Happines...Duniyano Sauthi Sukhi Desh..... books and stories free download online pdf in Gujarati

હેપીનેસ......દુનિયાનો સોથી સુખી દેશ ......

હેપીનેસ………………………..


ચાલો ચુંટણીઓ તો પતી ગઈ...અને આપણl સોના લોકલાડીલા અને પ્રીતિપાત્ર નેતા સત્તા પર પણ બેસી ગયા અને પ્રધાનમંત્રી પણ બની ગયા…

છેલ્લા પાંચ વરસથી એમ પણ એમનું શાશન દેશમાં છે.

વિકાસ પણ ઘણો થયો ,અને બીજા પાંચ વરસ પણ એમાં તેજ ગતી આવશે ..

એટલે કહી શકાય કે હવે આપણl દેશની પ્રજા સુખી છે અને થશે.

પણ હકીકત કૈક વિપરીત છે.

ખરેખર તો આપણો નંબર ખુશહાલ દેશો અને પ્રજામાં આગળ હોવો જોઈએ.

પણ કમનસીબે એટલા બધા વિકાસના દાવાઓ વચ્ચે ભારત નો નંબર ખુશાલ અને હેપી દેશોમાં વધુને વધુ નીચે પ્રતિ વરસ જઈ રહ્યો છે.

જે ચિતાજનક છે.


સયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવlમાં આવેલા ૨૦૧૯નl વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ પ્રમાણે ભારતનું સ્થાન ગત વરસથી પણ નીચે આવ્યું છે .

ગત વરસના ૧૩૩માં સ્થાન થી ગબડીને ભારતનો ક્રમ હેપીનેસ ઇન્ડેક્ષ માં ૧૪૦મો આવી ગયો છે.

આ ખરેખર ચિંતાજનક છે.

હેપીનેસની બબત્ માં આપણે પlકિસ્તાન અને બંગલા દેશથી પણ પાછળ થઈ ગયા છીએ..

આ ખરેખર ચિંતાજનક કહી શકાય ખાસ કરીને જયારે

આપણે વિકાસની બાબતમાં અને અર્થવ્યવસ્થાની બાબત માં દુનિયામાં અગ્ર્ક્રમે આવી ગયા હોવાનો દાવો કરતા હોઈએ ત્યારે…


યુનોના રીપોર્ટ પ્રમાણે આ વરસે પણ ફીન્લેન્ડ ને દુનિયાના સોથી વધુ હેપી દેશનો પ્રથમ ક્રમ મળ્યો છે.

દુનિયાના એક હેપી દેશ અને આપણl પાડોશી દેશ ભૂતાને 2012 માં યુનોમાં સુખી દેશનો- હેપી દેશનો

રીપોર્ટ ,વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ રજુ કરેલ .

તે પ્રમાણે ૨૦ માર્ચને વર્લ્ડ હેપીનેસ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે.

આ પહેલા રીપોર્ટમાં ફિનલેન્ડ ને પ્રથમ ક્રમ મળ્યો હતો.

જયારે ભારત ૧૧૨ માં સ્થાને હતું.

ઉતરોતર આ ક્રમમાં ભારત પાછળ જઈ રહ્યું છે .


પહેલા રીપોર્ટ થી લઈને આજ સુધી કેટલાક દેશો એવા છે જે પહેલા દસ ક્રમમાં જ

આગળ પાછળ રહ્યા છે . જેમાં યુરોપના દેશો વિશેષ છે.

આ દેશોમાં ડેન્માર્ક,ફીનલેન્ડ ,નોર્વે ,ઓસ્ટ્રેલીયા,ન્યુઝીલેન્ડ,ઓસ્ટ્રીયા, ,સ્વીડન,સ્વીટ્ઝર્લંડ,કેનેડા, આઈસલેન્ડ નો સમાવેશ મુખ્યત્વે થાય છે.

આમાં દર વરસે ચડઉતર થયા કરે છે.

જ્યારે એશિયાના એક પણ દેશ હેપી દેશોના- સુખી દેશોમાં પ્રથમ દસ ક્રમમાં આવ્યા નથી.


તો બીજી તરફ વિશ્વની મહાસતાઓ જે સમૃદ્ધ પણ છે તે રશિયા,ચીન કે અમેરિકા જેવા દેશો પણ પહેલા દસ દેશોમાં આવ્યા નથી.


આજે આપણે વાતો કરી રહ્યા છીએ કે બ્રિટન કરતા પણ મોટી આર્થીક વ્યવસ્થા બનવા તરફ ભારત જઈ રહ્યું છે અને દુનિયામાં પાંચમાં ક્રમે આપણી અર્થ વ્યવસ્થા આવશે .

પરતું હકીકત એ છે કે ગદ્કીમાં આપણે કદાચ દુનિયામાં અગ્રક્રમે એટલેકે પહેલા પંlચ માં હોઈશું.

આ વરસે બેકlરીનો આંક પણ છેલા ૪૫ વરસમાં સોથી વધુ છે.


ભૂખમરો અને ,ગરીબી ને નરેગા જેવા કાયદાઓ અને કરોડો રૂપિયા ખર્ચાયા છતાં દુર નથી કરી શકાય એ કડવી છતાં વાસ્તવિક્તl છે.


એમ છતાં ભlરત એક ધાર્મિક દેશ હોવાથી દાવો એમ કરવમાં આવે છે કે આપણી પ્રજા અન્ય દેશો થી વધુ સુખી છે,

કારણ તેની આધ્યાત્મિકતા અને ધાર્મિકતl તેમજ સંતોષી જીવનના કારણે સુખી છે..

સવાલ એ પણ ઉઠે છે કે સુખ દરેક માટે અલગ અલગ બાબતમાં હોઈ શકે તેનો કોઈ એક માપદંડ ન હોય.

ખુશી અને પ્રસન્નતા ના દરેક વ્યક્તિના અલગ અલગ કારણો હોય છે.


પરતું યુએન દ્વારા ખુશાલી , હેપીનેસ માપવાના કેટલાક માપદંડ નક્કી કરાયા છે.

આ યાદી તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રીઓની એક ટીમ દ્વારા દરેક દેશમાં સુશાષન ,ભ્રષ્ટાચાર,માથાદીઠ આવક,સ્વાસ્થ્ય, સામાજિક સહયોગ, સ્વતંત્રતા, આયુષ્ય,

, વિશ્વાસ,ઉદારતા,દાનશીલતા વગેરે નો માપદંડ તરીકે આધાર લેવામાં આવે છે.


વરસ 2012 થી પ્રસિદ્ધ થતા હેપીનેસ રિપોર્ટનો ઉદેશ દરેક દેશના સતાધીશો ને એ બતાવવાનો છે કે તેમની નીતિઓ અને કlર્યો નો જનતાને શો ફાયદો મળ્યો છે …

. સરકારના બજેટ અને કાર્યોના ફળ જનતા ચાખી શકી છે કે કેમ..


ભારતની સરકારોએ આ અંગે ગભીરતા પૂર્વક વિચારવું રહ્યું.

હાલ તો જોઈએ સોથી પ્રથમ અlવનાર ફિનલેન્ડ દેશ કેવો છે અને લોકો શ માટે વિશેષ સુખી છે..

માત્ર ૫૫ લાખની વસ્તી ધરાવતો યુરોપનો આ દેશ ખુબસુરત છે. આજકાલ એની ચર્ચા દુનિયાભરમાં થાય છે..

કારણ વિશ્વના સોથી સુખી દેશ તરીકેની માન્યતા યુનોએ ફીનલેન્ડ ને આપી છે.

આ બીજી વાર છે કે ફીન્લેન્ડ ને આ બિરુદ મળ્યું છે.આનું કારણ જાણવું પણ જરૂરી છે.


ફિનલેન્ડની માથાદીઠ આવક ૪૩ હજાર ડોલર છે જે અમેરિકા ,લક્સમ્બર્ગ જેવા દેશો કરતા ઘણી ઓછી છે.

અહી સુપર રીચ કહી શકાય એવા પણ ઘણા ઓછા લોકો છે.

એમ છતાં સુખનું પ્રમાણ ઘણું વધારે છે. કારણ અહી સામાજિક સ્વતંત્રતા અને સરકાર પર વિશ્વાસ છે આ બાબત વિશેષ મહત્વની લોકો માટે છે.

અને વધારે ખુશીનું કારણ પણ છે.

અહી ટેક્સનું પ્રમાણ પણ અમેરિકા કરતા વધુ છે. છતાં લોકોએ આવા જંગી ટેક્સ સામે ક્યારેય વિરોધ નોધાવેલ નથી.

કારણ લોકોને ખબર છે અને ખાતરી પણ છે કે આ નાણl પ્રજાની સુખાકારી માટે અને હિત માટે જ વાપરવાના છે.

સરકારે પણ તેની પ્રજાને ક્યારેય નિરાશ કરી નથી. પ્રાથમિક સ્વાસ્થ્ય અને સુખાકારીની બાબતોમાં સરકlરની કામગીરી સંતોષજનક રહી છે.

આ બાબતો હોય કે યુનીવર્સીટી સુધીનું શિક્ષણ હોય લોકોને પેસા નથી ચુકવવા પડતા.


દુનિયાના મોટા ભાગના દેશોમાં આજે ગુનાખોરીનું પ્રમાણ ઘણું વધી ગયું છે.

આતંકવાદીઓએ તેનો પંજો લગભગ સારા એવા દેશોમાં વિસ્તlરી નાખ્યો છે. પણ સદનસીબે ફિનલેન્ડ તેમાંથી બાકાત રહી શક્યું છે.

વલ્ર્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પીટીટીવ રીપોર્ટ ૨૦૧૭-૧૮ અનુસાર ફિનલેન્ડમાં ગુનાખોરીનું પ્રમાણ સાવ સામાન્ય છે.

ધર્મપસંદગીમાં કોઈ દખલગીરી ન હોવી અને મહિલા તેમજ પુરુષો વચે ભેદભાવ ન રાખવો એ બાબતે જ ફિનલેન્ડના હેપીનેસનl માર્ક્સ વધયl છે.


આ ઉપરાંત અહી ટ્રાફિકની સમસ્યા પણ બહુ જ ઓછી છે.

કારણ અહી ટુ વ્હીલર અને કl ર માટે અલગ અલગ લેનો બનાવી છે.

જેને કારણે અહીના નાગરિકોને ટ્રાફિક ઝlમ ની સમસ્યા નો અંદાઝ જ નથી.


કુદરતની પણ અપાર મહેરબાની અl પ્ર્દેશ ઉપર છે. અહીનું સોંદર્ય પણ અદ્ભુત છે.

ફિનલેન્ડ સરકાર દ્વારા પણ કુદરતી સૌન્દર્યને જાળવવાના ભરપુર પ્રયાસો કરવામાં આવે છે.

અહીની કુલ ભૂમિના 75 % હરિયાળો પ્રદેશ છે, એટલેકે વૃક્ષોથી છવાયેલો છે ..

લગભગ ૧લlખ ૮૦હ્જl ર જેટલા તો તળાવો છે.

એટલેજ અહીના નાગરિકો રજા મળતાજ કુદરતી સૌન્દર્ય ને માણવા ફરવા ઉપડી જાય છે.

ફિનલેન્ડની શિક્ષણવ્યવસ્થા વિશ્વના અનેક દેશો માટે આદર્શ બની રહી છે.

લગભગ ચાર દાયકા અગાઉ ફીન્લેન્ડે નવી શિક્ષણ વ્યવસ્થા અમલી બનાવી છે.

બાળકો પુસ્તાકીયા કીડા ન બને તેની પુરતી તકેદારી રાખવામાં આવે છે

બાળપણ માંણવl માટે છે તેમ માનતા આ દેશે ૭ વરસ ની ઉમર સુધી બાળકને સ્કુલમાં પ્રવેશ ન આપવાનો નિયમ બનાવ્યો છે.

બાળક ૧૬ વરસનો થાય ત્યાં સુધી કોઈ પરીક્ષા ફરજીયાત આવતી જ નથી.

ત્યાર બાદ પણ પરીક્ષા આપવી કે ન આપવી તેનો નિર્ણય વિદ્યાર્થીએ જાતે કરવાનો રહે છે.

૧૬ વરસ નો થાય ત્યારે અપર સેકેન્ડરી સ્કૂલ, વોકેશનલ એજ્યુકેશન અને સીધા કામે લાગી જવું એવા ત્રણ વિકલ્પો મળે છે.

અભ્યાસ નો સમય સવારે ૯ થી ૧૦ દરમ્યાન શરુ થાય અનેબપોરે ૨ થી ૩વlગ્યે પૂરો થાય .

તેમાં પણ ચાર થી વધુ પીરીયડ નથી હોતા અને 75 મીનીટની રીસેસ હોય છે.

એક ક્લાસમાં ૧૬ થી વધુ વિદ્યાર્થીઓ હોતા નથી. થીયરી કરતા પ્રેક્ટીકલ ઉપર વધુ ધ્યાન અપાય છે.

ઘણા બધા વિષયો ભણાવવાના બદલે થોડા વિષયો ઊંડાણપૂર્વક ભણાવવા એવl આશયથી આ પદ્ધતિ ચાલે છે.


એમ પ્રાથમિક સુવિધાઓ થી લઈને શિક્ષણ સુધીની વ્યવસ્થાએ આ દેશને દુનિયાના સોથી સુખી દેશ તરીકે પ્રથમ નંબર

આપ્યો છે,તેમ માની શકાય...



.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED