મળેલો પ્રેમ - 5 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

મળેલો પ્રેમ - 5

લગ્ન નો દિવસ આવી ગયો હતો. રાહુલ અને કાનજી તૈયારીઓ માં લાગેલા હતા. મંડપ બંધાઈ ગયો હતો. લાઈટો લાગી ચુકી હતી. તેની સાથે મહેમાનો પણ આવી ગયા હતા. જમણવાર ની તૈયારીઓ ચાલી રહી હતી. ગામ ની પબ્લિકમાં શ્રુતિ તેની બહેનપણીઓ સાથે આવી ગઈ હતી. આમ, લગ્ન નો માહોલ તેના શિખર પર હતો. ઢોલ અને નગાળા ની રમઝટ હતી. અને અહીં રાહુલ તૈયારીઓ માં લાગ્યો હતો. કાનજી પણ તેની સાથે જ હતો. એમા અચાનક રાહુલ ના પિતા આવી ગયા અને રાહુલ અને કાનજી ને તૈયાર થઈ જવા નું કહ્યું. આમ, બંને તૈયાર થવા માટે જતા હતા. ત્યારે જ રાહુલ ના પિતા એ , કાનજી ને ઉભો રાખ્યો.

"કાનજી! તારા હારું શેરવાની લીધી હે , રાહુલિયા ના રૂમમા પડી હે પેરી લેજે".

"કાકા! આભાર તમાણો પણ મારી હારું?" કાનજી એ અશ્રુઓ સાથે પ્રશ્ન કર્યો.

        " અરે, લખોટા! તુંય મારો જ દીકરો હે ને એમા રોશ હું?" આણદા ભાઈ એ મસ્તી કરતા કહ્યું.

  
   આમ, આ મજાક બાદ કાનજી હસ્તો હસ્તો ત્યાં થી જતો રહ્યો. રાહુલ અને કાનજી બને તૈયાર થઈ ગયા હતા. બંને બહાર ની તરફ બધી તૈયારીઓ બરાબર છે કે , નહીં? તપાસ કરવા માટે આવ્યા હતા. રાહુલ ને જોઈ ને તેમની કેટલીક સબંધીઓ તેની પાસે આવી ઉભી રહી ગઈ. અને ત્યારબાદ રાહુલ ને હેન્ડસમ લાગે છે , એવું કહી ત્યાં થી જતી રહી. આ બધું જોઈ શ્રુતિ પણ હસવા લાગી. રાહુલ શ્રુતિ પાસે જઈ અને બોલ્યો " કેમ, મેડમ! બઉ હસવું આવે છે તમને?

"ના એટલે તમે આટલા બધા ફેમશ છો , એ હું નહોતી જાણતી". શ્રુતિ એ હસ્તા હસ્તા જવાબ આપ્યો.

"હા , એ તો નાનપણ થી જ છું".

"હા, હશો પણ મારા જેટલા નહીં".

"હા!તમારા જેવા ફેમશ વ્યક્તિઓ તોહ , શહેર માં પણ નથી મળતા".

"ઓહ! સવાર થી કોઈ મળ્યું નથી લાગતું તને".

"તમે હોવ તો બીજા ની શું જરૂરત". રાહુલ એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

  
  
     આમ, આ જવાબ સાંભળી શ્રુતિ ત્યાં થી જતી રહી. અને ત્યારે જ કાનજી બોલ્યો " એ લ્યા , ભાભી હે તા માઠો લાગુ ગો હવે ?"

"એ ટોપા! આહે માઠો લાગ્યો ના કેવાય  આહે પ્રેમ કેવાય". રાહુલ એ જવાબ આપતા કહ્યું.

"હા, પ્રેમ ! હાલતી ની થા હવે".

  
       આમ , લગ્ન ના બધા પ્રસંગો એક પછી એક જતા રહ્યા. હવે , જાન લઈ અને બીજા ગામડે જવાનો સમય હતો. કેટલીક કાર અને કેટલીક બસ હતી. રાહુલ અને કાનજી ને બસ માં જવું હતું માટે , બંને બસ માં બેઠા. આજ બસ માં શ્રુતિ પણ આવી ગઈ હતી. રાહુલ ને છેલ્લી સીટ પર બેઠેલો જોઈ ને તે પણ ત્યાં જ જતી રહી.
     
            
         છેલ્લે ની કેટલીક સીટો ખાલી પડી હતી. શ્રુતિ તેની બહેનપણીઓ સાથે ત્યાં ગઈ અને ત્યાં જ બેઠી. રાહુલ અને કાનજી કંઈક ચર્ચા કરી રહ્યા હતા.

"કાના ભાઈ! તમારા મિત્ર તો ધાર્યા એના કરતા પણ સીધા નીકળ્યા". શ્રુતિ એ કહ્યું.

"હા , કાના! એ તોહ , હું છું જ ને". રાહુલ એ નાનકડી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

"તોહ! આના પછી તોહ, તમારો વારો નઈ?"

"હા , પણ તમે આટલા ઉત્તશુક શા માટે છો?"

"અમે તોહ ઉત્તશુક હોઈએ જ ને"

       આમ, આવી કેટલીક ચર્ચા ઓ ની સાથે જ જાન બાજુ ના ગામે જઈ પહોંચી. ગામ નું નામ હતું, ધાણેટી. આમ, જાન ઢોલ , નગાળા , નાચ , ગાના સાથે પહોંચી ગઈ. લગ્ન ની રસમ ની શરૂઆત થઈ. અહીં મહેમાનો માટે જમણવાર ની શરૂઆત પણ થઈ. રાહુલ અને કાનજી મંડપ પાસે ઉભા હતા. આમ, લગ્ન પત્યા બાદ વિદાય નો સમય હતો. વિદાય બાદ બધા ઘેર જવા માટે નીકળ્યા. આણદા ભાઈ એ એક કાર રાહુલ ને સોંપી હતી. કાર માં કાનજી અને રાહુલ સિવાય કોઈ જ નહોતો જવાનો.

     
      રાહુલ અને કાનજી ગામના પાદરે કાર લઈ બેઠા હતા.બસ માં ગામના બધા વ્યક્તિઓ ઘેર પરત ફરી રહ્યા હતા.પરંતુ રાહુલ અને કાનજી ત્યાં જ બેસી રહ્યા.

"તોહ! ચેતલા ના અધા તુહે જોઉં ગા તોહ , પ્રપોઝ નઈ કર કે હું?" કાનજી એ પ્રશ્ન કર્યો.

"કેમ , તને ખબર પડી ગઈ એમ? સારું લે".

"મુહે તા પડે જ ને  બકા , ગામની બીક થી એહે પ્રપોઝ ની કર ઈ?"

"ના કાના , ગામની બીક નશી મુહે. મુહે શ્રુતિ બદનામ થાય એની બીક હે".

"ભાઈ , તું એ ચિંતા ના કર હું શું ને હંભારી લઈશ".

"આભાર ભાઈ તારો".

"બે લાખોટા! આમ, આભાર માનવાની જરૂરત નથી. હું તારો મિત્ર છું. અને હા આ મારી ફર્જ છે".

"એય, તું પણ? હા હો તું પણ સરળ ગુજરાતીમાં વાત કરતા શીખી ગયો એમ?"

"હાસતોહ! શીખવી જ પડે ને લ્યા. આમેય તું સાથે છે ને".

     આમ, બંને મસ્તી ના મૂડ માં હતા. સમય ઘણો થઈ ગયો હતો. બંને ઘેર જવા માટે નીકળી ગયા.પરંતુ આગળ કેટલાક કિમિ કાપ્યા બાદ , તેમની એક બસ વરચે પંચર પડેલી હતી. રાહુલ એ પૂછતાછ કરી તોહ , જાણવા મળ્યું કે , થોડી વાર લાગવાની છે. આ તરફ શ્રુતિ તેમને બસ ની બારી માથી  જોઈ રહી હતી. રાહુલ એ તેને  કાર માં ચાલવા માટે નો આમંત્રણ આપ્યો. આ આમંત્રણ શ્રુતિ એ સ્વીકાર્યો.

      શ્રુતિ તેની કેટલીક બહેનપણીઓ સાથે કાર માં બેઠી. રાહુલ જાણી જોઈ ને બોલીવુડ ના ગીતો વગાડવા લાગ્યો. આમ, આ સફર ક્યારે પુરી થઈ ગઈ ખબર જ ના રહી. આમ, શ્રુતિ ની બહેનપણીઓ  નો ઘર થોડો આગળ હોવા થી તેઓ આગળ જ ઉતરી ગઈ. કાનજી ને ઘેર ડ્રોપ કર્યા બાદ , રાહુલ શ્રુતિ ને ઘેર ડ્રોપ કરવા માટે ગયો. આમ , ઘેર ડ્રોપ કર્યા ના આ પાંચ મિનિટ ના સમય માં તેમની આસપાસ કોઈ જ નહોતું આવવાનું. છતાં પણ રાહુલ તેને તેના હૃદય ની વાત  કઈ શક્યો નહીં.

    આ પ્રેમ કથા  નું અંત શું થવાનું છે? શું રાહુલ શ્રુતિ ને તેના હૃદય ની વાત કહી શકવાનો છે?

ક્રમશઃ