યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૧ Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૧

આગળ જોયું કે અઘોરી યક્ષીણીનું રુપ લઈને ઓમ પાસેથી કમંડલ લઈ જાય છે.ત્યાર બાદ ગુરુમાં અને યક્ષીણી ઓમને અઘોરી વિશે જણાવે છે.

અઘોરીએ મહાદેવ ને કહયું કે " મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ એવા મનુષ્યનાં હાથે જ થાય કે જેણે....કોઈ પણ લોભ વિના એક એવી દેવીની મદદ કરી હોય તે પણ એવી દેવી જેણે વર્ષોથી પોતાની દૈવીય શકિતઓનો ઉપયોગ કર્યો ન હોય....., મહાદેવ એ તેને આ વરદાન આપ્યું.

જે લગભગ અસંભવ જ હતું કારણ કે એક દેવી તેની શકિતઓનો ઉપયોગ ન કરે... અને તે દેવી થઈને એક મનુષ્યની મદદ લે.. એવું બને જ નહીં અને કલિયુગમાં કોઈપણ લોભ વિના કોઈની મદદ કરે એવો મનુષ્ય હોવો મુશ્કેલ જ છે." યક્ષીણીએ ઓમને કહ્યું.

"તો એવું જ હતું તો એ મારા ઘરે મારી મદદ કરવા કેમ આવ્યો હતો?" ઓમ એ કહ્યું.

"એ એટલે આવ્યો હતો કે તમને એવું લાગે કે એ તમારી મદદ કરે છે અને તેનાં કહેવાથી તમે યક્ષીણી વિશે જાણો અને યક્ષીણી ખરાબ હોય છે એવું જે લોકોમાં ભ્રમ છે તે જાણી તમે અહીંથી જતાં રહો અને યક્ષીણીની મદદ ન કરી શકો...અને એ તેની યોજનામાં સફળ પણ રહયો.....પણ તમે તમારા મનનું સાંભળ્યું અને અહીંથી ગયા નહિં એટલે તેણે બીજો ઉપાય શોધ્યો કે એ પોતે જ આ કમંડલ લઈ લે કે જેથી કમંડલની શકિતઓનો ઉપયોગ કરી શકે." ગુરુમાં એ કહ્યું.

"જે અઘોરી માત્ર મંત્રોચ્ચાર થી મને બેહોશ કરી શકે છે અને યક્ષીણીને કેદ કરી શકે છે તેને હું મૃત્યુ કેવી રીતે આપીશ?"ઓમ એ પુછયું.

"ઓમ..હજી તમને તમારા વિશે પૂર્ણ જ્ઞાન નથી એટલે તેની શકિતઓ તમારા પર હાવી થઈ હતી અને યક્ષીણી પાસે પણ તેની શકિતઓ નથી છતાંય તે સરળતાથી યક્ષીણીને કેદ ન કરી શકે કેમકે યક્ષીણી પાસે માત્ર તેની શકિતઓ નથી....હજી પણ તે યક્ષીણી તો છે જ. તેથી અઘોરીએ યક્ષીણીની ને આમંત્રણ આપી બોલાવવું પડશે તો જ તેને યક્ષીણીની શકિતઓ મળશે." ગુરુમાં એ કહ્યુ.

"હા, આયનામાં જોતાં સમયે,પાણીમાં જે પ્રતિબિંબ જોયું તે અને ગુફામાં બનેલી ઘટનાઓ પરથી એટલું ખબર છે કે હું સામાન્ય મનુષ્ય તો નથી જ પણ હું કોણ છું તેનું મને જ્ઞાન કેવી રીતે થશે?" ઓમ એ પુછયું.

"મનને એકાગ્ર કરીને અત્યાર સુધી જે છબિઓ જોઈ છે તમે તેનું ધ્યાન કરશો તો તમને તમારા અસ્તિત્વની જાણ અવશ્ય થશે." યક્ષીણી એ કહ્યું.

"પણ યક્ષીણી તેનું આમંત્રણ જ નહીં સ્વીકારે તો...?" ઓમ એ પુછયું.

"હું એક દેવી છું તેથી કોઇપણ મને મારી સાધના કે ભક્તિ કરી બોલાવે તો મારે તેની સામે જવું પડે પછી ભલે એની મનસા ખોટી હોય....એ જ દેવી-દેવતાઓનો નિયમ છે અને હું એની પાસે જઈશ તો ખબર પડશે ને કે એ કયાં છે....કેમકે હજી તો તમે પોતાને મનુષ્ય જ માનો છો..." યક્ષીણી એ કહ્યું.

"તો હવે આપણે એનાં આમંત્રણની રાહ જોવી પડશે?" ઓમ એ પુછયું.

"હા, તેના આમંત્રણ આવ્યા પહેલાં તમે ધ્યાન કરીને તમારી શકિતઓ જાણી લો કે જેથી યક્ષીણીની મદદ કરી શકો." ગુરુમાં એ કહ્યું.

"અઘોરીએ મારી સાધના આરંભ કરી દીધી છે." યક્ષીણી એ કહ્યું.

ઓમ યક્ષીણીનાં વૃક્ષ પાસે બેસી જાય છે. ગુરુમાં તેમની શકિતઓથી ઓમ સામે યજ્ઞવેદી બનાવી દે છે. ઓમ આંખો બંધ કરીને ધ્યાન કરે છે.

ઓમ સતત તેણે જોઈ હતી તે છબીઓ સ્મરણ કરે છે.તે ધ્યાનની એ અવસ્થામાં પહોંચી કે તેને તેની આસપાસનું વાતાવરણનો પણ ખ્યાલ નથી. ધ્યાનમાં તેણે પહેલાં બ્રહ્માંડ જોયું અને પછી અચાનક પ્રકાશ દેખાવા લાગ્યો અને ધીરે ધીરે તે પ્રકાશ તેની નજીક આવતો દેખાયો. એ પ્રકાશમાં ઓમને એક આકૃતિ દેખાય. એ આકૃતિ અને ઓમએ પાણીમાં પ્રતિબિંબ જોયું હતું તે બંને એક જ હતાં. ધીરે ધીરે તે આકૃતિ પાછળ જવા લાગી તે આકૃતિની પાછળ પણ કોઈ ઊભેલું હતું. ઓમ જેવી દેખાતી આકૃતિ પાછળ ઉભેલી આકૃતિમાં સમાય ગઈ અને પછી ઓમ એ જે જોયું તે પછી તેણે ધીમેથી આંખો ખોલી.

"અઘોરીની સાધના કયારે પુરી થશે?" ઓમ એ પુછયું.

"હવે પુરી થવાની તૈયારી જ છે" યક્ષીણીની એ કહ્યું.

"તમને તમારા સવાલોનો જવાબ મળ્યો?" ગુરુમાં એ પુછયું.

"હા, હું મારું અસ્તિત્વ જાણી ગયો છું અને હવે અઘોરીને તેના પાપો ની સજા આપવાનો સમય આવી ગયો છે." ઓમ એ કહ્યું.

ઓમ...અઘોરીની સાધના પુરી થઈ , હું જાઉં છું." યક્ષીણી એ કહ્યું.

"હા, તમે જાવ , હું સમયે ત્યાં પહોંચી જઈશ." ઓમ એ કહ્યું.

યક્ષીણી ત્યાં જ અદશ્ય થઈ ગઈ.

ક્રમશ.......