Muhurta - 20 books and stories free download online pdf in Gujarati

મુહૂર્ત - (પ્રકરણ 20)

“વિવેક, આપણે નયનાને ક્યાં શોધીશું? આવડા મોટા જંગલમાં આપણને કઈ રીતે અંદાજ આવી શકશે?” મેં મારા હાથ પર જ્યાં જાદુગરની છરી વાગી હતી ત્યાં મારો રૂમાલ બાંધ્યો.

“લાવ હું મદદ કરું.” તેણે રૂમાલ બરાબર બાંધી આપ્યો.

“આપણે નયનાને શોધવી પડશે... વિવેક.” મેં ફરી એ જ વાત કહી. અંધકાર ઘેરાતો હતો અને મને આસપાસના દરેક વ્રુક્ષની પાછળ એક દુશ્મન સંતાઈને અમારી રાહ જોતો હોય એમ લાગતું હતું.

“એ જ વિચારી રહ્યો છું.” વિવેકે કહ્યું ત્યારે એ કેટલો જુસ્સામાં હતો એ મને સમજાઈ ગયું કેમ કે એણે રૂમાલને જે રીતે કસીને ગાંઠ આપી હતી એ જોતા હું સમજી ગયો કે એના હાથ કદંબનું ગળું દબાવી દેવા તરસતા હતા.

“આપણે રખડીને પણ એમને નહિ શોધી શકીએ કેમકે એ લોકો પાસે વાયરલેસ છે. એ લોકો આપણી એક એક હરકતની ખબર આગળ આપતા રહે છે. દરેક શિકારી પાસે વાયરલેસ છે.” મેં કહ્યું.

“એમની પાસે વાયરલેસ છે તો આપણને નયનાને શોધવામાં કોઈ મુશ્કેલી નહિ પડે.” તેણે આસપાસ નજર ફેરવતા કહ્યું, અને તે જમીન પર તૂટેલી ગરદન સાથે તરફડતા જાદુગર પાસે ગયો.

મને સમજાયુ નહી કે વિવેક શું કરવા માંગે છે પણ હું ચુપ રહ્યો. તેણે એ વ્યક્તિના ખિસ્સા ફંફોસી એનું વોલેટ નીકાળ્યું અને તેની કમર પર લગાવેલ વાયરલેસ ખેચી કાઢ્યો.

“હલો.. હું જાકીર... વિવેક અને કપિલ અહી સુધી આવી ગયા છે નયનાને કોઈ સલામત સ્થળે ખસેડવી પડશે..” વિવેકે કહ્યું. એનો અવાજ એ જાદુગર જેવો જ હતો જે હમણાં થોડાક સમય પહેલા જ અમને મારવા માટે આવ્યો હતો.

“જાકીર... તું એમને ત્યાં જ રોકી રાખ... અમે નયનાને આગળ લઇ જઈએ છીએ..” સામેથી અવાજ આવ્યો.

“આગળ ક્યાં...?”

“એના જ ઘરે... નયનાનું ઘર ભેડાઘાટથી ખાસ દુર નથી. અમે એને ત્યાં લઇ જઈએ છીએ ત્યાં સુધીમાં તું વિવેકનું કામ તમામ કરી નાખ અને હા, હું બીજા લોકોને મૂકી રહ્યો છું એ આવે ત્યાં સુધી રાહ જો હમણાં એમના પર હુમલો ન કરીશ. આપણે કપિલને જીવતો પકડવાનો છે.”

“હું ધ્યાન રાખીશ.. એ લોકોને મારી પોઝીશન પર મોકલજે.” કહી વિવેકે વાયરલેસ ડીસકનેક્ટ કરી નાખ્યો.

“નયના અત્યારે ભેડાઘાટ પર છે... એ લોકો એને તેના જ ઘરે લઇ જઇ રહ્યા છે.” વિવેકે મારી નજીક આવી કહ્યું.

“હવે આપણે શું કરીશું...?”

“એ જ જે આપણે આયોજન કર્યું હતું. મારો અંદાજ સાચો હતો. જે માણસ રાજસ્થાનની રેતમાં આપણને સંદેશો આપવા આવ્યો હતો એ વ્યક્તિ એ રેતમાં આપણા સાથે લડવા નહિ પણ આપણી આંખમાં ધૂળ નાખવા આવ્યો હતો.”

“મતલબ.” હું કાઈ સમજ્યો નહી. મેં નજીકના ઝાડ પાસે પડેલા મારા બો અને કીવર હાથમાં લીધા. મેં કીવરમાં નજર કરી લગભગ એકાદ બે એરો હજુ ઓછા થયા હતા. અમે વેપન્સની શોર્ટેજમા તો ન જ હતા.

“મને અંદાજ હતો કે એ લોકો આપણને નયના અને નંબર નાઈનનું લોકેશન આપીને ફસાવવા માંગે છે. એ લોકોએ આપણને એ બંનેનું લોકેશન આપ્યું જેથી તેઓ બધા નાગને એક સાથે પકડી શકે અને એમને ક્રમ મુજબ મારી શકે.”

“તેથી શું?” મને હજુ કઈ સમજ પડી નહી તેથી મેં ફરી પૂછ્યું.

“ફોનમાં એમણે મને કહ્યું કે કપિલને જીવતો પકડવાનો છે એનો મતલબ એ કે એમની પાસે નંબર નાઈન કેદ છે. એ લોકો જંગલમાં જે નાગ નયનાને બચાવવા આવ્યા છે એ બધાને પણ પકડી લે તો બસ એ બધાને એક જગ્યાએ ભેગા કરી ક્રમ મુજબ મારવાના જ રહે...”

“મતલબ હું એ બધાને મોતના મોમાં લઈને આવી ગયો છું?? તને અંદાજ હતો કે એ લોકો આ ચાલ ચાલી રહ્યા છે છતાં તે કહ્યું કેમ નહી?”

“કેમકે મેં એમના કરતા પણ એક સ્ટેપ આગળનો દાવ એમના સાથે રમી લીધો છે.” વિવેક હસ્યો. એ સ્મિત સ્મિત જેવું તો ન જ હતું. એ ફિક્કું હતું.

“શું...?”

“મેં અંશને કોઈ એવી જગ્યાએ છુપાવી દીધો છે કે એને નાગલોકના ગુપ્તચર પણ ન શોધી શકે. એ લોકો જ્યાં સુધી નંબર ત્રણને ન મારે ત્યાં સુધી એનાથી આગળના નંબરને કઈ જ નહિ કરે.” વિવેકના એ શબ્દો સાંભળી મને રાહત થઇ.

“મારી પાસે પ્લાન છે.”

વિવેકે પોતાનો ફોન નીકાળ્યો અને કોઈ નંબર ડાયલ કર્યો.

“સેજલ..”

“રેડી.”

“એઝ પ્લાન બી ફોલોવ અસ.. વેર આર યુ...?”

“નીયર યુ.. આઈ કેન સી યુ બટ યુ કાન્ટ.”

“ઓકે.. જસ્ટ ફોલો મી...”

વિવેકે ફોન ડીસકનેક્ટ કર્યો.

“એ ક્યાં છે...?” મેં પૂછ્યું.

“આપણી આસપાસ જ... બસ તું એને જોઈ નહિ શકે..”

“કેમ?”

“એ બધું પછી સમજાવીશ... દરેક નાગ નાગિનમાં અલગ અલગ તાકાત હોય છે. જેમ તપનમાં કોઈને પણ પોતાનાથી દુર રોકી શકવાની શક્તિ હતી એ મુજબ જે વ્યક્તિએ જે શક્તિ વિકસાવી હોય એ મુજબ એ કામ કરી શકે છે.”

“મતલબ એ એક નાગની પણ નજરમાં આવ્યા વિના રહી શકે છે..?”

“હા, મતલબ એ જ કે એ બધા માટે અદ્રશ્ય રહી શકે છે. માનવ, નાગ કે જાદુગર કોઈ એને જોઈ શકે નહી.” વિવેકના હોઠ એક આછા સમિતમાં ફરક્યા, “હવે હું એક કોલ કરી લઉં અને પછી આપણા પર હુમલો થશે.. બસ, એમના હાથમાં આપણે પકડાઈ જવાનું છે. બાકીનું બધું એ લોકો આપણને નયના સુધી લઇ જાય એ સમયે તું મારા મનમાંથી સમજી જઈશ.”

“ઓકે...” મેં સંમતી દર્શાવી.

વિવેકે ફરી એક નંબર ડાયલ કર્યો.

“પપ્પા... આપણે પ્લાન બી મુજબ ચાલવું પડશે.. મારો શક સાચો હતો.”

“હા, પણ એ પ્લાનમાં શું જોખમ છે એ તો તને ખયાલ જ હશે ને?”

“હું તૈયાર છું. તમે..?”

“ચોક્ક્સ..”

તેણે ફરી ફોન ડીસકનેકટ કર્યો.

“હવે આપણે શું કરવાનું છે..?”

“રાહ જોવાની છે. આપણા પર કોઈ હુમલો કરે એની રાહ જોવાની છે.” તેણે બાજુના ઝાડના થડનો ટેકો લીધો. એ ઝાડ મહોગની કે ઓક વુડ હતું.

“અને હા એ ધ્યાનમાં રાખજે એમાંથી કોઈને આપણે ચોટ પહોચાડવાની નથી..”

“હું ધ્યાન રાખીશ.” વિવેકનું મન શું પ્લાન બનાવી રહ્યું હતું એ મને થોડું ઘણું સમજાઈ ગયું હતું.

*

મારે વધુ રાહ ન જોવી પડી. બે જાદુગરો દક્ષીણ તરફથી આવ્યા અને અમને પકડીને ભેડાઘાટ તરફ લઇ જવાને બદલે સીધા ઢોળાવને માર્ગે નયનાના ઘર તરફ લઇ જવા લાગ્યા.

અમારે એમની સાથે જવું હતું એટલે અમે જતા હતા નહિતર અમે તે બંનેને આસાનીથી ઓવર પાવર કરી શકવા સમર્થ હતા.

“આટલા સહેલાઈથી હાથમાં આવી ગયા આ લોકો..?” સામેથી એમની મદદ માટે આવેલા ત્રણમાંથી એક માણસે કહ્યું. એ ત્રણ માણસો અડધા રસ્તે ભેગા થયા હતા.

“હા, કેમ નહિ? શું તું અમને કમ સમજે છે? ખાનદાની શિકારી છીએ અમે પણ.” અમને પકડીને લઇ જતા એક જાદુગરે અભિમાનથી પેલાને જવાબ આપ્યો.

“ચાલો એટલી ધમાલ ઓછી...” સામેવાળો વ્યક્તિ હસ્યો.

“હા, પણ બાકીના નંબર માટે શું?” મને પાછળથી ધક્કો મારતા બીજા માણસે પેલાને પૂછ્યું.

“કદંબ જાણે... એના માનવા મુજબ બધા નાગ એક સાથે પકડાય તો જ કામ થાય એમ છે.”

“પણ અત્યારે તો..” વિવેકને પકડીને ચાલતો શિકારી કઈક પૂછવા માંગતો હતો પણ સામેવાળાએ તેને વચ્ચે જ અટકાવી કહ્યું. “ચાલો હવે જઈએ.. આમ પણ કાઈ નાગલોકનો દરવાજો ખુલશે તો આપણને કોઈ ફાયદો નથી થવાનો એ બધું કદંબને જ મળશે.”

હવે એ લોકો પાંચ થઇ ગયા હતા. બે જણ અમને પકડીને લઇ જનારા અને ત્રણ એમાં નવા ભળેલા. કદાચ વિવેક વાત કરી રહ્યો હતો એ મુજબ એ પ્લાનમાં રિસ્ક તો હતું જ પણ એનાથી ફાયદો પણ થયો હતો. અમે જાણી ચુક્યા હતા કે એ નાગલોકનો દરવાજો ખોલવા માંગે છે અને એનાથી એને કોઈ ફાયદો થાય એમ હશે માટે એ બધા નાગને મારી રહ્યો હતો.

“આમને ક્યાં સુધી જીવતા રાખવા પડશે..?” અમને પકડીને લઇ જતા વ્યક્તિએ પૂછ્યું. એના ગાળામાં સ્ટ્રાઈપ્સ વાળું મફલર વીંટેલ હતું.

“જ્યાં સુધી બાકીના બધા નંબર પકડાઈ ન જાય.”

“હજુ સુધી કોઈ બીજા નંબર હાથ લાગ્યા છે કે બસ અમે જ સફળ રહ્યા છે આ બે ને પકડવામાં?”

“તમે બે જ સફળ થયા છો.. એ લોકો કઈ રીતે જંગલમાં દાખલ થયા એ જ નથી સમજાયું.. કદાચ સાલાઓએ ટ્રેનમાંથી કુદકો લગાવ્યો હશે..” મફલરધારી બોલ્યો.

“પણ એથી શું..?” અમને કેદ કરનાર બેમાંના એકે કહ્યું.

“એથી શું..? તને ખબર નથી કે આપણે બધા રસ્તાઓ પર જે જાળ બિછાવી હતી એ નકામી ગઈં છે.”

“હા, તો એથી શું...? જો અમે કોઈ જાળ બિછાવ્યા વિના આ બન્નેને નથી પકડ્યા?” અમને પકડવાવાળામાંથી એક હસ્યો.

“નાગને પકડવા કોઈ જાળ નહિ જીગર જોઈએ.. એની ફેણ હાથમાં પકડી લેવાની એ ક્યારેય ન છટકી શકે.” મફલરવાળા વ્યક્તિએ પણ પોતાની જાતનો ધમંડ બતાવ્યો.

“હા, બસ હવે.. બાકીના પણ આમ પકડાઈ જાય તો જીવ છૂટે. મને આ નાગલોકના લફડામાં પડવું પસંદ જ નથી પણ આ તો સોનાની લાલચમાં બાકી સમસ્યા થશે તો દુનિયાભરના ઈચ્છાધારી નાગ આપણા દુશ્મન બની જશે.” નવા આવનાર એક શિકારીએ કહ્યું.

“કેમ.. ડરે છે કે શું?”

“ડરવાનો તો કોઈ સવાલ જ નથી પણ હું આ નાગ નાગીનને મારીને કંટાળી ગયો છું. કદાચ તમે લોકો આ જન્મે જ એમને મારતા હશો પણ મેં... મેં તો ગયા જન્મે પણ નાગના જ શિકાર કર્યા છે. ખબર છે આ જ જંગલમાં મેં વર્ષો પહેલા એક જ રાતે ત્રણ ઈચ્છાધારી નાગને માર્યા હતા. બે નાગ અને એક નાગિન.” એ વ્યક્તિ ક્રુર હસ્યો.

એને એનો પૂર્વજન્મ કઈ રીતે યાદ હોઈ શકે...? મને નવાઈ લાગી કેમકે એ અમારી જ વાત કરતો હતો.. એ આ જ જંગલ હતું અને આ જ શિકારીઓ... કુદરતે કેવો સંજોગ રચ્યો હતો..? અનન્યાની હત્યા કરનારા કાતીલો પણ ત્યાં હાજર હતા. હું પણ ત્યાં હતો. અને અનન્યા એટલે કે નયના પણ ત્યાં જ હતી. મને એ રાતના દ્રશ્યો દેખાવા લાગ્યા જયારે મેં અનન્યાને મારી આંખો સામે મરતા જોઈ હતી.

અમે ભાગતા રહ્યા હતા. એ અંધારી રાત હતી. અંધકાર સાથે વરસાદ પણ વરસતો હતો. કદાચ એ વરસાદને મારા જીવન સાથે.. મારા પ્રેમ સાથે કોઈ સંબંધ હતો. અમે વ્રુક્ષોમાં અને ઝાડીઓમાં થઈને ભાગી રહ્યા હતા. અમારી પાછળ શિકારીઓનું એક ઝુંડ હતું.

નાગપુરના છેવાડે આવેલ એ જંગલ. એ જંગલ જેને હું બાળપણથી જાણતો હતો. એ જંગલ જેણે બાળપણથી મને રક્ષણ આપ્યું હતું. એ જંગલ જેમાં ભમીને હું મોટો થયો હતો. જ્યાં મારા પપ્પાએ મને તીર કમાન ચલાવતા શીખવ્યું હતું અને જ્યાં હું પ્રથમ વાર ઝાડ પર ચડતા શીખ્યો હતો.

એ જ જંગલમાં હું આમ તેમ ભાગતો હતો. માત્ર હું જ નહિ બાલુ અને ઓજસ પણ ભાગતા હતા. અમે ત્રણેય મિત્રો શિકારીઓની નજરમાં આવી ગયા હતા - એ કોઈ સામાન્ય શિકારીઓ નહોતા. તેઓ મદારી હતા અને નાગનો શિકાર કરવા નીકળ્યા હતા. એ લોકોને કોણે મોકલ્યા હતા એ પણ હું જાણતો હતો. એમને વ્રજરાજે મોકલ્યા હતા. વ્રજરાજ અનન્યાને પામવા માંગતો હતો. એ જ હવેલીનો માલિક જેની નજીક અમે રહેતા હતા.

જયારે અનન્યા માટે એણે પોતાનો પ્રસ્તાવ મુક્યો એ પ્રસ્તાવ અનન્યાએ ઠુકરાવી નાખ્યો હતો અને વ્રજરાજને ખબર પડી કે એ મને ચાહે છે ત્યારથી એણે અમારા પર નજર રાખવાની શરુ કરી. થોડાક સમયમાં એને ખબર પડી ગઈ કે હું અને અનન્યા નાગ છીએ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED