Madelo Prem - 7 books and stories free download online pdf in Gujarati

મળેલો પ્રેમ - 7

"કાના! શ્રુતિ પાછી આવી કે નહીં? તું કહેતો હતો કે, અઠવાડિયામાં જ પરત ફરશે. પરંતુ, આજે બીજો અઠવાડિયો થયો. શું વાત શું છે કાના?" રાહુલ એ પ્રશ્ન કર્યો.

"અરે, એવું કંઈ નથી જેવું તું વિચારે છે. આવવાની જ છે હમણાં. મેં તેની બહેનપણી સાથે વાત કરી. તે કહેતી હતી કે, તેના મામા એ જ રોકી રાખી છે." કાનજી એ ઉત્તર આપતા કહ્યું.

"બાકી શું ચાલે? હમણાં કેમ ઘેર તરફ આવ્યો જ નથી તું? તારા ઘેર ગયો ત્યારે તારા બાપા પણ કહેતા હતા કે, હમણાં થોડો ચિંતામાં જ રહે છે. શું વાત શું છે? કંઈ પૈસા ની પ્રોબ્લેમ હોય તો કે, આપણે બેઠા છીએ ને."

"અરે, ના! ના! હમણાં થોડો ધંધા નો ટેન્શન છે. વેકેશન પત્યું છતાં ગરાગી ઓછી છે."

"ઓહ! કેમ હમણાં શાળા પાસે નથી જતો કે શું? ત્યાં જા વ્યાપાર કેવો વધે છે."

"હા! હું પણ એ જ વિચારતો હતો."

રાહુલ અને કાનજી બંને તેમની વાતોમાં મશગુલ હતા. ત્યારે જ ગામના સરપંચ એટલે કે, શ્રુતિ ના પિતાની કાર ત્યાં પાસે ના મંદિર પાસે ઉભી રહી. સરપંચ ગામના મંદિર માં દર્શન કરવા માટે ગયા. ત્યાં પ્રાર્થના કરી અને બહાર આવ્યા. બહાર આવી ને તેમણે રાહુલ ને જોયો. રાહુલ તરફ ગુસ્સા ની નજર કરી. રાહુલ તેમની પાસે ગયો.

"શું કયો છો સરપંચ સાહેબ?"

પ્રશ્ન ને દાદ ના આપી તેઓ કારમાં બેસી ને નીકળી ગયા.

"એ કાના! આ શ્રુતિ ના બાપા એ મારા પ્રશ્ન નો જવાબ કેમ ન દીધો? દાળ માં જરૂર કંઈક કાળો છે."

"અરે, એવું નથી! તેઓ ગામના સરપંચ છે. ગામના વિકાસ નો ટેન્શન હશે. અને ઓમેય પાસે ના શહેર ના ધારાસભ્ય પદ માટે પણ લડવા ના છે. આમ, તેમના પર કેટલોક ટેન્શન છે. માટે કદાચ તારા પ્રશ્ન ને દાદ ન આપી હોય!"

"હશે, આપણે શું! તેઓ જાણે અને તેમનું કામ જાણે."

ગામના મેન હાઈવે પર એક બસ ઉભી રહી. એ બસમાં થી એક છોકરી નીચે ઉતરી. એ છોકરી શ્રુતિ ની બહેનપણી હતી. તે ક્યાંક બહાર ગામ થી પરત ફરી હતી. ગામમાં એન્ટર થતા જ તેણે રાહુલ ને જોયો.

"અરે, રાહુલ! તું અહીંયા? શું ચાલે હમણાં ?"

" દિવ્યા! તું ક્યાં ગઈ હતી? હમણાં લગ્ન માં તો આવેલી."

"અરે, વેકેશન માં મામા ના ઘેર જવાય ને? શ્રુતિ પણ જવાની હતી. પરંતુ, તેના અધા એ તેને હોસ્ટેલમાં ભણવા મૂકી દીધી. તેનું મન નહોતું પરંતુ, શું કરે આ બધું તેના ભવિષ્ય માટે જ કર્યું હશે!"

"શું? મતલબ શ્રુતિ હોસ્ટેલમાં? ના હોય. કહી દે તું જૂઠું બોલી રહી છે.આવી મસ્તી ન કર દિવ્યા!"

"તને લાગે છે કે હું મસ્તી કરું છું? મને પણ આ વિશે ખબર નહોતી. મારી મમ્મી એ જાણ કરી."

"કાના! આ બધું શું છે? તું તો મને કહેતો હતો કે, શ્રુતિ તેના મામા ના ઘેર ગઈ છે?"

"હા! મને ખબર હતી કે, શ્રુતિ તેના મામા ના ઘેર નથી ગઈ. શું કરું? શ્રુતિ એ જ મને તને આ વિશે જાણ કરવાની ના પાડી હતી".

"એટલે આ બધું તું શ્રુતિ ના કેહવા પર કરતો હતો? પરંતુ , તેનું કારણ શું છે? શ્રુતિ એ આવું શા માટે કહ્યું?"

"શ્રુતિ ને તું પ્રેમ કરે છે ને? એ પણ તને પ્રેમ કરે જ છે. તેણે તેના પ્રેમ નો ઇજહાર ભલે ન કર્યો. પરતું, તેણે મને આ વિશે જાણ કરી. મને કસમ આપી હતી કે, હું તને આ બધું ના જણાવું. એનો જ ટેન્શન હતો મને. પરંતુ, આ દિવ્યા એ તને જાણ કરી જ દીધી. હવે શું કરીશ તું? એ ક્યાં ગઈ છે? ક્યાં શહેર? ક્યાં હોસ્ટેલમાં છે? એ જાણ્યાં વગર એને કઈ રીતે શોધીશ?"

"એ તું ચિંતા ન કર. તે તારી મિત્રતા તો દેખાડી જ દીધી ને? અને હા આ બધું બીજા તારા પહેલા જણાવી જાય એ સારું લાગે? બાળપણ ની મિત્રતા દેખાડી દીધી ને તે? તું જાણે છે કે, શ્રુતિ મારા માટે કેટલી મહત્વપૂર્ણ છે. પરંતુ, તું તેની કસમમાં બંધાઈ બેઠો છે. શા માટે કર્યું આવું?"

"રાહુલ! તું જેવું સમજે છે એવું કંઈ નથી. ગુસ્સામાં કંઈ પણ ન વિચાર".

"બસ! થઈ ગયું તારું? તારી પાસે ઉભો હોઈશ તોહ, વધારે ગુસ્સો આવશે. તારું મોઢું પણ નથી જોવું મારે હવે. નિભાવ્યા કર કસમો".

આવું કહી રાહુલ તેના બાઈક પર હાઇવે પર નીકળી ગયો. બંને મિત્રો ની અતૂટ મિત્રતા નો આજે અંત આવ્યો ? શું ફરી બધું પહેલા જેવું થઈ જવાનું છે? શું આ પ્રેમીઓ મળી શકવાના છે? આવા કેટલાક પ્રશ્નો ના ઉત્તર મેળવવા માટે થોડા સમય ની રાહ જોવી જ પડશે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED