incomplete life - 7 books and stories free download online pdf in Gujarati

અડધી જિંદગી - 7

​કેમ છો મિત્રો,

મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું...

Jab Kahi Bhi Aahat Huyi,
Yun Laga Ke Tu Aa Gaya
Khushbu Ke Jhonke Ki Tarah
Meri Sansein Mahka Gaya
Ek Woh Daur Tha, Hum Sada Pas They

.......................

​અવિનાશ ને ગયા ને ઘણો સમય થયો હતો .નાતો કોઈ કોલ કે નાતો મેસેજ હતો..દાદા પણ જાને સમજ્યા હોય એમ તેને માથે હાથ ફેરવતા રહ્યા હતા.આમજ અંતરા ની શાળા ચાલુ હતી દાદાની પણ

ઉમર થવા લાગી હતી એક બે વાર તો દાખલ પણ કાર્ય હતા.અને હજી પણ અંતરા ને એ રાત યાદ છે જ્યારે દાદા ને અચાનક પેરાલીસીસ નો એટેક આવ્યો હતો ને દાદા ને એમ્બ્યુલન્સ માં સુરત ની

એક સારી અને જાણીતી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા.થોડા સબંધીઓ એ પૈસા ની મદદ કરી હતી પણ હવે તો પૈસા પણ ખાલી થવા લાગ્યા હતા.અંતરા બહુ નિરાશ થવા લાગી હતી અવિનાશનું

ઘર નું સરનામું તેને ખબર હતી અને પોતે ત્યાં ગઈ હતી પણ અવિનાશ ના માતા પિતાએ તો તેને હડધૂત કરી દીધી હતી.પોતાની પાસે કોઈ આશરો રહ્યો નહતો.સુરત માં આસપાસ કોઈ કામ

તાત્કાલિક મળે તેમ નહતું પરંતુ હોસ્પિટલ માં એક બેન ની મદદ થી છોકરાઓ ને ટ્યુશન આપવાનું કામ મળ્યું થોડા દિવસ સુરત માં જ તેને કામ શરુ કર્યું અને બહુ સંઘર્ષમાં દિવસો પસાર કરવા

લાગી.

અને એમ પણ જ્યારે કોઈ વ્યક્તિ ની ખાસ જરૂર હોય ને સાહેબ ત્યારેજ માણસો સાથ નથી આપતા,આમજ થયું હતું અંતરા સાથે,જિંદગીમાં એવા મુકામ પર હતી પોતે કે નાતો "અવી

" ને મળવી શકે તેમ હતી કે નાતો દાદાની તબિયત સુધારી શકે તેમ,દાદા મરણપથારી પર હતા અને તેમને એકજ ચિંતા હતી કે બસ મારા મરતા પહેલા મારી અનુ નાં હાથ પીળા થઇ જાય,પણ પોતે

આમાં કંઇજ કરી શકે તેમ ન'તા.અને આમજ ચિંતા ને ચિંતા માં એક સવારે દાદા ની આંખ કાયમ માટે બંધ થઇ ગઈ નાતો અંતરા કંઈ કરી શકી કે નાતો દાદા ,હવે આજે અંતરા એકલી હતી દાદા તો

રહ્યા નતા.બહુજ રડી હતી,દાદા એક માત્ર વ્યક્તિ હતા એની જિંદગી માં,માતા પિતા નાનપણ માં અવસાન પામ્યા હતા ..તે પોતે મરવાના વિચાર પણ કરી નાખ્યા હતા.ખબર નહિ કેટલાય મહિના

સુધી અવિનાશ ની રાહ જોયા પછી અંતે અંતરા એ અવિનાશ ને કાયમ માટે ભૂલવાનો વિચાર કરી નાખ્યો .ખબર નહિ તેને પોતાની ને અવીની તમામ યાદો ને દુર કરી નાખી.ગામ અને ઘર ને છોડી

સુરત માં કાયમ રહેવાનો વિચાર કરી દીધો.તેમજ શહેર માં જ કોઈક સારી નોકરી કરવાનો વિચાર કર્યો.કે જેમાંથી પોતાની જિંદગી તો ચલાવી શકે ,બહુજ દુખ સાથે તેણી એ ઘર ને છોડ્યું હતું.અને

ચાવી બાજુમાં માસી ને આપી તેણી એ શહેર જવા પ્રયાણ કર્યું.આ એજ દરિયો હતો જ્યાં અંતરા અને અવી ના મિલન નો સાક્ષી હતો.અને છેલ્લી નજરો નાખી ને તે ફટાફટ ત્યાંથી નીકળી ગઈ.

ખુબજ રડવું હતું , અવી ને યાદ કરી ને પણ કરે શું જે વ્યક્તિ જતો રહ્યો હતો તે પાછો તો આવવાનો ના હતો.

સુરત માં પોતાના સારા અનુભવ પ્રમાણે શિક્ષિકાની નોકરી પણ મળી ગઈ અને નાનું ઘર પણ ભાડે લઇ લીધું.જેમ તેમ દિવસો પસાર થઇ રહ્યા હતા.પોતે ખુશ હતી કઈ વધારે નહિ

પણ પોતાના કામ થી.રોજ શાળા એ જવું આવું અને બાળકો સાથે મસ્તી મજાક માં એનો સમય પસાર થઇ રહ્યો હતો. અને હવે તો તેણે પોતાના ઘરે ટ્યુશન પણ શરુ કરી દીધા.સુરત માં તે ઘણી

જગ્યાઓ એ ફરતી અને સારી કહી શકાય તેવી જિંદગી જીવતી હતી .આમ ૩ વર્ષ ક્યાં જતા રહ્યા એની ખબર પણ ના પડી.પણ આજે પણ ક્યારેક અવિનાશ ની યાદ તેને રડાવી જતી,અને અવિનાશ

ને યાદ કરી તે પોતાનીજ જાત ને કોસતી રહેતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED