ભાગ:10
રાધિકા,રિયા અને રાજ બોર્ડ પરીક્ષા સારા માર્કે પાસ કરી તે માટે પાંચેય હોટલમાં જમવા જાય છે.
રિયા: રાહુલ, આ અમારી ફેવરીટ હોટલ છે. અમે દર વર્ષેે પાસ થવાની ખુશીમાં અંયા જમવા આવીએ...
રાહુલ: સરસ... અભય તમારી સાથે ના આવે..
રાજ: અભય અમારી સાથે બેેેેસે પણ નહીં, આ તો તું આવ્યો ત્યાર પછી અમારી સાથે હોય છે, કેમ અભય ભાઈ..??
અભય: હા, આ ત્રણ જ પેહલે થી સાથે છે, મને આમના જેેેમ મસ્તીને ન ફાવે, આખો દિવસ ધમાલ કરવી..
રાધિકા: હા, એમાં જ તો મજા છે..
અભય: હા, આ વખતે રાજને ફેક્ચર છે એ માટે આપણે ના પાડી કેે નહીં જાવુું પણ આ માન્યા..
રાજ: હા, આ સ્કુલ માટેની છેેેેલ્લી પાર્ટી હતી એતો કરવી પડે ને..
રાધિકા,રાજ,રિયા અને અભય ચારેય જમતાં જમતાં પોતાના જુનાંં દિવસો યાદ કરતા હતાં, અને રાહુલ વાતો સાંભળી ખુબ હસતો હતો..
અભય: રાહુલ તને આવી રીતે પેેેહલી વાર હસતાં જોઈને અમને બોવ જ મજા આવે છે, તું આવી રીતે હંંમેશા હસતો રે..
રાહુલ: મારી પાસે આવા ટેલેન્ટેડ દોસ્તો છે તો પછી હું કઈ રીતેે હસવું ભુલી જાવ..
બધાં જમીને ગાર્ડનમાંં બેેેેસે છે.
રાહુલ: મારાં તરફથી આજે તમારાાં માટે ice cream party,હું લઈને આવું..
રાહુલ ice cream લેવાં જાય છે અને ત્યાં તેને વીકી મળે છે.
વીકી: hii bro, કેમ છે,
રાહુલ વીકીને ignore કરે છે.
વિકી: ઓહહ.. મને ignore કર્યો.. it's ohk, no problem..
રાહુલ ice cream લઈને જતો હોય છે અને વીકી પાછળથી બૂમ પાડે છે..
વિકી: રાહુલ તારા મિત્ર રાજની તબિયત કેવી છે..
આટલું સાંભળતાં જ રાહુલ પાછળ ફરી જુએ છે અને પુછે છે..
રાહુલ: તને કેમ ખબર વિકી રાજ થીક નથી...
વીકી રાહુલ પાસે જઈ તેનાં કાનમાં ધીમેથી બોલે છે કે તારા મિત્રની એ હાલત મે જ કરી છે..
રાહુલ આ સાભળીને એકદમ લાલપીળો થઈ જાય છે, અને વીકીનો કાથલો પકડી લે છે, તેમાં તો તેને અભયની કોલ આવે છે..
અભય: ice cream બનાવા ગયો કે લેવાં..જલ્દી આવને,
રાહુલ: હા આવું જ છું..
રાહુલ વીકીનો કાથલો મુકી દે છે..
રાહુલ: અત્યારે મુકી દવ છુ પણ યાદ રાખજે જો પાછું તુયે આવું કર્યુ ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય..
રાહુલ ice cream લઈને આવે છે બધાંને આપે છે..
રિયા: yummmy..જમ્યા પછી ice cream ખાવાની મજા જ કંઇક અલગ આવે છે..
રાજ: હા એમાં પણ તું સાથે હોય તો કંઈક વધારે..
રાધિકા: તમે એકલાં નહીં આવ્યા, અમે છીએ હો..
રાહુલને વીકી પર બોવજ ગુસ્સો આવતો હોય છે અને મનમાં વિચારતો હોય છે કે આ લોકોને કહે કે નહીં..પછી કહેશે એમ વિચારીને તે પણ આ લોકો ભેગી વાત કરવા લાગે છે.
અભય: તમે શું વિચાર્યુ આગળ, કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે..
રાધિકા: એ તો વિચાર્યું જ નથી,
રાજ: હા, કાલે મારાં ઘરે ભેગા થઈને વિચારીએ કઈ કોલેજમાં એડમિશન લેવું તે..
અભય: ઓકે.. તમે મળજો હું ને રાહુલ કાલે બાર જાય છીએ..
રાહુલ: કયાં જવાનું છે.
અભય: sorry, હું તને પુછતાં ભુલી ગયો, મારા એક કોલેજ મિત્રને રૂમ બદલવાની છે તો ત્યાં જવાનું છે એટલે મે આપણા બંનેનું કહી દીધું.. એ પણ.તને પુછ્યા વગર..
રાહુલ: હા તો એમાં શું, હું આવીશ..
રાજ: યાર, અમને કેમ ખબર પડશે કે કઈ કોલેજ સારી છે તે.. તમે હોય તો થોડીક મદદ મળે ને..
અભય: તમને જે ગમે તે કોલેજના નામ કેજો એમાથી બેસ્ટ કઈ છે તે અમે તમને કેશું.. બસ ખુશ..
રાજ: ઓકે...
રિયા: હવે ઘરે જઈએ..
બધાં પોતપોતાના ઘરે જાય છે..
આજે રાતે બે લોકો સુતા ન હતાં, એક તો રાહુલ જેનાં મનમાં વિકી વિશે ચાલતું હતું..અને બીજુ કોણ.. તે જોઈએ આગળનાં ભાગમાં...
ક્રમશ:
જય શ્રી કૃષ્ણ 🙏🙏 આભાર