અજાણ્યા સાથે મિત્રતા - ૨ Radhika Kandoriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યા સાથે મિત્રતા - ૨

Parth:2

બીજા દિવસે હું રોજ ના જેમ આજે પણ પાકૅમાં ગઈ.જે મે કાલે જોયુ હતુ એ આજે મે પાછું જોયું. વિચાર આવ્યો ચલને તેની પાસે જાવ પૂછું કે કેમ રડે છે. પેહલી વાર હું કોઈ અજાણ્યા સાથે વાત કરતા અચકાતી હતી. ખબર નઈ કેમ પણ એવુ લાગતુ હતુ કે અત્યારે એની પાસે જઈને પૂછવું યોગ્ય નથી. આજે મારું ધ્યાન તે છોકરા પર જ હતુ. ૨ કલાક એને જોવામાં જ ચાલ્યા ગયા. દેખાવે સ્માર્ટ, ગોરો પણ નઈ અને શ્યામ પણ નઈ એવો વાન, એકદમ લીશા એના વાળ, રેડ શર્ટ અને બ્લેક પેન્ટ. એના પણ એટલા શૂટ થતાં હતા ને કે વાત જ ના પૂછો. મમ્મી નો ફોન આવ્યો હું ઘરે ગઈ. ઘરે જઈને પણ એ જ વિચાર પેલા તો એવું લાગ્યું કે પ્રેમ નો જ ચકકર હશે, એટલે જ રડતો હસે. એટલા સ્માર્ટ છોકરા ને બીજું શું ટેન્શન હોય અને આજકાલ યુવાનો એમાં જ તો દિલ તોડીને બેઠા હોય છે. બીજી બાજુ એ મનમાં ચાલતું હતું કે મને શું ફરક પડે છે, થોડો મારો દોસ્ત છે. માથું દુખતુ હતું, મમ્મી ને કીધું કે જમવું નથી મસ્ત મસાલા વાળી ચા બનાવી દેને. થોડીક વાર તો ખિજાઈ પણ બનાવી દીધી એટલે હું કપ લઈને બાલ્કની માં ગઈ ત્યાં પણ મનમાં એ જ ચાલતું હતું. ચા ને કઈ દીધું કે જે હોય તે કાલે તો એને પૂછી જ લઈશ ખાલી ખોટું રોજ ટેન્શન લેવું. કાલે જે થાય તે હું પૂછીને જ લઈશ એમ કહીને ગુસ્સા માં સુઈ ગઈ.
સવારે ઉઠી ત્યારે પણ એ જ મનમાં મમ્મી તો કેવા લાગ્યાં આજકાલ તારું ધ્યાન ક્યાં છે. શું થયું મમ્મી એ પૂછ્યું, હું બોલી મમ્મી બોર્ડ નું પરિણામ નજીક આવે છે ને એટલે યાર મને યાદ પણ ન હતું પણ આ જોને રાજ એને કાલે કોલ કરીને યાદ અપાવ્યુ બીજું શું મને ટેન્શન હોય. એવું કહીને મમ્મી ને ચૂપ કરાવી. અત્યારે કેવું તેમને યોગ્ય ન હતું એટલે નઈ કીધું .
૬:૦૦ વાગે પાર્ક માં ગઈ પણ તે જે બાકડા પર બેસે ત્યાં હતો જ નઈ, મને એમ કે આજે આવશે જ નઈ. પણ મારું અનુમાન ખોટું હતું. તે આવ્યો રોજ ની જેમ ત્યાં બેઠો. તેની આંખો સાફ સાફ કેતી હતી કે આનું દિલ જાણે તૂટી ગયું હોય. આંખો એકદમ લાલ થઈ ગઈ હતી. નાનું છોકરી જોઈને ડરી જાય એવી થઈ ગઈ હતી એકદમ લાલ. પાંચ મિનિટ રાહ જોઈને હું તેની પાસે ગઈ. કઈ વિચાર્યા વગર તેના ખંભા પર હાથ મૂક્યો. આશ્વાસન આપતા કહ્યું કે ચુપ થઈ જા! આ સાંભળી ને તે ડરી ગયો હોય ને તેમ અચાનક ચોંક્યો અને મને પૂછવા લાગ્યો તમે કોણ? હું તમને નથી ઓળખતો? હું તેની બાજુમાં બેઠી એને કીધું કે હું પણ તમને નથી ઓળખતી, આ તો રોજ અયા આવું છું સામે ના બાકડા પર બેસુ છુ. બે દિવસ થી જોવ છું તમે ખૂબ રડતા હોવ છો, એટલે આજે મારાથી રેવાયું નઈ એટલે તમારી પાસે આવી. તમને વાંધો ના હોય તો હું તમને એક સવાલ પૂછું? એને કીધું હા પૂછો. મે પૂછ્યું કેમ રડો છો તમે કોઇ એ દિલ તોડ્યું છે? એને જવાબ આપ્યો ના દિલ કોઈએ તોડ્યું નથી, મે મારું દિલ ખુદ તોડ્યું છે. મે કીધુ સમજય એવું બોલો ને. એને કીધું એ છોડ,તમારું નામ ? મે કીધુ મારું નામ R.k. એને ફરી પૂછ્યું તમારું પૂરું નામ? મે હસતા હસતા કીધું રાધિકા. એ સાંભળીને એને હસવું આવ્યું. મને ગુસ્સો આવ્યો પણ એના જે હોઠો પર એનું સ્મિત જાણે આખા ચેહરા ની રોનક હોય એવું લાગતું હતું. એટલો ક્યૂટ લાગતો હતો ને વાત જ ના પૂછો. મે ઘડિકવાર એને જોઈને પૂછ્યુ
કેમ હસો છો મારા નામ પર એને કીધુ કે sorry! પણ તમને રાધિકા નામ શોભતું નથી. મે પણ નાની સ્મિત કરતા કીધું એટલે જ તો તમને પેલા R.K. કીધું હતું. તમારું નામ? એને જવાબ આપ્યો રાહુલ! મે ફરી પૂછ્યું કે કેમ તમે રડતા હતા?
એટલા માં તો મમ્મી નો ફોન આવ્યો કેમ કે આજે મને થોડુક વધારે જ મોડું થઈ ગયું હતું. મે એને કીધું કે રાહુલ કાલે મળી શકીએ આ જગ્યા પર. એને જવાબ આપતા કીધું હું તો રોજ આવું છું, મને કાઈ વાંધો નથી મળવામાં. મે કીધું સારું કાલે મળીયે પણ તારે મારા બધા સવાલ ના જવાબ આપવા પડશે. એને નાની સ્મિત સાથે કીધું સારું. હું ઘરે ગઈ. એટલે મમ્મી નો ગુસ્સો કરવાનું ચાલુ કેમ કે અડધી કલાક મોડી હતી. મે બધી વાત મમ્મી ને કીધી કે એટલે મારે મોડું થયું અને મારે હજી એ જાણવાનું બાકી છે. એટલે હું કાલે પણ જઈશ મળવા. મમ્મી એ હસતા હસતા કીધું હા મારા લાડલા દીકરા. ?
મારા મમ્મી પપ્પા સાથે હું બધી વાતો કરતી જેથી તેને મને કોઈ દિવસ કોઈ કામ માં રોકી નથી મારું મન હોય તે એને જણાવાનું. એને સારું લાગે તો હા પાડે અને એમાં કંઈ ખોટું હોય તો સમજાવે.


(ક્રમશ:)



ચાલો આગળ ના પાઠ માં ફરી મળીએ. ભૂલ હોય તો કહેજો મને સારું લાગશે . હું મારી ભૂલ સુધારી.



આભાર ?