પ્રેમકુંજ - (ભાગ-૨૭)

રિયાને થયું જે થવું હોઈ તે થાય ઈશ્વરની જે પણ ઈચ્છા હશે તે થશે પણ હું એક નરક જેવી જિંદગી માંથી તો અત્યારે બહાર નીકળી.મને ખબર નથી મારી જિંદગીમાં શું થઈ રહીયું છે,પણ હું જિંદગી સાથે હાર માનવા તૈયાર નથી.રીયાએ ગાડીમાંથી પગ નીચે મુકીયો અને ખત્રીના બંગલામાં પ્રવેશ કર્યો.

**********

આ બાજુ કુંજ પણ હાર માનતો ન હતો.પ્રેમને પામવા તે ગમે તે કરી છૂટવા હવે તૈયાર થયો હતો.લાલજી અને મગનો પણ હવે તેનાથી ડરવા લાગીયા હતા.કુંજ આખો દિવસ લાલજીની દુકાન પર રિયાની રાહ જોઈ રહીયો હતો.આજ આવશે કાલ આવશે પણ રિયા દેખાતી ન હતી.

પેહલા પ્રેમની કંઈક મજા જ અલગ હોઈ છે.પણ જો તમને પ્રેમ કરનાર વ્યક્તી તમને કહી કહ્યા વગર ચાલી જાય તે શક્ય નથી.કુંજ રિયાને અનહદ પ્રેમ કરતો હતો.તે ગમે તે રીતે રિયાને પામવા માંગતી હતો.
રિયાની શોધમાં આજુબાજુ બધી જ જગ્યા પર
તેણે શોધ કરી હતી.પણ રિયાનું નામ પણ કોઈ જાણતું ન હતું.

પહેલા પ્રેમ જેવું યાદગાર કશું નથી હોતું,જો પહેલો પ્રેમ તૂટે ત્યારે પણ જબરજસ્ત દુઃખ થતું હોય છે. કેટલાક પહેલો પ્રેમ આખી જીંદગી ભૂલી શકતા નથી તો કેટલાક કશું બન્યું જ ન હોય તે રીતે તેને ભૂલી જાય છે.પણ કુંજ કેવી રીતે ભૂલી શકે...!!

તમારો પહેલો પ્રેમ એટલા માટે યાદગાર બની જાય છે. કારણ કે તેને તમે બહુ પ્રેમ આપ્યો છે,અને પરિવાર, મિત્ર વગેરે કરતા એક અલગ અનુભૂતિ કરાવનારો પ્રેમ હોય છે.પહેલા પ્રેમના તૂટવા પર વ્યક્તિના મનમાં તેની જ યાદ રહી જાય છે અને તે વિચારે છે કે આવો પ્રેમ તેને બીજું કોઈ આપી શકશે નહીં.આ વસ્તુ વ્યક્તિને વધારે ને વધારે ભાવુક બનાવે છે.તમે તમારા પહેલા પ્રેમને કરેલી પહેલી કિસ ભૂલી શકતા નથી અને તેની સાથે વિતાવેલી રાતને પણ તમે ભૂલી શકતા નથી. આ બધા કારણે જ લોકો માટે પહેલો પ્રેમ અમર બની જતો હોય છે.

પહેલી વખત એક અજાણી વ્યક્તિની મુલાકાત,તેને મનભરીને જોવી, મનમાં ઉતારી લેવી અને આજીવન તેને ચોક્કસ સ્થાન આપીને હૃદયના ખુણામાં સંઘરી રાખવી.આ પહેલો પ્રેમ છે.આપણા જીવનમાં ઘણી બાબતો આપણે અનેક વખત કરતા હોઈએ છીએ છતાં પહેલી વખત કરેલું કામ આપણને કાયમ યાદ રહે છે.પહેલો પ્રેમ તમે ભૂલી શકતા નથી.તેમ કુંજ પણ આજ તે પ્રેમને ભૂલવા તૈયાર નથી.

પહેલો પ્રેમ બીજી વાર નથી થતો એ સાવ સાચું કારણ કે એક વાર પ્રેમ થઇ ગયા પછી ફરી વખત થાય એ પહેલો પ્રેમ હોય જ ના શકે.

પહેલો પ્રેમ કદી ભૂલાતો નથી એ પણ સાચું કારણ કે જીવન જે કઈ પ્રથમ વખત અનુભવાય છે પ્રથમ વખત થાય છે તેની સાથે જોડાયેલી લાગણી કૈક અલગ જ હોય છે અને એટલે જ પ્રથમ પ્રેમ નું સ્થાન હમેશા વિશેષ હોય છે અને રહે છે.

પ્રેમને શબ્દોની પારિભાષામાં બાંધી નથી શકાતો.પ્રેમ તો માત્ર અનુભવી શકાય છે.આ એક એવું બંધન છે જે બે વ્યક્તિને ખુબજ ગાઢ લાગણીથી જોડે છે. પ્રેમ સરળતાથી થયી તો જાય છે પરંતુ એટલી સરળતાથી ખતમ નથી થયી શકતો.એવું કહેવાય છે કે જીવનમાં પ્રેમ એકજ વાર થાય છે. જેની સાથે પહેલી વાર પ્રેમ થાય છે તે વ્યક્તિ દિલ દિમાગ પર એવી રીતે છવાઈ જાય છે કે એને ભૂલવું અશક્ય જેવુ થયી જાય છે.

પહેલા પ્રેમ દરમિયાન જોયેલા સપનાઓ ખુબજ સુંદર હોય છે.અને એટલે જ પહેલા પ્રેમે જે ઊંડી લાગણીઓ બાંધી હોય છે એ લાગણીઓને ભૂલવી શક્ય નથી.કુંજ પણ ભૂલવાનો પ્રયત્ન કરતો પણ કેમ
ભૂલી શકે પહેલો પ્રેમ.

શેઠ મને ખબર છે કે તમે જાણો છો કે રિયા ક્યાં છે.
તો પણ તમે મને કહી રહિયા નથી.આજ સવારમાં જ લાલજી શેઠના મો પર કુંજે કહી દીધુ.લાલજી શેઠ તો થોડીવાર ધ્રુજવા લાગ્યા.

જો કુંજ મારી પાસે રિયાની કોઈ જાણકારી નથી.
અને જાણકારી હોઈ તો પણ તને કહેવામાં મને શું પ્રોબ્લમ.

તો તમે પોલીસને તપાસ કરવાની શા માટેના પાડો છો.
લાલજીને થયું આ મને નહીં છોડે.જ્યાં સુધી હું તેને કશ નહીં ત્યાં સુધી.ત્યાં જ મગનો આવીયો.શું થયું લાલજી શેઠ?

કઈ નહીં હું ને કુંજ બસ એમ જ વાત કરી રહિયા હતા.અમે બંને વાત નોહતા કરી રહિયા હું એને સવાલ પૂછી રહીયો હતો.

શું સવાલ છે બોલને..?

રિયા ક્યાં છે તે શેઠ જાણે છે,હા, તે જાણતા નથી તો મને પોલીસ પાસે જવા માટે કેમ રોકે છે.

કુંજ તું રિયાના ઘરેથી કોઈને ઓળખે છે?

નહીં...!!!

પોલીસ અહીં આવશે તો તને મને અને લાલજીને બધા જ સવાલ કરશે.તમે તે વ્યક્તિને ઓળખતા
નથી તો શા માટે અહીં દુકાન પર રાખી.અમારી પાસે કોઈ જવાબ નહિ હોઈ.અમને બસ એટલી જ ખબર છે કે રિયા ચાર વર્ષથી અહીં કામ કરતી હતી.અમારી પાસે કોઈ જવાબ નથી માટે જ અમે પોલીસ ફરિયાદ કરતા નથી.અને તને પણ ના પાડી રહિયા છીએ.આપડે રિયાને શોધવામાં બનતી કોશિશ કરી અને હજુ પણ શરૂ જ છે.આપણે હાર નથી માની.

કુંજને મગનાની વાતમાં કઈ સમજણ ન પડી એને તો ફક્ત રિયા જ જોતી હતી.ગમે તે પરિસ્થિતિ આવે કુંજ રિયાને મેળવવા માંગતો હતો.પહેલા પ્રેમને કોઈ વ્યક્તિ કેવી રીતે ભૂલી શકે.કુંજને તો એ પણ ખબર નોહતી રિયા અહીંથી ગઈ પછી સુખી છે કે દુઃખી.બસ એકવાર રિયાને તે જોવા માંગતો હતો.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Deboshree B. Majumdar 1 અઠવાડિયા પહેલા

Heena Suchak 2 અઠવાડિયા પહેલા

Kajal diyora 2 અઠવાડિયા પહેલા

Kandhal 3 અઠવાડિયા પહેલા

Balkrishna patel 3 અઠવાડિયા પહેલા