અડધી જિંદગી - ૪ anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી - ૪

hello friends......

આજે હું તમને મારી નવલકથાનો આગળ નો ભાગ કહેવા જઈ રહી છું.

Pehli Pehli Baar Mohabbat Ki Hai
Kuch Na Samajh Mein Aaye Main Kya Karoon
Ishq Ne Meri Aisi Haalat Ki Hai
Ishq Ne Meri Aisi Haalat Ki Hai
Kuch Na Samajh Mein Aaye Main Kya Karoon
Pehli Pehli Baar Mohabbat Ki Hai
Kuch Na Samajh Mein Aaye Main Kya Karoon

અને દાદા ના ગયા પછી સૌથી વધુ કફોડી હાલત અંતરાની હતી આંખો ઢાળી ને કંઈજ બોલ્યા વગર અંતરા ચુપચાપ બેઠી હતી તેણીને પણ શરમ આવતી હતી અવિનાશ પ્રથમ એવો છોકરો હતો જે પોતાના ખોળામાં સુતો હતો.તે તેને સુવા જવાનું કેહવા લાગી પણ અવિનાશ માને તેવો ક્યાં હતો.અવિનાશ તેના ખોળામાં માથું રાખ્યું હતું અને અંતરા તેના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યી હતી.ઓય અંતરા સાંભળ ને મારા પ્રશ્નનો જવાબ આપ."શું તને હું ગમું છું".જે હોય તે કહી દે નહીતર કાલે સવારે નાસ્તો આપવા આવે ત્યારે કહેજે.હું જવાબ ની રાહ જોઇશ.અને અવિનાશ તેનાં ખોળામાં સુતો હતો અને અંતરા ને એકીટશે નિહાળી રહ્યો હતો .જ્યારે પેલી એની નજરથી બચવાની તમામ કોશિશ કરતી શરમાતી હતી.અવિનાશ તેના આગળ આવતા વાળ ને રમાડતો હતો.રાત હતી બેય એકબીજા સાથે હતા પણ બન્ને ચુપ....ધીરે ધીરે અવિનાશ ને આંખો ઘેરાવા લાગી અંતરા એ તેને સુઈ જવા કહ્યું.હમમ,કાલે જવાબ હો અંતરા.અને સુવા ચાલ્યો ગયો.
અંતરાની આ એવી રાત હતી કે જેમાં તે ક્યાંય સુધી જાગી હતી.અને અવિનાશ પણ કેવો શરમાયા વગર તેના ખોળામાં સુતો હતો.અને એક પોતાનો જવાબ મળી ગયો હતો .અને ક્યાં સવાર થઇ તેને ખબર જ ના રહી..દાદા એ બુમ મારી ફ્રેશ થઇ ને નીચે આવી નાસ્તો તૈયાર કર્યો.અને હવે સમય હતો અવિનાશે નાસ્તો આપવાનો અને તેનો જવાબ આપવાનો.અહીં અવિનાશ પણ પોતે જવાબ ની રાહ જોતો પથારી માં આળોટતો.ક્યારે આવે અને જવાબ મળે તેજ વિચારતો હતો.અને તે પળ આવી ગઈ અંતરા નાં પગલાં નો અવાજ આવતાજ તે સુવાનું નાટક કરવા લાગ્યો.અંતરા આવી ને નાસ્તો મુક્યો પોતાને પણ જવાબ તો આપવાનો હતો તેથી પૂરી તૈયારી સાથે આવી હતી.આવી ને પલંગ પર બેસી ને અવિનાશ નાં માથામાં હાથ ફેરવ્યો અને જોઈજ રહી કે મારા જવાબ ની આના પર શું અસર થશે.અવિનાશ ઉઠો,સવાર થઇ ગઈ.સાંભળો તમારે મારો જવાબ જોઈતો હતો ને તો.હં તમારી સાથે રહેવા તૈયાર છું,પણ એક શરત કે જિંદગી માં ક્યારેય પણ અલગ નહિ થાવ.પ્રોમિસ આપો.અવિનાશ તેની સુંદરી ને ક્યાંય સુધી નિહાળી રહ્યો.મન ભરી ને.. આજે ના તો અંતરા વધારે બોલી કે ના તો અવિનાશ.અને ચાલવા લાગી ત્યાંજ અવિનાશે તેનો હાથ પકડી તેને ખેંચી લીધી હતી.જીવન ની સૌથી સુંદર પળ હતી જે આજે અંતરા એ મન ભરી ને માની હતી.પોતે કેટલું શરમાઈ હતી તે સવારે.અવિનાશે તેને દુર જ નતી થવા દીધી.કલાકો સુધી તેનાં ખોળા માં માથું મુકીને તે સુતો હતો.અંતરા,હવે કંઇક બોલ ને.અવિનાશ તેને કેહતો અને પોતે "હમમ"સિવાય કંઈજ બોલી શકી નહતી.અંતરા નાં ભીના સુંદર વાળ ને અવિનાશે બંધન માંથી છોડી મુક્યા હતા.તેનાં ભીના વાળમાં થી ટીપા પડતા હતા જે અવિનાશ ના ચહેરા ને ભીંજવતા હતા.અરે ,અવિનાશ ટીપાં પડે છે .ચલ ઉભો થા આં ઉઘાડું ના સુવાય ઓકે."ઓકે મેડમ"કહી ને પોતે ઉભો થઇ ને અંતરા ને પાસે લઇ ને કપાળ પર ચુંબન આપ્યું હતું.અને અંતરા પણ શરમાઈ ને નીચે જતી રહી હતી.