પ્રેમકુંજ - (ભાગ-૨૧)


આજ રિયા ખુશ હતી.આજ મને કુંજ લેવા માટે આવશે.હું આવી પરિસ્થિતિમાંથી બહાર આવિશ.તે ઓરડાને આજ છેલ્લી વાર નીરખી નીરખીને જોઈ રહી હતી.તે લાલજીનો આભાર માની રહી હતી કે તેમણે વિકટ પરિસ્થિતિમાં મને રહેવા માટે જગ્યા આપી.

એક બાજુ લાલજી અને મગનો રિયાની જાણ બહાર ખેલ ખેલી રહિયા હતા.રિયાને મોસીન પાસે મોકલી તેને એક વેશ્યા બનાવવા માંગતા હતા.

બપોરના બે વાગી ગયા હતા,અચાનક લાલજી આજ પહેલી વાર રિયાની રૂમ પર આવીયો.તે કયારેય રિયાની રૂમ પર આવતો નહિ.રિયા પણ ડરી ગઈ એવું તો શું મારાથી ભૂલ થઇ હશે કે લાલજી ઉપર આવીયો.કાલની વાતની તેને ખબર નહીં પડી ગઈ હોઈ ને.

રિયા સ્ટોરરૂમમાં શાકભાજી નથી.આજ એક મોસીન ભાઈના ઘરે પ્રસંગ છે,તો તેના માટે સમોસા બનાવાના છે.અને હા,એમની સાથે તારે શાકભાજી લેવા માટે જવાનું છે.

રિયાને થયું આજ સાંજ સુધીનું જ કામ છે ને? હું કરી નાખીશ.હા, શેઠ હું તેમની સાથે શાકભાજી લેવા જશ.તે કયારેય આવશે?

બસ હમણાં જ...!!!તું તૈયાર રેહેજે એ આવે છે.રિયા થોડી જ વારમાં તૈયાર થઈ ગઈ.રિયા જલ્દી નીચે ગઈ 
શેઠ શું નામ એમનું હતું?મોસીન..!!હા,તું અહીં બેસ હમણાં આવતા જ હશે.ત્યાં જ સામે એક ઇકો ગાડી આવી.તેમાંથી બે ભાઈ નીચે ઉતરિયા.લાલજી સામે ઈશારો કર્યો.લાલજી એ પણ આંખથી ઈશારો કર્યો.

રિયા હું જે વાત કરી રહીયો હતો હમણાં જ આવશે તે આજ મોસીન આમની સાથે તારે આજે શાકભાજી લેવા જવાનું છે.રિયા હંમેશા લાલજી પર વિશ્વાસ કરતી.આજ લાલજી પૈસા માટે રિયાનો વિશ્વાસ તોડી રહીયો હતો.

લાલજીને હજુ પણ મન નોહતું રિયાને મોકલવાનું.રિયા ગાડીમાં બેઠી તરત જ લાલજી એ દોટ મૂકી પણ સામે મગનો આવીયો.

શું કરો છો તમે લાલજી શેઠ..?આ તમારા રૂપિયા..!!
પણ મગના મારુ મન હજુ પણ નથી માનતું.હજુ પણ એમ થાય છે રિયાને પાછી લઈ આવું.પણ તારા હાથમાં આ રુપિયા જોઈને મારુ મન ફરી રહીયું છે.

શેઠ તમારે શું લેવા દેવા તમારી કોણ હતી તે?
તમે શા માટે ચિંતા કરો છો.હા,મગના એ પણ છે.
ચાલ અંદર તારા રુપિયા તું લય જા.બંને રૂપિયા જોઈ ને ખુશ થયા.

સાંજનો છ વાગવાને થોડી જ વાર હતી.કુંજને થયું હું જલ્દી જાવ અને રિયાને લેતો આવું.એ પછી હું મારી પપ્પાની દુકાનમાં તેમને મદદ કરવા જશ.

થોડીવારમાં જ કુંજ પાછળના દરવાજાથી અંદર ગયો.અંદર જોયું તો રિયા ન હતી.આજુ બાજુ તેની બધી જ વસ્તુ પેક કરી તેણે બેગમાં મુકી દીધી હતી.

કુંજે બે-ત્રણ વાર સાદ પાડ્યો... રીયા.. રિયા....પણ કોઇએ સામેથી જવાબ ન આપીયો.કુંજને થયું તે કઈ બહાર ગઇ હશે હમણાં આવશે.સાંજના સાત વાગી ગયા પણ રિયા આવી નહીં.કુંજને ચિંતા થવા લાગી કે રિયા ક્યાં ગઈ હશે.લાલજીને હવે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો હતો.

કુંજને હવે ચિંતા થવા લાગી હતી.એને થયું કે હું લાલજીને પૂછી જોવ કે રિયા ક્યાં ગઇ છે.તેને ખબર જ હશે.કુંજ જલ્દી જલ્દી નીચે ગયો.કુંજે દુકાનની અંદરથી જ પ્રવેશ કર્યો.તેણે લાલજી પાસે આવી કહ્યું.

તમે રિયાને જોઈ છે?રિયા કોઈ કામે ગઈ છે?તમે રિયાને બહાર જતી જોઈ છે?ક્યાં છે રિયા?

લાલજી થોડીવાર તો ગભરાઈ ગયો કેમ કે રિયાને કોઈ જાણે છે,તે વાતથી.લાલજી એ ધીમે રહી એ વ્યક્તિ ની સામે જોઈયું ઓહ,તમે એ જ છો ને મારી દુકાન પર આવીને પગ પર પગ રાખીને બેસતા હતા.

હા, હું એ જ છું પણ મેં જે સવાલ કર્યો તેનો તમે જવાબ આપો.

વાહ,તમને જોઈને આજ ખુશ થયો.રિયા બસ હમણાં આવતી જ હશે.તે થોડીવાર પહેલા જ બહાર ગઈ કેમ એનું કઈ કામ હતું?એ આવશે ત્યારે હું તેને ભલામણ કરી દશ.

નહીં કઇ નહીં..!!!બસ એમ જ..!

તમારું શુભનામ?
કુંજ..!

હા,કુંજ એ હમણાં થોડીવારમાં આવશે.હું અત્યારે દુકાન બંધ કરી ઘરે જઈ રહીયો છું.એમની પાસે
દુકાનની બીજી ચાવી છે.તે આવીને દુકાન ખોલશે ત્યારે તમે એને મળી લેજો.

ઓકે..!!!

લાલજી દુકાન બંધ કરી તેના ઘરે ગયો.પણ કુંજ રાત્રીના નવ દસ અગિયાર વાગિયા સુધી રિયાની વાટ જોઈ રહીયો હતો.હમણાં આવશે રિયા..!!!
મેં રિયાને મોલ પર આવવાનું કહ્યું તો એને ખોટું નહીં લાગીયું હોઈને.ના,એ તો ખુશ હતી.મારી સાથે પ્રેમની પળો માણવા એ ત્યાર હતી.રિયા મને મૂકીને કઈનો જઈ શકે.રિયા મોલ પર  એકલી તો નહીં વહી ગઈ હોઈને નહીં તેનો સામાન તો અહીં જ પડીયો છે.
એ મને મૂકીને નો જાય.


રિયા તારે એકવાર મને કહીને તો જાવું હતું ને હું આ જગ્યા પર જાવ છું.મને ખબર છે રિયા તું મને મારાથી પણ વધારે પ્રેમ કરે છે.હું પણ તને એટલો જ પ્રેમ કરું છું,પણ,તું મને આ રીતે એક્લો મેકીને ન જા રિયા નહીં તો મારો જીવ વહી જાશે.લાલજીની દુકાન પર જ કુંજને સવાર પડી ગઈ કયારે નિંદર આવી તેને ખબર પણ રહી નહિ.આંખ ખોલતા જ તે જલ્દીપાછળના દરવાજા પરથી ઉપર ગયો.પણ ત્યાં કોઈ ન હતું.

રિયા ....રિયા...રિયા....તું ક્યાં છે?
તારે મને આ રીતે મેકીને જાવું તું,તો તે શા માટે મને પ્રેમ કર્યો.રિયા તું મને અનહદ પ્રેમ કરતી હતી.હું જાણું છું.પણ તારે આ રીતે જવાનું કંઈક કારણ હશે તો જ તું જા નહીં તો તું મને આ રીતે મુકીને કેવી રીતે જઈ શકે..!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sandip Goyani

Sandip Goyani 3 માસ પહેલા

ATULCHADANIYA

ATULCHADANIYA 9 માસ પહેલા

Parul Chauhan

Parul Chauhan 9 માસ પહેલા

Vasu Patel

Vasu Patel 9 માસ પહેલા

Nidhi Mehta

Nidhi Mehta 9 માસ પહેલા