hello Friends !!!
હવે તેજ વાર્તા નો આ ૩ ભાગ હું રજુ કરી રહ્યી છું.....
મને આશા છે કે તમને મારી વાર્તાનો ૩ જો ભાગ વાંચવો ગમશે.
Pehli Pehli Baar Mohabbat Ki Hai
Kuch Na Samajh Mein Aaye Main Kya Karoon
Ishq Ne Meri Aisi Haalat Ki Hai
Kuch Na Samajh Mein Aaye Main Kya Karoon
Tum Kitni Bholi Ho
Tum Kitne Aache Ho
Tum Kitni Seedhi Ho
Tum Kitne Sache Ho
અંતરા પોતાનાં મન માં અવિનાશ બોલ્યો,કાળી અને મોટી આંખો,સમપ્રમાણ ઊંચાઈ,કાનમાં સોનાની અને થોડી જુનવાણી ડીઝાઇનની બુટ્ટી,એક હાથ માં માં પહેરેલી બંગડીઓનો સેટ જે વારંવાર ખનકતી હતી,છુટ્ટા લાંબા અને સુંદર વાળ તેમાં પણ પેલી લટો જે વારંવાર અંતરા ના કાન પાછળ થી સરકીને આંખ પર આવી જતી હતી.સ્કાય બ્લુ કલરનો ડ્રેસ જે તેનાં સુંદર શરીર ને માપી ને બનાવેલો હતો તે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.અંતરા ક્યારની એને જોઈ રહ્યી હતી,અવિનાશ બોલો શું કામ હતું,કંઇજ નહિ "તમે બહુજ સુંદર છો."હાં,એ તો હું છુ.અને બોલી ને તે શરમાઈ ગયી.અવિનાશ ને સમજાઈ ગયું હતું અંતરા પોતાનાથી શરમાઈ રહ્યી છે.ક્યાંય સુધી બન્ને વાતો કરી.અવિનાશને ઝોકા આવતા હતા અંતરા ને લાગ્યું અને બન્ને પછી વાતો કરશું એમ કહી જવા લાગ્યા.અરે,અવિનાશ કંઈ કામ હોય તો કહેજો હું બાજુનાં રૂમ માં જ છું.રાત ની મુસાફરી નો થાક હજી ઉતર્યો નહતો.અવિનાશ આવી સીધો પલંગ માં પડ્યો.અંતરા પણ પોતાના કામમાં લાગી કાલે શાળા માં બાળકોને ભણાવા માટે તૈયારી કરવા લાગી.અંતરા ૭ ધોરણ અને ૮ ધોરણમાં અંગ્રેજી અને વિજ્ઞાન ભણાવતી હતી.તે ખુબજ સુંદર ભણાવતી બાળકો પણ અંતરા ટીચર,અંતરા ટીચર કરતા થાકતા નહિ.કાલ ની તૈયારીઓ કરી બપોરનાં ૩ વાગ્યા હતા.એક કલાક માટે સુવાનું વિચાર્યું.વિચારો કરતી સુઈ ગઈ હતી.એ સાંજ પણ એમજ અવિનાશ નું આવવું અને એમાજ ગયો આજે એને શાળા માં ભલે રજા હતી પણ પોતે થાકી ગઈ હતી.સાંજ નું જમવાનું પોતેજ બનાવતી હતી.અવિનાશ ને પૂછ્યું દાદા સાથે વાત કરી ને બધાનું ભાવતું બનાવી તે દાદા અને અવિનાશ ને જમાડી પછી બહાર શાંતિ થી બેસી હતી ત્યાંજ અવિનાશ આવ્યો.હવે તો અંતરા પણ તેનાથી શરમાતી નહતી.થોડા સમય પછી વાતો કરી બન્ને સુઈ ગયા.
બીજા દિવસે સવારે વહેલા ઉઠી સવાર નો નાસ્તો બનાવ્યો ચા બનાવી,અવિનાશ ને નાસ્તો તે તેના રૂમ માં આપવા ગઈ હતી.કેટલો બિન્ધાસ્ત થી તે સુતો હતો કોઈ પરવા નહતી તેને તે કોલેજ માં વેકેશન હોવાથી અહીં ફરવા આવ્યો હતો.અંતરા નું ઘર નું સરનામું કોઈનાં ઓળખાણથી મળ્યું હતું.સવારે જ્યારે અવિનાશ ના રૂમ માં અંતરા નાસ્તો આપવા આવી હતી તો અવિનાશ પણ શરમાઈ ગયો હતો.પોતે કેવો બુદ્ધુ છે છે કે રૂમ પણ બંધ કર્યા વગર સુતો હતો.અને અંતરા પણ ચુપચાપ નાસ્તો આપી નીકળી ગઈ હતી.અંતરા શાળા એ ગઈ દાદા પણ ગામ માં આંટો મારવા ગયા હતા,પોતે ઘર માં એકલો કંટાળી ગયો હતો બપોરનાં જમવાની હજી વાર હોવાથી તે બહાર ફરવા નીકળ્યો,અંતરા નાં ઘર થી કેટલાક મીટર દુર વિશાલ દરિયા કિનારો હતો.કયાં સુધી તેણે દરિયાને માન્યો હતો અંતરા કરતા પણ વધારે સુંદર છોકરીઓ તેનીકોલેજ માં હતી પણ ખબર નહિ તેને કેમ આજે અંતરા માટે કઈ અલગ ફીલિંગ્સ આવતી હતી.પોતાનાંજ માથા ને ટપારતો તે હસી ને ઘર તરફ પગ ઉપાડ્યા.દુર થી કોઈ આવતું લાગ્યું.અરે,અંતર તું અહીં "આ મારો રોજ નો રસ્તો છે'અંતરા બોલી.પણ કેમ અહી "અરે બસ દરિયા ને માણ્યો આજે મન ભરી ને" .અવિનાશ બોલ્યો.