યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૪ Anjali Bidiwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૪

આગળ જોયું કે રઘુવીર ગુરુમાં ને મળે છે અને બીજી બાજુ ઓમ ને એનાં સવાલોનો જવાબ મળે છે કે યક્ષી એ યક્ષીણી છે એક દૈવીય સ્ત્રી.તેથી શિવાની અને ઓમ રાતે જંગલમાં જવાનું વિચારે છે.

રાતે જમી ને બધાં સૂઈ  ગયાં પછી ઓમ અને શિવાની બહાર જવા નીકળ્યા. બંને એ ઘરની બહાર રઘુવીર ને જતાં જોયો.

"આ અત્યારે કયાં જાય છે?" ઓમ બોલ્યો.

"ચાલ , આપણે એની પાછળ જઈએ." શિવાનીએ કહ્યું

બંને રઘુવીરનો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચ્યા.રઘુવીર ને દરવાજો ખોલતાં જોઈ ઓમ એ શિવાની ને કહ્યું, "આ ગુપ્ત ગુફામાં શું કરવા જાય છે?"

બંને દોડીને ગુફાનો દરવાજો બંધ થવા પહેલાં અંદર જતાં રહ્યાં. ગુફામાં અંધારું હતું. દીવા નો થોડો પ્રકાશ હતો.
સામે એક સ્ત્રી બેઠેલી હતી. તે સાધ્વી જેવી જણાતી હતી તેણે ભગવા વસ્ત્ર અને ગળામાં રુદ્રાક્ષ ની માળા પહેરેલી હતી.

"રઘુવીર આ કોણ છે અને તું અત્યારે અહીં કેમ આવ્યો?" ઓમ એ ગુસ્સામાં પુછયું.

"મેં એને અહીં બોલાવ્યો છે જેથી એનો પીછો કરતા કરતા તમે અહીં આવો." ગુરુમાં એ ઓમ તરફ હાથ કરીને કહ્યુ.

"હું....?" ઓમ એ પુછયું.

"હા, સમય આવી ગયો છે તમારા જીવનનો ઉદ્દેશ પુરો કરવાનો.
તેના માટે તમારે પોતાને તૈયાર કરવા પડશે જેથી તમે આવનારી મુસીબતો નો સામનો કરી શકો."ગુરુમાં એ કહ્યું.

"તમે ગુરુમાં તેમજ મારી માતા સમાન છો છતાંય મને માનથી કેમ બોલાવો છો ને યક્ષી પણ મને તમે કહીને જ બોલાવતી હતી એવું કેમ? ઓમ એ પુછયું.

"તમને એ બધાં જ સવાલો નાં જવાબ મળે એ માટે જ અહીં બોલાવ્યા છે. આ યજ્ઞ વેદી ની પાસે આવીને બેસો." ગુરુમાં એ કહ્યુ.

ઓમ અને શિવાની યજ્ઞ વેદી પાસે બેઠા. ગુરુમાં એ હાથમાં ભસ્મ લીધી અને આંખો બંધ કરીને મંત્રો બોલવાનું શરૂ કર્યુ અને ભસ્મ યજ્ઞ વેદી માં નાંખી.અચાનક ત્યાં આગ પ્રગટી.

"આ અગ્નિ માં ધ્યાનથી જુઓ" ગુરુમાં બોલ્યા.

ઓમ અને શિવાની અગ્નિમાં જોઈ છે. અગ્નિ માં ઓમ ને એક કમંડલ  દેખાયું અને એના પર ॐ નું ચિન્હ હતું અને નાનો નાગ વીંટળાયેલો હતો.

"કમંડલ...." ઓમ એ પુછયું.

"હા, આ કમંડલ તમારે ત્યાંથી લાવવાનું છે.." ગુરુમાં એ કહ્યુ.

"એમાં શું મોટી વાત છે હમણાં જઈને લઈ આવીશું"
શિવાનીએ કહ્યું.

"તને લાગે છે એટલું સરળ નથી શિવાની, એને પ્રાપ્ત કરવાં મોત નાં મુખ માં જવા બરાબર છે." ગુરુમાં એ કહ્યુ.

"મોતના મુખમાં....?" શિવાનીએ ગભરાઈને પુછયું.

"હા, અને આ કમંડલ સમગ્ર વિશ્વમાં માત્ર ઓમ જ લાવી શકે છે." ગુરુમાં એ કહ્યુ.

"હું...., પણ હું જ કેમ અને એ કયાંથી લાવવાનું છે?" ઓમ એ પુછયું.

"જયાં તમે ઝાડ પાસે યક્ષી ને જોઈ હતી ત્યાંથી થોડે દૂર આ કમંડલ સુરક્ષિત મુકેલું છે" ગુરુમાં એ કહ્યુ.

"કમંડલ અને યક્ષીણી વચ્ચે શું સંબંધ?" ઓમ એ પુછયું.

"કમંડલ અને યક્ષીણી વચ્ચે જ સંબંધ છે હું અને તમે તો ઈશ્વર દ્વારા મોકલાયેલા સહાયક છે."ગુરુમાં એ કહ્યું.

ગુરુ માં ઊભા થયાં. તેમને હાથમાં કંકુ લીધો અને સામે પથ્થર પર ॐ લખ્યું પછી મંત્ર બોલ્યા.પથ્થર ત્યાંથી ખસી ગયો. એની પાછળ એક પુસ્તક મુકેલું હતું.
ગુરુમાં એ પુસ્તક લાવ્યા. એ પુસ્તક ખુબ જુનું જણાતું હતું અને તેના ઉપર મોટું ત્રિશુલ નું ચિન્હ હતું.
ગુરુમાં એ પુસ્તક ખોલ્યું. તે પુસ્તકમાં ભોજપત્ર પર કમંડલ નું ચિત્ર દોરેલું હતું અને લખાણ લખેલું હતું.

"ઓમ , આ પુસ્તક માં તે રસ્તા વિશે માહિતી લખેલી છે જે તમને કામ આવશે." ગુરુમાં એ કહ્યું.

ગુરુમાં એ પુસ્તક ઓમ નાં હાથમાં આપ્યું. ઓમ એ પુસ્તક ખોલીને જોયું.

"આમાં તો કશું જ નથી પાનાં તો ખાલી છે..." ઓમ એ કમંડલનાં ચિત્ર નું પાનું ફેરવી ને જોતા  કહ્યું.

"હા,  તમને મેં અગ્નિ માં કમંડલ બતાવ્યું જે અહીં પુસ્તક માં છે...જેમ આગળ વધશો તેમ અહીં આગળનાં પડાવની માહિતી લખેલી હશે." ગુરુ માં એ કહ્યું.

" તમે કહયું કે મારે પોતાને તૈયાર કરવો પડશે જેથી હું આવનારી મુસીબતો નો સામનો કરી શકું તો મારી વાસ્તવિકતા શું છે?" ઓમ એ પુછયું.

"તમે કોણ છો?" ગુરુમાં એ પુછયું.

" આ કેવો સવાલ છે હું ઓમ છું તમે જાણો તો છો..." ઓમ એ કહ્યું.

"હા, હું જાણું છું કે તમે ઓમ છો પણ હું આ નશ્વર શરીરની વાત નથી કરતી તમારી આત્મા વિશે પૂછું છું...જયાં સુધી આ દેહ ને ભુલશો નહીં ત્યાં સુધી તમારા અસ્તિત્વ ની તમને જાણ નહીં થાય." ગુરુમાં એ હસીને કહ્યુ.

"એ કેવી રીતે જાણી શકાય અને તમે જાણો છો તો તમે જ કહી દો ને..." ઓમ એ કહ્યું.

"હું કહીશ તો તમને જાણ અવશ્ય થશે પણ તેની શકિતઓનું જ્ઞાન નહીં થશે , તેથી સૌપ્રથમ આ દેહને ભુલીને આત્માને જાણો તમને ખબર પડી જશે , હવે તમે જાઓ અને કાલે રાત્રે તમે એકલાં યક્ષીણી પાસે જજો." ગુરુમાં એ કહ્યુ આને આંખો બંધ કરી ધ્યાનમાં બેસી ગયાં.

ઓમ અને શિવાની ઘરે આવી ગયા.

સવાર થઈ ગઈ છે. ઓમ ગુરુમાં ની કહેલી વાતો યાદ કરે છે .
એ અરીસા સામે આવી ઊભો રહે છે અને પોતાને જોઈ છે અને વિચારે છે "અઘોરી નાં અને ગુરુમાં ના કહેવા મુજબ મારા સવાલો નો જવાબ મારી અંદર જ છે પણ શું એ સમજ નથી પડતી."

ઓમ આંખો બંધ કરે છે અને મૃગ - કસ્તુરી વિશે વિચારે છે.અચાનક એની સામે અગ્નિ સમાન પ્રકાશ દેખાય છે અને એક ધુંધળી છબી દેખાય છે તે પ્રકાશ ને લીધે તરત આંખો ખોલી નાંખે છે.

વિચાર કરતા કરતા દિવસ પસાર થાય છે. રાતનો સમય છે ઓમ ઘરેથી નીકળો. તેનાં હાથમાં ગુરુમાં એ આપેલું પુસ્તક પણ  છે. ઓમ પેલા સુંદર વૃક્ષ પાસે ઊભો રહે છે જયાં યક્ષી ને અદશ્ય થતા જોઈ હતી.

"અહીં પહોંચી તો ગયો પણ હવે શું કરું? યક્ષી પણ દેખાતી નથી." ઓમ વિચાર કરે છે.

ઓમ પેલું પુસ્તક ખોલીને જોઈ છે તેમાં કમંડલનાં ચિત્ર પછીનાં પાનાં માં નવું ચિત્ર દેખાય છે.

"આ તો યક્ષી છે , પણ એને કયાં શોધું?" ઓમ બોલ્યો.

એ ચિત્રની નીચે એક વાક્ય લખેલું હતું...
" પ્રિય છે એને સુગંધ , વિશ્વનાં ઈત્રો છે એની પાસે.....છતાંય આકર્ષાય છે એક પુષ્પથી..." ચિત્રમાં યક્ષીણીના ચરણોમાં ઘણાં ફુલો દેખાતા હતાં.

ઓમ ધ્યાનથી વાક્ય વાંચે છે અને સમજી જાય છે કે યક્ષી ફુલો થી આકર્ષાય ને એની સામે આવશે.તેથી તે પુષ્પ શોધવા જાય છે.પણ જંગલમાં અચાનક ચારેય બાજુ વૃક્ષની જગ્યાએ અલગ અલગ ફુલો વાલા છોડવા દેખાવા લાગ્યા.
આ જોઈ ઓમ ચકિત થઇ ગયો.

ક્રમશ...