું. મારી આંખો સામે કૈલાશ માનસરોવર કે ખુદ દેવલોક ખડું થઇ ગયુ.

મેં મંદિર તરફ નજર કરી. મંદિરમાં ધાર્મિક વિધિઓ ઘડિયાળના કાંટા મુજબ થતી હોય એમ તડામાર તૈયારીઓ ચાલુ હતી. ગામના કેટલાક સ્વયં સેવકો મંદિરના પ્રાંગણની સાફ સફાઈ કરતા હતા. કેટલીક સ્ત્રીઓ ગર્ભગૃહને જળથી ધોઈને સ્વરછ કરવામાં વ્યસ્ત હતી. અનન્યાના પિતાજી મુખ્ય પંડિત હતા. તેઓ ભગવાનની મૂર્તિને જળથી નવડાવી રહ્યા હતા. એમના હાથમાંના પાત્રની હળદર ચંદન અને દુધની સુગંધ હું દુરથી પણ મહેસુસ કરી શકતો હતો.

એમની જમણી તરફ નાનકડા ઓટલા પર છાબડીમાં તાજા ફૂલો શિવના ચરણોમાં પહોચવા અધીરા બન્યા હતા. તાંબા અને પીતળના વાસણોમાં જળ ભગવાનના અભિષેક માટે રાહ જોતું હતું. મંદિરમાંથી ફૂલો અને સુગંધિત ધૂપની સુવાસ ચારે તરફ મહેકતી હતી. હું કદાચ સ્વર્ગમાં હતો.

“તમે બૂક સ્ટોર ચલાવો છો..?” અનન્યાના અવાજે મને મંદિરની સુંદરતામાંથી બહાર લાવ્યો. ના, હું પૃથ્વીલોકમાં જ હતો. એ ક્યારે મારી નજીક આવી એ મને ખ્યાલ નહોતો.

“હા... એ મારા પપ્પાનો સ્ટોર છે..” મેં કહ્યું. હું એના મધુર અવાજ અને સુંદર ચહેરાને જોઈ રહ્યો.. એની આંખો જાણે મારા પર ત્રાટક કરતી હતી.

“તમને યાદ છે મેં થોડાક દિવસો પહેલા તમારા સ્ટોર પરથી એક પુસ્તક ખરીદ્યું હતું..?” હું એ આંખોમાં એક યુગ વિતાવી આવું એ પહેલા અનન્યાએ સવાલ કર્યો.

“હા. કેમ ન હોય..? તમે તમારી બે સહેલીઓ સાથે આવ્યા હતા.” હું જવાબ આપતી વખતે પણ એ પુનમના ચાંદને જોઈ રહ્યો. એ બીજ હતી અને દિવસ હતો છતાં પુનમનો ચાંદ મારી આંખો સામે હતો.

“એ પુસ્તક બહુ જ સારું હતું.. મેં માત્ર બે દિવસમાં એને પૂરું વાંચી લીધું..”

“તમને પુસ્તક વાંચવાનો બહુ શોખ લાગે છે.”

“હા. મને પુસ્તક વાંચવાનો બહુ શોખ છે.. હું દર મહીને અમુક રકમ બચાવીને એક પુસ્તક ખરીદુ છું.”

“તમે એક કરતા વધુ પુસ્તક પણ વાંચી શકો છો.” મેં કહ્યું.

“કઈ રીતે...?” અનન્યાની આંખો જયારે નવાઈથી જરાક મોટી થઇ એનો ચહેરો ઓર સુંદર દેખાવા લાગ્યો. તે જન્મે તેનો ચહેરો પણ આ જન્મ જેવો જ હતો. લાંબા રેશમી વાળ તેણીએ ગરદનથી ફેરવીને એક તરફ લાવ્યા હતા જે તેની છાતીને અરધી ઢાંકતા હતા. તેની પાતળી ગોરી ગરદન એક તરફ ખુલ્લી દેખાતી હતી.

“તમેં મારા સ્ટોર પરથી કોઈ પણ પુસ્તક રેન્ટ પર લઇ જઇ શકો છો.. એમાં તમે એક પુસ્તકની કિંમત કરતા પણ ઓછી રકમ ખર્ચીને આખો મહિનો વાંચી શકો છો.”

“પુસ્તક રેન્ટ પર લેવાનો ચાર્જ શું છે? મારે દર મહીને કેટલા રૂપિયા ચુકવવા પડશે?” અનન્યાએ પૂછ્યું.

મારી પાસે કોઈ જવાબ નહોતો. ખરેખર તો એવી સ્કીમ અમારા શું કોઈ સ્ટોર પર હતી જ નહિ. એ તો માત્ર હું અનન્યા સાથે વાર વાર મળી શકું એ માટે મેં કહ્યું હતું.

“માત્ર દશ રૂપિયા... એ ચાર્જમાં તમે એક મહિનામાં વધુમાં વધુ દસ પુસ્તકો વાંચવા લઇ જઇ શકો છો અને એક પુસ્તક જમા કરાવ્યા પહેલા બીજું પુસ્તક આપવામાં આવતું નથી..” મેં કહ્યું. હું એવી શરતો મૂકી રહ્યો હતો જેથી એને વિશ્વાસ આવે કે હું સાચું બોલી રહ્યો છું.

“બીજી કોઈ શરત..?” એની આંખોમાં ખુશીની ચમક દેખાઈ. દશ રૂપિયામાં દશ પુસ્તક વાંચવા મળશે એ બાબતે એ ખુશ હતી. એની કીકીઓ એકદમ સોનેરી બની ગઈ. એકદમ હેઝલ - ગોલ્ડ જેવી.

“હા, તમારે પુસ્તક લેવા કે જમા કરવવા માત્ર સોમવાર બુધવાર અને શુક્રવારે જ આવવું પડે કેમકે એ શિવાયના દિવસે રેન્ટ વિભાગ બંધ હોય છે બાકીના દિવસો દરમિયાન માત્ર સેલિંગ થાય છે.” મેં કહ્યું કેમકે એ સિવાયના દિવસો દરમિયાન હું સ્ટોર પર ન હોઉં. ત્યાં મારા બદલે પપ્પા હોય.

“બધી શરતો વાજબી જ છે.” અનન્યાએ કહ્યું અને મંદિર તરફ એક નજર કરી.

મંદિરમાં કેટલાક ભક્તો આવી ગયા હતા અને અનન્યાના પપ્પાએ ધાર્મિક સ્તોત્ર ગાવા શરુ કરી દીધા હતા. બે ત્રણ સ્વયં સેવકો પ્રસાદ બનાવતા હતા જેથી પૂજા પછી ભક્તોમાં વહેચી શકાય.

“મારે જવું પડશે.. પૂજા શરુ થઇ ગઈ છે... મારે એમને પૂજામાં જરૂરી ફળ ફૂલ અને બીજી જરૂરી ચીજો આપતા રહેવા માટે ઉભા રહેવું પડશે..” અનન્યાએ કહ્યું.

“હા, હું પણ જાઉં.. ફરી મળીશું.” મેં કહ્યું.

“તમે ક્યાં જઇ રહ્યા છો.. આજે મંદીરમાં પૂજા છે અને પ્રસાદ લીધા વિના જ જશો. ખબર છે આજે તો લોકો દુર દુરથી અહી પ્રસાદ લેવા આવશે. તમને ખબર નહિ હોય પણ તમે આવી ગયા છો હવે પ્રસાદ લઈને જજો. શિવની એ જ ઈચ્છા છે.” તેણીએ મર્માળ સ્મિત વેરીને કહ્યું અને મારા જવાબની રાહ જોયા વિના જ એ મંદિરના ગર્ભગૃહ તરફ ઉતાવળે ડગલે જવા લાગી.

હું તેની પાછળ મંદીરમાં જઈ ગોઠવાયો. લોકો ધ્યાનથી અનન્યાના પિતાજી જે શ્લોકો અને સ્તોત્ર ગાઈ રહ્યા હતા એ સાંભળતા હતા. ભક્તોની સંખ્યા વધી રહી હતી. મેં પ્રસાદના ટોકરા તરફ નજર કરી. સ્વયંસેવકોને પહેલેથી જ અંદાજ હશે કે વધુ ભક્તો આવશે એટલે પુરતી માત્રામાં પ્રસાદ બનાવ્યો હતો. મોટા પીતળના એક દીવામાં અનેક નાના નાના દીવા ઝળહળતા હતા. કપૂર અને ચંદનની સુઘંધ વાતાવરણને વધુ ધાર્મિક બનાવતી હતી. સંસ્કૃત શ્લોકો અને સ્તોત્રનું પઠન ચાલુ હતું. અનન્યાને બધી ખબર હોય એમ એક બાદ એક એના પિતાજીને ફળ, ફૂલ ધૂપ દીપ અને નૈવિધ જેવી ચીજો આપતી હતી. એનું મન સંપૂર્ણ પણે ભક્તિમાં લીન હતું.

નવા આવનાર ભક્તો દ્વારા થતો ઘંટારવ સંભળાઈ રહ્યો હતો અને એ અવાજ જાણે જંગલમાંથી પડઘો બનીને પાછો ફરતો હતો.

પૂજા પૂર્ણ થયા પછી બે ભક્તો એક મોટા ટોકરાને પકડીને ચાલવા લાગ્યા અને અનન્યા એમાંથી લઈને દરેક ભક્તને પ્રસાદ આપતી હતી. દરેક ભક્ત એ પ્રસાદને મોમાં મુકતા પહેલા પોતાની આંખો અને માથાને લગાવતો. અનન્યાએ મને પ્રસાદ આપી.. મેં એ પ્રસાદ આંખો અને માથા સાથે લગાવી મોમાં મૂકી.. કદાચ એ દિવસ મારા માટે જીવનનો અમૂલ્ય દિવસ હતો. એ મારા જીવનની યાદગાર પળ હતી જયારે મેં અનાન્યાને નાગલોક કે દેવલોક કરતા પણ કોઈ સુંદર સ્થળે જોઈ હતી એ સ્થળ હતું પૃથ્વીલોક.

મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કોઈ એક વ્યક્તિની હાજરીને લીધે દુનિયા એકદમ બદલાઈ જશે. દુનિયા એકદમ સુંદર થઇ જશે એ પણ હકીકત હતી. મને અનન્યા મળ્યા પછી દુનિયા પહેલા કરતા અલગ લાગવા માંડી. મારી આંખો જે રંગને જોઈ શકતી નહી એ રંગો મને દેખાવા લાગ્યા હતા.

મેં વિચારોમાંથી બહાર આવી આસપાસ નજર કરી નયના અને વિવેક બંને સુઈ ગયા હતા. બંને દિવસભરની દોડધામથી થાક્યા હતા. થાક તો મને પણ હતો. મેં પણ ભવિષ્યની બધી જ ચિંતા છોડી દીધી અને ઊંઘી ગયો.

પણ એનાથી શું ફરક પડે ભવિષ્યની ચિંતા કરવાથી કે ન કરવાથી ભવિષ્ય બદલી જતું નથી ભવિષ્ય તેનું તે જ રહે છે અને મને ખબર ન હતી કે માય ફ્યુચર હેડ બિન એડજસ્ટેડ. માય ફ્યુચર હેડ બિન એડજસ્ટેડ એન્ડ વિથ ફોલ્ટ ઇન માય સ્ટાર્સ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky