મરુભૂમીની મહોબ્બત - 8 Shailesh Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરુભૂમીની મહોબ્બત - 8

@@@@@ ભાગ : 8 @@@@@

હીનાની ધારણા સાચી પડી હતી.
એક ભયંકર ધમાકો થયો હતો.

એ રવિવાર નો ગોઞારો દિવસ હતો.

અમદાવાદ ના હાઈપ્રોફાઈલ મોલની અંદર ઘુસીને બે આતંકવાદી ઓ એ લોહીની હોળી ખેલી હતી. રાતના નવ વાગ્યા ની આસપાસ નો સમય હતો. મોલની અંદર સુપર સન્ડે માણવા એકત્ર થયેલ શહેરીજનો ને બિચારાઓ ને અંદાજ પણ કયાથી હોય કે એમની સાથે શું બનવાનું છે..?.આમ પણ રવિવારે મોલમાં ભીડ વધારે હોય છે.

સૌ શોપિંગ મા મશગૂલ હતાં બરાબર એ જ સમયે મેઈન ગેટ આગળ એક વાન આવી ઉભી રહી. એમાંથી સશસ્ત્ર બે લબરમૂછીયા યુવાનો ઉતર્યા અને ગેટ પર ઉભેલા સિકયોરીટી તેમજ બાઉન્સરો ના ઢીમ ઢાળી આગળ વધ્યાં.

થોડી હો હા થઈ.. ફફડાટ મચ્યો.. આપણી ભારતીય પ્રજાની ચીચીયારીઓ પાડવાની માનસિકતા પણ છતી થઈ.. આ બધાનો લાભ લઈ બેય યુવાનો વાયુવેગે મોલની અંદર ઘુસી ગયા અને ધડાધડ ફાયરીંગ ચાલુ કર્યું.

કાચની વોલ ઉપર લોહીના ફુવારા વછૂટી રહ્યા.

વધુમાં વધુ ભીડનો એમને ફાયદો મળ્યો હતો. તેઓ અંધાધૂંધ ફાયરિંગ કરતાં રહ્યા અને પબ્લિક ગભરાટ ને લીધે પાગલ ની માફક આડેધડ દોડવા લાગી. આ ગભરાટનો આતંકીઓ ને ફાયદો મળ્યો હતો. લાશો ઢળવા લાગી હતી.

મોલમાં શોપીંગ કરવા આવનાર સોફ્ટ વર્ગ હતો એટલે પ્રતિકાર નો તો સવાલ જ નહોતો આવતો.ફલેટો મા સોફા ઉપર બેસીને ફાદ વધારતી ગૃહીણીઓ ગભરાઈ ગઈ હતી.તેઓ દોડી પણ શકતી નહોતી. માત્ર ને માત્ર વેપારી વૃત્તિ ધરાવતા પુરુષો ને જીવનમાં પહેલીવાર પરસેવો છૂટી રહ્યો હતો. સૌથી ખરાબ સ્થિતિ નાના બાળકો ની હતી.. ઉતાવળમાં અને ભાગદોડ મા સૌ એમને કચરી રહ્યા હતા.. જયારે આવી ઘટના બને છે ત્યારે હંમેશા ની માફક સુઞબુઞ ખોઈ બેસતી આપણી જનતાએ એ સાજે પણ એ પરંપરા સાચવી રાખી હતી..

હકિકત મા આવાં બે લબરમૂછીયા છોકરડાઓ સામે ગણીને દશેક જણ પ્રતિકાર કરે તો અસંખ્ય લોકો નો સંહાર અટકી જાય... પરંતુ, દેશ માટે મરવાનું એ ઞનુન કયાથી લાવવું..? ઘણી લાશો પડી... ઘણાં ઘાયલ થયા... અને, ઘણાં ભાગી છૂટયા.. નીચે નો માળ ખાલી થયો એટલે બેય આતંકીઓ એસ્કેલેટર વાટે સડસડાટ બીજા માળે પહોંચી ગયા... અહીયાં પણ અડફાતડફી મચવા લાગી.. એની ઉપર ત્રીજો માળ પણ હતો... એટલે, જીવ બચાવવા કોઈએ કુદકા માર્યા તો કોઈએ સલામતી વાપરી પગથિયાં નો ઉપયોગ કર્યો..

દરેક સ્ટોર પાસે બાયપાસ થવા એક અલગ ગેટ હતો.. જે બેકગ્રાઉન્ડમાં ખુલતો. આ રીતે પુષ્કળ એમ્પલોય પોતાની જાન બચાવવા મા સફળ રહ્યા. જે લોકો એ સુઞબુઞ થી વિચાર કર્યો એ લગભગ બચવામા સફળ રહ્યા. જેઓ મોતથી બચવા મનફાવે ત્યાં દોડવા લાગ્યા.. એ આતંકીઓ ના શિકાર બન્યા..

મોલની આસપાસ નો વિસ્તાર પોલીસ સાયરન થી ગુજી ઉઠયો.થોડીવારમાં મીડીયા પણ પહોંચી ગયું.. પરંતુ,એ બધુ મળે ત્યાં સુધી આતંકીઓ એ પોતાનો મગશદ પૂર્ણ કરી લીધો હતો... હવે પછી જેટલા મરાય એટલા નફામાં... એવી થિયરી થી તેઓ સેફ જગ્યાએ થી ફાયરીંગ કરતાં હતાં..

પોલીસ પાસે એવાં આધુનિક શસ્ત્રો નહોતા કે તેઓ આતંકવાદી નો સામનો કરી શકે એટલે, તેઓ સ્પેશિયલ કમાન્ડો ની રાહ જોતા રહ્યા અને બને તેટલા લોકો ને સલામત સ્થળે ખસેડી રહ્યા.

થોડીવાર મા જ આખોય મોલ લોહીલુહાણ બની ગયો.

ઠેર ઠેર લાશો પડી હતી. દેશ ની એ કરુણાતિકા હતી.

સ્પેશિયલ કમાન્ડો એ આવીને પોઞીશન સંભાળી.

રાત્રે બે વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું.

અંતમાં બેય લબરમૂછીયા યુવાનો મરાયા.

આખોય દેશ ટી વી ની સામે આખી રાત તાકી રહ્યો હતો.

શુ ખરેખર આપણે એટલાં નિસહાય છીએ કે વીશ એકવીસ વર્ષ ના બે છોકરડાઓ ગમે ત્યારે આવીને લોહીની હોળી ખેલી જાય અને આપણે ફક્ત જોતા જ રહીએ..?

શું સાચે જ આપણી અંદર દેશપ્રેમ ની ભાવના ખતમ થઈ છે..? શું આપણે સુરક્ષિત છીએ...?

* * * * *

સરકાર માથે માછલાં ધોવાયા હતાં.
વિપક્ષ તરફથી સરકાર ની નાકામી ઉપર સવાલ ઉભા થયા હતા. ગૃહપ્રધાન તરફથી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ના ઓફિસરો ની મીટીંગ બોલાવવામાં આવી હતી.આઈ બી નો રિપોર્ટ સાચો પડ્યો હતો.. તો બીજો સવાલ ઉઠતો હતો કે કુલ ચાર જેટલા આતંકીઓ રાજસ્થાન સરહદે ઘુસ્યા છે તો બીજાં બે કયાં...?

સદીઓની નિદ્રા મા સુતેલી સરકાર રાતોરાત જાગી હતી.

ખુબ જ ઝડપથી ઓર્ડર છુટયા હતાં.

શહેરમાં આટલો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ બે યુવાનો હથિયારો સહિત વાનમાં બેસીને આવ્યા હતાં... એટલે, એની પણ લીન્ક મેળવવાની હતી.

એ ટી એસ ની ટીમ ને તમામ છૂટ આપવામાં આવી હતી કે ગમે તે ભોગે બાકીના બે આતંકીઓ ને શોધી કાઢો...

આતંકવાદીઓ ને રાજસ્થાન સરહદે ઘુસણખોરી કરવામાં કોણે મદદ કરી હશે....? એ સૌથી મોટો સવાલ હતો.

આખોય દેશ ખળભળી ઉઠયો હતો.

* * * * *

હું કચ્છ મા હતો. હીના બાળમેર હતી.

રાત્રે એની સાથે મારે વાત થઈ હતી એ મુજબ મારે સીધા અમદાવાદ પહોચવાનુ હતું.. એ પણ અમદાવાદ આવતી હતી. અમારે આખાય મોલ ની સ્થિતિ નો તાગ લેવાનો હતો.

આતંકીઓએ કુલ 40 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.170 જેટલા લોકો ઘાયલ થયાં હતાં...

મારા ઉપર અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબ નો પણ ફોન આવ્યો હતો... એમણે મને આ હુમલા પાછળ ની ઝીણી ઝીણી વિગતો આપવાનું કામ સોપ્યું હતું.

હું રાતોરાત અમદાવાદ જવા નીકળી ગયો હતો.

મારા દિમાગ ની નસો ફાટી રહી હતી.

હજું તો હું અને હીના આતંકીઓ ની ગતિવિધિઓ ઉપર કશું પણ સર્ચ કરીએ એ પહેલા તો એ દહેશત ગર્દો એ અમારા પગ નીચે થી ચાદર ખેચી લીધી હતી. અમારા એટીએસ ઓફિસરોની કાબેલિયત ઉપર આ લપડાક હતી.

હવે પછી જો બીજો કોઈ હુમલો થાય તો અમે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ એ ફાયનલ હતું..!

રાત્રે હીના નો ફોન આવ્યો તો એ ભરપુર ગુસ્સામાં હતી.

" સ્મિત...! મે તને કહ્યું હતું કે કશોક ધમાકો થશે... આપણે ઈન્વેસ્ટીગેશન કરવાનું હતું અને તું કચ્છ જતો રહ્યો.. આ તો સારું છે કે મે શ્રીવાસ્તવ સાહેબ ને જાણ નથી કરી નહીંતર, હું પણ સસ્પેન્ડ થાઉં... તને ખયાલ આવે છે..? "

" હીના... મારે જવું જરૂરી હતું. "

" તું ભૂલે છે... સ્મિત... કે આપણે મિશન પર છીએ.."

" સોરી..... હીના.."

" શું ખાક સોરી... તું મારી દોસ્તી નો ગેરફાયદો ઉઠાવે છે.. સ્મિત... આવી બેદરકારી નેક્સ્ટ ટાઈમ નહીં ચલાવુ..."

" સોરી..."

" તારી સોરી મારી નોકરી ખાશે... કોક દિવસ.."

" હવે પછી હું કયારેય લેઝી નહીં રહું... પ્રોમિસ "

" મારે પ્રોમિસ નહીં, પ્રતિબદ્ધતા જોઈએ "

" હવે મારા માટે આપણું મીશન ફર્સ્ટ રહેશે... હીના "

" આપણને પહેલા કોળીયે જ કાકરો મળ્યો છે...સ્મિત.. કાબેલિયત સાબિત કરવી પડશે.."

" હીના... આઈ એમ રેડી "

મે ખરેખર કચ્છમાં આવી ભૂલ કરી હતી. હીના મારી દોસ્ત હતી એટલે મારી ભૂલ ને એ માફ કરી શકતી... બાકી,ઓન મિશન ઉપર હોઈએ ત્યારે સૌથી પહેલાં દેશ.. એ ભાવના થી ચાલવાનું હોય છે..

આ ઉપરાંત હેતલ ને હું છેતરી રહ્યો હતો. હીના સામે કશુંય બોલવાની મારી હિંમત નહોતી. મહેક ની જિંદગી સાથે પણ રમી રહ્યો હતો અને મારી બહેન મિતલ ની સલાહ ને અવગણી રહ્યો હતો..

કાશ.... હું રાજસ્થાન ન ગયો હોત તો....!

* * * * *

હું અને હીના અમદાવાદ પહોંચ્યા.

આખાય મોલ ને સીલ કરાયો હતો.

ઘણી જગ્યાએ હજુય લોહીના ડાઘ પડેલા હતાં.

ચોતરફ પોલીસ અને અંદર સ્પેશિયલ ઓફિસર ની ટીમ મોજુદ હતી... હીના એ પોતાનું આઈ ડી બતાવ્યું એટલે અમે અંદર પ્રવેશ કર્યો.

આતંકવાદી પાસે થી મળેલી ચીજો એક ટેબલ પર ગોઠવાયેલી હતી. હીના એ તરફ આગળ વધી. એણે મારા હાથમાં એક પછી એક ચીજો મુકી. એમાં એક વસ્તુ સૌથી અજાયબ લાગી.એ એક કાગળ ની ચબરખી હતી... જેમાં કોઈ મહેલ જેવું દ્રશ્ય ચીતરેલુ હતું.

" આ શું હોઈ શકે... સ્મિત "

" સીધી રીતે તો કોઈ રાજમહેલ દેખાય છે "

" પણ, કોઈ આતંકવાદી એનાં ખિસ્સામાં મહેલ દોરેલ કાગળ શા માટે રાખે...? "

" કદાચ, આ મહેલ સાથે એનું કનેક્શન હોય "

" આવા તો અસંખ્ય મહેલો હોય.... ભારત તો મહેલોનો દેશ છે.. કેવી રીતે ખબર પડે કે આ મહેલ કયો હશે..? "

"એ આપણે શોધી કાઢીશુ... હીના "

એ ટી એસ ના ઓફિસરો તરીકે અમે આસપાસ ના વિસ્તારમાં ખાસ્સી પુછપરછ કરી. વાન કોની હતી..? એની પણ તપાસ આદરી...વિશેષ કશું હાથ ન લાગ્યું.

અચાનક મારા દિમાગમાં ઞબકારો થયો..

" હીના.... તે રાજકુમારી મૂમલ નું નામ સાભળ્યુ છે..? "

" વોટ આ જોક... સ્મિત તું પાગલ થઈ ગયો છે કે શું..? અહીં આપણે ઈન્વેસ્ટીગેશન કરવા આવ્યા છીએ.. કોઈ રાજકુમારી ની વાત કરવા નહિ.."

" હીના.... તું શું કહેતી હતી મને.."

" શું પણ.....મારા બાપ "

" તે મને ફોનમાં એવું કહેલું ને કે આપણે જેસલમેર જવાનું છે... એક લીન્ક મળી છે.."

" હા...તો "

" તો એ જ કે આ કાગળ મા જે મહેલ છે એ જેસલમેર ની રાજકુમારી મૂમલ નો મહેલ છે.."

" તું આટલા કોન્ફિડન્સ થી કેવી રીતે કહી શકે..? "

" એટલા માટે કે મે ભાટી રાજપૂતો નો કિલ્લો જોયો છે એ ખૂબ જ મોટો છે.એટલામાં ફક્ત મૂમલ મહેલ જ એવું પ્લેસ છે જે આ કાગળ સાથે મેળ ખાય છે.."

" તો તારું કહેવું છે કે આતંકીઓ મૂમલ મહેલ ગયા હશે "

" કદાચ, એ તો ત્યાં ગયા પછી ખબર પડે "

અને, આ રીતે મારી જિંદગી ની એક એવી ખતરનાક સફર શરૂ થઈ... કે જેમા ડગલે ને પગલે સાહસ હતું...

હું અને હીના ફક્ત જેની કલ્પના કરી રહ્યા હતા એ રાજકુમારી મૂમલ ના મહેલ અમારી ઈન્વેસ્ટીગેશન નો સૌથી મોટો હિસ્સો બનવાનો હતો....અને, સદીઓથી ખંડેર એની દિવાલો મારી અને મહેક ની મુલાકાત ની સાક્ષી બનવાની હતી એનો અંદાજ મને ખુબ પાછળ થી આવ્યો હતો.