અડધી જિંદગી......... anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી.........

આજે હું તમને એક સુંદર પ્રેમીઓની વાત કેહવા જઈ રહી છું,એક એવી વાત એક સ્ત્રી પુરુષ ની કે જેમણે ભરીને એક બીજાને પ્રેમ કર્યો બસ દિલ થી મન થી પણ ના મેળવી શક્યા એકબીજાને
ખબર નેહી ક્યાં પ્રેમમાં ખામી રહી ગઈ તી,ના મળ્યા પણ બસ આખી જિંદગી ક્યારેય બીજાના ને પ્રેમ ના કરી શક્ય....

એક એવો સબંધ જે નતો ક્યારેય અધુરો હતો.અને
ના તો એ ક્યારેય એ પૂરો થઇ શક્યો...


तुम्हारी यादो में जीते हे जीते थे और जीते रहेंगे.......

પંખા લાઈટ બંધ કરજો ,અંતરા મેડમ ની એક બુમ જ ખાલી જરૂર હતી.ગૂડ મોર્નિંગ,જય શ્રી કૃષ્ણ અને બાય મેમ બોલી ને છોકરીઓ એક પછી એક એમ કોલેજ જઈ રહી હતી.ધીરે ધીરે શાંતિ લાગવા લાગી કોઈ એકાદ છોકરી હોસ્ટેલ માં હતી બાકી આખી હોસ્ટેલ ખાલી થઇ ચુકી હતી.અંતરા મેડમ આજે કંઇક વધારેજ ખુશ હતા.
અંતરા મેડમ હોસ્ટેલનાં ગૃહમાતા અર્થાત રેક્ટર હતા,દેખાવે સુંદર થોડીક વાર સુધી જોઈજ રેહવાનું મન થાય તેવો ચહેરો સમપ્રમાણ હાઈટ ગોરો રંગ,અને હંમેશા કોટન સિમ્પલ સાદા રંગની
સાડીમાં જોવા મળતા.વધારે બોલતા નહિ પણ સ્ટ્રીક કહી શકાય તેવો એમનો સ્વભાવ હતો.તેમની આંખોમાં હંમેશા નમી જોવા મળતી.ટૂંક માં કહીએ તો ,એક એવી સુંદર સ્ત્રી કે જેણે બહુ ઓછા સમય માં દુનિયા જોઈ લીધી છે.એમનાં સુંદર મુખ પર હમેશા થાક વરતાતો..એમની આંખોમાં ના કોઈ સપનાં હતા કે ના કંઈ મેળવવાની આશા.બસ સાદું સરળ એમનું વ્યક્તિત્વ હતું.આજે મેડમ ખુશ હતા તેનું કારણ પણ એક વ્યક્તિ છે,જેનાં વિષે તે કદાચ આખી જિંદગી બની શકે કે મરતા સુધી પણ વિચારે.
અરે અનુ,ક્યાં છે દીકરા નીચે આવ તો જોને કોઈક આવ્યું છે?દાદા એ બે ત્રણ બુમ પાડી પણ કોઈ જવાબ ના મળતા દાદા ઉપર આવ્યા આવી ને જોયું તો મેડમ હજી સુતા હતા.હજીય ઉઠી નથી મારી વહાલી , દાદાએ કહ્યું,અરે દાદા સુવાદોને આજે તો રજા છે.આખો દિવસ સુઈ રહેવું છે.હા બેટા સુઈ જજે પણ જોને નીચે તારા નામનો કોઈક કાગળ આવ્યો છે,ઉઠ તો પેલો ભાઈ ક્યારનો રાહ જોઇને ઉભો છે.અને દાદા નીચે જવા લાગ્યા,બધાજ સપનાઓને બાજુ મૂકી ભગવાનનું નામ લઇ ને થોડીક સરખી થઇ નીચે આવી."શું દાદા તમેય ઊંઘ બગાડી ને મારી,પોસ્ટમાસ્તર છે કાગળજ લેવાનો હતો તમેય બહુ જબરા હો'મીઠો છણકો કરી બોલી,દાદા મંદ મંદ મુસ્કુરાતા હતા.પોસ્ટમાસ્તર ગયા એટલે આવીને પાછુ દાદાનાં ખોળામાં માથું મુકી દીધું.ને બોલી "દાદા હેટ યુ"કેમ દીકરા દાદાય મજાક માં મસ્તી કરતા બોલ્યા."નાં સુવા દીધી ને મને,બહુ જબરા હોં તમે,દાદા એનાં સુંદર વાળમાં હાથ ફેરવતા બોલ્યા દીકરી જો,કેટલા વાગ્યા છે,ઘડિયાળ જોઈ ને તે ઝબકી ગઈ "અરે નવ વાગી ગયા,મારે બહાર જવાનું છે,ઝટપટ ઉભી થઇ દાદા ને ચા આપી પોતે પણ પીધી ને ફટાફટ ફ્રેશ થવા ભાગી.કલાક પછી નીચે આવી "બેટા નઝર નાં લાગે મારી વહાલીને કાન પાછળ કાજળથી ટપકું કરતા દાદા બોલ્યા".તને પેલા માણસને લેવા જવા માટે બસ સ્ટેશને જવાનું યાદ નથી જલ્દી જા બિચારો માણસ આવી જશે તો આપનું ઘર મળે કે નહિ થાકી જશે પાછો સમાન લઇ ને આવતો હોવાથી થાકીય ગયો હશે. જલ્દી પાછી આવજે દાદા હસતા હસતા બોલ્યા."બાય દાદુ"કહીને નીકળી ગઈ. મેડમ આજે બહુ ખુશ છે રીના બોલી,રીના એટલે અંતરા ની સૌથી નજીકની મિત્ર.લાઇક બેસ્ટ ફ્રેન્ડસ.રીના બોલી મને નાં સમજાય હોં.ખબર છે મને તારી.હા પણ ,હવે ધીરે બોલ ને,અંતરા બોલી.બન્ને મિત્ર વાતો કરતી કરતી સ્ટેશને જઈ રહી હતી.