આગળ જોયું કે યક્ષીણી ઓમ ને તેની શકિતઓ વિશે અને ગુરુમાં નાં પુનર્જન્મ વિશે જણાવે છે.યક્ષીણી અને ઓમ કમંડલ મેળવવા માટેનાં બીજા પડાવ તરફ જઈ રહ્યા છે અને સૂર્યોદય થતાં જ યક્ષીણી અદશ્ય થઈ જાય છે.
યક્ષીણીનાં અદશ્ય થયાં પછી ઓમ માર્ગમાં આગળ વધે છે અને થોડે દૂર પહોંચતા અચાનક ઊભો રહી જાય છે.
"આ શું આગળ તો પર્વત છે , આ પર્વત ચઢીને નહીં જવાનું હોય તો સારૂં....." ઓમ પર્વતની ઊંચાઈ જોઈને મનમાં વિચારે છે.
ઓમ એ પર્વત પાસે પહોંચે છે. એ ત્યાં ઝાડ પાસે નીચે બેસી જાય છે અને બૅગ માંથી પાણીની બોટલ અને પુસ્તક કાઢે છે.ઓમ પાણી પીધા પછી પુસ્તક માં જોઈ છે.
ઓમ પર કોઈ નજર રાખે છે.
ઓમ ને પાછળ કોઈનાં હોવાનો ભાસ થાય છે.તેથી ઓમ પાછળ ફરીને જુએ છે પણ ત્યાં કોઈ હોતું નથી....ભ્રમ સમજીને ઓમ પુસ્તકમાં જોઈ છે.
પુસ્તકમાં ઓમ જે પર્વત પાસે ઊભો હતો તે પર્વત દેખાતો હતો પણ તે પર્વત હવામાં અધ્ધર હતો. અને નીચે લખ્યું હતું ,
" છે લક્ષ્ય સમીપ પરંતુ માર્ગનું નથી નિશાન..
ચક્ષુ ખોલો તો લક્ષ્ય..બંધ કરો નેત્રો તો રાહ...
છે શકિતઓ અદ્ભુત...ચિત્ત રચે માયાજાળ."
ઓમ વિચાર કરે છે," લક્ષ્ય સમીપ છે મતલબ મારું લક્ષ્ય કમંડલ લાવવાનું છે જે નજીક છે પણ મને એનો માર્ગ નથી ખબર...ચક્ષુ મતલબ આંખો જેને ખોલું તો લક્ષ્ય અને બંધ કરૂં તો રસ્તો મળશે...
મન માયાજાળ રચે છે એવી અદ્ભુત શકિતઓ છે.."
"આંખ જ બંધ કરી દેવા તો રસ્તો કયાંથી દેખાવાનો?"ઓમ બોલ્યો.
ઓમ આંખો બંધ કરે છે અને પુસ્તકમાં ચિત્ર છે તેને જોઈ છે.
હજી તેને રસ્તો નથી મળ્યો.
ઓમ ફરી આંખો બંધ કરે છે.
"યક્ષીણીને કયું ફુલ ચઢાવાનું તે પણ પુસ્તકમાં દેખાતું જ હતું પણ મેં એના પર ધ્યાન ન આપ્યું પુસ્તકમાં પર્વત આ જ છે પણ તે હવામાં છે અને આ જમીન પર..અને યક્ષીણી એ મને મનુષ્ય જેવી સોચ ન રાખવા અને ચિત્ત એકાગ્ર કરવા કહ્યું હતું અને મનની માયાજાળ... જંગલમાં વૃક્ષ છોડ બની ગયાં હતાં તે માયા હતી... " ઓમ મનમાં વિચાર કરતો હતો અને તરત આંખો ખોલી.
"મતલબ હું મારી આંખો બંધ કરીને મારા મનથી માયા રચું..." ઓમ બોલ્યો.
ઓમ એ ફરી આંખો બંધ કરી અને મનને એકાગ્ર કર્યુ. મનમાં પહાડની વચ્ચે રસ્તો છે તેવી કલ્પના કરી. થોડા સમય બાદ ઓમ આંખો ખોલે છે અને સામેનું દશ્ય જોઈ દંગ રહી જાય છે.સામે પર્વત વચ્ચે રસ્તો બનેલો હતો જેવી તેને કલ્પના કરેલી. ઓમને તેની આંખો પર વિશ્વાસ નથી થતો.
ઓમ એ રસ્તા પર આગળ વધે છે.
થોડે દૂર જતાં આગળ બે ગુફા દેખાય છે. બંને ગુફાઓ પર નાગનું નિશાન હોય છે.ઓમ પુસ્તકમાં જોઈ છે પણ એમાં કંઈ લખેલું ન હતું. એક ગુફામાં પાણીનો ધીમો અવાજ આવતો હતો એટલે ઓમ બીજી ગુફાના રસ્તે આગળ વધે છે.
ગુફામાં અંદર જતાં જ ગુફા બહારથી બંધ થઈ જાય છે. ગુફામાં અંધારું હતું. ઓમ બૅગમાંથી ટોર્ચ કાઢે છે. ઓમ ટોર્ચ ફેરવી ગુફામાં આમતેમ જોઈ છે. ગુફાની દિવાલો પર ચામાચીડિયા(Bat) બેઠેલાં હતાં. ઓમ થોડો આગળ જાય છે પણ ગુફા આગળથી પણ બંધ હોય છે.ઓમ ચારે બાજુ પથ્થરોમાં જોઈ છે પણ એને રસ્તો મળતો નથી.
ધીરે ધીરે ઓમ નો શ્વાસ ગુંગળાવા લાગ્યો. તેને પુસ્તકમાં જોયું.
પુસ્તકમાં એક વ્યક્તિ ગુફાની દિવાલ તરફ ઊભેલો છે અને તે પથ્થરોને ધક્કો મારીને ખસેડે છે.
ચિત્રની નીચે એક વાક્ય લખેલું છે:
"પથ્થર જ પથ્થર છે ચારો દિશામાં ,
પથ્થરોમાં જ છે માર્ગ...
કર ઉઠાવી વાર કર,
પલમાં ખુલશે દ્વાર..."
ઓમ વાક્ય ધ્યાનથી વાંચે છે.ઓમ ફરીથી ગુફામાં ચારેબાજુ પથ્થરોને હાથ વડે ધક્કો મારે છે પણ રસ્તો ખુલતો નથી.
ઓમ ને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે.
"મારે જલ્દી રસ્તો શોધવો પડશે,નહીં તો હું અહીં જ મરી જવા." ઓમ ઊંડા શ્વાસ લેતા લેતા બોલ્યો.
તેવામાં ઓમનાં હાથમાંથી પુસ્તક નીચે પડી ગયું. પુસ્તકનાં અવાજથી ચામાચીડિયા આમતેમ ફરવા લાગ્યા.એક ચામાચીડિયું ઓમ નાં મોઢાં તરફ આવી રહ્યુ હતું તેનાંથી બચવા ઓમ એ તેનાં બંને હાથ વડે મોઢું સંતાડી થોડો નીચે વાંકો વળ્યો.
જે દિશામાં તેના હાથ હતાં તે દિશા તરફથી થોડો પ્રકાશ આવવા લાગ્યો. ઓમએ ત્યાં જોયું તો ત્યાં એક નાનો પથ્થર ખસેલો હતો.
ચામાચીડિયા ની હલચલથી ઓમ ને શરીર પર નાની ઈજા થાય છે.એ આંખો બંધ કરી પર્વતમાં રસ્તો બનાવ્યો એમ મન એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે પણ ચામાચીડિયાનાં અવાજ અને હલચલ ને લીધે આંખો ખોલી નાંખે છે.
"આ પથ્થર મારા હાથથી ખસ્યો કે ચામાચીડિયુંને લીધે....મારા હાથથી કેવી રીતે ખસવાનો! હું પણ શું વિચારું છું....પણ અહીંથી બહાર જવા કેવી રીતે?" ઓમ વિચાર કરે છે.
ઓમ નીચે પુસ્તક શોધે છે....
ક્રમશ......