પ્રેમકુંજ - (ભાગ-૧૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકુંજ - (ભાગ-૧૩)

પ્રેમકુંજ-(ભાગ-૧૩)

પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે.જયા સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે.પણ જયા વિશ્વાસ જ નથી હોતો.ત્‍યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.

જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્‍ય હોય છે.બે વ્‍યકિતના સત્‍ય જયારે એક થાય છે ત્‍યારે જ સાત્‍વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત.

સંબંધમાં સત્‍ય કેવુ છે.એના પરથી જ પ્રેમની આવરદા નકકી થાય છે.આપણને ખબર હોવી જોઇએ કે આપણી વ્‍યકિતને આપણી પાસેથી શું જોઇએ છે.પ્રેમનાં સત્‍યનું પણ લોહી જેવુ છે.જો બ્‍લડગ્રુપ સરખુ ન હોય તો લોહી ચડતુ નથી.એ જ રીતે પ્રેમનું સત્‍ય જો સરખુ ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી.

અમુક લોકો મૌન રહે છે.એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી.કહેવુ તો હોય છે.પણ એના મૌનને સમજનાર કોઇ હોતુ નથી.આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.

પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનુ તો ચાલ્‍યા જ કરે. તમે તમારૂં બધું જ ગુમાવીને અમીર બની જાવ.એ જ સાચો પ્રેમ.ગમે તેવુ દુઃખ હોય પણ એ વ્‍યકિત આપણી પાસે આપણી સાથે હોય અને બધુ દુઃખ વિસરાઇ જાય એ જ સાચો પ્રેમ.પરસ્‍પરના વિશ્વાસને કોઇ ડગાવી ન શકે એજ સાચો પ્રેમ.પ્રેમ તો બધાનો સરખો જ હોય છે.પણ પરિસ્‍થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે.

બધાના જીવનમાં રાધા કૃષ્‍ણ જેવો પ્રેમ હોય એ જરૂરી નથી.વર્તમાન સમયમાં કોઇ સ્ત્રી કે પુરૂષ વચ્‍ચે રાધાકૃષ્‍ણ જેવો સંબંધ હોય તો આપણે તેને એક અલગ જ નજરથી નીહાળીએ છીએ.કૃષ્‍ણની પત્‍ની તો રૂકમણી હતી.આમ છતા કૃષ્‍ણ સાથે તો હંમેશા રાધાનું નામ જ લેવાઇ છે.આ બંનેના સંબંધમાં પ્રેમ હતો પણ આ બંનેના પ્રેમમાં આકર્ષણ નહી પરંતુ સંવેદના હતી અને માટે જ રાધા કૃષ્‍ણના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે.

એક વ્‍યકિતના સપોટને કારણે બીજાનો થતો વિકાસ એ પ્રેમ છે. પ્રેમનો કોઇ જ આકાર નથી હોતો. પ્રેમનો સંબંધ માત્ર દિલ સાથે નહી પરંતુ આત્‍મા સાથે જોડાયેલ હોય છે. સાચો પ્રેમ હંમેશા અરિસો અને પડછાયા જેવો હોય છે.અરિસો કદી જુઠુ બોલતો નથી અને પડછાયો કદી સાથ છોડતો નથી. પ્રિય પાત્ર પાસે વ્‍યકિતને સમયનું ભાન નથી રહેતુ અને અપ્રિય પાત્ર પાસે એક સેકંડ એક વર્ષ જેવી લાગે છે.પ્રેમમાં કંઇ પામવાનો ભાવ નથી હોતો પણ સમર્પણ ભાવ જ હોય છે.પ્રેમમાં જેટલું પામીએ છીએ એથી વિશેષ ગુમાવવુ પડે છે.

પ્રેમ કોઇ કહીને કરવાની વસ્‍તુ નથી.એ તો બસ આપોઆપ જ થઇ જાય છે.પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે.જેનું કોઇ જ નામ જથી હોતુ. કહયા વિના જ એકબીજાની વાતને સમજવી. દુઃખ એકને અને એ પીડાનો અનુભવ કોઇ બીજુ જ કરે. દુર હોવા છતા પાસે હોવાનો અહેસાસ. કાંઇક એવુ કે જેની દરેક વાત આપણને સાચી લાગે. કોઇક એવુ કે જેના દરેક શબ્‍દો આપણા દિલ સુધી પહોંચે. કાંઇક એવુ કે જેના આવવાથી આપણા જીવનમાં જડમુડથી પરિવર્તન આવી જાય. કાંઇક એવુ કે જેના આવવાથી દુનિયાનો તમામ સમસ્‍યાઓનું નિવારણ મળવા લાગે. કાંઇક એવુ કે જેના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્‍ન બની જાય અને જીવન જીવવું સહેલુ બની જાય.

ઓછા લોકોને આવા પવિત્ર પ્રેમનો અનુભવ થતો હોય છે.બહું ઓછા લોકોને આવો અલૌકીક સ્‍નેહ મળે છે. આવો સંબંધ એક એવો સંબંધ છે કે જેને આપણે ઇચ્‍છવા છતા તોડી શકતા નથી. જયારે ઋણાનુબંધ વાળી વ્‍યકિત શ્રેષ્‍ઠ સ્‍થાને હોય,પ્રેમી હોય અને જે આપણને યોગ્‍ય પંથ પર લઇ જઇને એ જ પંથ પર ટકાવી રાખનાર હોય ત્‍યારે માનવુ કે આપણો આ ભવ સફળ થઇ ગયો.

‘જીવનનું ખાતર નાખ્‍યા વિના પ્રેમનું વૃક્ષ મોટું થતુ નથી

‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ' મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ'

રિયા ..રિયા...રિયા...દુકાન ખોલ.લાલજી નીચેથી આજ બરાડા પાડી રહીયો હતો.રિયા હજુ પથારીમાં જ હતી.આજ લાલજી દુકાનની ચાવી ભૂલી ગયો હતો.અને રિયા હજુ કુંજના વિચારમાં જ હતી.

ઉપરની બારીમાંથી રિયાના રૂમમાં લાલજી એ પથ્થર નાખીયો.રિયા થોડીવાર તો ડરી ગઈ શુ થયું.નીચે જોયુ
તો લાલજી બરાડા પાડી રહીયો હતો.

મારી નજર ઘડિયાળ પર ગઈ સવારના નવ વાગી ગયા હતા.લાલજી સવારે આંઠ વાગે દુકાન ખોલી નાંખતો.હું જલ્દી જલ્દી નીચે ગઈ અને દુકાનનું શટર
ખોલ્યું.લાલજી મારી સામે એ રીતે જોઈ રહીયો હતો કે હમણાં જ મારું ખૂન કરી નાખશે.

સમોસા ત્યાર છે...?

ના,સાહેબ આજ થોડું મોડું થઈ ગયું છે.
આજ પહેલી વાર લાલજી મારી નજીક આવીયો.
હું તને અહીં રાખું છું એ મોજ મસ્તી કરવા નથી રાખતો.તેણે મારા વાળને પકડયા.મારાથી રાડ પડી ગઈ.હું રોવા લાગી.

જા જલ્દી સમોસા બનાવ હું દુકાન સાફ કરું છું ત્યાં સુધીમાંનો બનીયા તો આ તેલમાં તને બોળી દશ.
તને મેં અહીં કામ પર રાખી છે.ઉપર રૂમમાં જયને આરામ કરવા નહિ...

હા,સાહેબ ભૂલ થઈ ગઈ...!!!બસ થોડી જ વારમાં સમોસા બનાવું છું.

જા જલ્દી અંદર અને સમોસા બનાવ..!રિયા રડતી રડતી અંદર ગઈ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)