Ajanya sathe mitrata - 6 books and stories free download online pdf in Gujarati

અજાણ્યા સાથે મિત્રતા - 6

આગળ ના ભાગ મા જોયું કે રાહુલ,રાધિકા, રિયા, રાજ અને અભય પાંચે જણા જમવા જાય છે, જમીને છુટાં પડીને ઘરે જાય છે,રાધિકા ના ફોન મા અચાનક અજાણ્યા નંબર થી કોલ આવે છે હવે આગળ..

ભાગ-6
રાધિકા અનેે અભય ધરે આવે છે, રાધિકા પોતાના રૂમમાં જાય છે, થોડીકવાર મા એને કોઈ અજાણ્યા નંબર થી કોલ આવે છે અનેે તે કોલ ઉંચકે અને સામેથી એક યુવક નો અવાજ આવે છે..
યુવક: હાલો.. તમે રાહુલ ના મિત્ર બોલો છો..
રાધિકા: હા કેમ તમે કોણ..
યુવક: હું રાહુલ ની હોસ્ટેલથી બોલું છું, રાહુલ નો અંયા બોવ મોટો ઝગડો થયો તમે પ્લીઝ જલદી આવો તેને માથા મા લાગ્યુ છે અને બેભાન થઈ ગયો છે..
રાધિકા: હા હું 5 મિનીટ માં પોચું છું,રાધિકા તરત દોડતી અભય ના રૂમમાં જાય છે અને કોલ વિશે જણાવે છે..
અભયઃ તુ અંયા રે હું જાવ છુ અને રાજ ને ફોન કરી દવ છું, હું ને રાજ જઈએ..
રાધિકા: ઓકે, તમે જલદી નીકળો..
અભય રાજ ને ફોન કરીને દાયરેેક હોસ્ટેલ પહોંચવાનુ કહે છે.અભય અને રાજ હોસ્ટેલ પોહચે છે, રાહુલ નીચે બેભાન પડ્યો હતો અને બધા તેની આજુબાજુ ઊભાં હતા..
અભય અને રાજ તેને 108 મા લઈ જાય છે અને ત્યાં ઊભેલા લોકોને ગુસ્સામાં જોઈને ચાલ્યા જાય છે..
રાહુલ ને હોસ્પિટલ માં દાખલ કરે છે અને તેને માથામાં બોવ જોરથી હોકી સ્ટીક વાગી હોવાથી બોવ મોટો ઘાવ હોય છે. ડોક્ટર થોડીકવારમા હોંશ આવી જશે પછી તમે જઈ શકો છો એવું કહીને બાર નીકળી જાય છે, આ બાજુ રાધિકા અભય ને ફોન કરીને રાહુલ ની ખબર પુછે છે, અભય એને ચિંતા કરવાની ના પાડે છે અને થોડીકવાર મા હોંશ આવી જશે એવું કહીને કોલ કટ કરે છે, થોડીકવાર મા જ રાહુલ ને હોંશ આવે છે, રાજ પાણી આપે છે અને શું થયું તે પુછે છે...
રાહુલ કાંઈ બોલવાની હાલતમાં ન હોવાથી અભય કાલે સવારે જાણશું અત્યારે બોવ મોડું થઈ ગયું છે અને રાહુલ ને આરામ કરવાની જરૂર છે..
રાજઃ હા, હોસ્ટેલમાં કાંઈ થયું તો પાછું એના કરતાં મારા ઘરે મમ્મી પપ્પા પણ નથી બાર ગયાં છે તો હું રાહુલ ને મારા ઘરે લઈ જવ, કાલે મારા ઘરે ભેગાં થઈશું..
અભય: હા આ સારું છે એમ uncle aunty બાર ગયાં છે તો કંઈ પ્રોબ્લેમ પણ નઈ આવે...
રાજ અને રાહુલ રાજ ના ઘરે પોહચે છે, આ બાજુ અભય પણ ઘરે પોહચે છે અને રાધિકા રાહુલ ની તબિયત નું પુછે છે અભય સારું છે અત્યારે રાજ ના ઘરે છે કાલે સવારે રાજ ના ઘરે જવાનું છે, તો સુઈ જઈએ..
બીજા દિવસે સવારે અભય,રાધિકા અને રિયા રાજ ના ઘરે જાય છે,
રાધિકા, રિયા, અભય: hiiii, good morning
રાજ,રાહુલ: hii, good morning
રાધિકા: તારી તબિયત કેવી છે રાહુલ..
રાહુલ: સારી છે..
રિયા: તો સારુ,મારી મમ્મીએ નાસ્તો મોકલ્યો છે અંકલ અને આન્ટી બાર ગયાં છે તો..
રાધિકા: ઓહોહો...આન્ટી એના જમાઈ નું કેટલું ધ્યાન રાખે છે..
રાજ: હા ચાપલી હવે બસ હો... મને અને રાહુલને ભુખ લાગી છે...
રિયા: હા હું આપું તમે બેસો..
રાજ અને રાહુલ નાસ્તો કરે છે..રાધિકા કાલ શું થયું તે પુછે છે..
રાહુલ : મારી હોસ્ટેલમાં વિકી નામનો એક છોકરો જે અમારા થી મોટો છે અને 4 વર્ષથી આ કોલેજમાં અને હોસ્ટેલમાં છે, લોકોને ડરાવવુ, ઝઘડો કરવો અને આખી હોસ્ટેલમાં તેનું રાજ ચાલે છે બધાં એનાથી ડરે છે, અને તે વિકી ડ્રક્સ નો ધંધો કરે છે અને હું પણ એ જ ગૃપમાં હતો, અને કાલે એને એવી જાણ થઈ કે હું બાર જમવા તમારી સાથે આવ્યો છું, મને નવાં મિત્રો મળ્યા છે. આપણે છુટાં પડયાં પછી હોસ્ટેલ ગયો, ત્યાં જ તેને મને તમારી સાથે મિત્રતા તોડવાનું કીધું, મે ના પાડી અને તેના ગૃપમાંથી નીકળી ગયો એવું કીધું ત્યાં તે લોકોએ મને માર્યો....
અભય: હા તો હોસ્ટેલ ના સરને આની ફરિયાદ કરાયને, અને ત્યાં ઊભેલા કોઈએ તારી મદદ ન કરી??
રાહુલ: હા ડરના કારણે કોઈએ મારી મદદ ન કરી અને એના કેવાથી જ તમને કોલ આવ્યો હતો.. એના પપ્પા એક ગુંડા છે અને હોસ્ટેલ કોલેજની નહીં પણ એની છે એટલે જ તો કોઈ કાંઈ નથી કરતું..
રાજ: મને બોવ ગુસ્સો આવે છે આ વિકીનું તો કાંઈક કરવું પડશે..
અભય : પહેલાં આપડે રાજ નું કોલેજ એડમીશન અને રેવાનુ ગોઠવીએ..
રાધિકા: ભાઈ તમે તમારા દોસ્ત સાથે વાત કરવાના હતાં ને..
અભય: હા.મે કાલે રવિ જોડે વાત કરી છે તેના બાજુનો રૂમ ખાલી છે, તે આજે તેના માલિક સાથે વાત કરી લેશે અને સાંજ સુધીમાં જવાબ આપશે...
રિયા: અભય ભાઇ કોલેજ મા વાત થઈ એડમીશન માટે,
અભય: હા કાલે ફોમૅ ભરવાં જવાનું છે..
રાજ: એ બધું થઈ ગયું યારો.. આ વિકી નું કંઇક કરવું પડશે,
રાધિકા: તને બોવ ગમે લડાઈ ઝઘડા કરવાનું..
રાજ: હા.યાર હાથ મા બોવ ખજવાણ આવે છે..
રાહુલ: thank you yaaro મારી જીંદગીમાં આવવા માટે..
રાધિકા: હવે thank you કેટલી વાર કઈશ..
રાહુલ: જેટલીવાર કઈશ એટલું ઓછું જ છે, અને હું તમને પ્રોમિશ કરુ છું કે આજ થી મારા બધાં વ્યસનો બંધ...
અભયઃ good...
થોડીકવારમા રવિ નો કોલ આવે છે,
રવિ: માલિક સાથે વાત થઈ છે એને હા પાડી છે તમારે જ્યારથી રહેવા આવવું હોય ત્યારથી આવી શકો..
અભય: thanks bro...
અભય બધાંને ક્યે છે અને બધાં ખુશ થઈ જાય છે..
રિયા: હા.તો કયારે જાવું છે..
અભય: અત્યારે સાફ સફાઈ કરી આવીયે અને સાંજે હોસ્ટેલથી સામાન લઈને ગોઠવી લેશું...
રાધિકા,રિયા, રાજ, રાહુલ: ohk done?
પાંચેય રૂમની સાફ સફાઈ કરવા જાય છે ત્યાં રસોડાનો સામાન પણ હોય છે એ જોઈને..
રાજ: રાહુલીયા તને રસોઈ બનાવતાં આવડે છે
રાહુલ: હા બોવ મસ્ત બનાવું છું
રાધિકા: હા તો આજે બપોરે તારા હાથનું જમશુ...
અભય: હા.પેલા રૂમ સાફ કરો પછી..
રાધિકા,રિયા,રાજ,રાહુલ: ohk boss
આમ મસ્તી અને વાતો કરતા કરતા રૂમ સાફ કરે છે, અભય શાકભાજી, દુધ અને છાશ લાવે છે,
રાધિકા: રાજ કોફી બોવ મસ્ત બનાવે છે એટલે અત્યારે રાજ કોફી બનાવશે..
રાજ: હા ચાપલી, મારા હાથની કોફી પીશે તો કોફી પીવાનું જ ભુલી જશે..
રાધિકા: હા એ પણ છે પણ તારે શીખવી જોઈએ, એક કામ કરીએ રિયા તને શીખવાડશે...
રિયા: ના રેવા દે હું બનાવી આપું છું
રાહુલ : તમે બધાં બેશો હું બનાવુ કોફી...
રાહુલ કોફી બનાવીને લાવે છે... બધાં પીવે છે
રાજ: અહાહાહા, વાહ ભાઇ શું કોફી બનાવી છે...
અભય: હા મસ્ત બનાવી છે, રિયા કરતાં પણ..
રાધિકા: હં. રાહુલ અમારા ચારમાંથી રિયાના હાથની કોફી ફેમસ છે...જયાંરે પીવાનું મન થાય ત્યારે આ જ બનાવે છે..
રિયા: હા એતો છે..
રાહુલ: thank you , હવે મને ચણાના ઝાડ પર ન બેસાડો....
રાજ: રાહુલીયા... ચિંતા ના કર અમે ચણાના ઝાડ પર બેસાડીશુ નઈ ઊભો રાખશુ...
બધાં હસે છે.....થોડીકવાર આરામ કરીને રાહુલ અભય અને રાજ હોસ્ટેલે રાહુલના સામાન લેવા જાય છે....
ક્રમશ:


આગળ જોઈએ હોસ્ટેલ સામાન લેવાં રાહુલ,રાજ અને અભય જાય છે તો ત્યાં શું મુશિબતો ઊભી થાય , શુ કોલેજ અને હોસ્ટેલમાંથી રાહુલ ને બીજી કોલેજમાં જવાનું થશે..જોઈએ આગળના ભાગમાં....
જય શ્રી કૃષ્ણ??














બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED