અજાણ્યા સાથે મિત્રતા - 8 Radhika Kandoriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યા સાથે મિત્રતા - 8

ભાગ:8
અભય અને રાહુલ કોલેજમાં જઈને એડમીશન ફોર્મ ભરીને કોલેેેજ ના ગ્રાાઉન્ડ માં બેસે છે. ત્યાં રિયા નો કોલ આવે છે, તે ગભરાટા ગભરાટા અભય ને હોસ્પિટલમાં આવવાનું કહે છે, અનેે રાજ ગંભીર હાલતમાં છે પરથી કહે છે, રસ્તામાંં રાાહુલને ઘણાં સવાાલો પુછે છે. પણ અભય કાંઈપણ કહ્યા વગર હોસ્પિટલેે પોહચે છે. અભય રાહુલને હોસ્પિટલનાં પગથિયાં ચડતાં ચડતાં જણાાવે છે કે રાજનું અકસ્માત થયું છે. રાહુલ અને અભય ફટાફટ રૂમ નંબર
15માં જાય ત્યાં રાજ બેડ પર બેભાન પડયો હોય છે. તેેેેનેે માથામાં પાટો બાંધેલો છે અને પગમાંં ફેેેેેેક્ચર હોય છે, અનેતેની આજુુુબાજુ રાજના પપ્પા-મમ્મી, રિયા અને રાધિકા હોય છે
અભય : રિયા અને રાધિકા પાાસે જઈને પુછે છેે કેવી રીતે થયુ .
રાધિકા: રિયાને એક કાકાનો ફોન આવ્યો હતો અને તે રાજને હોસપિટલેેેેે લાવ્યા એનેે અમને કીધું કે રાજ ગાડી લઈને જતો હતો અને સામેથી કોઈ રોંગસાઈડથી આવતાંં ટેમ્પાએ રાજનેે ઠોકર મારી..
રાજ ના પપ્પા: એ તો સાારુ કેે તે તરત તેને હોસ્પિટલ લાાવ્યા અને રિયાાનેેેે કોલ કર્યો..
અભય: હા તે કાકા ક્યાંં...?
રિયા: હું ને રાધિ આવ્યા એટલે તે તરત જતાં રહ્યા..
અભય: ઓહ, રાજને હોંશ ક્યયારે આવશે??
રિયા: કલાકમાં..
રાહુલ સાઈડમાં ઉભો છે તેેના મનમાંં હજી પણ ઘણા સવાલો હતાં.જે એને વિચાર કરવા મજબુર કરતાાં હતાં..
થોડીવારમાં રાજને હોંશ આવે છે અને ડોક્ટર ત્યાં આવે છે.
રાજ ના પપ્પા: ડોક્ટર હવે રાજને કેવું છે, ધરે લઈ જઈએ??
ડોક્ટર: સારુ છે પણ એક ગ્લુકોઝનો બાટલો ચડાવો પડશે.. થોડીક અણશકિત છે..કાલે સવારે રજા મળી જશે...
અભય: અંકલ તમે અને આન્ટી જાવ ઘરે હું અંયા રાજ પાસે રહીશ અને હા રાધિ તું અને રિયા પણ જાવ..
રાજ ના પપ્પા: સારું એમ પણ ચિંતા જેવી કંઈ વાત નથી અને તું રહીશ તો રાજને પણ મઝા આવશે.
રાધિકા: હા તો હું ને રિયા તમારા માટે જમવાનું લઈને આવીએ પછી થોડીકવાર બેસીને ચાલ્યા જશું..
રાજ ના મમ્મી પપ્પા અને રિયા રાધિકા ઘરે જાય છે. અને રાહુલ રાજ પાસે આવી તેની પાસે બેસે છે..રાધિકા અને રિયા ઘરેથી પાંચેયનુ ટીફીન લઈ આવે છે.બધાં સાથે બેસીને જમે છે.
રાધિકા: પરમદિવસે બોર્ડનું રિઝલ્ટ આવવાનું છે..
રિયા: હા, કઈ કોલેજમાં જવું વિચાર્યું??
રાધિકા: ના, રિઝલ્ટ આવ્યા પછી જોઇએ..
થોડીવાર રહીને રાધિકા અને રિયા ઘરે જાય છે.. સવારે રાજને હોસ્પિટલથી રજા મળી જાય છે અને એક મહિનાનો પગમાં પ્લાસ્ટર રાખવાનું કહે છે.બધાં ઘરે જાય છે. રાહુલ પણ રૂમમાં જાય છે, તેને માથું દુખતુ હોવાથી તે સુઈ જાય છે. જ્યારથી તેને નવાં મિત્રો મળ્યા ત્યારથી તે પાર્કમાં નથી ગયો પણ આજે તેને જવાનું મન થયું. રાહુલ પાર્કમાં જઈને તે જ બાંકડા પર બેસે જયાં તે પેલા બેસતો ત્યાં બેસે છે. અને સામે જોઈ ત્યાં જ તેને રાધિકા દેખાય છે જે પાર્કમાં નાના બાળકો સાથે બેઠી હતી. રાહુલ તેની પાસે જાય છે.
રાહુલ: hi,
રાધિકા: hi, ઘણાં દિવસ પછી આવ્યોને..
રાહુલ: હા, યાર.. તમે બધાં જો મને મળી ગયા, એટલે આ પાર્કની એટલી યાદ ન આવે, રાધિકા તું મને મળી જ ના હોત તો હું હજી પેલાની જેમ જ હોત...
રાધિકા: રાહુલ એક વાત પૂછું?
રાહુલ: હા પુછને..
રાધિકા: કાલની જોવ છું, તું કંઈક વિચારે છે.. તારા મનમાં શું ચાલી રહ્યું છે..
રાહુલ: કંઈ જ નહી.. અને જો મારા મનમાં કંઈક ચાલતું હોત તો તમને કઈ દીધું હોત..
રાધિકા: જો રાહુલ, હું જેટલું રાજ અને રિયાને સમજુંને એટલું જ તને પણ એટલાં દિવસમાં સમજી ગઈ છું.અને મારાથી કોઈ કંઈ છુપાવી પણ ન શકે, એટલે ફટાફટ કે.
રાહુલ: તને કેમ ખબર કે હું કંઈક વિચારું છું.
રાધિકા: તને ખબર હોય કે ના હોય પણ તુ કંઈક વિચારતો હોયને તો તારા હાથની આંગળીઓ તું ચલાવતો હોય અને સાથે સાથે તારા પગ હલતા હોય. અને કાલે મે નોટીસ કર્યુ હતું, જ્યારે આપણે હોસ્પિટલે હતાં ત્યારે....


ક્રમશ:
હવે આગળના ભાગમાં જોઈએ રાહુલના મનમાં શું ચાલી રહ્યું છે તે...
જય શ્રી કૃષ્ણ..🙏