યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૨ Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૨

આગળ જોયું કે ઓમ અને શિવાની અજાણી સ્ત્રીનો જંગલમાં પીછો કરે છે અને તેને પાણી પર ચાલતા જોઈ છે.

બંને પેલી સ્ત્રીની પાછળ જાય છે.

"ચાલને જોઈએ તો ખરી એ કોણ છે?"ઓમ એ કહ્યું.
"હા,ઠીક છે, જોવું તો મારે પણ છે." શિવાનીએ કહયું.

બંને ઝીલ ઓળંગીને ગયાં. ઝીલ ની પેલે પારનું જંગલ કંઈક અલગ દેખાતું હતું. પેલી સ્ત્રી પણ દેખાતી ન હતી.
તેવામાં શિવાનીની નજર એક ઝાડ પર પડી , જે બીજા ઝાડથી ઘણું જુદુ અને સુંદર જણાતું હતું.

"ઓમ અહીં આવ..." શિવાનીએ બુમ મારી.

ઓમ શિવાની પાસે ગયો. ઓમ એ ઝાડ જોયું.

"આ વનમાં માત્ર આ જ ઝાડ આટલું સુંદર છે અને પેલી સ્ત્રી પણ અહીંથી જ દેખાતી નથી" ઓમ એ કહ્યું.

બંને એ ઝાડની ઉપર અને આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. થાકીને બંને પાછા ઘરે આવી ગયા.

સવાર પડતાં જ પરિવારને બધી વાત જણાવી પણ કોઈ માન્યું નહીં.

એ તો ગામની કોઈ સ્ત્રી હશે એમ કહીને માધવભાઈએ વાત ટાળી દીધી.આ બધી ઘટના ગામનો એક માણસ રઘુવીર ધ્યાનથી સાંભળતો હતો.

ઓમ પછી ફેક્ટરીનાં કામે જતો રહ્યો.

રાતે ઓમ સુતેલો હતો.ઊંઘમાં તેણે પોતાને જંગલમાં પેલી સ્ત્રીનો પીછો કરતા જોયો. પીછો કરતા કરતા પેલી સ્ત્રી પેલા સુંદર વૃક્ષ પાસે પહોંચી. તે ત્યાં ઊભી રહી ગઈ અને પાછળ ફરીને ઓમ ને જોયું અને તેની તરફ હાથ કરીને ત્યાં આવવાનો ઈશારો કરતાં બોલી.."ઓમ.....ઓમ...મારી પ્રતિક્ષાનો અંત આવ્યો." આટલું સાંભળતા જ ઓમ ઝબકીને જાગી ગયો.એનાં શરીરનું તાપમાન વધી ગયું હતું.

હજી સુધી ઓમ એ પેલી સ્ત્રીને આગળથી જોઈ ન હતી અને સ્વપ્નમાં પણ તેનું મોઢું ધુંધળું દેખાતું હતું. 

બપોર પડી ગઈ હતી હજી ઓમ આવ્યો નહીં એમ વિચારી ઓમ ની માતા સ્નેહા ઓમ નાં રુમમાં ગઈ ત્યાં ઓમ સુતેલો હતો. તાવથી તેનું શરીર તપતુ હતું ને તે ઊંઘમાં બબડતો હતો  "એ વર્ષોથી મારી રાહ જોઈ છે.., એ મને બોલાવે છે..."

માતા સ્નેહાએ ઘરમાં બધાંને કહ્યું અને ડૉક્ટરને બોલાવ્યા.
ડૉક્ટરે તાવની દવા આપી અને આરામ કરવા કહ્યું.

ઓમ પેલા સપના વિશે વિચાર કરતો હતો હવે તેણે એ સ્ત્રીને મળવું હતું.પણ તાવને લીધે એ વધારે ચાલી શકતો ન હતો.

બે દિવસ બાદ રાતે બધા સુઈ ગયા પછી ઓમ ચોરી છુપી જંગલ તરફ ગયો. આજે તેને પેલી સ્ત્રી દેખાતી ન હતી.ઓમ ને જંગલનો રસ્તો પણ યાદ ન હતો.

પણ પેલી મનમોહક સુગંધ આવતી હતી. એ સુગંધને મહેસુસ કરતા કરતા એ આગળ વધતો ગયો.

ઘણું જંગલ ફર્યા બાદ ઓમ પેલી ઝીલ પાસે પહોંચ્યો. ત્યાં ઝીલ ની પેલે પાર કિનારા પાસે પેલી સ્ત્રી બેઠેલી હતી. રાણી જેવા તેના સફેદ વસ્ત્રો પર મોટો હીરાનો હાર ગળાની શોભા વધારતો હતો.
તેના મુખ પર ચંદ્રની રોશની સમાન તેજ અને તેની કાયા ગોરી હતી અને દેખાવે પણ એટલી જ સુંદર કે કોઈ પણ તેના રુપ પર મોહી જાય.

તેનું આવું રુપ જોઈ ઓમ ને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી.

હિંમત કરીને ઓમ તેની પાસે ગયો.

"કોણ છે તું અને આ જંગલમાં એકલી શું કરે છે?" ઓમ એ કહ્યું.
મધુર અવાજે પેલી સ્ત્રીએ કહયું "આ વન મારું છે અને હું અહીંની રાજકુમારી"
"રાજકુમારી...?"ઓમ એ આશ્ચર્યચકિત થઈને પુછયું.
"હા, કેમ મને જોઈને લાગતું નથી?" પેલી સ્ત્રીએ કહ્યું.
"આજનાં સમયમાં રાજકુમારી.....! " ઓમ એ કહ્યું.

"આવો બેસો, મારાથી ડરવાની જરૂર નથી" પેલી સ્ત્રીએ કહ્યું.

"પાણી પર ચાલતી સ્ત્રીથી ડર લાગે જ ને , મને ખબર છે તું સામાન્ય સ્ત્રી નથી. બોલ , કોણ છે તું અને કેમ હું તારી તરફ ખેંચાઉં છું? " ઓમ બોલ્યો.

પેલી સ્ત્રી હસી અને ઓમ ની નજીક આવી તેની આંખોમાં જોઈ બોલી,

"આટલી સુંદર સ્ત્રી તમારી સામે છે અને પ્રેમવાતો કરવાની જગ્યાએ આવા પ્રશ્નો પુછો છો, હું તમને પ્રેમ કરું છું અને હું મારું આ વન અને પોતાને તમને સોંપું છું, મારી સાથે વિવાહ કરો."

ઓમ દુર ખસ્યો.

"તારી સુંદરતામાં અને આ વનમાં મને કોઈ રસ નથી, હું અહીં આવ્યો છું કેમકે મારા મન ને એવું લાગતું હતું કે તને મારી મદદ ની જરૂર છે." ઓમ એ મોટા અવાજે કહ્યું અને ત્યાંથી જવા લાગ્યો.

"ઊભા રહો....મારી પ્રતિક્ષાનો અંત આવ્યો." પેલી સ્ત્રી એ ઓમ ને અટકાવતાં કહ્યું.
આ સાંભળી ઓમ ઊભો રહી ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો "આવું જ મારા સ્વપ્નમાં એ બોલેલી.

ક્રમશ......