જાણે-અજાણે (11) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (11)

નિયતિ આશ્ચર્યથી તેની તરફ પાછળ વળી અને પાછળ જોતાં જ તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.....નિયતિની આંખો પોહળી થઇ ગઈ અને પોતાનાં પગ પરથી ધારણ ગુમાવી જમીન પર પટકાતા બચી ગઈ.
આખરે નિયતિએ એવું તે શું જોયું કે તેનાં રૂંવાડા ઉભા થઈ ગયા?!.... રોહન તો તેને મળવા આવ્યો હતો ને તો પછી નિયતિ ને અવગણવાનો શું મતલબ?.... આ બધાં પ્રશ્નો ઉદ્દભવે તે વ્યાજબી છે.
જેવું નિયતિ એ પાછળ વળીને જોયું તો રોહન નિયતિને અવગણી એક છોકરી તરફ ચાલી રહ્યો હતો. રોહનની પીઠનાં લીધે તે છોકરીનું મોં પહેલાં દેખાયું નહીં. જેવો રોહન રસ્તામાંથી ખસ્યો કે નિયતિ એ એક ચહેરો જોયો. જેની સ્વપ્ન માત્રની પણ આશા નહતી કરી. જે વ્યક્તિ પર નિયતિનો સૌથી વધારે વિશ્વાસ હતો તેવી તેની મોટી બહેન સાક્ષી. નિયતિ દુર ઉભી એકીટશે સાક્ષીનાં ચહેરાં તરફ જોતી રહી ગઈ. મુખમાંથી માત્ર એક ધીમો અને આશ્ચર્ય ભર્યો અવાજ નિકળ્યો "સાક્ષી દીદી! " એકાએક નિયતિ નું મગજ કામ કરતું અટકી ગયું. સુન્ન પડેલાં નિયતિનાં હાથપગ પણ જાણે તેનો સાથ છોડવાની તૈયારીમાં હતો. ચહેરાં પર કોઈ જાતનાં હાવભાવ નહતાં અને આંખોમાંથી આંસુની ધાર આપોઆપ જ નીકળી રહી હતી.
બીજી તરફ રોહન સાક્ષીને પ્રપોઝ કરી રહ્યો હતો, લાલ ગુલાબ અને એક મોટી ખુશી પોતાનાં ચહેરાં પર રાખી સાક્ષીને પોતાની બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. સાક્ષીનાં હાવભાવ પણ ખુશીથી ઝુમી ઉઠે તેવાં જ હતાં. જાણે બંને એકબીજાને ઘણાં લાંબા સમયથી જાણતાં હોય તેમ આરામદાયક રીતે વાતો ચાલી રહી હતી. આ દરેક હલનચલન નિયતિનાં રોમરોમને તોડી રહ્યું હતું. શું બોલે કે શું વિચારે તેનું ભાન તો રહ્યું નહીં અને સાક્ષીની સામે જવાની હીંમત હતી નહીં. કદાચ પોતાને ના ગમતો જવાબ સાંભળવાની તાકાત નહતી. વાતાવરણ પણ પલટાઈ રહ્યું હતું. આકાશમાં જોરજોરથી વિજળી ગાજતી અને કાળું ભંમ્મર વાદળો જામી રહ્યાં હતાં. પ્રકૃતિ ને પણ જાણે ખોટાં બનાવનો અનુભવ થતો હોય અને પોતે રોષે ભરાઈને લોકો પર પોતાનો કહેર દર્શાવી રહી હોય તેમ ચોખ્ખું દેખાય રહ્યું હતું. નિયતિને વાતાવરણથી વધારે આજે પોતાનાં બે સૌથી નજીકનાં માણસો દ્વારા આપવામાં આવેલાં વિશ્વાસઘાતથી વધારે બીક લાગી રહી હતી. શ્વાસોની ગતિ વધતી અને આત્મા કંપાવતાં વિચારોની સાથે નિયતિ એક શક્તિ ભેગી કરી રોહન સામે જવાં અને પોતાની એક એક પ્રશ્નનાં જવાબ માંગવા ની કોશિશ કરી રહી. રોહન અને નિયતિ વચ્ચે થોડાં પગલાંનું જ અંતર હતું છતાં આજે નિયતિનાં હાથ પગ કાંપી રહ્યાં હતાં. છેવટે પોતાને મહત્વ આપી નિયતિ તેમની સામે જઈ ઉભી રહી. પોતાની વાતોમાં મશગુલ એવાં રોહન અને સાક્ષી તરફ એક હીંમત ભરી નજરે જોતી રહી.
"સાક્ષીદીદી!. ...." અવાજ સંભળાતાં સાક્ષીની લય તુટી અને નજર નિયતિ તરફ ફરી. "અરે... નિયતિ તું અહીંયા? " સાક્ષીએ એકદમ સહજતાથી પુછ્યું. નિયતિને આવો આવકાર સાંભળી આશ્ચર્ય થયું. જાણે કશું થયું જ ના હોય અને એક સામાન્ય મુલાકાત હોય તેમ વર્તન આશ્ચર્યજનક હતું.
"આ દીદી આવું કેમ બોલે છે જાણે મારાં આવવાથી કોઈ ફર્ક જ ના પડ્યો હોય! શું તે પોતાની વાત છુપાવવા માંગે છે કે તેમની પોલ બહાર આવવા માંડી છે?... ચાલી શું રહ્યું છે તેમનાં મગજમાં? " ઘણાં વિચારો એકસાથે નિયતિ પર તુટી પડ્યાં.
થોડી મહેનત કરી નિયતિ એ ફરી પુછ્યું "દીદી તમે અહીં? અને આ(રોહન તરફ આંગળી કરીને)?" હજું વાક્ય પુરુ કરતાં પહેલાં રોહને વાત કાપી "અરે સાક્ષી તેં કહ્યું નહીં કે તારી બહેન પણ આવવાની છે?.... મને લાગ્યું આપણે બે જ મળીશું..."
વાત પુરી થતાં થતાં રોહને નિયતિ સામે જોઈને હાથ લંબાવતા કહ્યું "By the way I'm Rohan... સાક્ષીનો ફ્રેન્ડ..." આવાં અસહ્ય શબ્દો સાંભળી નિયતિ પોતાની ધીરજ ગુમાવી રહી હતી છતાં પોતાની અંદરથી એક અવાજ આવતો કે કંટ્રોલ નિયતિ આ બધું શું છે તે જાણવું વધારે મહત્વનુ છે. નિયતિએ હાથ મેળવ્યો નહીં અને ફરી સાક્ષીને કશુંક બોલવાં લાગી તો ત્યાં ફરી રોહને નિયતિની વાત કાપી અને બોલવાની તક જ ના આપી. "સાક્ષી મને લાગે છે આપણે પર્સનલ સમયને બરબાદ કરી રહ્યા છે તો બીજા બાંકડે બેસીએ?..." રોહન સાક્ષીને નિયતિથી દૂર ખેંચી રહ્યો હતો. "રોહન એક મિનિટ..." સાક્ષીએ રોહનને અટકાવતા કહ્યું. નિયતિ સામે જોઈને "નિયતિ આપણે ઘેર જઈને વાત કરીએ?... હમણાં થોડી બિઝી છું. "
નિયતિની કોઈ વાત સાંભળ્યા વગર જ સાક્ષી ચાલી ગઈ. નિયતિ ત્યાં ઉભી ચોધાર આંસુએ રડી પડી. પોતાને હારેલી અને થાકેલી માની ત્યાંથી ચાલી નિકળી. પણ ક્યાં ચાલી રહી છે અને ક્યાં જઈ રહી છે તેનું ભાન હતું જ નહી. બસ પોતાનાં અને રોહનનાં સાથે વિતાવેલા એ ક્ષણો જ આંખો આગળ આવી રહ્યાં હતાં. "મેં તો સપને પણ નહતું વિચાર્યું કે રોહન કોઈ દિવસ મારી ભાવનાઓને ઠેસ પહોચાડી શકે! તે કોઈ એવું કામ કરી શકે કે મારું મન તુટે!... અને મહત્વની વાત એ છે કે મેં રોહનનો સ્વભાવ જાણવામાં ભુલ કેવી રીતે કરી?... હું તો હંમેશા માનતી હતી કે રોહનને સૌથી વધારે ઓળખું છું. રોહને મારી સાથે ડબલ ગેમ રમી છે કે સાક્ષીદીદી એ પણ સાથ આપ્યો છે?... કાંઈ સમજાતું નથી...." નિયતિ પોતાની સાથે જ વાતોમાં ફસાઈ ગઈ.
કેવી રીતે પરિસ્થિતિ નો સામનો કરશે નિયતિ!...


ક્રમશઃ