અડધી જિંદગી - 6 anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી - 6

​​કેમ છો મિત્રો,

મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું,આશા છે કે તમને બધાને ગમશે ..​


बताओ याद है तुमको वो जब दिल को चुराया था
चुराई चीज़ को तुमने ख़ुदा का घर बनाया था
वो जब कहते थे मेरा नाम तुम तस्बीह में पढ़ते हो
मोहब्बत की नमाज़ों को कज़ा करने से डरते हो
मगर अब याद आता है
वो बातें थी महज़ बातें
कहीं बातों ही बातों में मुकरना भी ज़रूरी था......
અંતરા પોતાના રૂમ માં ચાલી ગઈ અને બંધ બારણું કરી સુવાની તૈયારી જ કરી રહી હતી ત્યાંજ​ બારણું ખખડ્યું,"અંતરા હું"પાછી શરમાઈ ગઈ હા અવિનાશ જ હતો કારણ કે અવિનાશ ને અંતરા નામ ગમતું હતું.તેથી અંતરા જ બોલતો.અંદર આવી ને સીધો તે અંતરા ના ખોળામાં માથું મૂકી ને સુઈ ગયો.બોલ ને આજે કંઇક વહાલ કર અંતરા આજે બહુ ઈચ્છા છે કે તું આખી રાત પાસે રહે.તારી સાથે ઘણી વાતો કરવી છે.​ કંઇજ ખરાબ નહિ કરું કે જેનાથી તારી ઈજ્જાત ઘટે હું ખાતરી આપું છું.અમેરિકાથી આવી ને ૨ કે ૩ વર્ષ પછી હું ડોલી માં લઇ જઈશ યાદ રાખજે.ત્યાં સુધી આપને બે કોન્ટેક્ટ માં રહીશું તારા સિવાય હવે નાતો મને કોઈ ગમશે કે કે નાતો મારા જીવન માં કોઈ આવશે એની આંખો માં નમી હતી જેને અંતરા જોઈ શકી.અંતરા પણ અવિનાશની નજીક જઈને હાથ પકડી બોલી "અવી" નથી ખબર શું થશે પણ મન હવે તારા સાથે બાંધી દીધું છે જે થશે તે અલગ નહિ થવાય.સબંધો ની વ્યાખ્યા ભલે કોઈ પણ હોય પણ મારા માટે તો સબંધ એટલે "તારું મારામાં હોવું"બસ હવે સમજી જજે.​અવિનાશ હજી પણ અંતરા ને નીરખી રહ્યો હતો.કેટલી નિર્દોષ હતી આ છોકરી જેણે એક અજનબી માણસ પર આટલો વિશ્વાસ કર્યો હતો.ક્યારેય મારા જીવન માં તારા સિવાય કોઈજ નહિ આવે યાદ રાખજે.મનોમન અવિનાશ બબડ્યો...​બન્નેય ક્યારે સુઈ ગયા ખબર જ ના રહી જ્યારે સવારે દાદા એ અનુ....નામ ની બુમ મારી ત્યારે જાગ્યા હતા.હા દાદુ,અડધા કલાક માં આવું છું.હજી પણ અવિનાશ તેના રૂમમાં હતો .અંતરા ફ્રેશ થઇ પરવારી ને નીચે જવા તૈયાર થઇ ત્યારે અવિનાશ જાગતો પડ્યો તેને ક્યારનો જોઈ રહ્યો હતો.અંતરા,આમજ આખી જિંદગી આમજ પાસે રહેજે હોને."હા બાબા"ચલો હવે ઉભા થાવ રૂમ માં જાવ.અને તેને પરાણે અવી ને ઉઠાડી ને રૂમ માં લઇ ગઈ હતી.સુવાડી ને પાછી આવી.દાદા પણ અંતરા ને ખુશ જોઈ ખુશ રહેતા હતા.બિચારી મારી દીકરી ની ખુશી આમજ રહે એ મનોમન બબડતા.

​​દાદુ,શું કોઈ આપણને પ્રોમિસ કરે તો એ તોડે તો નહિ ને,અંતરા દાદા ની પાસે બેસતા બોલી​​ના​,​ દીકરી બસ વિશ્વાસ હોવો જોઈએ બાકી કંઈ પણ થઇ શેકે છે.કેમ દીકરી આજે અચાનક શું થયું.દાદા બોલ્યા .બસ દાદા કંઇજ નહિ આતો એમજ.​..​ધીરે ધીરે અવિનાશ નાં જવાનો સમય પણ નજીક આવી ગયો.જેમ જેમ દિવસો ઘટતા ગયા તેમ તેમ અવિનાશ ને અંતરા વધારે દુખી હતા.અવિનાશ તો હવે ૩ વર્ષ સુધી મળવાનો નતો.ના કોઈ ખબર મળવાની હતી કે નાં કોઈ ફોન કંઇજ નહિ શું આમ કેમ નીકળશે વર્ષો .બેય વિચારતા રડી જતા.અંતરા પણ આવી ના ખભા પર માથું મૂકી કલાકો નાં કલાકો રડતી .અવિનાશ પણ દુખી થઇ જતો હતો.અને અંતે એ દિવસ પણ આવી ગયો જ્યારે અવિનાશ બધાને તની અંતરા ને મૂકી ને અમેરીકા ચાલ્યો ગયો એની આગળની રાતે બન્ને બહુજ રડ્યા હતા.અંતરા એ અવિનાશ ને બાહોમાં લઈને સુતી હતી.બહુ નજીક લઈને.