અજાણ્યા સાથે મિત્રતા - 1 Radhika Kandoriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યા સાથે મિત્રતા - 1

(મારી શરૂવાત છે. આશા રાખું છું કે તમને ગમશે. કાલ્પનિક ઘટના છે.)




આ વાત છે એક છોકરી ની જેનું નામ રાધિકા દેખાવમાં છોકરો જ જોઈ લો. બોયકટ hair , આંખો માં બ્લૂ લેન્સ, કાન માં નાના- નાના બે હીરા. તેને જોઈને છોકરીઓ પણ ફિદા થઈ જાય. બિલકુલ છોકરા ટાઈપની લાગે. એનો અવાજ સાંભળે ત્યારે ખબર પડે કે છોકરી છે. સ્વભાવ એકદમ દયાળુ અને આત્મવિશવાસ તો એનામાં ભરપૂર. હંમેશા ખુશ હોય અને બધાને ખુશ રાખે. તેને ધોરણ:૧૨ commerce ની એક્ઝામ આપી અને વેકેશન એન્જોય કરે છે. તે 6:00 થી7:00 pm. પાકૅમા ‌‌‌જાય છે.
રોજની જેમ આજે પણ તે પાકૅ માં જાય છે. તે સમયે બાળકો સાથે રમતો રમે, કોઈ અજાણ્યા લોકો સાથે ગપ્પાં મારવામાં તો ‌‌‌‌એ હોંશીયાર અને ફોન કે બુક લઈને જાય. બેસી ને બુક વાચે અથવા ફોન માં મ્યુઝિક સાંભળે. પણ આજે તેના ફોન માં ચાર્જ ન હોવાથી ઘરે ફોન ચાર્જ માં મુકવા નું વિચારે છે. નક્કી કરે છે કે આજે બાળકો સાથે થોડીક મસ્તી અને રમી લઈશ. ઘરે થી નીકળે છે.
હું: મમ્મી હું જાવ છું, ફોન નઈ લઈ જતી.
Byyy,, ૭ વાગે આવી જઇશ.
મમ્મી: કેમ! ફોન નઈ લઈ જતી?
હું: બેટરી લૉ છે મમ્માં
મમ્મી: હા તો મારો ફોન લઈ જા
અત્યાર સુધી મારા કોલ આવ્યા પછી જ તારા ૭વાગે છે .ખબર નઈ કે ત્યાં પાર્ક માં શું કરતી હોય છે . ઘરે આવવાનું ભાન નથી રેતું મારે કોલ કરવો પડે છે. એટલે તું મારો ફોન લઈ જા દિકા.
હું: સારું લઈ જાવ છું. અને મમ્મી તને ખબર ને કે એ જગ્યા મને બોવ ગમે છે ત્યાં મારી ચિંતાઓ દૂર થાય છે ત્યાં નાના બાળકો ને જોઈને મને મારું બચપણ યાદ આવે, જ્યાં નવા નવા પ્રેમી ની વાતો છૂપી ને સાંભળવાની પણ મજા કંઇક અલગ છે. અને અજાણ્યા લોકો સાથે ગપ્પાં મારવા મને બોવ ગમે છે.
જો મોડું થઈ ગયું મારે ચાલ byy.
આજે પાર્ક માં ગઈ થોડીક વાર બેઠી . આજુ બાજુમાં બાળકો રમતાં હતા લોકો એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યાં જ અચાનક મારી સામે થોડેક દૂર એક બાકડા પર એક વ્યક્તિ પર ધ્યાન પડ્યું ,જે રડતો હતો.દેખાવ હે સ્માર્ટ , વિરાટ કોહલી જેવી દાઢી. છોકરો દેખાવે સારો લાગતો હતો. મને તો જોઈને જ નવાઈ લાગી કે છોકરો રડે છે. એ પણ પાર્ક માં બધાની સામે .ત્યાં એક બાળક આવ્યું મારી સાથે વાત કરવા લાગ્યું .એ બાળક ની સાથે રમવા માં મારું ધ્યાન ચાલ્યું ગયું. મમ્મી નો કોલ આવ્યો એટલે હું ઘરે ચાલી ગઈ . રાતે જમીને જ્યારે બેડ પર સૂતી ત્યાં તો તે છોકરા રડતો હતો તેનું દૃશ્ય દેખાતું હતું અને મનમાં બોવ બધા સવાલો, કોણ હસે તે, છોકરો થઈને બધાની સામે પાર્ક માં રડતો કેમ હતો?, તેની પાસે તેના મિત્ર કે બીજું તો કોઈ દેખાતું ની હતું ,શું કારણ હસે તેનું રડવાનું , એવું તો શું થયું હસે તેની સાથે.એટલા બધા સવાલો મનમાં ગુચવતા હતા અને આમાં જ મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી .



એ છોકરો કોણ હતો ,એનું રડવાનું કારણ શું હતું .રાધિકા એની જોડે વાત કરશે કે નઈ , આગળ ના parth 2 માં જોઈએ.


-Thank you,


જો તમને ગમે ત્યાં સુધારવા જેવું લાગે તો મને message kari sako Cho.