Yakshini Pratiksha - 9 books and stories free download online pdf in Gujarati

યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૯

આગળ જોયું કે ઓમ ગુપ્ત ગુફામાં પડી જાય છે અને તેને ગુફામાંથી વિશાળકાય નાગ બહાર કાઢે છે.તે તળાવનું પાણી તેના ઘાવ પર રેડે છે અને તેનાં બધાં ઘાવ ચમત્કારિક રીતે સારાં થઈ જાય છે.

ઘાવ સારાં થવાથી ઓમ તેનાં પગ પાણીમાં મૂકે છે અને મોઢું ધોવા વાંકો વળે છે ત્યારે જ તેની નજર પાણી માં પડે છે.
તે આમ તેમ જુએ છે પણ ત્યાં કોઈ દેખાતું નથી.ઓમ ફરી પાણીમાં જોઈ છે.

"આ કોણ છે.....?જેની સૂરત તો મારા જેવી જ છે પણ માથે મહાદેવ જેવી જટા અને કપાળ પર ભસ્મ લગાવેલી છે.

ઓમ હાથથી પાણી હલાવે છે પણ એ પ્રતિબિંબ હલતું નથી. ઓમ પાણીમાંથી પગ બહાર કાઢે છે અને ફરી પાણીમાં જોઈ છે. ઓમ ધ્યાનથી જોય છે. ઓમના આંખોનાં પલકારા અને પાણીમાં દેખાતું પ્રતિબિંબનાં આંખોનાં પલકારા સાથે જ બંધ થાય છે.

"આ મારું જ પ્રતિબિંબ છે...પણ આવું?"ઓમ બોલ્યો એટલામાં પાણીમાં એ પ્રતિબિંબ દેખાતું બંધ થઈ ગયું.વિચાર કરતાં કરતાં ઓમ એ તેનું મોઢું ધોયું.તરત જ મોંઢાના ઘાવ પણ સારાં થઈ ગયાં. ઓમ ત્યાંથી ઊભો થયો સામે ગુફામાં આગળ જવાનો રસ્તો હતો. તે આગળ જાય છે.

થોડું આગળ જતાં ઓમને સામે કમંડલ દેખાય છે. તે ત્યાં જાય છે. ઓમ નાં નજીક જતાં ની સાથે જ એક કમંડલ ની જગ્યાએ પાંચ કમંડલ થઈ જાય છે અને બધાં કમંડલની ચારેબાજુ અગ્નિનું ચક્ર બની જાય છે. એ અગ્નિને પાર કરવું ઘણું મુશ્કેલ લાગતું હતું. કમંડલ પર નાગ વીંટળાયેલા હોય છે.

"આમાંથી અસલી કમંડલ કયું હશે? ઓમ વિચારે છે.

ઓમ પુસ્તકમાં જોઈ છે. પુસ્તકમાં કમંડલનું ચિત્ર હતું અને તેની આજુબાજુ અગ્નિના ચક્રની ઉપર પાંચ તત્વોનાં પ્રતિક ચિન્હો હતાં અને નીચે લખેલું હતું :

"પંચ કમંડલ છે પ્રતિક પંચ તત્વોનું,
આપો દાન ભસ્મનું..તો કમંડલ યક્ષીનું."

"ભસ્મનું દાન...પણ ભસ્મ કયાંથી લાવું..પાંચ તત્વોનું પ્રતીક...એટલે અગ્નિ, વાયુ,જળ, આકાશ અને પૃથ્વી.
અગ્નિ તો સામે જ છે..પાણી મારી પાસે છે..પણ આ બંધ ગુફામાં બાકીનાં ત્રણ તત્ત્વો કયાંથી લાવું?" ઓમ વિચાર કરે છે.

"ભસ્મ...ભસ્મ કયાંથી લાવું?" ઓમ આંખો બંધ કરી મનમાં વિચાર કરે છે અને અચાનક તે આંખો ખોલી નાંખે છે.

"ભસ્મનું દાન કરીશ તો કમંડલ યક્ષીનું....પંચ તત્વોનું પ્રતીક અને ભસ્મ....માનવ શરીર પંચ તત્વોનું બનેલું છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે અને એ દેહ અગ્નિમાં જતાં જ ભસ્મ બની જાય છે.......એટલે મારે મારા......મારા શરીરની ભસ્મ દાન કરવાની છે...!! ઓમ ગભરાઈને બોલ્યો.

"હું મરી જવા તો મમ્મીનું , મારા પરિવારનું શું થશે જે મારી રાહ જોતા હશે.." ઓમ વિચાર કરે છે.

"હે મહાદેવ તમે જ કંઈ કરો , મને કોઈ ઉપાય બતાવો."ઓમ આંખ બંધ કરી વિચાર કરે છે.

અચાનક ઓમને તેને જોઈ હતી તે ઘટના ઓ, યક્ષી અને ગુરુમાં એ કહેલી વાતો યાદ આવે છે.

યક્ષીણી ની પ્રતિક્ષા....આયના માં જોતાં સમયે દેખાયેલી પ્રકાશવાળી છબિ.....કમંડલ લાવવા માટે જ જન્મ થયો......પાણીમાં જોયેલું પ્રતિબિંબ.....સામાન્ય મનુષ્ય જેવી સોચ ન રાખવી.....ઓમની શકિતઓ...દેહને ભુલીને આત્માને જાણો....

"જો મારો જન્મ યક્ષીણીની મદદ કરવા જ થયો છે તો હું શું કામ વિચારું...મારે તેની મદદ કરવાની છે એવી જ ઈશ્વરની ઈચ્છા છે અને હું તેમની ઈચ્છાનું માન રાખીશ." ઓમ બોલ્યો.

આટલું બોલી ઓમ વચ્ચે મુકેલા કમંડલની નજીક ગયો. મહાદેવનું નામ સ્મરણ કરી તેને અગ્નિમાં પગ મુક્યો અને દેહને અગ્નિને સોંપી દીધું.

ક્રમશ......ભાગ ૧૦

અગ્નિમાં પ્રવેશ બાદ ઓમ નું શું થયું તે જાણવા વાંચો આગળ નો ભાગ..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED