અડધી જિંદગી - 8 anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી - 8

અડધી જિંદગી-8


​કેમ છો મિત્રો,

મારી અડધી ઈચ્છા આ story નો હું આગળ નો ભાગ કહેવા જઈ રહ્યી છું...

Ek daar woh tha mujhse bhi jaada unko fikar thi meri
Kehthe the mujhse rooksath na hongemil ke dobaara kabhi
Ab toh gairose mera haal pucha jaata hain
Yahi darde dil mere dil ko roola tha hain
Wafa ne bewafaai bewafaai ki hain

આમ, એક દિવસ આમજ શાળાએ થી એ પાછી આવી ને રોજીંદુ કામ કરતી હતી ત્યાંજ કોઈકે બારણા પર ટકોર કરી કોણ હશે એમ વિચારી તેણે બારણું ખોલ્યું,અને આશ્ચર્ય સાથે જોઈજ

રહી,જે વ્યક્તિ ને તમે તમારી યાદો મન વિચારો માં કે સપનામાં જીવતા હોય ને અચાનક એ જ વ્યક્તિ સામે આવી જાય તો?? એનાથી પણ ખરાબ હાલત અંતરા ની હતી અંતરા ની જિંદગી ધડકન

કહો કે જીવવાનું કારણ એજ "અવી " અર્થાત અવિનાશ આજે કેટલા વર્ષો પછી એની સામે ઉભો હતો.એજ ચહેરો આંખો માં ચમક અને પહેલા કરતા પણ વધારે સારો લાગી રહ્યો તો બસ અવાજ માં

થોડો ઘેરાવ આવ્યો હતો.અચાનક એની નજર અવી સાથે આવેલી સ્ત્રી પર પડી.અને આશ્ચર્ય થી એમને જોઈજ રહી.અને તરતજ એ સજાગ થઇ ગઈ.હાય અવિનાશ કેમ છે? સામાન્ય હાલચાલ પૂછવા

લાગી અને અવિનાશે "ઠીક છું" નાં પ્રત્યુતર સાથે વાત ટૂંકાવી દીધી..ખબર નહીં કેમ પણ આજે અંતરા ને એમ લાગ્યું કે પોતાની જીભ સિવાઈ ગઈ છે .ત્યાંજ ,સાંભળ અનુ મારે તને ઘણી વાતો

કરવાની છે પણ પહેલેથીજ કહું છુ માફ કરી દેજે.અંતરા બસ અવિનાશ ને સાંભળતી ગઈ, મારી પત્ની રિયા અમે બન્ને ડોક્ટર છીએ અને હમણાં જ વિદેશ થી અહી સેટલ થવાનું વિચાર્યું છે.પણ ખબર

નહિ તને મળવું હતું એટલે તારા ઘરે ગયો હતો પણ તું ત્યાં ના મળી .અને તારું અહીનું સરનામું મને ત્યાં થી જ મળ્યું.બહુ યાદ કરી અનુ મેં તને.અંતરા રિયા ને અવિનાશ ને વારંવાર નીરખી રહી

તી.રિયા દેખાવે ખુબ સુંદર હતી.અને એમાં પણ એનાં ખભા થી થોડા લાંબા વાળ એના મોઢા પર જ્યારે આવતા ત્યારે બસ તેને જોઈજ રહો એમ થતું.અંતરા ને પણ રિયા ગમી,પણ રિયા તો એના

અવી ની પત્ની હતી.અને સુંદર પણ ,એટલેજ કદાચ અવી ને તેના પ્રત્યે આકષર્ણ થયું હશે.કશુજ બોલ્યા વગર અંતરા આવી ને સાંભળતી ગઈ અને અંતે જ્યારે અવીએ કહ્યું સોરી અંતરા મને માફ કરી

દેજે.ત્યારે પણ ભલે સિવાય તે કંઇજ નતી બોલી શકી.ઘણો સમય બેઠા પછી અવિનાશ ને રિયા તેમના ઘરે જવા નીકળ્યા.અને અંતરા બારણું બંધ કરતા જ ત્યાં ઢળી પડી હતી ને બહુ રડી હતી.

"અવી "એનો હક એનો પેહ્લો ને કદાચ આખરી પ્રેમ.કેમ ફરિયાદ કરું તને.......

કેમ ફરિયાદ કરું તને ,
તને પ્રેમ કરવો મારી ભૂલ હતી ,
તારી આંખોમાં રહેવું મારે હતું,
તારી સાથે સપના જોવા મારી જ ભૂલ હતી,


તારી દુનિયા ને પણ જ્યારે હું મારી માનવા લાગી ને બસ ત્યારથીજ હું તારી હતી અને આજ,
એ જ ફરિયાદ કરું છું કે કે તારી નજીક આવવું તને મારો માનવો મારી ભૂલ હતી....
હવે તુજ કે કોને કેમ અને શું કામ ફરિયાદ કરું ,
કારણકે તને મારી જિંદગી માની લેવો એ પણ ભૂલ મારીજ હતી...........


પણ પેલા આખી જિંદગી સાથે રહેવાના વાયદા શું કામ કાર્ય હતા ,
જો અગર તારે જવુજ હતું,
પણ મને આજે કોઈ ફરિયાદ નહતી,
ભલે મેં તને મારો માન્યો હતો પણ તું ખુશ છે ને તો એમજ ખુશ રહે,
અને પ્રિય હું તને કોઈ જ ફરિયાદ નહિ કરું.


હાં પણ જ્યારે જ્યારે તારી યાદ આવે છે ને તો આંખો ભરાઈ આવે છે ,
પણ હવે તો આંખો પણ વરસવા તૈયાર નથી ,
આંસુ પણ સુકાઈ ગયા છે..

બસ તું મારી પ્રથમ અને આખરી ભૂલ છે,

હે પ્રિય............