ધ રીંગ - 3 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

ધ રીંગ - 3

The ring

( 3 )

ભંગાણ ને આરે ઉભેલાં અમન ની જીંદગી માં તોફાન મચેલું હોય છે.. નશા ની હાલતમાં કાર ચલાવી રહેલાં અમનને રસ્તામાં એક યુવતી મળે છે જેનું નામ આલિયા હોય છે.. આલિયા એક કોલગર્લ હોય છે જેનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનાં લીધે એ પણ તણાવમાં હોય છે.. સંજોગોવશાત આલિયા અને અમન વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે.. સવારે આલિયા જ્યારે ઉંઘમાંથી ઉઠે છે ત્યારે અમન ત્યાંથી નીકળી ગયો હોય છે અને સાથે-સાથે આલિયાની મમ્મી એ આપેલી રિંગ એની આંગળી પરથી ગાયબ હોય છે.

"ક્યાં ગઈ એ રિંગ.. જે મમ્મી ની છેલ્લી યાદગીરી રૂપે મારી પાસે હતી..? "મનોમન બબડતાં બબડતાં આલિયા ઝુકીને સોફાની નીચે અને ફર્શ પર અહીં તહીં જોવાં લાગી.

હોલમાં તો પોતાની રિંગ આલિયાની નજરે ના પડી એટલે એ દોડતી દોડતી પોતાનાં બેડરૂમમાં આવી.. બેડરૂમમાં પણ ઘણો સમય સુધી ખાંખાખોળા કરવાં છતાં આલિયાને રિંગ ના જ મળી એટલે એ માથું પકડીને પલંગ પર બેસી ગઈ.. આ સાથે જ એ પોતાનાં ભૂતકાળમાં સરી પડી.

આલિયા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી.. આલિયા નાં પિતાજી એક સરકારી ઓફિસમાં ક્લાર્ક હતાં જેમનું ડ્યુટી ઉપર જતી વખતે અકસ્માતમાં મોત થતાં આલિયાનાં પરિવાર પર અણધારી આફત આવીને ઉભી થઇ ગઇ હતી. આલિયા ને કોઈ ભાઈ હતો નહીં એટલે એનાં પિતાજી નાં અવસાન પછી આલિયા અને એની માં માટે જીવનનિર્વાહ કરવું અઘરું થઈ ગયું હતું. આતો સારું થયું કે આલિયા નાં પિતાજીને સરકારી નોકરી હોવાથી આલિયા અને એની મમ્મી ને સારી એવી વિમાની પોલીસી ની અને PF ની રકમ મળી હતી.

મળેલાં એ પૈસામાંથી જ આલિયા ની માતા સુમિત્રા દેવી એ પોતાની માલિકીની જમીન પર આ સુંદર કોટેજ બનાવ્યું હતું.. આ કોટેજ માં આલિયા અને એની મમ્મી સુખેથી જીવન પસાર કરતાં હતાં.. આલિયા દેખાવમાં ખૂબ સુંદર હતી એટલે એને હંમેશા ફિલ્મોની લાઈમલાઈટ માં ઊંચું મુકામ મેળવવાનો અભરખો હતો.. એમાં પણ કોલેજકાળ દરમિયાન એન્યુઅલ ફંક્શન માં એને જ કોલેજ કવીન નો તાજ પહેરાવવામાં આવ્યો જે એનાં મહત્વકાંક્ષી વિચારોને ફિલ્મલાઈન ની ચકાચોંધ તરફ દોરી ગયાં.

હજારો યુવતીઓની માફક આલિયા પણ પોતાની મહત્વકાંક્ષા સંતોષવા એડજસ્ટમેન્ટ રૂપે ના છૂટકે ઘણાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી નાં લોકો જોડે શારીરિક સંબંધ બાંધવા મજબુર બની હતી.. જ્યારે આલિયા ને સમજાયું કે એનો ફક્ત અમુક લોકો હવસ સંતોષવા માટે ઉપયોગ કરી રહ્યાં હતાં ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું.. એ ડઝનેક વાર આ મોહમાયા ભરી લાઈમલાઈટ ની રોશનીમાં પોતાનું શરીર હવસ ભૂખ્યાં વરુઓને હવાલે કરી આવી હતી.

આલિયા ની માનસિક સ્થિતિ આ કારણે થોડી ખરાબ થઈ ગઈ અને જ્યારે એને પોતાની મમ્મી નાં સહારા ની સૌથી વધુ જરૂર હતી ત્યારે સુમિત્રા દેવી ની તબિયત પણ લથડી ગઈ.. પોતાનાં જવાનો સમય નજીક આવી ગયો હોવાનું કહી સુમિત્રા બેને જ એક ડાયમંડ રિંગ પોતાની વ્હાલસોયી દીકરીને યાદગીરી રૂપે ભેટ આપી હતી.

થોડાં દિવસ બાદ સુમિત્રાબેન નું અવસાન થઈ ગયું અને આ મતલબી દુનિયામાં આલિયા એકલી પડી ગઈ.. સુમિત્રાદેવી ની અંતિમ સંસ્કાર ની વિધિ પૂર્ણ થયાં બાદ આલિયા નાં દુરનાં એક મામા એ એને પોતાની સાથે રહેવાં માટે કહ્યું.. આલિયા ને એ દુરનાં મામા નાં ઘરે ગયે દસ દિવસ માંડ વીત્યાં ત્યાં એ વિકૃત વ્યક્તિ દ્વારા પોતાની દીકરી સમાન ભાણી પર બળજબરી કરવામાં આવી.. આ ઘટનાથી આહત આલિયા ચૂપચાપ પોતાનાં મામાનું ઘર મુકી પોતાની કોટેજ પર આવી ગઈ.

આ ઘટના બાદ થોડાં દિવસ તો આલિયા એમ જ કોટેજ ની અંદર જ ગુમ સુમ પડી રહી.. પણ પછી પોતાની ખરાબ માનસિક સ્થિતિમાં દારૂ એની મદદ કરી શકશે એવી વિચારધારા આલિયા ને પબ અને નાઈટ કલબોમાં લઈ આવી અને અહીંથી જ શરૂ થઈ આલિયાની કોલગર્લ તરીકે ની સફર.

આ નાઈટ ક્લબોમાં ઘણાં લોકો આલિયા નાં ભરાવદાર શરીર અને શરીરનાં અંગોની બનાવટ ને કામુક કૂતરાં ની જેમ જોતાં રહેતાં.. આ લોકો પોતાની કમાણી નો હાથો બનશે એમ વિચારી આલિયા એક ઉંમરલાયક બિઝનેસમેન સાથે વિસ હજાર માં રાત પસાર કરવાં તૈયાર થઈ ગઈ.. આ હતું આલિયાનું કોલગર્લ બનવાનું પ્રથમ પગથિયું.

બસ પછી શું.. આલિયા ની જીંદગી જ બદલાઈ ગઈ.. રાતે કલબોમાં જવું.. કોઈ મોટી પૈસાદાર પાર્ટી શોધવી અને એની સાથે અમુક રૂપિયા લઈ રાત પસાર કરવી આ આલિયા માટે રોજનું કામ બની ગયું હતું.. હવે તો ઘણાં એવાં લોકો હતાં જે આલિયા નાં રૂપ અને અદાઓનાં દિવાના બની એનાં કાયમી ગ્રાહક બની ચુક્યાં હતાં.. એ લોકો કોલ કરી આલિયા ને અમુક હોટલોમાં બોલાવી લેતાં અને આ સાથે જ આલિયા એક હાઈ પ્રોફાઈલ કોલગર્લ બની ચુકી હતી.

એક દિવસ આ રીતે જ આલિયા ની મુલાકાત આલોક જોડે થઈ ગઈ અને એમાં એની જીંદગી અંધારામાંથી દિવ્ય રોશનીમાં આવી ગઈ હોય એવું આલિયા ને મહેસુસ થયું.. આલોક નાં સાનિધ્યમાં આલિયા પોતાની બધી જ સમસ્યાઓ ભૂલી એક નવી જીંદગી જીવવાનું સ્વપ્ન રાચતી હતી ત્યાં એનો ભૂતકાળ જ એનાં ભવિષ્ય ની આડે આવ્યો.

આલોકે પોતાનો મતલબી સ્વભાવ બતાવી આલિયા સાથે એમ કહી છેડો ફાડી લીધો કે એ એક કોલગર્લ હતી.. આલોક ની સચ્ચાઈ બહાર આવતાં ફરીથી કોલગર્લ ની દુનિયામાં પાછી જવાનું વિચારતી આલિયાનાં વિચારો અમને બદલી નાંખ્યા હતાં.. એની સાથે પસાર કરેલી એક રાતે આલિયા નાં મનની નકારાત્મકતા દૂર કરવામાં મુખ્ય ફાળો આપ્યો હતો.

પણ અત્યારે અમન ત્યાંથી આલિયાને કંઈપણ કહ્યાં વગર નીકળી ગયો હતો અને જોડે-જોડે ગાયબ હતી એ ડાયમંડ રિંગ જે આલિયા ની મમ્મી ની યાદગીરી રૂપે આલિયા જોડે હતી.. જેને આલિયા પોતાનાં જીવથી પણ અધિક સાચવીને રાખતી.. અત્યારે એ રિંગ નું આમ ખોવાઈ જવાનું આલિયા માટે આંચકાજનક હતું.

આલિયા એ એક સિગરેટ સળગાવી અને એનાં સાત-આઠ કશ લઈ સિગરેટ ને ફટાફટ પુરી કરી દીધી.. સિગરેટ ફૂંકયા બાદ આલિયા થોડી હળવાશ અનુભવી રહી હતી અને એટલે જ એને ફરીવાર આખાં કોટેજમાં રિંગને પુનઃ શોધવાનું અભિયાન આરંભ્યું.. કલાક સુધી એ રિંગ દેખા ના દેતાં આલિયા આખરે હતાશ વદને પરસેવાથી રેબઝેબ થઈ બાથરૂમમાં પ્રવેશી.

બાથરૂમમાં શાવર નીચે ઉભેલી આલિયાને પાણીની ઠંડી બુંદો હૂંફ તો આપી રહી હતી પણ એનાં મનમાંથી પોતાની રિંગ આમ ખોવાઈ જવાનું દુઃખ ઓછું થવાનું નામ નહોતું લઈ રહ્યું.. અચાનક આલિયાને કંઈક આછું પાતળું યાદ આવી ગયું જેનાં લીધે એનાં શરીરમાં ધ્રુજારી દોડી ગઈ.

ગઈકાલે જ્યારે આલિયા નશાની હાલતમાં અને લાગણી નાં ઘોડાપુર નીચે અમનની સાથે શારીરિક સંબંધ બાંધી રહી હતી ત્યારે અમને જ એની રિંગ નીકાળી હતી અને પછી એ રિંગ નું નિશાન હતું ત્યાં એક નાનકડું ચુંબન પણ કર્યું હતું.. તો શું અમન જ પોતાની ડાયમંડ રિંગ લઈને પલાયન થઈ ગયો હશે..?

આલિયા માટે મનમાં ઉદ્દભવેલા આ સવાલ નો જવાબ શોધવો જ રહ્યો.. પણ કઈ રીતે..? .. એ વિચાર કરતાં આલિયા ને યાદ આવ્યું એક વિઝીટિંગ કાર્ડ જે અમને એ લોકોનાં ફિઝિકલ કમિટેડ થયાં પહેલાં આપ્યું હતું.. જેની ઉપર અમનની ઓફિસનું એડ્રેસ અને કોન્ટેકટ નંબર હતો.. આ યાદ આવતાં જ આલિયા એ શાવર બંધ કર્યું અને ફટાફટ પોતાનાં કપડાં પહેરી હોલમાં આવી. કેમકે એ લોકો હોલમાં હતાં ત્યારે જ અમને પોતાને વિઝીટિંગ કાર્ડ આપ્યું હોવાનું આલિયા ને યાદ હતું.

પાંચ-દસ મિનિટ સુધી તો અમને આપેલું વિઝીટિંગ કાર્ડ પણ હાથમાં ના આવતાં આલિયા રીતસરની હેરાન-પરેશાન થઈ ગઈ.. આલિયા હવે પોતાની રિંગ ક્યારેય પાછી નહીં જ મળે એ નિર્ણય પર આવી જ હતી ત્યાં એની નજર બે સોફા વચ્ચે ફસાયેલાં વિઝીટિંગ કાર્ડ ઉપર પડી.. આલિયા એ ઉત્સાહમાં આવી એ વિઝીટિંગ કાર્ડ ત્યાંથી નીકાળી એની ઉપર નજર ફેંકી.. એ અમન નું જ વિઝીટિંગ કાર્ડ હતું.. જેની ઉપર લખ્યું હતું.

"બ્રાઈટ કોર્પોરેશન.. "

કાર્ડ ની ઉપરની તરફ અમન નું નામ અને મોબાઈલ નંબર લખેલો હતો.. આલિયા ઉતાવળી પોતાનાં બેડરૂમમાં ગઈ અને પોતાનાં બેડ પર પડેલાં મોબાઈલમાંથી અમનનો નંબર ડાયલ કર્યો.

"The number you are calling is currently out of reach.. "

આલિયા નાં પાંચ-છ વખત પ્રયત્ન કરવાં છતાં અમન નો નંબર આઉટ ઓફ રિચ જ બતાવતાં હતાં.. આમ થતાં જ ગુસ્સામાં આલિયાએ પોતાનો મોબાઈલ પલંગમાં છુટ્ટો ફેંક્યો અને ત્યાં જ પલંગ પર બેસી ગઈ.

"બધાં પુરુષો સરખા હોય છે.. સાલો વાતો તો મોટી મોટી કરતો હતો અને એક ત્રણ-ચાર લાખની રિંગ લઈને આમ ભાગી ગયો.. how disgusting.. "અમન ને મનોમન ગાળો ભાંડતી આલિયા ખૂબ ગુસ્સામાં હતી.

અચાનક કંઈક યાદ આવતાં આલિયા નાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ અને એ મનોમન બોલી.

"મોબાઈલ નંબર બંધ છે તો શું થયું.. એ હરામી ની ઓફિસનું એડ્રેસ તો છે ને.. "

આટલું કહી આલિયા પાછી હોલમાં આવી અને ત્રિપાઈ પર મૂકેલાં વિઝીટિંગ કાર્ડ ઉપરથી અમનની બ્રાઈટ કોર્પોરેશન નામની ઓફિસનું એડ્રેસ વાંચવા લાગી.

"B-304, વોરિયર હબ, જુહુ દાદર રોડ, જુહુ, મુંબઈ.. "

પોતાની વ્હાલસોયી મમ્મી ની આખરી નિશાની સમાન રિંગ જે વ્યક્તિ શક્યવત લઈને ભાગી ગયો હતો એને શોધવાનું આલિયાએ મન બનાવી લીધું હતું.. પણ આજે તો એની તબિયત થોડી નાદુરસ્ત હતી અને અમન પણ આખી રાતનાં ઉજાગરા પછી આજે ઓફિસે મળશે એ બાબતે શંકા હતી એટલે આલિયાએ આજે અમનની ઓફિસ નાં એડ્રેસ પર જવાનો વિચાર પડતો મુક્યો.

આવતીકાલે પોતે અમનની ઓફિસે જવાં સવાર થતાં જ નીકળી જશે એવો મનોમન નિર્ણય લઈ જમવાનું બનાવવા માટે આલિયા રસોડામાં પ્રવેશી.. !!

★★★

વધુ આવતાં ભાગમાં.

શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમને જો રિંગ ચોરી હતી તો એ પાછળ નું કારણ શું હતું. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***