અડધી જિંદગી - 9 anahita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અડધી જિંદગી - 9

મિત્રો મારી આ અવરતા નો હું અંતિમ ભાગ કહેવા જઈ રહ્યી છું.આશા છે કે તમને બધાને ગમી હશે.

Dil Ka Rishta Bada Hi Pyara Hai
Dil Ka Rishta Bada Hi Pyara Hai
Kitna Pagal Yeh Dil Hamara Hai
Hum To Ek Doosre Pe Marte Hai

Read more: Alka Yagnik - Dil Ka Rishta Lyrics | MetroLyrics

રસ્તામાં અંતરાના વિચારો માં ખોવાયેલો હતો,મનમાંજ બોલ્યો મારી અનુ ,અને તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.બાજુમાં બેઠી રિયા તેને જોઈએ ને થોડું હસી ને બોલી અરે અવિનાઆશ તારી અંતરા તો ખુબ સુંદર છે હોં ,એની આંખ માં તારા માટેનો પ્રેમ મેં જોયો છે.ખુબ સહન કર્યું છે એણે હો અવિનાશ વિનતી કરું છું એને ક્યારેય હવે દુર નાં કરતો.તું એની પરીક્ષા લેતો હતો પણ એના જેવી કોઈ છોકરી મેં આજ સુધી નથી જોઈ .ગજબ ની છોકરી છે.
રિયા એને મેં પરણવાનું વચન આપ્યું હતું બિચારી આજ સુધી મારી રાહ જોઈ ને બેસી રહ્યી છે.
અવિનાશ ઘરે પહોંચીને સૌથી પ્રથમ કામ ઘર ને સજાવવા નો ઓર્ડર આપે છે.બહુ બધા સફેદ ફૂલોથી અને એના પોતાના રૂમ માં સૌથી વધારે ફૂલો હોય એમ ચાહે છે.રિયા અવિનાશ અને અવિનાશના માતાપિતા પણ અવિનાશ ને મદદ કરે છે.બધા સાથે મળી ને અખા ઘર ને સુંદર રીતે સજાવે છે.
અંતરા મેડમ !!! હાં બોલો કોણ તમે?અંતરા ના ઘરે એક ગાડી અને ડ્રાઈવર આવીને ઉભો હતો.તમારે મારી સાથે ગાડી માં આવવાનું છે.અવિનાશ સર ના કહેવાથી હું આવ્યોછું.તમે વાત કરી શકો છો.હા અનુ તું અહીં મારા ઘરે આવ.


અંતરા આવી,અવિનાશ તેને જોઈજ રહ્યો.આજે પણ એ એટલીજ સુંદર લાગતી હતી વ્હાઈટ લોંગ કુર્તી ને મેચિંગ બુટ્ટી તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.આવ આવ અનુ હું ક્યારની તારી રાહ જોઉં છું.રિયા અને અવિનાશ ના માતા પિતા પણ ત્યાં આવી ગયા.આવ દીકરા અને અમને માફ કરી દે અમે તને મુશ્કેલી ના સમય માં મદદ ના કરી .અંતરા બોલી એમાં માફી ના હોય તમને યોગ્ય લાગ્યું એ તમે કર્યું છે.ત્યાંજ રિયા અંતરા ને ખેંચીને અંદર લઇ ગઈ.અને સુંદર ઓફ વ્હાઈટ ચણીયા ચોળી આપી કહ્યું ચલ જલ્દી તૈયાર થઇ જા.પણ કેમ અંતરા બોલી...પ્રશ્ન પૂછ્યા વગર જલ્દી તૈયાર થઇ જા.હમમ એટલું બોલી ને તૈયાર થવા લાગી.જયારે તે સંપૂર્ણ તૈયાર થઇ ગઈ તો રિયા પણ તેને જોઈ રહ્યી અને બોલી લે અંતરા કાળું ટપકું કરી લે નજર લાગી જશે.અને તે શરમાઈ ગઈ.અચાનક મહારાજ બોલ્યા "કન્યા પધરાવો સાવધાન" અંતરા ને પણ સંભળાયું.કોના લગન છે રિયા અહીં કે તો મને .અરે મારી વહાલી અનુ મારી બેન તારા જ હોય ને !!!!!!
અંતરા તરત બોલી કોની સાથે પણ?????? તારા "અવી" સાથે "અનુ " પણ તમે તો એમના પત્ની છો ને તો???? અરે એ તો અમે મજાક કરતા હતા એ જોવા કે તું હજી અવિનાશ ને પ્રેમ કરે છે કે નહિ.અંતરા અવિનાશ તને બહુ પ્રેમ કરે છે હું એની ફ્રેન્ડ રિયા છું.અમે ખુબ સારા મિત્રો છીએ.અવિનાશ તને એક દિવસ પણ ભૂલ્યો નથી.પણ અમેરિકામાં ભણવાનું નોકરી પ્રેક્ટીસ આ બધામાં તે ગૂંચવાઈ ગયો એટલે તેને ભારત આવવામાં વાર થઇ પણ આજે પણ એ તને એટલુજ ચાહે છે.સોરી અનુ એમ કહી ને તેણે અંતરા ને કપાળ પર કીસ કરી ને હાથ પકડી ને મંડપમાં માં લઇ જવા લાગી.અને અવિનાશ મંડપમાં તૈયાર થઇ ને બેઠેલો હતો ખુબ સુંદર લાગી રહ્યો હતો.અને અંતરા આવી કોઈ પરી અવિનાશ તેને જોઈ રહ્યો મારી સ્વપ્ન સુંદરી.અંતરા કઈ પણ બોલ્યા વગર મંડપમાં બેસી ગઈ અને અવિનાશનો હાથ પકડી લોધો અને અવિનાશે પણ.પૂજા વિધિ ફેરા બધુજ હેમખેમ પસાર થયું ખુબ સુંદર રીતે લગ્ન પુરા થઇ ગયા.અંતરાનું અવિનાશ ના ઘર માં સુંદર સ્વાગત કરવામાં આવ્યું.અંતે તમામ વિધિ પછી અંતરા અવિનાશના રૂમમાં આવી સફેદ ફૂલો અને ખુબજ ખુશ થઇ ગઈ.
ખબર નહિ કેમ અરીસા સામે જઈ બેસી ને આટલા દિવસોના દુખ ને તે રડી ને દુર કરવા માંગતી હતી.અવિનાશ મારો.મનમાંજ બોલી.અને શરમાઈ ગઈ.ત્યાંજ બારણા પર ટકોરા વાગ્યા હું આવી શકું છું.ઓહ્હ અવિનાશ મને તમારે પૂછવાનું ના હોય તમારોજ રૂમ છે.અવિનાશે આવીને બારણું બંધ કર્યું અંતરાનું હૃદય ધબકારો ચુકી ગયો.અને અવિનાશ અંતરાની પાછળ અરીસા સામે ઉભો રહી ગયો.અને બે હાથ અંતરાની કમરમાં સરકાવ્યા અને હડપચી એના ખભા પર નાખી ને ઉભો રહી ગયો.સોરી અનુ દિલ થી.મેં તમને માફ કરયા.અવિનાશ.પ્લીઝ હવે ક્યાંય ના જતા હોં.હવે નહિ જીવાય અને અંતરા અવિનાશ ને વળગી ગઈ.અવિનાશ તેને ઉચકીને બહાર અગાશીમાં લઇ ગયો અને બોલ્યો અનુ જો આ બધા તારા અને ચંદ્ર ની હાજરી માં વચન છે મારી એક પણ સવાર તારા વગર નહિ થાય .અને અંતરા ને વહાલ થી ગાલ પર ચૂમી લીધી.અને કાનમાં કંઇક બોલ્યો અંતરા શરમાઈ ગઈ.બેય પ્રેમી આટલા વર્ષોની તડપ ભૂલીને કાયમ માટે એકબીજામાં સમાઈ ગયા.

અંત ભલા તો સબ ભલા ...............