Ajanya sathe mitrata - 5 books and stories free download online pdf in Gujarati

અજાણ્યા સાથે મિત્રતા - 5



( આગળ ના ભાગ મા આપણે જોયું કે રાધિકા અને તેેેના friends રાધિકા ના ઘરે બધા લોકો સાથે રાહુલ સાથે મિત્રતા કરવાનુું પુછે છે અને ઘરનાં સભ્યો ના પાડે છે,હવે આગળ જોઈએ રાધિકા અને તેના મિત્રો શું નકકી કરે છે.)

ભાગ: 5

રાધિકા,રાજ,રીયા,રાધિકાના રૂમમાં જાય છે..
રીયા: હવે શુું કરશું..
રાધિકા: કાંઈક વિચારીયે ?
ત્રણેય વિચારતા હતા કે શું કરવુું, ત્યાં તો રાાધિકા નો ભાઈ આવેે છે અને થોડુ નિરાશાથી કહે છેે આજે મને વાાંચવામાં મન નથી લાગતું..
રાધિકા: આજે તો અમે અવાજ પણ નઈ કરતા તમે શાંતિથી વાંચી શકો..
(રાધિકા ના ભાઈનું નામ તો તમને કેતા ભુલી ગઈ? અભય નામ છે. હવે તો ખબર પડી ગઈને તો આગળ જોઈએ ?)
અભય: હા તમારી વાત સાચી છે પણ સાચુ તો એ છે કે તમારો અવાજ ન થાય ને તો વાંચવાની મજા ન આવે અને તમને આમ હું નિરાશ ન જોઈ શકું, એટલે..
રાધિકા,રિયા,રાજ: શું એટલે....
અભય: એટલે આપણે રાહુલ સાથે મિત્રતા કરી લેવી જોઈએ, હું પણ તમારી મદદ કરીશ..
રાધિકા,રિયા અને રાજ અભય સામે એકીટશે જોયા કરે છે,
અભય: હાહાહાહા..વિચાર આવે છે ને જે કયારેય પોતાના ભણવાથી ઊચો નથી આવતો અને જેને દર વખતે તમારા દરેક કાંડ મા ભાગ ન લેતો એ આજે સાથ આપે છે એવુંને,
રાજ: હા અમે શું કરવાના છે દરવખત તને ખબર હોય છે છતાં તને કાઈ ખબર જ નથી એવું કરતો..
રાધિકા,રિયા: હા સાચી વાત છે..
અભય: એ બધું મુકો, કાલે રાહુલ પાસે આપણે જશું અને એક નઈ રાહુલને ચાર મિત્રો મળશે, અને તેને જે જીવન મા મિત્ર અને પરિવાર ની કમી પણ આપણે પુરી કરી લેશું.
રાધિકા: અને ઘરે ભાઇ..
અભય: સમય આવશે ત્યારે ઘરે કઈ પણ દેશું અને રાહુલ ને મળાવી પણ લેશું..
રાધિકા,રાજ અને રિયા ખુશ થઈ જાય છે અને ચારેય ભેટી પડે છે..
આ બાજુ રાહુલ પણ રાધિકા મારી સાથે મિત્રતા કરશે, તેને મારી ખરાબ આદત ના કારણે મારી સાથે મિત્રતા નઈ કરે તો એવા મુંઝવણોમા એને ઊંઘ આવી ગઈ, અને રાધિકા,રાજ અને રિયા એકબીજા સાથે મસ્તી કરતાં કરતાં રાધિકા ના રૂમમાં જ સુઈ ગયા..
બીજા દિવસે સાંજે રાહુલ રાધિકાની રાહ જોતો હોય છે અને ત્યાં તેને રાધિકા,રાજ,રિયા અને અભય આવતા દેખાય છે, તે જોતા જ રાહુલ વિચારે છે કે આ કોણ છે રાધિકા અંયા કેમ આ બધાને લઈને આવી છે,
રાધિકા: hii,રાહુલ રા
રાહુલ: hii, પણ આ કોણ છે,
રાધિકા: friend's એવું કઈને હાથ લાંબો કરે છે
આ બાજુ રાહુલ પણ ખુશ થઈને હાથ મિલાવે છે,
રાધિકા: હું એક જ નઈ પણ મારા બે બેસ્ટ ફ્રેન્ડ પણ તારી સાથેમિત્રતા કરવા માંગે છે અને મારો ભાઈઅભય પણ,
શું તું અમારી સાથે અમારા ગૃપ મા આવીશ..
રાહુલ: એકદમ ખુશ થઈને હા જો મને એક સાથે બીજા ત્રણ મિત્રો મળતા હોય તો મને શું વાંધો હોય,
બધાં એકદમ ખુશ થઈ જાય છે અને ત્યાંથી એક મિત્રતાની નવી ટોળકી બને છે..
નવી નવી વાતોની શરૂઆત થાય છે,
ત્યાંજ રાહુલના આંખમાં આંસુ આવી જાય છે બધા ચુપ થઈ ને તેને રડવાનું કારણ પુછે છે..
રાહુલ: મમ્મીના ગયાં પછી આજ પેલી વાર મને મારું પણ કોઈ છે એવું લાગે છે, એટલાં વર્ષ થઈ ગયાં મારા પપ્પા મારી ખબર પણ પુછવા નથી આવ્યા. મહીને મહીને ખાલી એક ટપાલી કાકા આવીને પૈસા આપી જાય છે.
બધાં એને આશ્વાસન આપે છે..
અભય: બધું સારું થઈ જશે,હું પણ Bsc માં sy કરું છું અને તું પણ એ જ કરે છે તો તું તારી કોલેજ છોડી દે, હું મારી કોલેજમાં એડમિશન કરાવી દઇશ..
રાહુલ: thank you yaar, આ પાર્ક સિવાય મારું કોઈ હતું જ નહીં જેને મારું કઈ શકું, આ પાર્ક મારી મમ્મી,મારો મિત્ર બધું જ છે અને એને જ મને આજે ચાર ચાર મિત્રો ને મળાવી દીધા.. ફરીથી thank you so much એમ લાગે છે જે એટલા વર્ષ એકલાપણુ હતું તે દૂર થઈ ગયું..હું આ દિવસ ને કયારેય ન ભુલું..(આંસુ લૂછતાં લૂછતાં) i am very very happy....
રાધિકા: એમાં થોડું thank you કેવાનું હોય યાર...
મને બોવ ભૂખ લાગી છે ચાલો આજે બાર જમવા જઈએ..
અભય : સારુ, બાજુમા મસ્ત એક રેસ્ટોરન્ટ છે નવી જ બની છે ત્યાં જઈએ ચાલો..હું ઘરે ફોન કરી દવ,રિયા અને રાજ તમે પણ કરી દયો કોલ.
રિયા,રાજ: ઓકે....
અભય,રિયા અને રાજ ઘરે ફોન કરીને બાર જમવા જઈએ છીએ તે જણાવી આપે છે અને બધાં ચાલતાં ચાલતાં જાય છે.મસ્ત બધાં જમીને છેલ્લે આઇ-સ્કીમ ખાઈને વિદાય લે છે, રાહુલ પોતાના હોસ્ટેલ જાય છે અને આ ચાર ચાલતાં ચાલતાં પોતાની સોસાયટી તરફ જાય છે,
રાધિકા: ભાઇ કોલેજની ચિંતા હતી એ તો થઈ ગયુ હવે હોસ્ટેલ પણ બદલાવી પડશે ને.
અભય: હા એનું પણ હું કાલે મારા એક દોસ્ત સાથે વાત કરીશ એની બાજુમાં એક રૂમ મળે તો રૂમ અથવા મારા દોસ્ત સાથે રેહવાનુ સેંટીગ કરશું..
બધાં ઘરે પહોચી ને સુઈ જાય છે..ત્યાં જ રાધિકા ના ફોન મા એક unknown number માથી કોલ આવે છે, રાધિકા ચિંતા મા આવી જાય છે અને ભગવાન ને પ્રાથના કરતી કરતી અભય ના રૂમમાં દોડતી દોડતી જાય છે.....

ક્રમશ...

( કોનો કોલ હતો જેનો અવાજ સાંભળતા જ ચિંતામા આવી જાય છે, શું થયું હશે,જોઈએ આગળનાં ભાગમાં...ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ??)

(so sorry ભાગ લેટ આવ્યો એ માટે?..)






બીજા રસપ્રદ વિકલ્પો