જાણે-અજાણે (14) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (14)

સમય પણ તેનો સાથ આપે જેની કોશિશ માં દમ હોય.. પણ જ્યારે બંને વિરોધીઓની કોશિશ એકસરખી રીતે લાગતી હોય ત્યારે શું?... કોણ જીતે કોણ હારે?....

પણ પ્રશ્ન અહીંયા હાર-જીતનો નહતો. પ્રશ્ન અહીંયા કોઈકની જિંદગી અને કોઈકની જીદ્દનો હતો. નિયતિની નિયતમાં કોઈ ખોટ નહતી. તેની આંખો સામે માત્ર તેની બહેનની ખુશીઓ દેખાતી હતી. દોડતા દોડતા નિયતિ હવે થાકવાં લાગી હતી. હાંફતા હાંફતા છતાં પણ તેણે એકપણ ક્ષણ રોકાયા વગર બસ દોડતી જ ચાલી ગઈ. રોહન પણ એકંદરે ઘણો થાકેલો જણાતો હતો. પણ તેની પણ જિંદગી નો પ્રશ્ન હતો એટલે તે પણ પોતાની પુરેપુરી તાકાત લગાવી બસ નિયતિને પકડવા દોડતો રહ્યો. થોડાં સમય પછી નિયતિએ પાછળ જોયું... પણ હજું રોહન તેની પાછળ જ હતો અને ઘર ઘણું દૂર. નિયતિ સમજી ચુકી હતી કે હવે તે આમ સીધી રીતે ચાલશે તો ઘર સુધી પહોંચવું શક્ય નહીં બને. પોતે એટલી હદ સુધી થાકી છે કે કોઈપણ ક્ષણે તે પોતાની ચેતના ગુમાવી શકે છે. પણ રોહન તેને પકડી જ લેશે. અને એકવાર તેનાં હાથમાં હું આવી તો તે મને ક્યારેય મારાં પપ્પા સાથે વાત નહીં કરવાં દે... શું કરું?.. ક્યાં જવું?.... કશું સમજાતું નથી. સમજવા યોગ્ય મગજની સ્થિતિ નથી.

આ દરેક વાત વિચારતાં સમયે નિયતિનું ધ્યાન રસ્તા પર પડ્યું. રાત તો પહેલાંથી જ થઈ ગઈ હતી એટલે ચારેતરફ અંધારું હતું. રસ્તાની લાઈટ એટલી સારી નહતી કે પુરતું પ્રકાશ આપે અને સાથે સાથે વાતાવરણ પણ બગડી રહ્યું હતું. વાવાઝોડાની સંભાવના દેખાય રહી હતી. નિયતિને આ અધકચરાં દેખાતાં રસ્તામાં એક ખાંચો દેખાયો. એક પગદંડીની ખાંચો હતો. જ્યાંથી નિયતિ પહેલાં પણ આવજા કરતી હતી જ્યારે તેને ઘેર જલદી પોહચવુ હોય. એટલે તે રસ્તાને નિયતિ સારી રીતે ઓળખતી. એટલી સારી રીતે કે જો અંધકાર વચ્ચે પણ તે એ રસ્તો પાર કરી શકતી. અને બીજી એક ખાસિયત એ હતી કે જો કોઇ પહેલી વાર તે રસ્તે જાય તો તેનાં અઢળક વળાંક વચ્ચે એકવાર તો ગોથાં ખાય જ...

નિયતિએ વિચાર્યું જો હું આ રસ્તે જઈશ તો રોહન કરતાં પહેલાં ઘેર પોહચી જઈશ એ નક્કી છે.. અને જો કદાચ રોહન મારી પાછળ આવવાની કોશિશ કરશે તો ફસાઈ જશે એ પણ નક્કી છે. એટલે નિયતિ પોતાનાં મુખ્ય રસ્તાને છોડી એક નાનો પગદંડી પર વળી ગઈ.. રોહન નિયતિની પાછળ જ હતો પણ છતાં અંધારાનાં લીધે તેણે નિયતિને શોધવું મુશ્કેલ પડી ગયું. રોહનને સમજાયું નહી કે કરે તો શું કરે?!.... નિયતિનું ઘેર પહોંચવું રોહન માટે ખતરારૂપ હતું. અને તેને તોફાની વાતાવરણમાં શોધવી તે અશક્ય જેવું.... જાય તો જાય ક્યાં. પોતાને છટકવાનાં દરેક માર્ગ બંધ થતાં જણાતાં હતાં.
આ તરફ નિયતિ પોતાનાં ઘરની એકદમ નજીક પોહચી ચુકી હતી. સામે દેખાતાં પોતાનાં ઘરનાં બારણાં આજે પોતાની દરેક મુશ્કેલીઓની ચાવીરૂપ દેખાતાં હતાં. નિયતિને એક મોટો હાશકારો થયો કે તે આખરે પોતાનાં ઘેર પોહચી ગઈ. પાછળ રોહન પણ નહતો. એટલે નિયતિ એકદમ અટકી ગઈ અને થોડો શ્વાસ લીધો. ઘણાં લાંબા રસ્તા સુધી દોડવાને લીધે નિયતિનાં પગ કામ કરતાં બંધ થવા લાગ્યાં હતાં એટલે ધીમે ધીમે પોતાની મંજીલ સુધી પહોંચવામાં માત્ર એક મિનિટ પણ પર્યાપ્ત હતી. નિયતિ ધીમે ધીમે એક એક પગલું આગળ વધી રહી હતી અને દરેક પગલે તેની હીંમત વધી રહી હતી.

જેવો જ હાથ બારણું ખટખટાવવા ઉપાડ્યો કે તરત જ પાછળથી એક જોરદાર ઘા નિયતિનાં માથાનાં પાછળનાં ભાગે થયો. આ ઘટના એટલી ઝડપી હતી કે નિયતિને જાણવાં વિચારવાનો સમય જ ના મળ્યો. અને તે જમીન પર ઢળી પડી. છતાં તેણે અસહ્ય વેદના સાથે ઉભા થઈ દરવાજાને પકડવાની કોશિશ કરવાં લાગી..પણ તેનાં હાથ પહોચે તે પહેલાં જ તેને દૂર ફંગોળી દીધી. અને એ ઘા કરવા વાળો બીજો કોઈ નહીં પણ રોહન હતો.

નિયતિની હાલત અર્ધજાગૃત અવસ્થા જેવી થઈ ગઈ. પોતાની આંખો તો ખુલ્લી હતી પણ મગજ પર ઘા થવાને લીધે તેનાં હાથપગ ઉચકવા પણ મુશ્કેલ થઈ પડ્યાં. રોહનને જોતી નિયતિની આંખોમાં અસમજણનો એક પ્રશ્ન હતો કે આખરે રોહન નિયતિ કરતાં પહેલાં પોહચ્યો કેવી રીતે?...
રોહને જમીન પર પડેલી નિયતિ સામે જોયું અને ધીમેથી તેની પાસે જઈ નીચે બેસી ગયો અને કહેવા લાગ્યો "શું નિયતિ.... સરપ્રાઈઝ?... મને જોઈને તને ખુશી ના થઈ?.. હું તારાં માટે આટલી દૂરથી આવ્યો અને દૂર સુધી પાછળ પાછળ આવ્યો છતાં તું ખુશ નથી? કોઈ દિવસ મળી છે આટલી મહત્વતા તને?... અને હું આપું છું તો તું મારાથી દૂર દૂર જાય છે..... આમ શું જોવે છે? ... વિચારે છે ને કે હું તારી આગળ કેવી રીતે પોહચી ગયો?...."

નિયતિ કાંઈ બોલવાની હાલતમાં નહતી. વેદનાને કારણે તેનાં મોં માથી માત્ર ધીમી ધીમી ચીસ નિકળતી હતી. છતાં પુછવાનો પ્રયત્ન કરતાં નિયતિએ પોતાનું મુખ હકારમાં હલાવ્યું.

રોહન આ જોઈ જોરથી હસ્યો અને બોલ્યો " મારી વ્હાલી... તને હું મુર્ખ લાગું છું? કે સાવ સરળતાથી તને છોડી દઇશ?... હું તારી પાછળ જ હતો પણ જ્યારે મેં તને અલગ રસ્તે જતાં જોઈ તો હું સમજી શક્યો નહીં કે તું ક્યાં ગાયબ થઈ ગઈ. પછી હું ત્યાં ઉભો વિચારવા લાગ્યો એટલામાં વાતાવરણ ખરાબ થવાને કારણે કેટલાંક સ્વયંસેવકો લોકોને ઘરમાં રેહવાની સુચના આપતાં આપતાં ત્યાં આવી પહોચ્યા. અને મને એકલો જાણી તેમણે મને પુછ્યું કે બહાર કેમ ફરે છે. અને પછી શું મેં મારી જોરદાર નાટક સાથે તેમને એવું ગોળ ફેરવ્યા કે તે મને ઘર સુધી ગાડીમાં મુકી ગયાં. "

નિયતિને પોતાની જાત પર પછતાવો થવાં લાગ્યો કે આ વિશે તેણે કેમ કશું વિચાર્યું નહીં!.. ગુસ્સામાં આવેલી નિયતિ જોર જોરથી બુમ પાડવાની કોશિશ કરવાં લાગી જેથી તેનાં પરિવારમાંથી કોઇ આવે અને તેને જોવે.. પણ નિયતિ આવું કરે તે પહેલાં જ રોહને તેનું મોં દબાવી રાખ્યું અને તેને ઘસાતી રીતે જ પોતાનાં ઘરથી દૂર લઈ ગયો. અને પછી તેને એક ગાડીમાં બેસાડી શહેરથી, તેનાં ઘરથી અને નિયતિની ઉંમ્મીદથી જ દૂર લઈ ગયો. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. જોરદાર તોફાની પવન ફૂંકવા લાગ્યાં, વરસાદનાં ઝાપટાં ફંગોળાતા હતાં . એ હદ સુધી બગડતાં વાતાવરણ હતાં કે દરેક વ્યક્તિને ઘરમાં જ રહેવાની સૂચના પ્રસરતી થઈ. થોડાં થોડાં માણસોની ટુકડી બધી જગ્યાએ જઈ જરુરીયાત મુજબ સેવા પહોંચાડતા હતાં . વરસાદ એટલી હદ સુધી વધી ગયો કે ગામે ગામ અને શહેરોના શહેર વીજવિહોણાં થઈ ગયાં. ચારે તરફ પાણી ભરાંવા લાગ્યાં અને નદી નાળામાં પાણ ધસમસતા પ્રવેગ સાથે વહેવા લાગ્યું. નદી અને સાગર તો જાણે ગાંડાતુર બની ચુક્યાં હતાં.
ખરેખર ખરાબ વાતાવરણમાં માત્ર નિયતિ અને રોહન બહાર ફરતાં હતાં. ના જાણે રોહન નિયતિને ક્યાં લઈ જતો હતો ...

ઘણે દૂર આવ્યાં પછી રોહને ગાડી રોકી. વરસતા વરસાદમાં પલળતાની સાથે નિયતિને ગાડીની બહાર કાઢી અને એક ઉચાણવાળા વિસ્તાર પર ઊભી કરી. નિયતિની લથડતી હાલતને કારણે તે ઊભી રહી નહતી શકતી પણ કરુણાહીન બનેલો રોહનને આ કોઇ વસ્તુ દેખાય કેમની?!....

રોહને માત્ર બે વાક્ય કહ્યાં " નિયતિ, હું તને મારવાં નહતો માંગતો પણ તેં મારી પાસે કોઈ ઉપાય છોડ્યો જ નથી. હું તને પ્રેમ કરું કે ના કરું તે મારો વિષય નથી મારો વિષય માત્ર મારું કામ છે જે હું પૂરું જરુર કરીશ. તું બહું સારી છે પણ તારી આ જ વાત આજે તારો જીવ લેશે... તને દુઃખી કરવું મારું મતલબ નહતો. મને માફ કરજે... પણ તારે મરવું તો પડશે જ...."
આટલું બોલવાની સાથે જ રોહને નિયતિને જોરથી ધક્કો માર્યો અને નિયતિ ઉચાણવાળા વિસ્તારથી નીચે નદીમાં પટકાયી. અને નદીમાં જોરથી ચાલતાં વહેણ સાથે જોતજોતામાં નિયતિનું દેહ ગાયબ થઈ ગયું...

શું આ નિયતિનો અંત હતો?....


ક્રમશઃ