યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૫ Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૫

આગળ જોયું કે ઓમ ને કમંડલ વિશે જાણ થાય છે અને તે ગુરુમાં ના કહ્યા મુજબ રાતે પુસ્તક લઈને જંગલમાં જાય છે અને પુસ્તકમાં લખેલી પહેલી મુજબ ફુલ શોધે છે.

ચારેબાજુ વૃક્ષનાં સ્થાને ફુલોનાં છોડ દેખાતા હતા. ઓમ એ તેમાં નાં કેટલાંક ફુલ તોડ્યા.ઓમ એ ફુલ વૃક્ષ પાસે ચઢાવે છે.રાહ જોયા બાદ પણ યક્ષી દેખાતી નથી. ફરીથી ઓમ પુસ્તકમાં જોઈ છે.

"છતાંય આકર્ષાય છે એક પુષ્પથી...., એક ફુલ......પણ અહીં તો કેટલાં બધાં ફુલ છે એમાંથી એક કયું હશે...?"ઓમ વિચાર કરે છે. તે પુસ્તકમાં ચિત્ર જોઈ છે પણ એમાં ઓમ ને કંઈ નવું નથી દેખાતું. ઘણું વિચાર કર્યા પછી પણ ઓમ ને કંઈ સમજ પડી નહીં એટલે ઓમ ગુસ્સામાં બોલ્યો," જયારે જરૂર ન હતી ત્યારે સામેથી આવેલી અને આજે એનાં કામ માટે એની જરૂર છે તો પણ નથી આવતી." બોલતાં બોલતાં જ એને યાદ આવે છે કે યક્ષી દેખાતી હતી તે પહેલાં મનમોહક સુગંધ આવતી હતી અને એ સુગંધ...

ઓમ જંગલમાં એ ફુલ શોધે છે. ઘણું શોધ્યા પછી ઝીલ પાસે તેને યક્ષીણીના આવવા પહેલાં જે સુગંધ  આવતી હતી તે છોડ મળે છે. તેમાંથી ફુલ તોડી યક્ષીણીનાં વૃક્ષ પાસે મુકે છે.

મનમોહક સુગંધ અને છન....છન...નો અવાજ આવવા લાગ્યો.ઓમ એ પેલા સુંદર વૃક્ષની ઉપર જોયું.ત્યાં યક્ષીણી બેઠેલી હતી. તે હવામા ઉડતી હોય એમ વૃક્ષ પરથી નીચે ઉતરવા લાગી.

"ઓમ, તમે પહેલાં પડાવમાં સફળ રહયાં.તમે ગુસ્સામાં બોલ્યા ત્યારે મને તો એવું લાગ્યું કે તમે પુષ્પ નહીં શોધી શકો. તમને કેવી રીતે ખબર પડી કે મને ચંપો પુષ્પ પ્રિય છે?" યક્ષીણી વૃક્ષ પરથી ઉતરીને બોલી."

"તમે પહેલી વાર આવેલા ત્યારે આ પુષ્પની સુગંધ પણ આવતી હતી.એટલે હું ગુસ્સામાં બોલ્યો ત્યારે મને યાદ આવ્યું.અને હું તમને માફી માંગું છું મને ખ્યાલ ન હતો કે તમે એક યક્ષીણી દેવી છો અજાણતા માં મેં તમારી સાથે અયોગ્ય વર્તન કર્યું." ઓમ એ કહ્યું.

"ક્રોધ હંમેશા બુધ્ધિ માટે હાનિકારક હોય છે , તમે મનુષ્યો 
જેવું વર્તન ના કરો." યક્ષીણી એ કહ્યું.

"મનુષ્ય મનુષ્ય જેવું જ વર્તન કરે ને , પણ મારી શું ભુલ છે?" ઓમ એ કહ્યું.

યક્ષીણી એ ઓમ પાસેથી પુસ્તક લીધું અને તેનાં ચિત્ર વાળું પાનું ખોલીને બતાવ્યું. યક્ષીણીનાં વાળમાં ચંપો પુષ્પ હતું.

"સમગ્ર ચિત્રમાં માત્ર એક જ ચંપાનું પુષ્પ છે જે મારા કેશમાં છે અન્ય બધાં પુષ્પો મારા ચરણોમાં છે. તમારી ભુલ એ છે કે આટલું બધું જાણવા છતાં પણ તમે પોતાને હજી પણ મનુષ્ય જ માનો છો , મનુષ્ય બુધ્ધિથી જ કામ કરો છો. ચાલો, હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ."યક્ષી એ કહ્યું.

"હા, જઈએ પણ ત્યારે જ જયારે તમે મારા સવાલોનો જવાબ આપશો. " ઓમ એ કહ્યું.

"પહેલાં હું વચન માં બંધાયેલી હતી કે જયાં સુધી તમે મને આમંત્રણ આપીને બોલાવો નહિં ત્યાં સુધી હું યક્ષીણી છું અને તમારે કમંડલ લાવવાનું છે એ જણાવી શકું નહીં પણ હવે હું તમારા સવાલોનો જવાબ આપી શકું છું કેમકે તમે આ પુષ્પ દ્વારા મને આમંત્રણ આપીને બોલાવી છે." યક્ષી એ કહ્યું.

"તો કહો , તમે એક દેવી છો, તમારી પાસે અપાર શકિત ઓ છે તો તમને મારી શું જરૂર અને આ કમંડલ કેમ હું જ લાવી શકું છું?" ઓમ એ પુછયું.

"હા, યક્ષીણી તો છું પણ મારી શકિત ઓ મારી પાસે નથી એટલે તમારી મદદ ની જરૂર છે." યક્ષી એ કહ્યું.

"શું મજાક કરો છો જેની પાસે આટલા પાવર્સ હોય તેની પાસેથી કોણ છીનવી લેવાનું?"ઓમ એ કહ્યું.

"હું ઉપહાસ નથી કરતી આ સત્ય છે. તેની પાછળ પણ કહાની છે." યક્ષી એ કહ્યું.

"કહાની......" ઓમ એ પુછયું.

હા, કહાની....

ઘણાં વર્ષો પુર્વે ની વાત છે હું અને મારી દાસી ઓ યક્ષ રાજ કુબેરની આજ્ઞા થી થોડા સમય માટે અહીં રહેવા આવ્યા હતાં.આ બંજર જમીનને સુંદર વન અમે જ બનાવ્યું હતું. એક વાર એક તપસ્વી જેવો પુરુષ ઝીલ કિનારે તપસ્યા કરવા આવ્યો. તે ઝીલ પાસે બેસીને સાધના કરવા લાગ્યો. એનાથી અજાણ હું ચંપો પુષ્પનાં છોડ પાસે ઊભી હતી. હું અને મારી દાસી ઓ વાતો કરતાં કરતાં ફુલો તોડતી હતીં.અમારી વાતો થી તપસ્વીનું ધ્યાન ભંગ થતું હતું છતાંય તે કંઈ બોલ્યા નહીં.

મારું ધ્યાન માત્ર ચંપા પુષ્પની સુગંધ પર હતું. હું એ તપસ્વીની પાછળથી ચાલતી ઝીલ તરફ જઈ રહી હતી. મારી સુગંધ અને મારી પાયલ નાં અવાજથી તપસ્વીનું ધ્યાન ભંગ થયું. હું સામે જ ઊભી હતી તેમણે આંખો ખોલીને જોયું.એ તપસ્વી હતાં તેથી મારું સત્ય એ જાણી ગયા હતાં એટલે તેમણે કોઈ પ્રતિક્રિયા બતાવી નહીં અને પુનઃ ધ્યાનમાં લીન થઈ ગયાં.

આ જોઈ મેં તપસ્વીને કહ્યું,"કઠોર તપસ્યા શું કામ, સિધ્ધિઓ આપનારી યક્ષીણી સામે ઉભેલી છે એ જાણવા છતાં આંખો બંધ કરે છે..!"
તો પણ તેણે આંખો ખોલી નહીં.

અહંકાર વશ મેં એમને કહ્યું, "કઠોર સાધના બાદ પણ હું કોઈને દર્શન નથી આપતી, તને હું તમામ સિધ્ધિઓ આપી શકું છું જેનાથી તું વિશ્વ પર રાજ કરી શકે છે."

તપસ્વીએ આંખો ખોલી અને બોલ્યા, " દેવી ક્રોધ ના કરો , મને સિધ્ધિઓ નો મોહ નથી તેથી મેં ઉત્તર ન આપ્યો. મારા આરાધ્ય દેવ એ મને ઘણું બધું આપ્યું છે.છતાંય મારાથી ભુલ થઈ હોય તો ક્ષમા કરજો.

"તપસ્વી, તે મારું અપમાન કર્યું છે , મેં તને કઠોર તપમાં લીન જોઈ મારી સાધના કર્યા વિના સિધ્ધિઓ આપવા કહયું એ જ મારી ભુલ છે હવે હું તને તારી જીદ નાં બદલે મૃત્યુ આપીશ." યક્ષી એ ગુસ્સે થઈ કહ્યું અને હાથમાંથી અગ્નિ કાઢી તેને જીવતો સળગાવી દીધો.

ક્રમશ:......